તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • About 2 Billion People Of The World Including China Eats India's Salt, 17 Countries Like Japan, Bangladesh, Bhutan Depend On India

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશ કા નમક:ચીન સહિત વિશ્વના 200 કરોડ લોકો ભારતનું નમક ખાય છે, જાપાન, બાંગ્લાદેશ, ભુતાન જેવા 17 દેશ ભારત પર નિર્ભર

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: વિમુક્ત દવે
 • ભારત દર વર્ષે 1 કરોડ ટનથી વધુ મીઠું દુનિયાના 110 દેશમાં નિકાસ કરે છે
 • દેશમાં વાર્ષિક 300 લાખ ટન મીઠું પાકે છે, જેમાંથી 75% ગુજરાતમાં થાય છે
 • મીઠાની કુલ નિકાસમાંથી 95% ગુજરાતના કંડલા, મુન્દ્રા અને જખૌ બંદરેથી થાય છે

રસોઈ ભારતીય હોય કે અન્ય કોઈ દેશની, એના સ્વાદ માટે મીઠું એક આવશ્યક સામગ્રી છે. ભારત મીઠું પકવતા ટોચના પાંચ દેશમાં સામેલ છે અને દેશની 130 કરોડની વસતિ સહિત વિશ્વના 200 કરોડથી વધુ લોકો ભારતમાં પકવેલું મીઠું ખાય છે. ભારતમાં દર વર્ષે આશરે 300 લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે, જેમાંથી 105-110 લાખ ટન મીઠું દેશ અને વિદેશમાં ખાવામાં ઉપયોગ લેવામાં આવે છે. આખી દુનિયાની કુલ વસતિ 780 કરોડ હોવાનું અંદાજવામાં આવે છે, એ હિસાબે ભારત વિશ્વની લગભગ ત્રીજા ભાગની વસતિને મીઠું પૂરું પાડે છે.

17થી વધુ દેશો મીઠા માટે ભારત પર સંપૂર્ણ નિર્ભર
ઇન્ડિયન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (ISMA)ના પ્રમુખ ભરત રાવલે જણાવ્યું હતું કે મીઠાના મામલે જાપાન, બાંગ્લાદેશ, ભુતાન, નેપાળ, ગલ્ફના દેશો સહિત 17 જેટલા દેશો સંપૂર્ણ રીતે ભારત પર નિર્ભર છે. આમાંના ઘણા દેશો ઇન્ડિયન સોલ્ટના ટ્રેડિશનલ બાયર છે અને તેમની સાથે ભારતે સંધિ કરેલી છે કે કોઈપણ પરિસ્થિતિમાં ભારત આ બધા દેશોને મીઠું આપતું રહેશે. ચીન કે જે ભારત કરતાં ત્રણ ગણું વધુ મીઠું પકવે છે એ પણ પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે આપણી પાસેથી મીઠાની આયાત કરે છે.

સામાન્ય રીતે ચોમાસું પત્યા પછી દિવાળી બાદ અગરિયાઓ મીઠું પકવવાનું શરૂ કરતા હોય છે.
સામાન્ય રીતે ચોમાસું પત્યા પછી દિવાળી બાદ અગરિયાઓ મીઠું પકવવાનું શરૂ કરતા હોય છે.

95% નિકાસ ગુજરાતથી થાય છે
સોલ્ટ કમિશનર ઓફ ઇન્ડિયાના આંકડા મુજબ, ભારત 110 દેશમાં મીઠાની નિકાસ કરે છે. આમાં ફૂડ અને ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડનું મીઠું સામેલ છે. વર્ષ 2018-19માં મીઠાની કુલ નિકાસ 103 લાખ ટન હતી, જે 2019-20માં વધીને 115 લાખ ટને પહોંચી હતી. ભારતમાંથી મીઠાની જે નિકાસ થાય છે એમાંથી અંદાજે 95% નિકાસ ગુજરાતના પોર્ટ પરથી થાય છે. ગુજરાતમાં કંડલા જખૌ અને મુન્દ્રાથી મીઠાની નિકાસ થાય છે.

