• Gujarati News
  • Dvb original
  • A Country That Was Once A Grain Importer Has Now Become A Major Exporter, Know How This Became Possible After Independence

કરિયર ફંડાભારતમાં હરિયાળી ક્રાંતિનો ચમત્કાર:એક સમયે અનાજની આયાત કરતો દેશ મોટો નિકાસકાર કેવી રીતે બન્યો?

એક મહિનો પહેલા
  • શિક્ષણવિદ સંદીપ માનુધને

જો ખેતી બગડે છે, તો બીજી કોઈપણ વસ્તુને સારી થવાનો મોકો નહીં મળે.
- M. S. સ્વામીનાથન (ભારતમાં હરિત ક્રાંતિના પિતા)

કરિયર ફંડામાં આપનું સ્વાગત છે!

ખાદ્ય સુરક્ષા(ફૂડ સિક્યોરિટી) જ રાષ્ટ્રીય સુરક્ષા

ભોજન એ દુનિયામાં જન્મ લેનારા તમામ લોકોનો નૈતિક અધિકાર છે. આ વાત કહેનારા ડૉ. નોર્મન બોરલોગ હતા, જેઓ ભારતમાં તેમજ વિશ્વના અનેક દેશોમાં હરિત ક્રાંતિના પ્રણેતા હતા.

ભારતમાં હંમેશા દુકાળ પડતા રહ્યા છે. અગિયારમીથી સત્તરમી સદી સુધી ભારતમાં લગભગ એક ડઝન દુકાળો પડ્યા હતા. બંગાળમાં છેલ્લો મોટો દુકાળ ભારતને આઝાદી મળ્યાના ચાર વર્ષ પહેલાં 1943માં થયો હતો. તેની ભયાનક યાદો સાથે ખાદ્ય સુરક્ષા ભારતના નીતિ ઘડવૈયાઓ માટે મુખ્ય મુદ્દો બની ગયો.

જય જવાન, જય કિસાન

ભારતમાં 1965થી વૈજ્ઞાનિક રીતે શરૂ થયેલી રિવોલ્યૂશન(હરિયાળી ક્રાંતિ)ના કારણે થયેલા ચમત્કારથી એક સમયે અનાજનો આયાતકાર દેશ આજે હવે અનાજની નિકાસ કરી રહ્યો છે.

દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના વિઝનથી ઉપજેલા જય જવાન, જય કિસાન અને પોતાની દીર્ઘદ્રષ્ટિના કારણે ખાદ્ય સુરક્ષાના ક્ષેત્રમાં વિશ્વમાં પોતાનું એક અલગ જ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

અઘરા લક્ષ્ય અને ચાર વિઝનરી લોકોના પ્રયત્નો

ખાદ્ય સુરક્ષા(ફૂડ સિક્યોરિટી)ના આ મુકામ સુધી પહોંચવું એટલું સરળ નહોતું.

1) પાકિસ્તાન અને ચીનના યુદ્ધોમાંથી બહાર આવેલા નવજાત દેશની અર્થવ્યવસ્થા ઘણી નબળી પડી ગઈ હતી. અનાજની અછતને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી. થોડી ઘણી વધેલી કસર 1965માં પાકિસ્તાનના યુદ્ધે પૂરી કરી દીધી.
2) વડાપ્રધાન શાસ્ત્રીનું એક જ લક્ષ્ય હતું, દેશમાં અનાજની અછતને પહોંચી વળવાનું. પ્રતીક તરીકે શાસ્ત્રીજીએ વડાપ્રધાન નિવાસસ્થાનના લૉનમાં અનાજ ઉગાડવાનું નક્કી કર્યું.

3) ભારતમાં હરિત ક્રાંતિનો શ્રેય ચાર વ્યક્તિઓને જાય છે - (i) તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી, (ii) તત્કાલિન કૃષિ મંત્રી સી સુબ્રમણ્યમ, (iii) ભારતીય કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથન અને (iv) અમેરિકન કૃષિ વૈજ્ઞાનિક ડૉ. નોર્મન બોરલોગ. 4) ડેમનું પાણી ગામડે ગામડે લઈ જવા માટે કેનાલો બનાવવામાં આવી. ખેતરોમાં કૂવા ખોદવામાં આવ્યા હતા. ખેડૂતોને ખાતર અને જંતુનાશક દવાઓ આપવામાં આવી. સરળ શબ્દોમાં કહીએ તો સિંચાઈની શ્રેષ્ઠ વ્યવસ્થા, ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને ખેડૂતોને પાકના વાજબી ભાવ, આ તમામ પરિબળોનું સામૂહિક નામ 'હરિયાળી ક્રાંતિ' છે. 5) અને આ બધામાં ખેડૂતોને સામેલ કરવા માટે (i) MSP સિસ્ટમ બની અને પછી (ii) વ્યવસ્થિત બજાર વ્યવસ્થા પણ.

