તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • A Farmer From Vavdi Village In Bhavnagar Cultivates Dragon Fruit In 4 Bighas Of Land And Generates An Annual Income Of Rs 3.50 Lakh.

આજની પોઝિટિવ સ્ટોરી:ભાવનગરના વાવડી ગામના ખેડૂતે 4 વીઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને વાર્ષિક 3.50 લાખની આવક ઊભી કરી

ભાવનગર3 મહિનો પહેલાલેખક: મહેશ ડાભી
પરંપરાગત ખેતી કરતાં ઓછા પાણીએ વધુ આવક આપતા ડ્રેગન ફ્રૂટની ખેતીમાં વધુ ફાયદા થાય છે.
  • ડ્રેગન ફ્રૂટનો ચ્યવનપ્રાશ અને અન્ય ઔષધિઓમાં પણ ઉપયોગ થાય છે

ગુજરાત સરકારે ડ્રેગન ફ્રૂટને કમલમ્ ફ્રૂટ નામ આપ્યું છે. કમળ જેવું દેખાતું અને કાંટાળું કેકટસ જાતનું ડ્રેગન ફ્રૂટ આરોગ્યની દૃષ્ટિએ ઉત્તમ ફળ માનવામાં આવે છે. ત્યારે રાજ્યભરમાં તેની ખેતી પણ વધી રહી છે. પરંપરાગત ખેતી કરતાં ઓછા પાણીએ વધુ આવક આપતા ડ્રેગન ફ્રૂટની ખેતી ભાવનગર જિલ્લાના વાવડી ગામના રમેશભાઈ મકવાણા નામના ખેડૂત કરી રહ્યાં છે. ચાર વિઘા જમીનમાં રમેશભાઈએ ડ્રેગન ફ્રૂટની ખેતી કરીને વર્ષે દહાડે સાડા ત્રણ લાખ રૂપિયાની આવક ઉભી કરી છે.ડ્રેગન ફ્રૂટનો ચ્યવનપ્રાશ અને અન્ય ઔષધિઓમાં પણ ઉપયોગ થાય છે. જેથી માર્કેટ પણ મોટા પ્રમાણમાં ઉભું થયું છે.

ડ્રેગન ફ્રૂટ વાવેતરના 15 મહિનામાં પછી થાય છે
ડ્રેગન ફ્રૂટ વાવેતરના 15 મહિનામાં પછી થાય છે

જામનગરથી રોપા લાવ્યા હતા
રમેશભાઈ ડ્રેગન ફ્રૂટના રોપાઓ જામનગરથી લાવ્યા હતાં. ડ્રેગન્ ફ્રૂટના એક રોપાની કિંમત 48 રૂપિયા છે. હાલમાં આ ડ્રેગન ફ્રૂટ વાવેતરના 15 મહિનામાં પછી થાય છે. એક વિઘા દીઠ રૂપિયા 1.10 લાખનો ખર્ચ થાય છે. તો 4 વિઘામાં 4.40 લાખનો ખર્ચ થાય છે. ડ્રેગન ફ્રૂટને દર સાત દિવસે પાણીઆપવામાં આવે છે. આ ડ્રેગન ફ્રૂટની સાથેની તેની અંદર પપૈયા અને માલબાર લીમડા (નીમ) ના ઝાડ તેમજ ડુંગળીનું વાવેતર અગાઉ કર્યું હતું. રમેશભાઈએ કહ્યું કે, ડ્રેગન ફ્રૂટની ખેતીમાં શરૂઆતમાં ખર્ચ વધુ થાય છે. પરંતુ લાંબા ગાળે આવક સારી રહે છે.

ડ્રેગન ફ્રૂટનો ચ્યવનપ્રાશ અને અન્ય ઔષધિઓમાં પણ ઉપયોગ થાય છે
ડ્રેગન ફ્રૂટનો ચ્યવનપ્રાશ અને અન્ય ઔષધિઓમાં પણ ઉપયોગ થાય છે

740 પોલ ઉભા કરી ડ્રેગનની ખેતી કરી
ભાવનગર જિલ્લાના વાવડી ગામના પ્રગતિશિલ ખેડૂત રમેશભાઈ મકવાણાએ સોશિયલ મીડિયાની મદદથી ક્મલમ ફ્રૂટની ખેતી કરી છે. રમેશભાઈ ભાયાભાઈ મકવાણાએ પોતાની વાડીમાં 10 વિઘા જમીનથી 4 વિઘા જમીનમાં ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે. તેમાં હાલમાં 740 પોલ નાખેલ છે. દરેક પોલ ઉપર ગેલ્વેનાઇઝની રિંગ અને તે રિંગ ઉપર ટાયર લગાવેલા છે. બે રોપા વચ્ચેનું અંતર 7 ફૂટનું અંતર રાખવામાં આવે છે. જેથી 700 રોપાઓ વાવેતર થાય છે.

