ગ્રાઉન્ડ રિપોર્ટબાગેશ્વર ધામ…એક્સપ્રેસ ટ્રેનો ચેઇન ખેંચીને રોકવામાં આવી રહી છે:હજારોની ભીડ, 90% લોકો ટિકિટ લેતા નથી; કહે છે- અમે કેમ લઈએ...

2 મહિનો પહેલા

બાગેશ્વર ધામથી સૌથી નજીકના રેલવે સ્ટેશન દુરિયાગંજ પર આસ્થાની સામે નિયમ-કાયદા ખોખલા થયા છે. અહીં ટ્રેનોને સ્ટેશન પહોંચતાં પહેલાં ચેઇન ખેંચીને રોકવામાં આવે છે. એકવાર નહીં, એ પણ બેથી ત્રણ વાર. ટ્રેન ગમે તે હોય, આ સ્ટેશનની નજીક ઊભી રહેશે એવી ગેરંટી છે. જે ટ્રેનો અહીં સ્ટેશન પર સ્ટોપેજ ધરાવે છે એ પણ ચેઇન ખેંચીને બાગેશ્વર ધામ રોડ બ્રિજ પર 500 મીટર પહેલાં રોકી દેવામાં આવે છે. આટલું જ નહીં, રેલવેના આ રૂટ પર દરરોજ 90% મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરે છે. રેલવે પ્રશાસનથી લઈને આરપીએફ અને જીઆરપી જવાનો લાચાર છે. ટિકિટ માગવા પર લોકો જવાબ આપે છે-કેમ લઈએ?

બાગેશ્વર ધામ છત્તરપુર જિલ્લા મુખ્યાલયથી 30 કિમી દૂર છે. દુરિયાગંજથી લગભગ 6 કિ.મી. દુરિયાગંજ હોલ્ટ સ્ટેશન છત્તરપુર-ખજૂરાહો વચ્ચે છે. ખજૂરાહોથી એનું અંતર 15 કિમી છે. હોલ્ટ સ્ટેશનો ઓછી સુવિધાઓ ધરાવતાં સ્ટેશનો છે. અહીં ફક્ત પેસેન્જર અથવા લોકલ ટ્રેનો જ રોકાય છે. એક્સપ્રેસ ટ્રેનને વિશેષ પરવાનગી પર જ રોકવામાં આવે છે.

દર મંગળવાર અને શનિવારે લાખોની સંખ્યામાં લોકો બાગેશ્વર ધામમાં પહોંચી રહ્યા છે. મોટા ભાગના ભક્તો ટ્રેનમાં જ આવતા-જતા હોય છે. ભક્તોએ દુરિયાગંજ રેલવે સ્ટેશનને અઘોષિત સ્ટોપેજ બનાવી દીધું છે. અન્ય મુસાફરો પરેશાન છે. ભાસ્કરની તપાસમાં બહાર આવ્યું છે કે હજારો લોકો ટિકિટ વગર મુસાફરી કરે છે. ત્યારે બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પં.ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ લોકોને ટિકિટ લઈને આવવા અપીલ કરી છે. વાંચો આ ગ્રાઉન્ડ રિપોર્ટ...

બાગેશ્વર ધામ પુલ રોડ દુરિયાગંજ રેલવે સ્ટેશન પહેલાં 500 મીટર દૂર છે. અહીં ધામ જનારા ભક્તો ચેઇન ખેંચીને ટ્રેન રોકે છે.
બાગેશ્વર ધામ પુલ રોડ દુરિયાગંજ રેલવે સ્ટેશન પહેલાં 500 મીટર દૂર છે. અહીં ધામ જનારા ભક્તો ચેઇન ખેંચીને ટ્રેન રોકે છે.

સામાન્ય મુસાફરોની સમસ્યા

તારીખ: 31 જાન્યુઆરી.
સમય: સવારે 11 કલાકે.