આ ચમત્કાર કેવી રીતે થયો

સૌપ્રથમ આવેલા ઘઉંની ઠીંગણી જાત I-R 4

A. ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત 1965માં આયાતી ઘઉંની નવી જાત I-R 4 સાથે થઈ.
B. આ ઘઉંના છોડની ઊંચાઈ ટૂંકી અને દાણા મોટા હોતા હતા.
C. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકન વૈજ્ઞાનિક જાપાનમાં કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે થયેલી નોંધપાત્ર શોધોની તપાસમાં લાગ્યા હતા.
D. 'સોલોમન' નામના જીવવિજ્ઞાની 'નોરીન એક્સપેરિમેન્ટ સ્ટેશન' પર 'ગોંજીરો ઈનાઝુકા' દ્વારા વિકસિત ઘઉંની અર્ધ-વામન જાત જોઈને મોહિત થઇ ગયા હતા. સોલોમને નોરીન ઘઉંના બીજ વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના 'ઓરવીલ વોગલ'ને આપ્યા જેમણે શિયાળાના ઘઉંની અર્ધ-ઠીંગણી ઘઉંની જાત વિકસાવી હતી.
E. તે સમયે મેક્સિકોમાં કામ કરતા નોર્મન બોરલોગે 'ઓરવિલ વોગલ'માંથી કેટલાક બીજ લીધા, જેમાં નોર્મનનું ઠીંગણી ઘઉંનું જનીન હાજર હતું. આમ બોરલોગે મેક્સિકોનો પ્રખ્યાત 'ડ્વાર્ફ વ્હીટ બ્રીડિંગ પ્રોગ્રામ'ની શરૂઆત કરી.
F. અમેરિકાના શિયાળુ ઘઉં આપણી આબોહવામાં સારા પરિણામ આપતા નથી, જ્યારે બોરલોગની સામગ્રી આપણી રવી સીઝન માટે યોગ્ય હતી. તેથી 1959માં એમ.એસ. સ્વામીનાથન બોરલોગનો સંપર્ક કર્યો અને તેમને અર્ધ-ઠીંગણી ઘઉંની સંવર્ધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા કહ્યું.
G. તેનો આપણી ખેતીની દશા-પરિસ્થિતિઓ પર ટેસ્ટ કરવામાં આવ્યો અને તે જ વર્ષે રવિ સિઝનમાં ઉત્તર ભારતમાં અનેક સ્થળોએ તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
H. આ પરીક્ષણોમાંથી જાણવા મળ્યું કે મેક્સિકો મૂળના અર્ધ-ઠીંગણી ઘઉં પ્રતિ હેક્ટર 4 થી 5 ટન ઉપજ આપી શકે છે, જ્યારે અમારી ઊંચી જાતો લગભગ બે ટન ઉપજ આપતી હતી.
I. ખેતીની કિસ્મત બદલવાનો સામાન આપણને મળી ચૂક્યો હતો!
J. જ્યારે સી. સુબ્રહ્મણ્યમ જુલાઈ 1964માં ખાદ્ય અને કૃષિ મંત્રી બન્યા ત્યારે તેમણે આમાં પોતાનો સંપૂર્ણ ટેકો આપ્યો હતો. તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ તેને 'સમયની જરૂરિયાત' ગણાવી હતી.

