તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • 7,916 Deaths Each Year From The ‘Act Of God’ From 2015 To 2019; 4.96 Lakh Lives Were Lost In 30 Years

ભાસ્કર ડેટા સ્ટોરી:વર્ષ 2015થી 2019 સુધી 'એક્ટ ઓફ ગોડ'થી પ્રત્યેક વર્ષે 7,916 મૃત્યુ થયાં; છેલ્લાં 30 વર્ષમાં 4.96 લાખ લોકોએ જીવ ગુમાવ્યા

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુદરતી આપદાથી છેલ્લા ત્રણ દાયકામાં દરરોજ સરેરાશ 45 લોકોનાં મૃત્યુ થયાં
  • ભારતમાં છેલ્લાં 30 વર્ષમાં વીજળી પડવાથી દરરોજ 6 લોકોએ જીવ ગુમાવ્યા

ભારતમાં પ્રત્યેક વર્ષે હજારોની સંખ્યામાં લોકો કુદરતી આપદાને લીધે જીવ ગુમાવે છે. કુદરતી આપદા એટલે પૂર, વીજળી પડવી, લૂ તથા ઠંડીને લીધે થતાં મૃત્યુને Act Of God પણ કહેવામાં આવે છે. જોકે કેટલીક આપદા એવી પણ છે, જે કુદરતી તો હોય છે પણ એના માટે વ્યવસ્થા પણ દોષિત હોય છે. આપણે ભૂતકાળમાં વધુ પાછળ જવાને બદલે આ વર્ષની સ્થિતિને જોઈએ તો પૂરની ઝપેટમાં આવેલા આશરે એક હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો એટલે કે NCRBએ કુદરતી આપદાને લીધે મૃત્યુ પામનારા લોકોને લગતી માહિતી દર્શાવતો એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ માહિતીમાં ત્રણ દાયકાના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યુ છે. આ માહિતી પ્રમાણે, વર્ષ 2019માં 4.21 લાખ લોકો વિવિધ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. એમાં પણ બે ટકા મૃત્યુ કુદરતી આપદાને લીધે થઈ. આ પૈકી વીજળી પડવાને લીધે સૌથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. ત્યાર બાદ લૂ લાગવાથી, પૂર, ઠંડી કે લેન્ડસ્લાઈડને લીધે થયું છે. એ વર્ષ 2018ની તુલનામાં 18 ટકા વધારે છે. રાજ્યદીઠ વાત કરીએ તો બિહાર (1,521), અને ઓડિશા (1,466)માં કુદરતી આપદાને લીધે મૃત્યુ પામનારાની સંખ્યા સૌથી વધારે છે. આ બન્ને રાજ્યમાં થયેલા મૃત્યુના આંકડા દેશમાં થયેલા કુલ મૃત્યુના 35 ટકા છે. આ રીતે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ એક હજારની આસપાસ મૃત્યુ થયા છે.

35% મૃત્યુ આકાશી વીજળીથી

  • વર્ષ 2019માં કુદરતી આફતથી બિહારમાં થયેલાં મૃત્યુના એક તૃતિયાંશ એટલે 480 મૃત્યુ પૂરને કારણે થયાં, જ્યારે 400 મૃત્યુ આકાશી વીજળીના કારણે થયા છે. છત્તીસગઢ અને તામિલનાડુમાં કુદરતી આફત એટલે આકાશી વીજળી જ છે, કેમ કે અહીં 80% મૃત્યુનું કારણ આકાશી વીજળી જ છે. ગોવામાં પણ બે તૃતિયાંશ મૃત્યુનું કારણ આકાશી વીજળી જ રહ્યું.
  • વર્ષ 2019માં દેશભરમાં વીજળી પડવાને કારણે 2 હજાર 876 લોકોનાં મોત થયાં છે. જ્યારે કોઈપણ કુદરતી આફતોથી થતાં મૃત્યુની તુલના કરવામાં આવે છે, તો એ 35% જેટલું બને છે. પૂરને કારણે 16% મૃત્યુ, લૂ અને ભીષણ ગરમીથી 12% મૃત્યુ, ઠંડીને લીધે 10% મૃત્યુ થયાં છે.

આકાશી વીજળીથી 2 હજાર 876 લોકોનાં મોત ઉપરાંત લૂ અને ભીષણ ગરમી સૌથી મોટું કારણ રહ્યું, જેનાથી 1 હજાર 272 લોકોનાં મૃત્યુ થયાં. પૂરથી 948, ઠંડીથી 790, જમીન ધસી પડવાથી 264 અને અન્ય કારણથી લગભગ 2 હજાર મૃત્યુ થયાં છે. સૌથી વધુ 77% એટલે કે 6 હજાર 301 મૃત્યુ પુરુષોનાં થયાં છે અને 13% એટલે કે એક હજાર 844 મૃત્યુ મહિલાઓના થયાં છે.

30 વર્ષમાં એટલે કે 1990થી 2019 સુધીમાં 4 લાખ 96 હજાર કુદરતી આફતોમાં અકાળે મૃત્યુ થયાં છે. છેલ્લા ત્રણ દાયકામાં આકાશી વીજળીએ કુદરતી આફતોને કારણે થતાં મૃત્યુનું સૌથી મોટું કારણ રહ્યું છે. છેલ્લાં 30 વર્ષમાં 13% એટલે કે 64 હજાર 277 લોકો આકાશમાં વીજળી પડવાના કારણે મૃત્યુ પામ્યા છે. છેલ્લાં 30 વર્ષોમાં વીજળી પડવાના કારણે દરરોજ 6 લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લાં ત્રીસ વર્ષમાં કુદરતી આપત્તિના કારણે કુલ મૃત્યુમાં મહિલાઓ કરતાં પુરુષોનાં વધુ મૃત્યુ થયાં છે.

છેલ્લા ત્રણ દાયકાથી કુદરતી આપત્તિના કારણે દરરોજ 45 લોકો મૃત્યુ પામ્યા છે. જો આપણે પાંચ વર્ષમાં કુલ મૃત્યુની વાર્ષિક સરેરાશ પર નજર કરીએ તો 1990 અને 1994ની વચ્ચે પાંચ વર્ષમાં દર વર્ષે સરેરાશ 5 હજાર 751 લોકોનાં મૃત્યુ થયાં હતાં. 1995-99ની વચ્ચે, દર વર્ષે આ આંકડો સરેરાશ 18 હજાર 377 સુધી પહોંચી ગયો. 2000 અને 2004ની વચ્ચે, આ આંકડો વધીને દર વર્ષે સરેરાશ 20 હજાર 926 જેટલો થયો, અને 2005 થી 2009ની વચ્ચે પાંચ વર્ષમાં સરેરાશ 23 હજાર મૃત્યુ થયાં. 2010થી 2014ની વચ્ચે મૃત્યુનો આંકડો સરેરાશ થોડો ઘટીને 22 હજાર 935 થયો અને 2015 અને 2019ની વચ્ચે આ આંકડો ઘટીને દર વર્ષે સરેરાશ 7 હજાર 916 જેટલો રહ્યો. 2000 અને 2004ની વચ્ચે સરેરાશ મૃત્યુઆંકની પાછળનાં મુખ્ય કારણો 2001માં ભુજ ભૂકંપ અને 2004માં સુનામી રહ્યું હતું.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો