ગ્રાઉન્ડ રિપોર્ટગોવામાં સ્પા-ક્લબમાં ઘૂસ્યા તો હજારો રૂપિયા ગુમાવી બેસશો:સેક્સ વર્ક-ચીટિંગનું કોકટેલ! 5 હજારનો પેગ અને બોટલનું બિલ 20 હજાર

પણજીએક મહિનો પહેલાલેખક: અક્ષય વાજપેયી

‘હું તમને એક ટોકન આપીશ, એ ટોકન તમને ગમતી છોકરીને આપો અને પછી અંદર જાઓ. ત્યાં તમામ પ્રકારનાં પેકેજો છે. બોડી મસાજ 3 હજાર, બોડી ટુ બોડી મસાજ 4 હજારમાં અને 5 હજાર રૂપિયામાં ફુલ સર્વિસ. પોલીસને દર મહિને કમિશન મળે છે, તેથી કોઈ પરેશાની નથી. પંજાબ, મુંબઈથી લઈને વિદેશ સુધીની પણ યુવતીઓ છે. ઉંમર 18થી 35 સુધીની છે. તમે એકવાર મારી સાથે ચાલો, બધું સમજાઈ જશે, આટલું કહીને દલાલ અમને ગોવાના કલંગુટમાં આવેલા સ્પા સેન્ટરમાં લઈ ગયો, જ્યાં યુવતીઓના નામે પ્રવાસીઓને ફસાવવાનો ખેલ ચાલી રહ્યો છે. દલાલ પોતાનું નામ ચંદુ જણાવતો હતો.

પહેલા યુવતીને પસંદ કરો, પછી પેમેન્ટ આપજો
સ્પા સેન્ટરમાં પહોંચતાં જ ત્યાંનો સ્ટાફ સક્રિય થઈ ગયો હતો. કેન્દ્ર ખાલી પડ્યું હતું. અંદર નાના ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા. ચંદુએ કહ્યું, કસ્ટમર આવ્યા છે, છોકરીઓ બતાવી દો.

સ્ટાફે યુવતીઓને બોલાવીને બહાર આવવા કહ્યું. 8થી 10 યુવતીઓ બહાર આવી, બધી નોર્થ ઈસ્ટની લાગી રહી હતી. ચંદુએ કહ્યું, તમે ગમતી યુવતીને પસંદ કરી લો. પછી તેણે 3 હજાર રૂપિયા જમા કરવા માટે કહ્યું, અંદર ફુલ સર્વિસ મળશે. મેં પૂછ્યું- આ તો સ્પા સેન્ટર છે, તો વેશ્યાવૃત્તિ કેવી રીતે થાય છે, પોલીસ નથી આવતી? તેણે કહ્યું, પોલીસ સાથે સેટિંગ છે.

મેં કહ્યું, પહેલા મારે યુવતીઓ સાથે વાત કરવી છે. અમને કહેવામાં આવ્યું કે મોબાઈલ બહાર ન કાઢો. યુવતીઓ સાથે વાત કરી તો તેઓ ખૂબ જ ગુસ્સામાં દેખાતી હતી. એવું લાગ્યું કે તે પોતાના મનથી નહીં, પરંતુ રૂપિયાની મજબૂરી અથવા ધમકીને કારણે અહીં રહે છે. અમે ઘણીવાર પૂછ્યું.. ત્યારે તેણે એટલું જ કહ્યું કે તમને ગમે તે સર્વિસ મળી જશે, પરંતુ પહેલા પૈસા જમા કરો.

સ્પા સેન્ટરની અંદર આવા નાના રૂમ બનાવવામાં આવ્યા છે. રૂમની પહોળાઈ લગભગ 6 ફૂટ હશે. એમાં એક નાનો પલંગ અને દીવાલ પર પંખો છે.
સ્પા સેન્ટરની અંદર આવા નાના રૂમ બનાવવામાં આવ્યા છે. રૂમની પહોળાઈ લગભગ 6 ફૂટ હશે. એમાં એક નાનો પલંગ અને દીવાલ પર પંખો છે.

