તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dvb original
  • A Farmer From Iqbalgarh In Banaskantha Earned Rs 60,000 By Cultivating Button Mushrooms In A Thousand foot Hut.

આજની પાઝિટિવ સ્ટોરી:બનાસકાંઠાના ઈકબાલગઢના ખેડૂતે હજાર ફૂટના ઝૂપડામાં બટન મશરૂમની ખેતી કરીને 60 હજારની આવક મેળવી

પાલનપુર2 મહિનો પહેલાલેખક: મુકેશ ઠાકોર
પુના, દિલ્લી, હિમાચલ પ્રદેશમાંથી જાણકારી મેળવીને બટન મશરૂમની સફળ ખેતી કરી છે.
  • બટન મશરૂમની ખેતીમાં પહેલા જ વર્ષે 50થી 60 ટકા જેટલો નફો મળ્યો

ગુજરાતમાં રણને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં પાણીની સતત હાડમારી રહે છે. પાણીના અભાવે પરંપરાગત ખેતીમાં ભારે નૂકસાનીનો ખેડૂતોને સામનો કરવો પડતો હોય છે. પરંતુ પાણીદાર પ્રગતિશિલ ખેડૂતો દરેક મુસિબતોની સામે ઝઝૂમીને કંઈકને કંઈક નોખું-અનોખું કરતા રહેતા હોવાનું જોવા મળી રહ્યાં છે. ત્યારે અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામના ખેડૂતે પોતાની પરંપરાગત ખેતીને આધુનિક બનાવવાની સાથે સાથે એક હજાર ફૂટના ઝૂપડામાં બટન મશરૂમની અનોખી ખેતી કરવાનું સાહસ કરીને સફળતા મેળવી છે. પહેલા જ વર્ષે બટન મશરૂમની ખેતીમાં તેમને 60 હજાર જેટલી આવક થતાં હવે તેઓ મોટા પાયે ખેતી કરવાનું વિચારી રહ્યાં છે.

બટન મશરૂમનું બિયારણ નવસારી અને રાજસ્થાનથી લાવ્યાં હતાં.
બટન મશરૂમનું બિયારણ નવસારી અને રાજસ્થાનથી લાવ્યાં હતાં.

અલગ અલગ રાજ્યોમાંથી માહિતી મેળવી
અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ખાતે રહેતા ઠાકોરભાઈ પટેલનો પરિવાર ખૂબ જ શિક્ષિત છે. ઠાકોરભાઈ પટેલ મોટા ભાગે નર્સરીમાં રોપાની ખેતી કરે છે. તેમાં પણ તેઓને કંઈક નવું કરવાનો વિચાર આવતા પુના, દિલ્લી, હિમાચલ પ્રદેશમાં ફરીને ત્રણ-ચાર વર્ષથી મશરૂમની ખેતી કઈ રીતે કરવી તે અંગેની જાણકારી મેળવતા ગયા હતાં. તમામ માહિતી એકત્ર કર્યા બાદ તેમણે આ વર્ષ બટન મશરૂમની સફળ ખેતીની શરૂઆત કરી હતી.

ઘાસની ઝૂપડીમાં મશરૂમની ખેતી કરી
ઠાકોરભાઈ પટેલએ જણાવ્યું હતું કે, મશરૂમની ખેતી શરૂ કરવા પ્રથમ વાર ઘાસમાંથી અંદાજિત 1 હજાર ફૂટની એક ઝૂપડી(ડોમ) બનાવી હતી.તેમાં 1 કી ગ્રામના સો રૂપિયા લેખે 60 કિલો સિડ(બિયારણ) નવસારી અને ઉદેપુર (રાજસ્થાન) થી મંગાવી ખેતી શરૂ કરી હતી. જેમાં ટોટલ ખર્ચ 50 થી 60 હજાર વચ્ચે થયો હતો અને ખેતી બાદ તેમાં 50 થી 60 ટાકા જેટલો ફાયદો થયો હતો.

બટન મશરૂમની ખેતીમાં પરિવારના સભ્યોએ સતત મહેનત કરી હતી.
બટન મશરૂમની ખેતીમાં પરિવારના સભ્યોએ સતત મહેનત કરી હતી.

પરિવારના લોકોની મદદ રહે છે
મશરૂમની ખેતીનો પ્રયોગ કર્યો ત્યારે બહું કાળજી લેવી જરૂરી હોવાનું કહેતા ઠાકોરભાઈએ કહ્યું કે, પરિવારના ત્રણ સભ્યો અને એક શ્રમિક સાથે ચાર લોકોએ થઈને ખેતી કરી હતી. ક્યારેક ક્યારેક તેમાં રોગ પણ આવી જતા હોવાથી તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે. મશરૂમને તૈયાર થાય તે પછી સલામત રીતે ઉતારીને તેનું પેકિંગ કરવામાં શ્રમની જરૂર પડે છે. જેથી પરિવારના સભ્યો મદદ કરે છે.

હોટલથી લઈને કંપનીઓની કેન્ટીનમાં પણ બટન મશરૂમની ભારે માગ રહે છે.
હોટલથી લઈને કંપનીઓની કેન્ટીનમાં પણ બટન મશરૂમની ભારે માગ રહે છે.

ફાર્મ પરથી જ વેચાણ થાય છે
રાજયમાં એકદંરે મશરૂમની ખેતી નહિવત પ્રમાણમાં થાય છે. જેથી તેના માર્કેટ અંગે ઠાકોરભાઈ પટેલએ કહ્યું હતું કે, શરૂઆતમાં માર્કેટની અગવડ ઉભી થતી હતી. પરંતુ ધીમે ધીમે હવે બટન મશરૂમના વેચાણની સમસ્યા હલ થઈ ગઈ છે. નિયમિત ગ્રાહકો બંધાઈ ગયા છે. જે લોકો ફાર્મ પરથી જ બટન મશરૂમ લઈ જાય છે. વળી તેમનું ફાર્મમાંથી હાઇ વેની હોટલ, માઉન્ટ આબુ, મિલેટરી કેમ્પસ દાંતીવાડા, પાલનપુરના બધા જ સ્ટોરમાં માર્કેટીંગ કરી બટન મશરૂમ વેચી રહ્યા છે.

આ પણ વાંચોઃ-લગ્નના છ મહિના બાદ ગર્ભવતી થયાં અને રિપોર્ટ HIV+ આવ્યો

મોટા પાયે ઉત્પાદન લેવાની તૈયારી
બટન મશરૂમની ખેતીનો પહેલો જ પ્રયોગ સફળ રહેતા ઠાકોરભાઈ ભારે ઉત્સાહિત થયા છે. તેઓએ બટન મશરૂમની ખેતીના વિસ્તરણની પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે AC હાઈટેક મશરૂમ ફાર્મિંગની તૈયારીઓ ચાલુ કરી દીધી છે. જેમાં અંદાજિત 50 થી 60 લાખના ખર્ચે ડોમ બનાવવામાં આવશે. જેથી મોટાપાયે બટન મશરૂમ તૈયાર કરીને રાજ્ય સહિતના અન્ય રાજ્ય અને મોટા શહેરમાં પણ વેચાણ કરવાની તેમની યોજના છે.

ફાયદાકારક બટન મશરૂમની ખેતી મહેનત માગી લેતી હોવાનું ઠાકોરભાઈ પટેલે જણાવ્યું હતું.
ફાયદાકારક બટન મશરૂમની ખેતી મહેનત માગી લેતી હોવાનું ઠાકોરભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય લોકોને પણ માર્ગદર્શન આપે છે
ઠાકોરભાઈ પટેલ દ્વારા બટન મશરૂમની સફળ ખેતીની માહિતી અન્ય ખેડૂતોને પણ આપવામાં આવે છે. જો કે, ઠાકોરભાઈ તમામને એક સલાહ ખાસ આપે છે કે, તમારે મહેનત કરવાની તૈયાર હોય તો જ આ બટન મશરૂમની ખેતી કરવી જોઈએ. કારણ કે, તેના માટે ખૂબ ફરવું પડે છે. નવી નવી જાણકારી મેળવવી સતત પડતી હોય છે. જો તેમાં ચૂક થઈ જાય અને પછી રસ ઉડી જાય તો રોકાણ માથે પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...