ચોમાસાની મોસમમાં ગરમા-ગરમ દાળવડાં ખાવાની એક અલગ જ મજા હોય છે. ત્યારે દિવ્ય ભાસ્કર આપને અમદાવાદમાં આવેલાં ગુજરાતના દાળવડાં કેવી રીતે બને છે તેની સ્ટેપ ટુ સ્ટેપ પ્રોસેસ બતાવી રહ્યું છે. આ દાળવડાં ચોક્કસ તાપમાન પર તળવાની માસ્ટરી પણ અહીંના કારીગરોને હોવાથી ન્યૂ ગુજરાત દાળવડા સેન્ટરે આજે દાયકાઓથી પોતાની ઓળખ જાળવી રાખી છે.
દાળવડાં રૂ જેવાં નરમ છતા, આંગળીમાં તેલના ચોંટે.
અહીં આવતાં લોકોએ જણાવ્યું કે, ગુજરાતના દાળવડાંની ખાસિયત છે કે, આ દાળવડાં ખાસ આંબોળિયાની ચટણી, ડુંગળી અને મરચા સાથે આપવામાં આવે છે. આ દાળવડાં રૂ જેવાં નરમ હોય છે અને તેને ખાતી વખતે આંગળીઓમાં તેલ ચોંટતું નથી.
યુવાનો અને વૃદ્ધઓ દાળવડાં ખાવા માટે લાઈનો લગાવે.
ગુજરાત કોલેજ રોડ અને પકવાન ક્રોસ રોડ પર આવેલાં આઉટલેટ પર યુવાનો અને વૃદ્ધો દાળવડાં ખાવા માટે લાઈનો લગાવે છે. ચોમાસામાં દરરોજના 300-350 કિલો એક-એક આઉટલેટ પર દાળવડાંનું સેલિંગ થાય છે અને જે દિવસે વરસાદ હોય ત્યારે 400-500 કિલો દાળવડાંનું વેચાણ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.