પછી ચોખાની નવી જાત - હોન્ડા રાઇસ

A. 60ના દાયકામાં ફિલિપાઈન્સની ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IRRI)ના વૈજ્ઞાનિકોએ બે પ્રકારના ચોખાને ભેળવ્યા.
B. આમાંથી એક ચોખા ઈન્ડોનેશિયાનો હતો અને બીજો તાઈવાનનો હતો. પછી એક નવો છોડ 'IR-8' નો જન્મ થયો, જેણે દુનિયાને ભૂખમરાથી બચાવી.
C. IRRIના મુખ્ય ચોખા સંવર્ધક રહેલા વનસ્પતિ આનુવંશિકશાસ્ત્રી ગુરદેવ ખુશે IR-8 નામના 'ચમત્કાર છોડ'ની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
D. સામાન્ય રીતે છોડના સંવર્ધનથી ઉત્પાદનમાં એકથી બે ટકાનો વધારો થાય છે પરંતુ IR-8 એ ઉત્પાદન બમણું કર્યું હતું.
E. ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા અને IRRIના ભૂતપૂર્વ મહાનિર્દેશક એમ.એસ. સ્વામીનાથને જણાવ્યું હતું કે, 'IRએ વૈશ્વિક ઇતિહાસ રચ્યો હતો કારણ કે ઉત્પાદનની મર્યાદાને તોડી નાખી હતી.'
F. 'ચમત્કાર ચોખા'ના બીજને વગર કોઇ પેટન્ટ સુરક્ષાએ ફિલિપાઈન્સ, ભારત અને એશિયાના અન્ય ભાગોમાં મોટા પ્રમાણમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પૂર્વ એશિયાના ખેડૂતોએ તાત્કાલિક તેને અપનાવી લીધા હતા.
G. વિયેતનામ અને આજુબાજુના દેશોમાં ચોખાની નવી જાતને 'હોન્ડા રાઇસ' કહેવામાં આવતી હતી કારણ કે ખેડૂતોને આ જ પાકમાંથી એટલો નફો મળતો હતો કે તેઓ હોન્ડા મોટરસાઇકલ ખરીદી શકતા હતા!

સિંચાઈ અને ખાતરો

A. આઝાદી પછી આપણી ધરતી ભૂખી અને તરસતી હતી. તે સમયે વાવેતર વિસ્તારના માંડ 10 ટકા સિંચાઈ હતી અને નાઈટ્રોજન-ફોસ્ફરસ-પોટેશિયમ (NPK) ખાતરોનો સરેરાશ ઉપયોગ હેક્ટર દીઠ એક કિલોગ્રામ કરતાં ઓછો હતો.
B. પ્રથમ બે પંચવર્ષીય યોજનાઓ (1950-60)માં સિંચાઈવાળા ક્ષેત્રને વિસ્તારવા અને ખાતરોનું ઉત્પાદન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
C. 50ના દાયકામાં વૈજ્ઞાનિકોએ ચોખા અને ઘઉંની જાતો પર ખાતરોની અસર જાણવા પ્રયોગો કરવાનું શરૂ કર્યું.
D. ભારતીય ચોમાસું અત્યંત અનિશ્ચિત, અનિયમિત અને હવામાન આધારિત છે. HYV બિયારણોને વધુ પ્રમાણમાં સિંચાઈ અને ખાતરની જરૂર પડે છે. તેથી પંપ સેટ, ટ્યુબવેલ, ટપક સિંચાઈ, રેનફેડ એરિયા ડેવલપમેન્ટ, વોટરશેડ ડેવલપમેન્ટ ફંડ વગેરેને સિંચાઈની સુવિધા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
E. ખાતરોના વધુ પડતા ઉપયોગને કારણે સરકારે જમીન સંરક્ષણ માટે વિવિધ પ્રયોગશાળાઓ બનાવી. સિંચાઈ માટે ઉર્જા સ્ત્રોતોના મહત્વને ધ્યાનમાં રાખીને ગ્રામીણ વિદ્યુતીકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આજે સરકાર પાસે અનાજનો બફર સ્ટોક છે. ભોજનના અધિકાર હેઠળ દેશની વસ્તીના એક મોટાભાગને સસ્તા ભાવે અનાજ પૂરું પાડવામાં આવે છે. પરંતુ નાના ખેતરોમાં તૂટેલી ખેતી અને 85% ખેડૂતોના નાના/સીમાંત હોવું એ મોટી સમસ્યા છે.

પરંતુ યુવાનોને ખેતી તરફ આકર્ષવા અને તેમને ખેતીમાં રાખવા એ એક મોટો પડકાર બની ગયો છે, હવે બીજી હરિયાળી ક્રાંતિનો સમય છે, જે જેનેટિક સાયન્સથી આવશે.

આજનો કરિયર ફંડા છે કે સૌથી મોટી સમસ્યા - ખાદ્ય અસુરક્ષા - થી ભારતે તેના વૈજ્ઞાનિક પ્રયત્નોથી જીતી ગયા, અને હવે દેશ તૈયાર છે બીજી હરિયાળી ક્રાંતિ માટે.

તે કરીને બતાવીશું!

અન્ય સમાચારો પણ છે...