અમે સર્વિસ લેવાનો ઈનકાર કરતાં બહાર આવ્યા. થોડીવાર પછી ચંદુ બીજી વ્યક્તિને લઈને આવ્યો. અમે તેની પાછળ ફરી સ્પા સેન્ટર ગયા. તેની પાસેથી 3000 રૂપિયા જમા કરાવ્યા અને રૂમની અંદર ગયો. તે છોકરો 10 મિનિટ પછી જ બહાર આવી ગયો હતો.

મેં તેને પૂછ્યું કે અંદર શું થયું. કહ્યું- મને કહેવામાં આવ્યું હતું કે ફુલ સર્વિસ આપવામાં આવશે, પરંતુ યુવતીએ અંદર કહ્યું કે માત્ર મસાજ થશે. ફુલ સર્વિસ માટે 10 હજાર થાય છે. મેં મેનેજરને પૂછ્યું કે તમે 45 મિનિટ મસાજ કરવાનું કહ્યું હતું, તો તેમણે કહ્યું, જે વ્યક્તિ તમને લઈને આવી છે તેની સાથે વાત કરો. અમે તમને ઓળખતા નથી, 3 હજાર રૂપિયામાં માત્ર મસાજ 10 મિનિટ માટે જ કરાય છે. તે યુવકે કેમેરા સામે આવવાની ના પાડી હતી.

યુવતીઓ માટે ગોવા સુધી પહોંચવાનો રૂટ
TISS (ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સ)ના અહેવાલ મુજબ, ઉત્તર ભારતની છોકરીઓને ફ્લાઈટમાં લાવવામાં આવે છે. મહારાષ્ટ્ર-કર્ણાટકની યુવતીઓ પણ મોટી સંખ્યામાં હોય છે, તેમને બસ, ટ્રેન અને ખાનગી વાહનો દ્વારા ગોવા લાવવામાં આવે છે.

યુક્રેન, ઉઝબેકિસ્તાન, રશિયા, નેપાળ, બાંગ્લાદેશ અને ઈન્ડોનેશિયા જેવા અન્ય દેશોમાંથી આવતી યુવતીને ચાર્ટર્ડ અને સામાન્ય ફ્લાઈટ દ્વારા લાવવામાં આવે છે. તેમને મોટા ભાગના પ્રવાસી, મેડિકલ અને વર્ક વિઝા પર આવે છે. તેઓ પહેલા દિલ્હી અને પછી અહીંથી મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ અને ગોવા જેવાં મોટાં શહેરોમાં મોકલવામાં આવે છે.

ગોવામાં સપ્લાયનો રૂટ: યુવતીઓને મારગાંવથી માપુસા અને પછી પણજી લાવવામાં આવે છે. ગોવામાં આ યુવતીઓને સ્કૂટી, બાઇક અને ટેક્સી દ્વારા એક બેઝથી બીજા બેઝ પર મોકલવામાં આવે છે. ટેક્સીઓનો પણ ઉપયોગ થાય છે.

યુવતીઓને સેક્સવર્કમાં ફસાવ્યા બાદ તેઓ તેમને સસ્તી હોટલોમાં રાખે છે
યુવતીઓને સેક્સવર્કમાં ધકેલ્યા બાદ તેમને ભાડાના ફ્લેટમાં અથવા ગોવાના જ બહારના વિસ્તારમાં સસ્તી હોટલોમાં રાખવામાં આવે છે. આ રૂમ હંમેશાં બહારથી લોક રાખવામાં આવેલ છે. અહીં જૂની યુવતીઓ નવી યુવતીઓને ટ્રેનિંગ પણ આપે છે.

