• Gujarati News
  • Dvb original
  • A Record 86 Thousand People In Japan Cross The Age Of 100, Find Out The Secret Behind The Longevity Of Japanese Citizens

ભાસ્કર ઈનડેપ્થ:જાપાનમાં વિક્રમજનક 86 હજાર લોકો 100 વર્ષની ઉંમરને પાર, જાપાની નાગરિકોના લાંબા આયુષ્ય પાછળ શું રહસ્ય છે તે જાણો

એક મહિનો પહેલા
  • જાપાનના લોકો વધારે પડતુ તણાવવાળુ જીવન જીવતા નથી. તેમની સામાજીક વ્યવસ્થા એક-બીજાને મદદ કરવાનો અભિગમ ધરાવે છે
  • જાપાનના લોકો કાળજી રાખનારો એટલે કે કેયરિંગ કોમ્યુનિટી છે, જ્યાં વૃદ્ધોને એકલા છોડી નહીં દઈ પૂરતી કાળજી રખાય છે.
  • જાપાનના લોકો અન્ય દેશોની તુલનામાં વધારે ઉંમર સુધી કામ કરે છે અને સતત સક્રિય રહે છે

100 વર્ષ પૂરા કરી ચુકેલા કેટલા લોકોને તમે ઓળખો છો? લાંબા સમય સુધી યાદ કર્યાં બાદ પણ આવી એકાદ વ્યક્તિનું નામ ધ્યાનમાં આવવું મુશ્કેલ હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે 130 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં 100 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોની વસ્તી ફક્ત 27 હજાર છે.

અલબત 100 વર્ષ એટલે કે શતાયુ લોકોની બાબતમાં જાપાન વિશ્વમાં પ્રથમ સ્થાન પર છે.જાપાનના વેલફેર મિનિસ્ટ્રીએ 14 સપ્ટેમ્બરના રોજ એક અહેવાર જાહેર કર્યો હતો. આ અહેવાલ પ્રમાણે જાપાનમાં 100 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકોની સંખ્યા 86 હજાર પાર થઈ ગઈ છે. આ પૈકી 88 ટકા મહિલા છે.

જાપાનના શિમાન રાજ્યમાં 1 લાખ લોકોની વસ્તી પૈકી 134.7 લોકો 100 વર્ષથી વધુ ઉંમર ધરાવે છે. ત્યારબાદ કોચિ છે, જ્યાં સરેરાશ 126.2 લોકો છે. કગોશિમા રાજ્યમાં પ્રતિ 1 લાખ લોકો પૈકી 118.7 શતાયુ છે.

તો ચાલો હવે જાણીએ વિશ્વના અન્ય દેશોમાં કેટલા લોકો 100 વર્ષથી વધારે આયુષ્ય ધરાવે છે? જાપાન, દક્ષિણ કોરિયા, ઈટાલી જેવા દેશોમાં લાંબી ઉંમરનું રહસ્ય શું છે? લાંબી ઉંમર માટે જાપાનના લોકો શું કરે છે?

6 વિસ્તાર જ્યાં 100 વર્ષ જીવવાની શક્યતા સૌથી વધારે

કોસ્ટારિકાના નિકોયા, ઈટલીનું સાર્ડીનિયા, યુનાનનું ઈકારિયા, જાપાનનું ઓકિનાવા, અમેરિકાનું લોમ્બા લિંડા, ગ્રીસનું ઈકારિયા છે.વિશ્વના આ 6 વિસ્તારને "બ્લૂ ઝોન" કહેવામાં આવે છે. અહીં રહેતા લોકોમાં 100 વર્ષની ઉંમર પૂરી કરવાની સંભાવના વધારે છે. જોકે આ માટે કોઈ કારણ નથી.

