• Gujarati News
  • Dvb original
  • A View Of The Road In Ahmedabad That Feels Like A Video Game, Every Gujarati's Chest Will Swell At The Sight Of These Scenes

આ ગુજરાત છે:ગાડીઓ એવી ભાગે કે જાણે વીડિયો ગેમ રમતાં હોય, મુંબઈને ઝાંખું પાડે એવો અમદાવાદનો વ્યૂ

એક મહિનો પહેલાલેખક: કિશન પ્રજાપતિ

રોશનીથી ઝળહળતાં ઓવરબ્રિજ અને સ્પીડમાં જતાં વાહનો.........પહેલી નજરે આ દૃશ્યો કોઈ વીડિયો ગેમનો અહેસાસ કરાવે..........સૌ કોઈને એવું જ લાગે કે, આ કોઈ ગેમ જ છે. પણ ના, આ દૃશ્યો કોઈ વીડિયો ગેમના નહીં, પણ અમદાવાદના ધોરી નસ સમા સરખેજ ગાંધીનગર હાઈવેના છે. દિવાળી અને નૂતન વર્ષના આ મહાપર્વ નિમિત્તે દિવ્યભાસ્કર ડિજિટલ દ્વારા આ ઝગમગતો ડ્રોન વ્યૂ કેપ્ચર કરવામાં આવ્યો છે. દિવ્યભાસ્કર એપ પર પહેલી વાર તમે આ નજારો જોઈ રહ્યા છો.

લાંબા ઓવરબ્રિજ અને અંડરપાસ તથા રોડની બન્ને સાઈડમાં વિસ્તરેલા વિસ્તારો......હાઈરાઈઝ બિલ્ડિંગ્સ, કોર્પોરેટ ઓફિસીસ, હોટેલ્સ, હૉસ્પિટલ્સ, મોલ અને મલ્ટિપ્લેક્સ અને આવું તો ઘણું ઘણું. મુંબઈને પણ ભૂલાવે એવી રફ્તાર. આ જ તો અમદાવાદનો ધબકાર છે અને આ જ તો એનો પ્રાણ છે. ગુજરાત જ નહીં દેશમાં પણ ભાગ્યે જ ક્યાંય આવું ડેવલપમેન્ટ હશે. એટલે જ તો અમદાવાદ હવે દેશના આર્થિક પાટનગર તરીકે મુંબઈની હરોળમાં ઊભું છે.

ઈસ્કોન ઓવરબ્રિજ અને તેની આસપાસનાં આ દૃશ્યો જોતાં આંખો રીતસર પહોંળી થઈ જાય. જ્યાં જુઓ ત્યાં ઝગમગાટ, રોશનીનો આ ઝબકાર આંખોને આંજી દે એવો છે. એક સામાન્ય ગુજરાતીએ કદાચ આવી કલ્પના પણ ના કરી હોય.

આ વ્યૂને કેપ્ચર કરવા માટે દિવ્ય ભાસ્કરની ટીમે કર્ણાવતી ક્લબથી ડ્રોન ઉડાડ્યું હતું. સૌથી પહેલાં ગોતા ફ્લાય ઓવરથી લઈ સિક્સ લેન એલિવેટેડ કોરિડોર સુધીનો નજારો કેદ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સરખેજ તરફ YMCA ક્લબ સુધીનો વ્યૂ કેપ્ચર કરવામાં આવ્યો હતો.

આ ડ્રોન વીડિયોમાં એસજી હાઈવે અને તેની બન્ને બાજુ વસેલા વિસ્તારો જોઈ શકાય છે. હાઈવેની બન્ને બાજુએ લગભગ 6-6 કિલોમીટર સુધીનો વ્યૂ કેપ્ચર થયેલો જોવા મળે છે. વિકાસમાં પણ આ શહેર કેમ અવ્વલ છે તે અહીં સારી રીતે સમજી શકાય છે.

આ જોઈને પાક્કા અમદાવાદીને જ નહીં દરેક ગુજરાતીને અમદાવાદ પોતિકું લાગે એમાં કોઈ શંકા નથી.

અન્ય સમાચારો પણ છે...