લાલચ આપીને પોતાના જ લોકો ફસાવે છે, એજન્ટોનું મજબૂત નેટવર્ક
તપાસમાં બહાર આવ્યું છે કે નબળી આર્થિક સ્થિતિની યુવતીઓને તેમના નજીકના સંબંધીઓ, મિત્રો અથવા બોયફ્રેન્ડ દ્વારા ગોવા લાવવામાં આવે છે અને દલાલને વેચવામાં આવે છે. તેમને નોકરી અપાવવા અથવા લગ્ન કરવાનાં વચનો સાથે ગોવા લાવવામાં આવે છે. તેમને મસાજ પાર્લર, બ્યૂટિપાર્લર, કેસીનો, કન્સ્ટ્રક્શન સાઇટ અથવા ઘરેલુ મદદ જેવાં કામ અપાવવાનું વચન આપવામાં આવે છે. યુવતીઓના કહેવા પ્રમાણે, તેમને મહિને 15-20 હજાર રૂપિયા કમાવવાની વાત કરીને લાવવામાં આવી હતી.

ગરીબ ઘરની યુવતીઓ મોટા ભાગે આંધ્રપ્રદેશ, યુપી, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકનાં ગામડાંમાંથી લાવવામાં આવે છે. આ યુવતીઓને ફસાવવા માટે આ રાજ્યોના સ્થાનિકો લોકોનું નેટવર્ક કામ કરે છે. આ લોકો તેમને સપનાં બતાવીને ગોવા લાવે છે અને સેક્સવર્કમાં ધકેલે છે. નાની ઉંમરના છોકરાઓને પણ યુવતીઓને ફસાવવા માટે ગેંગમાં રાખવામાં આવે છે.

તેની પાસે એજન્ટોનું મજબૂત નેટવર્ક છે, જે આ તમામ રાજ્યોમાં કાર્યરત છે. તેમના પોતાના વકીલો છે, જે પકડાય તો તરત જ જામીન મેળવી આપે છે. યુવતીઓને ફસાવ્યા પછી તેમને મારપીટ અને તેમના પરિવારના સભ્યોને નુકસાન પહોંચાડવાની ધમકીઓ આપીને રાખવામાં આવે છે. તમામ એજન્ટ સોશિયલ મીડિયા અને WhatsApp જેવી મેસેજિંગ એપનો ઉપયોગ કરીને નેટવર્ક ચલાવી રહ્યા હોય છે.

પ્રિન્ટ-ઓનલાઈન જાહેરાતો આપે છે, પછી ફસાવી લે છે
TISS અહેવાલ મુજબ, આ એજન્ટો અખબારોમાં પ્રકાશિત જાહેરાત મારફત નાના કૌશલ્ય આધારિત કામો માટે મોટા પગારની ઓફર કરવામાં આવે છે, જે સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવે છે. ઘણી યુવતીઓ કામ માટે તેમના સંપર્કમાં આવે છે અને તે તેમને ફસાવીને ગોવા અથવા અન્ય કોઈ શહેરમાં બોલાવે છે. આ રીતે ફસાઈ ગયેલી યુવતીઓ મોટા ભાગે ગામડાંમાંથી આવે છે.

તેઓ વીડિયો કોલ પર ઇન્ટરવ્યૂ લે છે, સિલેક્શનનો લેટર પણ મોકલે છે. પછી ફ્લાઇટ ટિકિટો મોકલે છે. જેવી છોકરી ગોવા કે અન્ય કોઈ શહેરની હોટલમાં પહોંચે છે. તેનું એક રીતે અપહરણ કરી લેવામાં આવે છે. યુવતીઓને સેક્સવર્ક માટે દબાણ કરવામાં આવે છે, તેમના નકલી કાગળો અને નકલી આઈડી કાર્ડ બનાવવામાં આવે છે.

