રાસાયણિક ખેતી ખર્ચાળ સાબિત થઈ રહી છે. જેથી ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લાના જાત ગામના એક ખેડૂતે પરંપરાગત રાસાયણિક ખેતીની જગ્યાએ પ્રાકૃતિક ખેતી કરી સારી આવક મેળવી છે. અશોકભાઈ રાજગોરે ગયા વર્ષ અડધા વીઘામાં ડુંગળીની પ્રાકૃતિક ખેતી કરી હતી. જેમાં તેમને દસ હજારનો ખર્ચ થયો હતો. સામે પચાસ હાજર રૂપિયાની ડુંગળીની ઊપજ થઈ હતી. જેથી અશોકભાઈએ આ વર્ષે પ્રાકૃતિક ખેતીથી સારી આવક મેળવવા અઢી વીઘામાં ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી ડુંગળીનું વાવેતર કર્યું છે. જેમાં તેમને અઢી લાખનું ઉત્પાદન મળવાની આશા છે.
ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે
ઝડપી અને વધુ ઊપજ મેળવવાની લ્હાયમાં અત્યારે મોટાભાગના ખેડૂતો ખેતીમાં રાસાયણિક ખાતર અને દવાઓનો ભરપૂર ઉપયોગ કરે છે. જેના કારણે જમીનને તો નુકસાન થાય છે. પરંતુ સાથે સાથે લોકોના આરોગ્યને પણ નુકશાન થઇ રહ્યું છે. જોકે, હવે બનાસકાંઠામાં અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. ઓછા ખર્ચે વધુ નફો મેળવી રહ્યા છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના એક ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. દાંતીવાડા તાલુકાના જાત ગામના ખેડૂત અશોકભાઈ રાજગોર છેલ્લા ત્રણેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
ઓછા ખર્ચે વધુ નફો
ગત વર્ષ અડધા વીઘામાં પ્રાકૃતિક ગાય આધારિત ડુંગળીનું વાવેતર કર્યું હતું. જેમાં અશોકભાઈને દસ હજારની આજુબાજુ ખર્ચ થયો હતો. ઓછી મહેનત અને ઓછા ખર્ચે ડુંગળીનું વાવેતર કર્યું હતું. જેમાં તેમને ડુંગળીમાં ગયા વર્ષ સારા ભાવ હોવાના કારણે પચાસ હજારની ડુંગળીનું ઉત્પાદન થયું હતું. ડુંગળીની પ્રાકૃતિક ખેતીથી સારી આવક મેળવી હતી. જોકે અશોકભાઈને પ્રાકૃતિક ખેતીમાં સારી આવક અને સારું ફાયદો જોતા આ વર્ષ તેમને અઢી વીઘામાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી છે. જેમાં તેમને 20 હજાર જેવો ખર્ચ થયો છે. આ વર્ષ ડુંગળીના ભાવ ઓછા રહેવાના કારણે તેમને બેથી અઢી લાખથી વધુની ડુંગળી થશે. તેવી આશા છે. જોકે અશોકભાઈ પહેલા ચીલાચાલુ ખેતી કરતા હતા. તેમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા હતાં. જેમાં તેમને ખર્ચ કાઢતા ઓછું મળતર થતું અને છેલ્લા ત્રણ વર્ષથી અશોકભાઈ પ્રાકૃતિક ખેતી કરતા ઓછા ખર્ચે વધુ નફો મેળવી રહ્યા છે.
રાસાયણિક ખેતીમાં આવક ઓછી
આ અંગે અશોકભાઈ રાજગોરે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું. ગયા વર્ષે અડધા વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. જેમાં દસ હજાર આજુબાજુ ખર્ચો થયો હતો. જેમાં 50થી 55 હજાર વચ્ચે ડુંગળી થઈ હતી. ગયા વર્ષનો નફો જોતાં એવું લાગ્યું કે, આમાં વધુ નફો થાય તેવું છે. જેમાં મેં આ વર્ષે અઢી વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું છે. 15 થી 20 હાજરનો ખર્ચો મને થયો છે. પહેલા અમે ચીલાચાલુ ખેતી કરતા હતા રાસાયણિક ખાતરોની જેમાં અમે સર્વે કરતાં આટલો પાક થયો જેમાં અમને ખર્ચ કાઢતા બહુ ઓછું મળતર થતું હતું.
માર્ગદર્શનથી ખેતી
પ્રાકૃતિક ખેતીમાં બહુ ઓછા ખર્ચે સારી ઇન્કમ મેળવી શકીએ છીએ. એટલે અમને ભરોસો છે કે, ડુંગળી જેવા શાકભાજીના વાવતેરથી સારો એવો નફો મળશે. વિચાર કરીએ તેમાં અમે સારું એવું કમાઈ શકીએ છીએ. અમારા ભાઈ ગણપતભાઈ અને ભરતભાઈના માર્ગદર્શન હેઠળ અમારી સાથે મુલાકાત કરી તેમને જણાવ્યું કે, આ રીતે પ્રાકૃતિક ખેતી કરો જેથી તમારે યુરિયા ખાતર જેવુ બચી જાય અને ઓછા ખર્ચે વધુ ઈન્ક્મ મેળવી શકાય.
30 ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં
આ અંગે ખેડૂત ભરતભાઈ રાજગોરે જણાવ્યું હતું કે, સાતેક વર્ષ પહેલા જીતુભાઈ વેદની ડીસામાં મારે મુલાકાત થઇ તેમણે મને પ્રાકૃતિક ખેતી વિશે વાત કરી હતી. હું જાતે પહેલા ચીલાચાલુ ખેતી કરતો હતો. તેમના માર્ગદર્શન હેઠળ મેં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી મને સારો સપોર્ટ મળ્યો હતો. ઉત્પાદન અને ગુણવત્તા સારી મળી હતી. જેથી મેં પ્રાકૃતિક ખેતી વિશે મારા મિત્રોને વાત કરી જેથી મારા મિત્રો દ્વારા હાલ જાત ગામમાં 30 જેટલાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
પ્રાકૃતિક ખેતીના અનેક ફાયદા
અશોકભાઈએ ગત વર્ષે ડુંગળીનું વાવેતર કર્યું હતું. ગત વર્ષે ભાવ સારા હતા. જેમાં અંદાજે 55 હજાર જેટલો નફો થયો હતો. આ વખતે ભાવ નીચા છે. છતાં અઢી વીઘા ડુંગળીના ઓર્ગેનિક પાકમાં સારી એવી કમાણી ઓછા ખર્ચે થશે. રાસાયણિક ખાતર દ્વારા હાલ જે કેન્સર, ડાયાબિટીસ જેવા રોગો વિશ્વમાં વધી રહ્યા છે. તેની જગ્યાએ જો પ્રાકૃતિક રીતે ગાય આધારિત ખેતી કરી હોય તો આરોગ્ય પણ સારુ રહે છે. ખેડૂતોને પણ બચત થાય છે. બજારમાંથી કોઈ વસ્તુ લાવવી પડતી નથી.દવા કે ખાતર ગાયના ગૌ મૂત્ર અને છાણમાંથી જ બનાવવાના હોય છે. પ્રાકૃતિક ખેતી એ ખેડૂતને ફાયદો અને સમાજને પણ ફાયદો કરે છે. જેથી દરેક ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ તેમ વધુમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.