તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતમાં ઈન્ટરનેટ 15 ઓગસ્ટ 2020નાં રોજ 25 વર્ષ પૂરાં કરી લીધા છે. અને વધુમાં 75 કરોડ યુઝરનો આંકડો પણ પાર કરી લીધો છે. મહત્વપૂર્ણ વાત એ છે કે શરૂઆતના 21 વર્ષમાં જેટલા ઈન્ટરનેટ યુઝર જોડાયા હતા, તેટલા જ યુઝર છેલ્લાં ચાર વર્ષમાં જોડાઈ ગયા છે. દરેક વ્યક્તિ દર મહિને 12 GB ડેટાનો ઉપયોગ કરી રહ્યાં છે અને આ મામલામાં પણ ભારત વિશ્વમાં સૌથી આગળ છે. જી હાં, ચીન-જાપાન, અમેરિકા, યુરોપના દેશોથી પણ આગળ.
ટોપ 5 રાજ્યોમાં દેશના 35% ઈન્ટરનેટ યુઝર બેઝ
ભારતમાં ઈન્ટરનેટ સર્વિસની શરૂઆત 15 ઓગસ્ટ 1995નાં રોજ થઈ હતી અને જે બાદ ઈન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ધીમી ગતિએ વધી છે. પરંતુ છેલ્લાં ચાર વર્ષમાં ઈન્ટરનેટ યુઝર તેજીથી વધ્યાં છે અને બમણી થઈ ગઈ છે. માર્ચ 2016માં ભારતમાં 34 કરોડ ઈન્ટરનેટ યુઝર હતા, જે ઓગસ્ટ 2020માં વધીને 76 કરોડ થઈ ગયા છે. ચાર વર્ષમાં બમણાંથી વધુનો વધારો. મહારાષ્ટ્ર (6.4 કરોડ), આંધ્રપ્રદેશ (5.9 કરોડ), તમિલનાડુ (5.1 કરોડ), ગુજરાત (4.5 કરોડ) અને કર્ણાટક (4.6 કરોડ) ઈન્ટરનેટ યુઝરના મામલે સૌથી આગળ છે. ટોપ પાંચ રાજ્યોમાં મળીને દેશમા 35% ઈન્ટરનેટ યુઝર બેઝ છે. જૂન 2019થી ઓગસ્ટ 2020 સુધીના આંકડાને જોઈએ તો લગભગ 10 કરોડ ઈન્ટરનેટ યુઝર વધ્યાં છે. એટલે દર મહિને લગભગ 71 લાખ નવા યુઝર જોડાયા છે.
5 વર્ષમાં બમણો થઈ જશે ડેટાનો ઉપયોગ
જિયોના 2016માં લોન્ચ અને ફ્રી ડેટાની ઓફરને પગલે જે પ્રાઈઝ વોર શરૂ થઈ હતી, તેની અસર એ થઈ કે GST અને અન્ય ચાર્જ લગાવવામાં આવ્યા બાદ પણ 4G ડેટા સસ્તું થયું છે. તેનાથી તેનો ઉપયોગ પણ વધ્યો છે. 2017માં પ્રતિ વ્યક્તિ 1.2 GB ડેટા પ્રતિમાસ ઉપયોગ થઈ રહ્યો હતો, જે જૂન-2020માં વધીને પ્રતિ વ્યક્તિ 12 GB ડેટા પ્રતિમાસ સુધી પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે ડેટા ઉપયોગમાં 96.1% ડેટા 4Gનો રહ્યો, જ્યારે માત્ર 3.4% ડેટા 3Gનો છે. એરિક્સન મોબિલિટી રિપોર્ટ જૂન 2020 કહે છે કે 2025 સુધીમાં ભારતમાં પ્રતિ વ્યક્તિ ડેટા ઉપયોગ ડબલ એટલે કે 25 GB પ્રતિમાસ થઈ જશે.