પ્રવાસીઓનો પીછો કરીને શોધે છે ગ્રાહક
એજન્ટો ઘણીવાર બાઇક અને સ્કૂટીનો ઉપયોગ કરે છે. મંડોવી બ્રિજ અને ઝુઆરી નદી પાસે ઊભા રહે છે અને પ્રવાસીઓનાં ખાનગી વાહનો તેમના નિશાના પર હોય છે. તેઓ તેમનો પીછો કરે છે અને જાણે છે કે આ લોકો ક્યાં રોકાયા છે. તેઓ હોટલ સ્ટાફ સાથે સેટિંગ પણ કરે છે. જો તેમને ખ્યાલ આવે કે પ્રવાસી ગ્રાહક હોવાનો અંદાજો લાગે છે, તો તેઓ સીધા વાત કરવા આવે છે.

યુવતીઓના ફોટા અને સમયના આધારે ભાવ નક્કી કરવામાં આવે છે. ડીલ ફાઈનલ થયા બાદ તેઓ ગ્રાહકને એ જગ્યાએ લઈ જાય છે, જ્યાં યુવતીઓ હોય છે. કેટલીકવાર યુવતીઓને એવી જગ્યાઓ પર પણ બોલાવવામાં આવે છે, જ્યાં ગ્રાહક રોકાયા હોય છે. ટેક્સીડ્રાઇવરો પણ આ નેટવર્ક સાથે મળીને કામ કરે છે. એજન્ટોના નિશાના પર મોટાં ટૂરિસ્ટ સ્થળો, ક્લબ, બીચ અને બિઝનેસ કોન્ફરન્સ પણ હોય છે.

ગોવામાં પણ ક્લબના નામે છેતરપિંડી થઈ રહી છે
તપાસ દરમિયાન મને ખબર પડી કે ગોવામાં માત્ર સ્પા સેન્ટરો જ નહીં, ક્લબમાં પણ યુવતીઓનાx નામે પ્રવાસીઓને ફસાવવામાં આવે છે. આ લોકોને એવા યુવકોને ટાર્ગેટ કરે છે, જેમની સાથે પરિવાર કે છોકરીઓ નથી હોતી.

અહીં અમને ફરી એક એજન્ટ મળ્યો, જેણે તેનું નામ સિરાજ જણાવ્યું. કહ્યું, સાહેબ, તમારે સર્વિસ જોઈએ છે? મેં પૂછ્યું, કઈ સર્વિસ. તેણે કહ્યું, તમને બધું મળી જશે. યુવતીને સાથે પણ લઈ જઈ શકો છો, ક્યાંય બહાર જશો નહીં, અમારી ક્લબ મેઈન રોડ પર જ છે.

પછી તે અમને કાલાંગુટમાં ચાવલાની રેસ્ટોરન્ટની પાછળ વ્હાઈટ હાઉસ નામની ક્લબમાં લઈ ગયો. આ ક્લબ કાલંગુટના મેઈન રોડ પર આવેલી છે. સિરાજે કહ્યું, અંદર યુવતીઓ બેઠી છે, તમને ગમે એ પસંદ કરો. પછી તમે તેને તમારી સાથે પણ લઈ જઈ શકો છો. અમે ક્લબમાં પ્રવેશ્યા ત્યારે અમારો ફોન સ્વિચ ઓફ કરાવી દીધો હતો અને ફોટો-વીડિયો શૂટ કરવા દીધા ન હતા.

કાલંગુટથી કાંદોલિમ સુધીના રસ્તા પર એજન્ટો પ્રવાસીઓને ફસાવવાનો પ્રયાસ કરે છે. એક એજન્ટ અમને અહીં બનેલા વ્હાઇટ હાઉસ ક્લબમાં લઈ ગયો હતો.
કાલંગુટથી કાંદોલિમ સુધીના રસ્તા પર એજન્ટો પ્રવાસીઓને ફસાવવાનો પ્રયાસ કરે છે. એક એજન્ટ અમને અહીં બનેલા વ્હાઇટ હાઉસ ક્લબમાં લઈ ગયો હતો.

