તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • A Young Woman From Vadodara, Who Is Working In Canada With Her Studies, Sends Tiffins To Coroners With The Help Of Her Father By Sending Rs 3 Lakh Of Savings.

આજની પોઝિટિવ સ્ટોરી:કેનેડામાં અભ્યાસની સાથે નોકરી કરતી વડોદરાની યુવતી વતનની વ્હારે, બચતના 3 લાખ મોકલીને પિતાની મદદથી કોરોનાગ્રસ્તોને ટિફિન પહોંચાડે છે

વડોદરા4 મહિનો પહેલાલેખક: જીતુ પંડ્યા
કોરોનાગ્રસ્તો ભુખ્યા ન રહે તે માટે યુવતીએ વતનમાં સેવાકીય કાર્ય શરૂ કરાવ્યું.
  • 15000 જેટલા ટિફીનો કોરોનાગ્રસ્ત પરિવારોને પહોંચાડ્યા કોરોના સમયે સતત ટિફિટ સેવા ચાલુ જ રાખવાનો નિર્ધાર

કોરોનાકાળમાં કોરોનાગ્રસ્ત થયેલા લોકોને ભોજનની સમસ્યા રહેતી હોય છે. જેથી વિદેશમાં અભ્યાસ કરતી યુવતીએ પોતાના વતનની વ્હારે આવીને પિતાની મદદથી અનોખી સેવા શરૂ કરી છે. કેનેડામાં અભ્યાસની સાથે સાથે નોકરી કરતી વિદ્યાર્થિનીએ પોતાની બચતના 3 લાખ વતન મોકલની પિતાની મદદથી છેલ્લા 25 દિવસમાં જ 15 હજાર કરતાં વધુ ટિફિન કોરોનાગ્રસ્તો સુધી પહોંચાડ્યાં છે.આ સેવા કોરોના સંક્રમણ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી અવિરત રાખવાનો પિતા-પુત્રીએ નિર્ધાર વ્યક્ત કર્યો છે.

શહેરમાં પાંચ જગ્યાએ તેમના રસોડા ચાલુ કરવામાં આવ્યાં છે.
શહેરમાં પાંચ જગ્યાએ તેમના રસોડા ચાલુ કરવામાં આવ્યાં છે.

રોજના 800 ટિફિન પહોંચાડાય છે
યુવતીએ જણાવ્યું હતું કે, વડોદરા મારી જન્મભૂમિ છે, કોરોનાગ્રસ્ત લોકોની સેવા કરવી મારી ફરજ છે.વડોદરામાં રહેતા પિતા દીકરી દ્વારા મોકલવામાં આવતી સહાયની રકમમાંથી રોજ 800 કોરોનાગ્રસ્ત પરિવારોને ટિફીન સેવા પૂરી પાડી રહ્યા છે. અત્યાર સુધીમાં કેનેડા સ્થિત વડોદરાની યુવતીએ રૂપિયા 3 લાખ જેટલી રકમ કોરોનાગ્રસ્ત પરિવારોને ટિફીન સેવા પૂરી પાડવા માટે પિતાને મોકલાવી છે. કેનેડા સ્થિત યુવતીએ જણાવ્યું હતું કે, વડોદરા મારી જન્મભૂમિ છે. કોરોનાની મહામારી સમયે કોરોનાગ્રસ્ત લોકોની સેવા કરવી મારી ફરજ છે.

યુવતી કોરોનાગ્રસ્તોની સેવાને પોતાની ફરજ સમજે છે.
યુવતી કોરોનાગ્રસ્તોની સેવાને પોતાની ફરજ સમજે છે.

કેનેડામાં મોલમાં કેશિયર તરીકે નોકરી કરે છે
વડોદરા શહેરના દિવાળીપુરાની રહેવાસી નિરાલી રાજપૂત વડોદરામાં બી.ઇ. ઈલેક્ટ્રીકલનો અભ્યાસ પૂરો કર્યો હતો. ત્યાર બાદ તેના પિતા નારાયણ રાજપૂતે તેને ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા ખાતે મોકલી હતી. કેનેડાના મોન્ટ્રીયલમાં રહીને તેને કોનકોર્ડિયા યુનિવર્સિટીમાં પોતાનો માસ્ટરનો અભ્યાસ પૂરો કર્યો અને સાથે જ તે એક મોલમાં કેશિયર તરીકેની નોકરી કરી રહી છે. નિરાલી પોતાના ખર્ચ બાદ જે રકમની બચત થાય છે. તે વડોદરામાં રહેતા પિતાને કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે મોકલી રહી છે.

ઘરમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને ટિફિન પહોંચાડાય છે.
ઘરમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને ટિફિન પહોંચાડાય છે.