બ્લૂ ઝોન અંગે અનેક નિષ્ણાતોના અભ્યાસનું છેવટનું સારાંશ એ છે કે અહીં લોકો ફળ અને શાકભાજી આરોગે છે અને શરીરને નિયમિતપણે સક્રિય રાખે છે. આ વિસ્તારોમાં કુદરતી સુંદરતા છે તથા મુશ્કેલ સમયમાં અહીં લોકો આધ્યાત્મિક આશરો લે છે.
વિવિધ અભ્યાસમાં લાંબી ઉંમરના અંગે શું તારણ મળ્યું

  • ઈટાલીમાં થયેલા સંશોધનમાં જણાવાયું છે કે જે લોકોએ 100 વર્ષની ઉંમર વટાવી છે તેમનામાં વિટામીન A અને વિટામીન E ઉચ્ચ પ્રમાણમાં જોવા મળ્યું. જોકે અન્ય એક અભ્યાસમાં આ અંગે અલગ સ્થિતિ જોવા પણ મળેલી.
  • પોલેન્ડ અને ડેનમાર્કના અભ્યાસમાં જોવા મળ્યું કે 100 વર્ષથી વધારે ઉંમર ધરાવતા લોકોમાં રેડ બ્લ્ડ સેલમાં ગ્લૂટાથિઓન રિડક્ટેઝ મોટા પ્રમાણમાં જોવા મળ્યા.
  • બોસ્ટન યુનિવર્સિટીના થોમસ ટી પર્લ્સના એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે 100 વર્ષની ઉંમર પાર કરનારા મોટાભાગના લોકોની પર્સનાલિટી લોકોમાં સાથે સારી રીતે ભળી જવાવાળી હોય છે. તેઓ મોટી સંખ્યામાં મિત્રો ધરાવે છે અને તેઓ સગા-સંબંધીઓનો ઉમળકાભેર મુલાકાત કરતા હોય છે.

લાંબી ઉંમર માટે જાપાનના લોકો શું કરે છે?

જાપાનના લોકોમાં લાંબી આવરદા માટે જીન સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત વિવિધ અભ્યાસોમાં આ પરિબળો સામે આવ્યા છે, જે જાપાનના 100 વર્ષથી વધું આયુષ્ય માટે મોટી ભૂમિકા ભજવે છે.....

  • જાપાનના લોકો વધારે પડતા તણાવ ભરેલું જીવન જીવતા નથી. તેમની સામાજીક વ્યવસ્થા એક-બીજાને મદદ કરવાનો અભિગમ ધરાવતી હોય છે.
  • જાપાનના લોકો કાળજી રાખનારો એટલે કે કેયરિંગ કોમ્યુનિટી છે, જ્યાં વૃદ્ધોને એકલા છોડી દેવામાં આવતા નથી. તેમની પૂરતી કાળજી રાખવામાં આવે છે.
  • જાપાનના લોકો અન્ય દેશોની તુલનામાં વધારે ઉંમર સુધી કામ કરે છે અને સતત સક્રિય રહે છે. આ ઉપરાંત ચાલવા-ફરવાનું તથા બાગાયતી જેવા કાર્યોમાં તેઓ સતત સક્રિય રહેતા હોય છે.
  • જાપાનના લોકો આધ્યાત્મિક બાબતોમાં શ્રદ્ધા ધરાવે છે તથા મુશ્કેલ સમયમાં ઈશ્વરને પ્રાર્થના કરે છે. આ ઉપરાંત તેમનામાં તણાવ ઘણો ઓછો હોય છે.

જાપાનમાં સૌથી વધારે આયુષ્ય અંગે વર્ષ 2010માં પ્રશ્ન પણ ઉઠ્યો હતો. કેટલાક અહેવાલમાં સામે આવ્યું હતું કે જાપાનમાં હજારોની સંખ્યામાં વૃદ્ધ લોકો ગૂમ છે. અનેક શતાયુ લોકોના મોત અંગે રિપોર્ટ કરવામાં આવ્યા નથી. જુલાઈ 2010માં 111 વર્ષના સોગેન કાતો અંગે જાણવા મળ્યું હતું કે તેઓ 30 વર્ષ અગાઉ મૃત્યુ પામ્યા છે. એકંદરે નાના-મોટા વિવાદો વચ્ચે એક વાત સત્ય છે કે જાપાનના લોકો સૌથી લાંબુ આયુષ્ય ધરાવે છે. માટે આપણે પણ 'જીવેત શરદઃ શતમ'ના આશીર્વાદને સત્ય પૂરવાર કરવાના છે, તો આ બાબતમાં જાપાનના નાગરિકો પાસેથી શીખવું જરૂરી છે.