નેટવર્કના કારણે ગામોમાં ઈન્ટરનેટ સીમિત
TRAIની જૂન-2020 રિપોર્ટ કહે છે કે જૂનમાં 61% ઈન્ટરનેટ કનેક્શન શહેરોમાં હતા અને માત્ર 39% ગ્રામીણ ક્ષેત્રોમાં. એટલે કે હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં ઈન્ટરનેટ કનેક્શનની સ્પીડ નથી મળતી. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) એસપી કોચરનું કહેવું છે કે આપણાં 97% બ્રોડબેન્ડ કનેક્શન મોબાઈલ્સ પર જ છે. જે બાદ પણ 50% વસ્તીને જ પર્યાપ્ત નેટવર્ક કવરેજ મળી રહ્યું છે, જેને વધારવું જરૂરી છે. નેટવર્કને વધારવાની સાથે જ તેની કિંમત અને સર્વિસ ક્વોલિટી પણ વધારવી જરૂરી છે. તે વાત મહત્વપૂર્ણ છે કેમકે ઓકલાના સ્પીડટેસ્ટ ગ્લોબલ ઈન્ડેક્સ મુજબ મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ આપવામાં ભારત 139 દેશોમાં 131માં સ્થાને છે. પાકિસ્તાન, બાંગ્લાદેશથી પણ પાછળ.
4G કનેકશનમાં જિયો સૌથી આગળ
TRAIની સાથે જ ICICI-સિક્યોરિટીનો રિસર્ચ રિપોર્ટ કહે છે કે 4G સબ્સ્ક્રિપ્શન્સમાં રિલાયન્સ જિયોની ટક્કર આપવાની સ્થિતિમાં કોઈ કંપની તેની આજુબાજુ પણ જોવા નથી મળતી. બ્રોડબેન્ડ માર્કેટમાં જિયોના માર્કેટ શેર ઓગસ્ટમાં વધીને 56.4% થઈ ગયા. તો ભારતી એરટેલ 22.2%ની સાથે બીજા અને વોડાફોન-આઈડિયા 16.74%ની સાથે ત્રીજા નંબર પર છે. મહત્વપૂર્ણ વાત એ છે કે 3G સબસ્ક્રાઈબર્સની સંખ્યા ઝડપથી ઘટી છે અને માત્ર 3.2 કરોડ સબસ્ક્રાઈબર્સ વધ્યા છે. જો કે પોસ્ટપેડ સબ્સક્રિપ્શન માર્કેટમાં ભારતી એરટેલ 28.3% અને વોડાફોન-આઈડિયા 41.8%ની સાથે જિયોથી આગળ જોવા મળી રહ્યાં છે.
સસ્તા થવાથી આવશ્યક કોમોડિટી બન્યું ઈન્ટરનેટ ડેટા!
નોટબંધી અને તે બાદ આવેલી જિયોની 4G સર્વિસથી દેશમાં જીવનશૈલીમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. IIT-બેંગલુરુના પ્રોફેસર દેવવ્રત દાસે એક પોર્ટલને કહ્યું કે ઈન્ટરનેટે લોકડાઉન દરમિયાન ફરી એક વખત પુરવાર કર્યુ કે તે ગેમ ચેન્જર છે. નાના-નાના વેપારીઓએ ઈન્ટરનેટની મદદથી લોકડાઉનમાં પોતાની આજીવિકા ચલાવી. ઓનલાઈન એજ્યુકેશન, ફાયનાન્સ અને હેલ્થકેર સુધી બધું જ તો છે તેમાં. હવે આ એક આવશ્યક વસ્તુ બની ગઈ છે. દાસ જે કહી રહ્યાં છે, તે ઘણી હદ સુધી યોગ્ય છે અને તેને સહજ બનાવ્યું છે સસ્તા ઈન્ટરનેટે. ઈન્ટરનેટ કંપનીઓએ પણ હવે પોતાનું ફોકસ ડેટાથી કમાણી પર કરી દીધી છે. 2016માં જ્યાં મોબાઈલ ઈન્ટરનેટ માટે 200 રૂપિયા પ્રતિ GBની ચુકવણી કરવી પડી હતી, તે હવે 11 રૂપિયામાં ઉપલબ્ધ છે. કંપનીઓ પ્રત્યે યુઝર થનારી આવક પણ ઘટી છે, પરંતુ સબ્સક્રાઈબર્સ વધારીને તે તેની ભરપાઈ કરવાના પ્રયાસો કરી રહ્યાં છે.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.