ટ્રેન વહેલા પહોંચી, ચેઇન ખેંચવાને કારણે એ એક કલાક સુધી ઊભી રહી
દાદર-બલિયા (01026 1028) વિશેષ ટ્રેન દુરિયાગંજ રેલવે સ્ટેશન પર ઊભી છે. અમે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા નીતિન ગુપ્તા સાથે વાત કરી. તેમણે કહ્યું હતું કે જાન્યુઆરીથી દુરિયાગંજ રેલવે સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવ્યો છે, પરંતુ, સ્ટેશનથી 500 મીટર પહેલાં બાગેશ્વર ધામ તરફ જતા રોડ પાસે લોકોએ ચેન ખેંચી હતી. ટ્રેન ત્યાં 20 મિનિટ રોકાઈ હતી. આ પછી એ એક કલાકથી દુરિયાગંજમાં રોકાયેલી છે. આ ટ્રેન વહેલા અહીં પહોંચી હતી.

મહિલાને કહ્યું, ટ્રેન નહીં રોકાય, તેણે આત્મવિશ્વાસ સાથે કહ્યું- ચોક્કસ રોકાશે
આ જ ટ્રેનમાં ભોપાલથી ચિત્રકૂટની યાત્રા કરી રહેલા રમેશ ચૌરસિયા કહે છે, ત્રણ વખત ટ્રેનમાં ચેઇન પુલિંગ થયું. હું તો આના વિરોધમાં છું. પહેલા છત્તરપુરમાં ચેઇન પુલિંગ કરી અડધો કલાક સુધી ટ્રેન રોકવામાં આવી હતી. ત્યાર પછી દુરિયાગંજ સ્ટેશનથી 500 મીટર પહેલાં બે વખત ચેઇન પુલિંગ કરી 20 મિનિટ ટ્રેન રોકી. મારા કોચમાં મારી સીટ સામે છત્તરપુરથી એક મહિલા સવાર થઈ. તેને પૂછ્યું તો તે બોલી- બાગેશ્વર ધામ જઈ રહી છું. મેં કહ્યું- ટ્રેન ત્યાં નથી રોકાતી, પર તેણે પૂરા આત્મવિશ્વાસથી કહ્યું હતું કે દરેક ટ્રેન ત્યાં રોકાય છે. આ પણ રોકાશે.

ટીટીએ કહ્યું- ટિકિટ માગો, તો મહિલાઓ લડવા લાગે છે...
ટ્રેનના ટીટી ચરણ સિંહે જણાવ્યું હતું કે ચેઇન પુલિંગ કરીને નીચે ઊતરેલા મુસાફરોમાંથી કોઈએ ટિકિટ લીધી નથી. મુસાફરી દરમિયાન પણ કોઈ રસીદ બનાવડાવતું નથી. આખા કોચમાં લોકો સવાર હતા. કંઇક કહીએ તો લોકો, ખાસ કરીને સ્ત્રીઓ લડવા લાગે છે. ઉપરના અધિકારીઓ પણ પરિસ્થિતિથી વાકેફ છે.

મહામના ટ્રેનની સૌથી વધુ ખરાબ સ્થિતિ
ભોપાલ-ખજૂરાહો-ભોપાલ વચ્ચે દોડતી મહામના એક્સપ્રેસની સૌથી વધુ ખરાબ સ્થિતિ થાય છે. આ ટ્રેન દુરિયાગંજ સ્ટેશનથી બપોરે 12.15 વાગ્યે અને સાંજે લગભગ 4.45 વાગ્યે પસાર થાય છે. અહીં કોઈ સ્ટોપેજ નથી, પરંતુ દરરોજ એને ચેઇન પુલિંગ કરી દુરિયાગંજ સ્ટેશનથી 500 મીટર પહેલાં જ રોકી દેવામાં છે.

31મી જાન્યુઆરી મંગળવાર હતો. બાગેશ્વર ધામમાં ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દરબાર લગાવીને લોકોની દલીલો સાંભળી રહ્યા હતા, જેને કારણે મોટી સંખ્યામાં ભીડ ઊમટી પડી હતી. બરાબર 12.15 વાગ્યે મહામના એક્સપ્રેસ બાગેશ્વર ધામ તરફ જતા રસ્તા પાસે પહોંચી, એ દરમિયાન ટ્રેનમાં સવાર કેટલાક મુસાફરોએ ચેઇન ખેંચી લીધી. મહિલાઓ, બાળકો, વડીલો બધા ટ્રેનમાંથી નીચે ઊતર્યાં. ટ્રેન અહીં 20 મિનિટથી વધુ સમય ઊભી રહી. આ પછી ટ્રેન આગળ વધી. અહીં આખી ટ્રેન ખાલી થઈ ગઈ હતી. સામે GRP અને RPFના જવાનો કોઈ ટ્રેનમાંથી પડી ન જાય તેની લોકોને ચેતવણી આપતા જોવા મળ્યા. દરેક ટ્રેનની સમાન કહાની છે.