એક યુવતીને બતાવ્યા બાદ તે અમને કાઉન્ટર પર લાવ્યો અને કહ્યું કે તમે અહીં સિક્યોરિટી તરીકે 3 હજાર રૂપિયા જમા કરો. સુરક્ષા વિના અંદર જઈ શકાતું નથી. અંદર ગયા પછી એક યુવતી દારૂનો પેગ લાવી અને કહ્યું કે આ તમારા માટે પીવા માટે છે. યુવતીનો પેગ લાવવાની સાથે જ પાછળથી એક વ્યક્તિ 5 હજાર રૂપિયાનું બિલ લાવ્યો. પછી યુવતી તરત જ દારૂની બોટલ અને 10,000 રૂપિયાનું બિલ લઈને પાછળ આવી ગઈ.

મેં કહ્યું, અમે આ બિલ ચૂકવીશું નહીં, કારણ કે અમે કંઈ ઓર્ડર આપ્યો નહોતો. આ પછી ક્લબના ગેટ પર ઊભેલા બાઉન્સરે કહ્યું કે પૈસા આપ્યા વિના અહીંથી બહાર જઈ શકશો નહીં. હવે દારૂની બોટલ ખૂલી ગઈ છે. ક્લબમાં બેઠેલા એક પ્રવાસીએ અમને ક્લબ છોડવા માટે ઈશારો કર્યો હતો.

અમે અમારી બેગ લેવાના બહાને બહાર આવ્યા અને પોલીસને બોલાવી. બહાર અમને તે વ્યક્તિ પણ મળે છે, જે અંદરથી ઈશારા કરી રહી હતી. ફોટો-વીડિયો લેવાની ના પાડી, તેણે કહ્યું- 'મને અનલિમિટેડ ડ્રિંક-ફૂડ અને આખી રાતની પાર્ટીની ઓફર સાથે અહીં લાવવામાં આવ્યો હતો. મેં સિક્યોરિટી તરીકે 3 હજાર રૂપિયા પણ જમા કરાવ્યા. પાછળથી 10-10 હજારનાં બે બિલ આપ્યા. મને કહ્યું કે તે બિલ ભર્યા વિના બહાર જઈ શકાશે નહીં, કારણ કે બોટલની કેપ ખૂલી ગઈ છે. હું 20 હજાર રૂપિયા આપીને બહાર આવ્યો છું. મને યુવતીની સાથે સેક્સની ઓફર પણ કરવામાં આવી હતી.

આ પછી નવાઝ શેખ નામની વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે હું તમને ફોટા અને રેટ લિસ્ટ મોકલી રહ્યો છું. તમને ગમતી છોકરી પસંદ કરો. ઘણી વખત અમને ક્લબમાં આવવા માટે ફોન કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે તમે ફોન પે અને ગૂગલ પે દ્વારા પણ ચુકવણી કરી શકો છો. તમને જોઈતું પેકેજ પસંદ કરો અને યુવતીને તમારી સાથે લઈ જાઓ.

નવાઝ શેખ નામની વ્યક્તિએ વ્હોટ્સએપ પર 9 યુવતીના ફોટા અને રેટ લિસ્ટ મોકલ્યું હતું. મેસેજમાં તેણે ફોન નંબર અને પેટીએમ નંબર આપવાની વાત પણ લખી હતી.
નવાઝ શેખ નામની વ્યક્તિએ વ્હોટ્સએપ પર 9 યુવતીના ફોટા અને રેટ લિસ્ટ મોકલ્યું હતું. મેસેજમાં તેણે ફોન નંબર અને પેટીએમ નંબર આપવાની વાત પણ લખી હતી.

