કરિયર ફન્ડા:7 ડેલિ સ્કિલ્સ જે રાખશે તમને આગળ, કરિયરથી જીવન સુધીની નાની વાતોની મોટી અસર

14 દિવસ પહેલા
  • શિક્ષણશાસ્ત્રી સંદીપ માનુધનેની ટિપ્સ

એક ઉત્કૃષ્ટ સલાહ
છ ઈન્ટરનેશનલ બેસ્ટસેલર પુસ્તક જેમકે ધ 48 લોઝ ઓફ પાવર, ધ આર્ટ ઓફ સિડક્શન, ધ 33 સ્ટ્રેટેજીસ ઓફ વોર, ધ ફિફ્ટીથ લૉ, માસ્ટરી એન્ડ ધ લોઝ ઓફ હ્યૂમન નેચરના લેખક રોબર્ટ ગ્રીનનું માનવું છે કે 'ભવિષ્ય તેમનું છે જે વધુને વધુ સ્કિલ્સ શીખે છે અને તેને ક્રિએટિવ રીતે જોડે છે.'

તો શું તમે પણ ડેલિ સ્કિલ ડેવલપ કરીને પોતાના કરિયર અને એજ્યુકેશનમાં આગળ વધી શકો છો?
હાં.

(1) સવારે પોતાનો બેડ જાતે બનાવો- યુનાઈડેટ સ્ટેટ્સ આર્મીના સીલ કમાન્ડો ટ્રેનિંગના પ્રમુખ રહેલા એડમિરલ મેકરાવેનનું કહેવું છે કે જો તમે દુનિયાને બદલાવવા માગો છો તો પોતાના દિવસની શરૂઆત પથારી (બેડ) જાતે બનાવીને કરો.

અહીં બેડ બનાવવાનો અર્થ છે તે બેડની ચાદર અને ઓશીકાને ઠીક કરવાનો જેના પર તમે સુતા હતા, તે ચાદર, બ્લેન્કેટ સહિતની વસ્તુઓને યોગ્ય રીતે ઘડી કરીને યોગ્ય જગ્યાએ રાખવાનો, જેનો ઉપયોગ તમે કર્યો હતો. આ એક નાનકડું કામ છે પરંતુ તમને દિવસને પોઝિટિવ રીતે સ્ટાર્ટ કરવા માટે જરૂરી ઈન્સિપરેશન આપે છે. અને બેસ્ટ પાર્ટ એ છે કે જ્યારે તમે દિવસ સમાપ્ત કરીને થાકીને પાછા ફરો છો તો તમે તમારા તૈયાર કરેલા બેડનો જુઓ છો, અને મોઢા પર એક હાસ્ય આવી જાય છે.

(2) પોતાની કોમ્યુનિકેશન સ્કિલ્સ પર વર્ક કરો- તમે ગમે તે જોબ કરો, કોમ્યુનિકેટ કર્યા વગર તો નહીં રહી શકો. ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચુરીમાં કોમ્યુનિકેશનનો અર્થ માત્ર વાત કરવી નથી પરંતુ વાત સાંભળવી, સમજવી, લખવી, વાંચવી, બોડી લેન્ગવેજ કે કોઈ પણ અન્ય રીતે જેમકે એપીરિયન્સ, કલા (જેમકે ડ્રોઈંગ, સંગીત)થી પોતાને એક્સપ્રેસ કરવાનો હોય છે. બિઝનેસ વર્લ્ડમાં કોમ્યુનિકેશન સ્કિલ્સ કોઈ ટીમને મોટીવેટ કરવા, નિર્દેશ આપવા, અંદરોદર વાતચીત કરવા, કોઓર્ડિનેટ કરવા, પોતાની બ્રાન્ડને એક્સપ્રેસ કરવાના કામમાં આવે છે. ડેલિ યોગ્ય રીતે સ્પષ્ટ કન્ફ્યૂઝન લેસ કોમ્યુનિકેશનની હેબિટ વિકસાવો, અને તેને ટેકન ફોર ગ્રાન્ટેડ ન લો.