લાખોની ભીડ વચ્ચે મહિનામાં માત્ર 318 ટિકિટ વેચાઈ
દુરિયાગંજ સ્ટેશન માસ્ટરે જણાવ્યું હતું કે દાદર-બલિયા ટ્રેનને 1 જાન્યુઆરીથી અહીં હોલ્ટ આપવામાં આવ્યો. મુસાફરો સ્ટેશન પહેલાં જ ચેઇન ખેંચીને રોકી દે છે. અમે સ્ટેશન માસ્તરને પૂછ્યું કે જ્યારે અહીં લાખોની ભીડ આવી રહી છે, દરેક ટ્રેનને ચેઇન પુલિંગ કરીને રોકવામાં આવી રહી છે, તો પછી રેલવે પ્રશાસન ટ્રેનોને રોકવાનો નિર્ણય કેમ નથી લેતું? તેમણે કહ્યું- રેલવેને પણ ફાયદો થવો જોઈએ. બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જો આટલી ભીડ આવતી હોય તો ટિકિટો તો વેચાતી જ હશે. જવાબ મળ્યો–ના…. જો ટિકિટ વેચાઈ હોત તો ટ્રેનોના સ્ટોપેજની કોઈ સમસ્યા ન હોત.

રેલવેએ પ્રાયોગિક ધોરણે દુરિયાગંજ સ્ટેશન પર બે પેસેન્જર સહિત ત્રણ ટ્રેનને સ્ટોપેજ આપ્યું છે. સવારે 5.30 વાગ્યે ટીકમગઢ-ખજૂરાહો પેસેન્જર (04119) અહીં રોકાય છે. એ જ રીતે એ બપોરે પાછી આવે છે. બીજી પેસેન્જર (04117) ખજૂરાહો-લલિતપુર છે. આ ટ્રેન સાંજે પરત આવે છે. બલિયા વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ અને ગોરખપુર અને દાદર વચ્ચે અઠવાડિયામાં ત્રણ દિવસ ચાલતી એક્સપ્રેસ ટ્રેનોને પણ જાન્યુઆરીથી સ્ટોપેજ આપવામાં આવ્યું છે. ડિસેમ્બર મહિનામાં ત્રણ ટ્રેન માટે અહીં (દુરિયાગંજ) માત્ર 318 ટિકિટ જ વેચાઈ હતી. દર મહિને સરેરાશ 25થી 30 હજાર ટિકિટ જ વેચાય છે.

90% મુસાફરો મહારાજની વાત પણ સાંભળતા નથી
સ્ટેશન માસ્ટરે કહ્યું હતું કે લોકો મહામના સહિત તમામ ટ્રેનોને બ્રિજ પાસે ચેઇન પુલિંગ કરીને રોકે છે. 90% મુસાફરો ટિકિટ વગર બેસે છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પણ લોકોને ટિકિટ લઈને જ મુસાફરી કરવાની અપીલ કરી છે. ચેઇન ખેંચીને ટ્રેન ન રોકો, પણ લોકો મહારાજની વાત પણ સાંભળતા નથી. સાંજે મહામના આવે, પછી જુઓ. આ ટ્રેન દર મંગળવાર-શનિવારે અહીં ઊભી રહે છે. બધા જાણે છે કે માત્ર ઇમર્જન્સીમાં જ ચેઇન ખેંચવાની હોય છે, પણ કોઈ સમજતું નથી.