ડ્રેગન ફ્રૂટની ખેતીમાં શરૂઆતમાં ખર્ચ વધુ થાય પરંતુ લાંબા ગાળે આવક સારી રહે છે.
ડ્રેગન ફ્રૂટની ખેતીમાં શરૂઆતમાં ખર્ચ વધુ થાય પરંતુ લાંબા ગાળે આવક સારી રહે છે.

ગુજરાત બહાર પણ વેચાણ થાય છે
રમેશભાઈ ભાયાભાઈ મકવાણાએ આ ડ્રેગન ફ્રૂટની ખેતી 10 વિઘા જમીનમાં 4 વિઘા જમીનમાં રોપાનો ઉછેર કર્યો છે. ઉત્પાદનની વાત કરીએ તો 4 વિઘામાં એક સિઝનમાં 3600 કિલોનું ઉત્પાદન થાય છે અને ભાવની દૃષ્ટિએ વાત કરીએ તો ચાલુ સીઝનમાં 150 રૂપિયાથી 250 રૂપિયા સુધીના ભાવો આવે અને ઓફ સિઝનમાં તેના ભાવ 250થી 300 જેટલો આવે છે. જે ત્રણથી ચાર લાખ રૂપિયાનું ફક્ત ચાર માસમાં જ કમાણી કરી આવક કરી છે. ગુજરાત બહાર ઓર્ડર ઉપર અહીંથી જ પેકિંગ કરી અને આ ફળ મોકલવામાં આવે છે.

બે રોપા વચ્ચેનું અંતર 7 ફૂટનું અંતર રાખવામાં આવે છે
બે રોપા વચ્ચેનું અંતર 7 ફૂટનું અંતર રાખવામાં આવે છે

ત્રણ કલરના ફ્રૂટનું ઉત્પાદન થાય છે
રમેશભાઈ કહ્યું કે,અમારે તો છેલ્લા એકાદ બે વર્ષથી ભાવનગર જિલ્લામાં સારું એવું વાવેતર થઇ રહ્યું છે. જેમાં ભાવનગરમાં અવણીયા, તળાજા, દિહોર, ત્રાપજ, સિહોર અને પાલીતાણા ડ્રેગન ફુટની ખેતી થાય છે. તેની ખેતીમાં ત્રણ જાતના ડ્રેગન ફ્રૂટ છે. જેમાં પિંક, રેડ અને વાઇટની જાત છે. આ ડ્રેગન ફ્રૂટ ખાવાથી ઘણા ફાયદો થાય છે.એક વાર રૂ.4.40 લાખનું રોકાણ, 1 વર્ષ પછી ફળ આવે અને 25 વર્ષ સુધી ખેતી શક્ય બને છે.

ગુજરાત બહાર ઓર્ડર ઉપર અહીંથી જ પેકિંગ કરી અને આ ફળ મોકલવામાં આવે છે
ગુજરાત બહાર ઓર્ડર ઉપર અહીંથી જ પેકિંગ કરી અને આ ફળ મોકલવામાં આવે છે

શારીરિક ફાયદા થાય છે
છેલ્લા દોઢ વર્ષથી ડ્રેગન ફ્રૂટની ભાવનગર જિલ્લાના વાવડીમાં ખેતી કરતા રમેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે,અતિસુંદર અને આકર્ષક દેખાતું અને તમામને જોઈને જ ખાવાનું મન થાય એવું આ ડ્રેગન ફ્રૂટ છે. ડ્રેગન ફ્રૂટનું મહત્વ ખોરાકમાં ખુબ જ અનોખું છે. લોહીના ટકા વધે છે. એક પ્રકારની શારીરિક ઇમ્યુનિટીમાં પણ વધારો કરે છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે. જેમાં હિમોગ્લોબીનમાં, ડાયાબિટીસના, તેમજ ઇમ્યુનિટી બુસ્ટર ઉપયોગમાં આવે છે. જેને લોહીની ટકાવારી ઓછી છે. તો તેઓની માટે ડ્રેગન ફ્રૂટ ખૂબ જ ઉપયોગી છે.

અન્ય સમાચારો પણ છે...