(3) સેલ્ફ મેનેજમેન્ટ- ઓર્ગેનાઈઝ રહો- જેમાં, નકામી વસ્તુઓને હટાવતા રહેવું, જરૂરી સામાનની યોગ્ય કરવો, સામાનને ઠીક જગ્યાએ રાખવી સહિતની વસ્તુઓ સામેલ છે. જાપાની ટેક્નિક "કાઈઝેન" - એટલે કે કોન્સ્ટેન્ટ ઈમ્પ્રૂવમેન્ટ- ને લાઈફમાં ફોલો કરવાનું બેનિફિટ આપશે. રેગ્યુલરલી મેડિટેશન અને એક્સરસાઈઝ દ્વારા ફિટ અને સ્ટ્રેસ ફ્રી રહી શકો છો. ટાઈમ મેનેજમેન્ટ માટે પરેટો પ્રિન્સિપાલ જે 8-20 રુલના નામથી પણ ફેમસ છે, ફોલો કરો. આ રુલ મુજબ લાઈફના મેક્સિમમ એરિયાઝમાં 80% રિઝલ્ટ્સ 20% એફર્ટસથી આવે છે, અને આપણે પહેલાં તે 20% પર ફોકસ કરવું જોઈએ.

(4) એડોપ્ટેબિલિટી (અનુકૂલન)- નવા નોલેજ અને સ્કિલ્સથી દૂર નથી ભાગવાનું, પરંતુ તેને સીક કરતા રહેવાનું છે. તમે ડેલિ સારા ન્યૂઝપેપર અને મેગેઝીન્સ વાંચો. સારા મોટિવેશનલ મૂવીઝ, ડોક્યુમેન્ટરીઝની શોધમાં રહો અને તેને યોગ્ય રીતે જાણો. નવા ટ્રેન્ડ્સ ટેક્નોલોજીની જાણકારી રાખો, અને જરૂરી સોફ્ટવેયર્સ શીખો.

(5) લોજિકલ પ્રોબ્લમ સોલ્વિંગ- જૂદી રીતે અને લોજિકલી વિચારો- સમસ્યાને અલગ રીતે ઉકેલવાનો પ્રયાસ કરો. અલગ પ્રકારે પરંતુ લોજિકલી વિચારો. જુઓ કે કઈ રીતે વર્તમાન પ્રક્રિયાઓ અને ઉત્પાદોને સારી કે ઓછા પ્રયાસમાં બનાવી શકાય છે.

(6) ઈમોશનલ ઈન્ટેલિજન્સ (ભાવનાત્મક બુદ્ધિમત્તા)- "એમ્પથેટિક" એટલે કે બીજા માટે સહાનુભૂતિપૂર્ણ બનવાની આદત રોજ પાડો. ભાવનાત્મક બુદ્ધિમત્તાનું વર્ણન અનેક રીતે કરવામાં આવ્યું છે, પરંતુ બેઝિકલી તે પોતાની ભાવનાઓ અને બીજાની ભાવનાઓને ઓળખવા માટે કેપેબિલિટી છે. સ્ટ્રોંગ આઈક્યૂ વાળો પર્સન તે જાણે છે કે કો-વર્કર્સની ફીલિંગ્સથી એડજસ્ટ કરતા પોતાની ફીલિંગ્સને કઈ રીતે મેનેજ અને કંટ્રોલ કરવાની છે.

(7) "મિનિમલિઝ્મ" પ્રેક્ટિસ કરો- "મિનિમલિઝ્મ"નો અર્થ લાઈફ ક્વોલિટીને ઘટાડવાનો નથી. આ 21 સદીમાં સિમ્પલ લિવિંગ હાઈ થિકિંગનું અનુવાદ છે. જેનો અર્થ છે પોતાની લાઈફથી તે વસ્તુને હટાવવાની જે માત્ર ટેન્શન આપે છે. જો તમારી પાસે 25 શર્ટ છે, અને તમે ઉપયોગ માત્ર 7નો જ કરો છો, તો 18 શર્ટ તમારી લાઈફમાં બેકાર બર્ડન છે. લાઈફમાંથી આવા બર્ડનને ઘટાડવાનું છે. મિનિમલિઝ્મ છે. જેની દરરોજ પ્રેક્ટિસ કરવાથી તમે પોતાના જીવનને ઘણી જ મીનિંગફુલ બનાવી શકો છો.

દર શુક્રવારે અમે તમારા સુધી આવા જ સિમ્પલ અને પાવરફુલ સ્કિલ ઓરિએન્ટેડ ટોપિક લાવીશું. વાયદો કરો કે તમે તેના પર જરૂરથી અમલ કરશો.

કરીને દેખાડીશું!