• Gujarati News
  • Dvb original
  • A Farmer From Disa's New Village Left Traditional Farming And Cultivated Vegetables, Earning An Annual Income Of Rs 5 Lakh Per Bigha.

પોઝિટિવ સ્ટોરી:ડીસાના નવા ગામના ખેડૂતે પરંપરાગત ખેતી છોડી શાકભાજીની ખેતી કરી, એક વીઘામાં વર્ષે 5 લાખની આવક મેળવી

ડીસા15 દિવસ પહેલાલેખક: મુકેશ ઠાકોર

વડાપ્રધાન મોદી ખેડૂતોની ડબલ આવક કરવાની વાત કહી ચૂક્યા છે, ત્યારે ડીસાના નવા ગામના ખેડૂતે શાકભાજીની ખેતી કરીને ડબલ નહીં પણ ત્રણ ગણી આવક મેળવી છે. ખેડૂતને કપાસ અને મગફળીની પરંપરાગત ખેતીમાં ઓછી આવક મળતા તેઓ હવે શાકભાજીની ખેતી તરફ વળ્યા છે. ખેડૂતે શાકભાજીની ખેતી કરીને એક સિઝનમાં એક વીઘા જમીનમાંથી દોઢ લાખ જેટલી આવક મેળવી રહ્યા છે. જ્યારે વર્ષે 5 લાખ જેટલી આવક મેળવે છે. આ સીઝન પણ ભીંડાની ખેતી કરીને 1 લાખ 20 હાજર જેટલી આવક મળવાની ખેડૂતને આશા છે.

કોબીજનું વાવેતર કરી 7 ટન ઉત્પાદન મેળવ્યું હતું
બનાસકાંઠા જિલ્લામાં મોટાભાગના ખેડૂતો અલગ-અલગ પ્રકારની ખેતી કરતા હોય છે, જેમાં ડીસા તાલુકાના નવા ગામના ખેડૂત તેજાભાઈ પ્રજાપતિ પરંપરાગત ખેતી છોડીને શાકભાજીની ખેતી શરૂ કરી છે. ડીસા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લઈને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના યોગેશ પરમારના માર્ગદર્શન હેઠળ તેમણે શાકભાજીની ખેતી શરૂ કરી હતી. ગત વર્ષે તેજાભાઈ પ્રજાપતિએ એક વીઘા જમીનમાં ભીંડાનું વાવેતર કર્યું હતું. જેમાં તેમણે 20થી 25 હજારનો ખર્ચ થયો હતો અને દોઢ લાખ જેટલી આવક મેળવી હતી. ત્યાર બાદ તેમને કોબીજનું પણ વાવેતર કર્યું હતું. કોબીજના વાવેતરમાં તેમને કોઈ જ એક વીઘામાં 7 જેટલું ઉત્પાદન મળ્યું હતું અને 1.55 લાખ જેટલી આવક મેળવી હતી. જેમાં તમને આ સીઝનમાં ફરી ભીંડાનું વાવેતર કર્યું છે, જેમાં તમને 1 લાખ 20 હજાર જેટલી આવક થવાની આશા છે, તેજાભાઈ પ્રજાપતિએ ચીલાચાલુ ખેતી છોડી એક વીઘામાંથી જ તેઓ એક સીઝનમાં એકથી દોઢ લાખ વચ્ચે શાકભાજીની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે.

આ સીઝન પણ 1.20 લાકની આવક થશે : ખેડૂત
ખેડૂત તેજાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અમે પહેલા કપાસ અને મગફળી જેવી ખેતી કરતા હતા. જેથી વધુ નફો અમને મળતો નહોતો. પછી અમને ડોક્ટર પવારનું અમને માર્ગદર્શન મળ્યું અને અમે શાકભાજીની ખેતી ચાલુ કરી, ગયા વર્ષે અમે શાકભાજીની ખેતી ચાલુ કરી એટલે અમે કોબીજ, ભીંડા અને ફુલાવરની વાવણી કરી હતી. એક એકરની અંદર જેમાંથી મને 4.50 લાખની આવક થઈ હતી. એની અંદર 1.50 લાખનો ખર્ચો થયો હતો. બધો થઈને એટલે એમાં અમને સારો નફો મળ્યો હતો. આ વખતે ભીંડા વાવ્યા છે. હવે ધારવાડિયું કોબીજ વાવવાનું છે એટલે શાકભાજીની ખેતીમાં સારી આવક મળે છે હાલ એક વીઘામાં ભીંડાનું વાવેતર કરેલું છે. ગયા વર્ષે 1.50 જેવા ભીંડા થયા હતા. આ વખતે ભીંડાના વાવેતરમાં 20 હજાર રૂપિયાનો ખર્ચ થયો છે, ભીંડાના વાવેતરમાંથી 1.20 લાખણી કમાણી થશે.

ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસાની મુલાકાત લો
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો. યોગેશ પવારે જણાવ્યું હતું કે, નવા ગામના ખેડૂત તેજાભાઈ પ્રજાપતિ પહેલા પરંપરાગત ખેતી કરતા હતા. જોકે તેઓ શાકભાજી ખેતી તરફ વળતા તેમને સારી એવી આવક મળવાની શરૂ થઈ. અમે એમને શાકભાજી તરફ જવાનો એક રસ્તો બતાવ્યો હતો. શાકભાજી ખેતીમાં બજાર ભાવમાં ઘણા ફેરફાર થતાં હોય છે, પરંતુ, બજારની ડિમાન્ડ જાણીને અમે એમને થોડું વહેલું વાવેતર કરવાની સલાહ આપી હતી. પહેલા તેમને આખા વર્ષની જેટલી આવક મળતી હતી. તેટલી આવક હવે શાકભાજીની એક સીઝનમાંથી મળવાની શરૂઆત થઈ ગઈ છે.

ખેડૂતે પહેલીવાર ભીંડાનું વાવેતર કરી દોઢ લાખની આવક મેળવી હતી.
ખેડૂતે પહેલીવાર ભીંડાનું વાવેતર કરી દોઢ લાખની આવક મેળવી હતી.
અન્ય સમાચારો પણ છે...