કેટલાક લોકો ખજૂરાહો જાય છે. દુરિયાગંજ સ્ટેશનથી આગળ પુલ પર ચેઇન ખેંચીને તેઓ અડધો કલાક રોકે છે. ઉપરી અધિકારીઓ પણ બધું જાણે છે. લોકોને ચેઇન પુલિંગ ન કરવા માટે પણ જાગ્રત કરવામાં આવે છે, પરંતુ એની કોઈ અસર થઈ નથી. તમે જાતે જ પ્લેટફોર્મ પર હાજર લોકોને પૂછો, કોઈની પાસે ટિકિટ નહીં મળે. તમે કોઈપણ મુસાફરને ટિકિટ વિશે પૂછો તો તેઓ કહે છે કે ટિકિટ કેમ લઈએ, કેટલીક મહિલાઓ તો અપશબ્દો પણ આપવા લાગે છે.

સ્ટેશન માસ્ટરના દાવાની હકીકત જાણવા અમે યાત્રીઓ સાથે વાત કરી...

મુસાફરો ટિકિટ બાબતે ગોળગોળ જવાબો આપતા રહ્યા
લલિતપુરના તિલક સિંહ યાદવને તેના સાથીદારો સાથે રેલવે ટ્રેક પર મળ્યા. તેમણે જણાવ્યું કે ભગવાન બાલાજીનાં દર્શન થઈ ગયા હતા. અમે પહેલીવાર આવ્યા છીએ. તેમની સાથે આવેલા રામરાજ યાદવે જણાવ્યું હતું કે તેઓ 30 વખત આવ્યા છે. હજુ સુધી મહારાજ સાથે મુલાકાત નથી થઈ.

રાજપાલ સિંહ પહેલીવાર આવ્યા છે. કહ્યું, મારો પુત્ર એક વર્ષથી સતત અહીં આવી રહ્યો છે. આ પછી હું પણ પહેલીવાર આવ્યો છું. દર્શન તો સારાં થયાં, પણ અરજી ન કરી. લલિતપુરના ગોપાલ સિંહ યાદવે કહ્યું, હું 25 વખત આવ્યો છું. તેમના સાથી હરપાલ યાદવ બીજી વખત આવ્યા છે. રઘુરાજ સિંહ ઠાકુર 13 મંગળવારથી સતત બાગેશ્વર ધામમાં આવી રહ્યા છે, તેમાંથી કોઈની પાસે ટિકિટ મળી નથી.

ટિકિટની કિંમત પણ ખબર નથી, અલગ-અલગ દર જણાવતા રહ્યા
પ્લેટફોર્મ પર આગળ, ઘણા લોકો બપોરે 2 વાગ્યે ટીકમગઢ જતી ટ્રેનની રાહ જોતા જોવા મળ્યા. કોઈની પાસે ટ્રેનની ટિકિટ નહોતી. ઘણા મુસાફરોને ટિકિટ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું હતું કે હજુ સુધી લીધી નથી. એક બોલ્યો- હા, લીધી હતી. ટિકિટનો ભાવ શું હતો? આના જુદા જુદા જવાબો મળ્યા. કેટલાકે 35 અને કેટલાકે 50 અને 70 રૂપિયા જણાવ્યા.

સ્ટેશન માસ્ટરના મતે સાચી કિંમત 70 રૂપિયા છે. કપાળ પર ચંદન લગાવેલી કેટલીક મહિલાઓ મળી. પ્લેટફોર્મ પર બેઠેલી એક મહિલાને પૂછ્યું કે શું ટિકિટ લીધી છે? તેમણે કહ્યું- લઈ લઈશ. ટ્રેન આવવામાં હજુ સમય છે. અન્ય એક મુસાફર સુંદરમ પટેલે કહ્યું કે તેઓ ટિકિટ લેવા જઈ રહ્યા છે.

ટીકમગઢની રામપ્યારીએ કહ્યું હતું કે તેને કેન્સર છે. દવા લેવા માટે દરબાર આવી હતી, પરંતુ મળી નહીં. છેલ્લી વખત રામ દરબારમાંથી દવા મળી હતી. આ વખતે ભીડને કારણે ત્યાં જઈ શક્યા નહીં. ટિકિટ વિશે કહ્યું કે હવે લઈશ. ટીકમગઢના અંશુલ સાહુ પણ ટિકિટ વગર જોવા મળ્યા હતા. તેમને ટિકિટના ભાવની પણ ખબર નહોતી.

અન્ય સમાચારો પણ છે...