વતનની ગંભીર સ્થિતિ જોઇને સેવા શરૂ કરી
સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહેલા કોરોનામાં વડોદરા પણ બાકાત રહ્યું નથી. વડોદરામાં કોરોનાના વધેલા કેસો અને કોરોનાની બનેલી ગંભીર સ્થિતિના સમાચાર સાંભળી કેનેડામાં અભ્યાસ માટે ગયેલી નિરાલી રાજપૂતને વડોદરાના લોકોની સેવા કરવા માટે ઝંઝોળ્યું હતું. અને તેને પોતાના ખર્ચમાં કાપ મુકીને શક્ય તેટલી બચત કરીને પોતાના પિતા નારાયણ રાજપુતને રકમ મોકલવાનું શરૂ કર્યું છે.

પોતાના ખર્ચમાં કાપ મુકીને શક્ય તેટલી બચત કરીને સેવા શરૂ કરી
પોતાના ખર્ચમાં કાપ મુકીને શક્ય તેટલી બચત કરીને સેવા શરૂ કરી

દીકરીએ પિતાને ટિફિન સેવા શરૂ કરવા કહ્યું
યુવતીએ પિતાને જણાવ્યું કે, કોરોનાની કપરી મહામારીમાં જે લોકો ઘરે છે અને કોરોનાની સારવાર લઇ રહ્યા છે. તેવા લોકોને બે ટાઇમ ટિફીન પહોંચાડવા માટે જણાવ્યું હતું. કેનેડા સ્થિત દીકરી નિરાલી દ્વારા મળતી આર્થિક મદદ અને તેની ઇચ્છા અનુસાર પિતા નારાયણ રાજપૂતે ઘરમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને ટિફીન પહોંચાડવાની શરૂઆત કરી હતી.

દર્દીઓને તેમના ઘર સુધી ટિફઇન પહોંચાડાય છે.
દર્દીઓને તેમના ઘર સુધી ટિફઇન પહોંચાડાય છે.

નિઃશુલ્ક રીતે ટિફિન અપાય છે
શરૂઆતમાં 400 જેટલા લોકોને ટિફિન પહોંચાડી શકતા હતા. તે બાદ તેઓએ 500 જેટલા યુવાનોનું ગ્રુપ બનાવીને હવે 800 ઉપરાંત લોકોને ટિફીન સેવા પહોંચાડી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે, નારાયણ રાજપૂત એક પણ રૂપિયો લીધા વગર ટિફિન સેવા ચલાવી રહ્યા છે. આ સેવા દીકરી દ્વારા જે મદદ કરવામાં આવે છે અને પોતાના મિત્ર વર્તુળ દ્વારા થતી આર્થિક મદદનો ઉપયોગ કરીને નિઃશુલ્ક ટિફીનની સેવા કરી રહ્યા છે.

500 જેટલા યુવાનોનું ગ્રુપ બનાવીને હવે 800 ઉપરાંત લોકોને ટિફીન સેવા પહોંચાડી રહ્યા છે
500 જેટલા યુવાનોનું ગ્રુપ બનાવીને હવે 800 ઉપરાંત લોકોને ટિફીન સેવા પહોંચાડી રહ્યા છે

ગુજરાતી, જૈન સહિતના સમાજ માટે અલગ ટિફિન બને
નારાયણ રાજપુતે જણાવ્યું હતું કે, અમે રોજ 800થી પણ વધુ ટિફિન પહોંચાડી રહ્યા છે. છેલ્લા 25 દિવસમાં 15 હજાર જેટલા ટિફીનો કોરોનાગ્રસ્ત પરિવારોને પહોંચાડવામાં આવ્યા છે. અને હજુ પણ આ ટિફીન સેવા ચાલુ છે. વડોદરા શહેરના વિવિધ વિસ્તાર સનફાર્મા રોડ, સંપતરાવ કોલોની, ભાયલી, મનીષા ચોકડી, દિવાળીપુરા એમ કુલ પાંચ જગ્યાએ તેમના રસોડા ચાલુ છે અને માત્ર ગુજરાતી થાળી જ નહી., પરંતુ, કોરોનાગ્રસ્ત પરિવારોની ઈચ્છા પ્રમાણે જૈન અને સ્વામિનારાયણ સંપ્રદાયને અનુકૂળ આવે તે રીતે ભોજન પણ એ લોકો બનાવીને આપી રહ્યા છે.

જૈન અને સ્વામિનારાયણ સંપ્રદાયને અનુકૂળ આવે તે રીતે ભોજન અપાય છે.
જૈન અને સ્વામિનારાયણ સંપ્રદાયને અનુકૂળ આવે તે રીતે ભોજન અપાય છે.

3 લાખ રૂપિયાથી વધુની મદદ કરી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમારા આ સેવા કાર્યમાટે મારી દીકરી નિરાલીએ અત્યાર સુધીમાં રૂપિયા 3 લાખ ઉપરાંતની મદદ કરી છે. આ ઉપરાંત રાજેશભાઇ વાસણવાળા, દિપકભાઇ પટેલ, સારા સંસ્થાના પ્રમુખ મેહુલભાઇ દેસાઇ દ્વારા અનાજ, ટિફીન બોક્સ જેવી સેવા પૂરી પાડવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...