ભારતમાં ક્યારેય મીઠાની અછત ઊભી નહિ થાય
આહીર સોલ્ટના ચેરમેન બચુભાઈ આહીરે જણાવ્યું હતું કે ભારતમાં મીઠાનું ઉત્પાદન જ એટલું મોટું છે કે દેશમાં ક્યારેય પણ મીઠાની અછત કે તંગી ઊભી થશે નહીં. આપણે 2-3 વર્ષ મીઠું ન પકાવીએ તો પણ અછત ઊભી થવાની કોઈ શક્યતા નથી. ભારતમાં વાર્ષિક 80 લાખ ટન જેટલું મીઠું ખવાય છે અને એની સામે ઉત્પાદન 300 લાખ ટન જેટલું થાય છે. આપણે નિકાસ કરીએ તોપણ આપણી પાસે ઘણું મીઠું બચે છે.

ભારત તેની જરૂરિયાત કરતાં લગભગ ચાર ગણું વધુ મીઠું પકવે છે, એટલે દેશમાં મીઠાની અછત સર્જાવાની કોઈ શક્યતા જ નથી.
ભારત તેની જરૂરિયાત કરતાં લગભગ ચાર ગણું વધુ મીઠું પકવે છે, એટલે દેશમાં મીઠાની અછત સર્જાવાની કોઈ શક્યતા જ નથી.

ગુજરાત દેશનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય
ISMAના ચેરમેન અને નિરમા સોલ્ટના આશિષ દેસાઈએ જણાવ્યું હતું કે ભારતમાં મીઠાનું જેટલું ઉત્પાદન થાય છે એમાંથી આશરે 70% મીઠું એકલું ગુજરાત પકવે છે. આ સિવાય રાજસ્થાન 12%, તામિલનાડુ અને આન્ધ્રપ્રદેશ 12% હિસ્સેદારી ધરાવે છે, બાકી બચતું 6% ઉત્પાદન મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને કર્ણાટકમાં થાય છે.

આઝાદી સમયે ભારતમાં મીઠું આયાત કરવું પડતું હતું
ભારત જયારે 1947માં આઝાદ થયું ત્યારે ઘરેલું જરૂરિયાતને પૂરી કરવા માટે બ્રિટન અને એડન (હાલનું યમન)થી મીઠું આયાત કરવું પડતું હતું. એ સમયે ભારતમાં માત્ર 19 લાખ ટનનું ઉત્પાદન રહેતું હતું, પરંતુ સમયાંતરે દેશ મીઠાની બાબતમાં સ્વાવલંબી બન્યો અને આજે આપણે 110 દેશમાં નિકાસ કરીએ છીએ. હાલ ભારતમાં મીઠા ઉદ્યોગ 10 લાખથી વધુ લોકોને સીધી અને પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે.

મીઠાના ઉત્પાદનમાં કચ્છ સૌથી મોટો વિસ્તાર છે અને ત્યાં હજારોની સંખ્યામાં અગરિયાઓ વસવાટ કરે છે.
મીઠાના ઉત્પાદનમાં કચ્છ સૌથી મોટો વિસ્તાર છે અને ત્યાં હજારોની સંખ્યામાં અગરિયાઓ વસવાટ કરે છે.

એક સમયે ભારત અને ચીન સમાન માત્રામાં મીઠું પકવતા હતા
ભરત રાવલે જણાવ્યું હતું કે 20 વર્ષ પહેલાં ભારત અને ચીનની મીઠા ઉત્પાદનની ક્ષમતા એકસમાન હતી. 2000ની સાલમાં બંને દેશ 155 લાખ ટન મીઠાનું ઉત્પાદન કરતી હતી. ચીનની સરકારી નીતિઓને કારણે ત્યાં મીઠાનું ઉત્પાદન વધીને આજે 700 લાખ ટન થઇ છે, એટલે કે ઉત્પાદન ચાર ગણું વધ્યું છે, એની સામે ભારતમાં ઉત્પાદન માત્ર બે ગણું જ વધ્યું છે. ભારત સરકારે આ બાબતે વિચારવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો