• Gujarati News
  • Dvb original
  • A Cabinet Minister Who Was Dropped From Gujarat Government Has Sold Land Of Rs 112 Crore Near Rajpath Club

બિગ ડીલ:સરકારમાંથી પડતાં મુકાયેલા એક કેબિનેટ મંત્રીએ રાજપથ ક્લબ પાછળ રૂ. 112 કરોડમાં જમીન વેચી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક ફોટો. - Divya Bhaskar
પ્રતિકાત્મક ફોટો.
  • પૂર્વ મંત્રી ખરીદી માટે વધુ એક જમીન ગોતી રહ્યા છે

છેલ્લા એક સપ્તાહથી ગુજરાતનાં રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે. રાજ્યમાં અચાનક જ નવી સરકાર બની અને સાથે જ જુના તમામ મંત્રીઓને પડતાં મૂકવામાં આવ્યા છે. આવા જ એક પડતાં મુકાયેલા કેબિનેટ મંત્રીએ અમદાવાદમાં સરખેજ ગાંધીનગર હાઇવે પર રાજપથ ક્લબ પાસે આવેલી પોતાની જમીન રૂ. 112 કરોડથી વધુમાં વેચી નાખી છે.

માર્કેટ કરતાં પણ ઊંચા ભાવે સોદો થયો
આ ડીલ અંગે જાણકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પૂર્વ કેબિનેટ મંત્રીની માલિકીનો આશારે 5200 સ્ક્વેર યાર્ડનો એક પ્લોટ રાજપથ ક્લબ પાછળ આવેલો હતો જે તેમણે તાજેતરમાં જ વેચ્યો છે. આ ડીલ રૂ. 22,000-23,000 પ્રતિ સ્ક્વેર ફૂટ આસપાસ થઈ હોવાનું માનવામાં આવે છે. જાણકારોના મતે આ ડીલ માર્કેટ કિમત કરતાં ઊંચા ભાવે થઈ છે. રાજપથ ક્લબ અને તેની આસપાસના વિસ્તારોમાં અત્યારે સરેરાશ રૂ. 18,000-20,000 પ્રતિ સ્ક્વેર ફૂટનો ભાવ ચાલી રહ્યો છે.

અમદાવાદમાં સિંધુભવન વિસ્તાર અત્યારે પ્રાઇમ લોકેશન
રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોના કહેવા પ્રમાણે, સરખેજ ગાંધીનગર હાઇવે પર સિંધુભવન રોડ અને રાજપથ ક્લબ આસપાસનો વિસ્તાર અત્યારે પ્રાઇમ લોકેશન ગણાય છે. છેલ્લા બે વર્ષ દરમિયાન અહી રેસિડેન્શિયલ તેમજ કોમર્શિયલ બંને રીતે ઘણું જ મોટું ડેવલપમેન્ટ થયું છે અને નવું ડેવલપમેન્ટ પણ થઈ રહ્યું છે. સિંધુભવન રોડના છેડે SP રિંગરોડ નજીક તાજ હોટેલ આવેલી છે.

પૂર્વ મંત્રી ખરીદી માટે જમીન ગોતી રહ્યા છે
જાણકારો પાસે મળતી માહિતી મુજબ આ પૂર્વ મંત્રીએ રાજપથ ક્લબ પાસેની જમીન વેચી દીધા બાદ હવે અમદાવાદની શહેરના છેવાડાના વિસ્તારોમાં જમીન ખરીદવા માંગે છે અને તેના માટેની શોધખોળ પણ ચાલી રહી છે. હાલ વૈષ્ણોદેવી સર્કલ, ચાંદખેડા, મોટેરા, ભાટ, ગાંધીનગર આસપાસ બહોળા પ્રમાણમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તેને જોતાં આ વિસ્તારોમાં જમીન ગોતવામાં આવતી હોય તેવું બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...