બે પોલીસ કોન્સ્ટેબલ સાદા યુનિફોર્મમાં ક્લબ પહોંચ્યા હતા
બીજા દિવસે અમે ગોવાના એસપી ક્રાઈમ નિધિન વાલ્સનને મળ્યા, જેથી મામલાનાં મૂળ સુધી પહોંચવામાં આવે. તેઓ CM પ્રમોદ સાવંતના એક કાર્યક્રમમાં ફરજ માટે પણજીમાં હતા. તેમણે કહ્યું હતું કે તમે જીએસટી ભવન આવો, ત્યાં મળીશું. મેં તેમને કહ્યું કે ગોવામાં યુવતીઓના નામે પ્રવાસીઓ સાથે કૌભાંડ ચાલી રહ્યું છે. આ સાંભળીને તેઓ એકદમ ચોંકી ઊઠ્યા હતા અને બોલ્યા - કયું કૌભાંડ?

મેં તેમને સમગ્ર કિસ્સો સંભળાવ્યો તો કહ્યું, તમે એક FIR નોંધાવી દો. મેં કહ્યું, મીડિયાનું કામ ન્યૂઝ બતાવવાનું છે, FIR નોંધાવવાનું નહીં. આ મામલે તપાસ તમારે કરવાની છે. આ પછી તેમણે ડેપ્યુટી SP ક્રાઈમ સાથે વાત કરી અને ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેક્ટરને તપાસ કરવા કહ્યું હતું.

બીજા દિવસે સવારે 5 વાગ્યે એસપી વાલ્સને મને વ્હોટ્સએપ પર મેસેજ કર્યો, જેમાં લખ્યું હતું કે 'આજે ક્લબમાં એકપણ વ્યક્તિ ન હતી. ફક્ત અમારા બે જવાન જ હતા, 7માંથી 8 છોકરી અને 2 બાઉન્સર હતા. રસ્તાની બાજુમાં બે દલાલ અમારા જવાનોને મળ્યા હતા.

તેમણે ક્લબ જવાની ઓફર આપી અને વાઈટ હાઉસ ક્લબની પાસે ડ્રોપ કર્યા હતા. કાઉન્ટર પર 2 હજાર રૂપિયા જમા કરાવ્યા અને કહ્યું કે એક ફૂડ આઈટમ મફતમાં આપવામાં આવશે. જ્યારે તે અંદર ગયા, ત્યારે યુવતી તેની પાસે આવી અને પૂછ્યું કે શું તે સાથે ડાન્સ કરવા માગે છે? જવાનોની સાથે કોઈએ ગેરવર્તણૂક ન કરી અને તેઓ બહાર આવી ગયા હતા.

SP વાલ્સને કહ્યું- અને વીકેન્ડ પર ફરી એક વખત દરોડો પાડીશું. તેમણે એવું પણ કહ્યું કે તમે આ સમાચાર હાલમાં લખશો નહીં. નહિતર તેઓ એલર્ટ જઆ જશે. જ્યારે અમે કાર્યવાહી કરીએ ત્યારે તમે સમાચાર પબ્લિશ કરશો તો એ સારું રહેશે.

પોલીસનો ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટાચારી છે
ત્યાર બાદ મારી મુલાકાત ગોવાના સોશિયલ એક્ટિવિસ્ટ સ્વપનેશ શેરલેસ સાથે થઈ. તેઓ કહે છે કે થોડા દિવસ પહેલાંનો રિપોર્ટ છે. સેક્સ ટ્રાફિકિંગમાં ગોવા સોર્સ ડેસ્ટિનેશનની સાથે ડેસ્ટિનેશન પણ બની ગઈ છે. લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ કન્ટ્રોલ કરવાની સ્થિતિમાં નથી.

પોલીસ વિભાદમાં ઈન્ટેલિજન્સ ટીમ હોય છે, પરંતુ અહીંની ઈન્ટેલિજન્સ ટીમ સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. કોમર્શિયલ સેક્સ્યૂઅલી એક્ટિવિટી સૌથી વધુ ઉત્તર ગોવામાં કોસ્ટલ બેલ્ટમાં ચાલી રહી છે. થોડા મહિના પહેલાં જ પોલીસે કાલંગુટમાં ઈન્ટરનેશનલ વેશ્યાવૃત્તિના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...