ગ્રાઉન્ડ રિપોર્ટકૃષ્ણની નગરીમાં 80% વસતિ મુસ્લિમની:6.5 કરોડની કિંમતની જમીન પર કબજો કરીને મસ્જિદ અને કબર બનાવી, કરાચી માત્ર 2 કલાક દૂર

3 મહિનો પહેલા

બેટ દ્વારકાને ભેટ દ્વારકા તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ એ જ જગ્યા છે, જ્યાં સુદામા તેમના મિત્ર શ્રીકૃષ્ણને મળવા આવ્યા હતા. જોકે આ જ વિસ્તારમાં મંદિર ઓછાં અને મસ્જિદ-કબર વધારે જોવા મળે છે. આ ટાપુની વસતિ 12,000 છે, જેમાં 80% લોકો, એટલે કે 9,500 મુસ્લિમ છે.

કૃષ્ણની નગરી દ્વારકાથી 35 કિમી દૂર આવેલું બેટ દ્વારકા હજુ ચૂંટણીના ઘોંઘાટથી દૂર છે. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં અહીં જેસીબીના અવાજથી શાંતિ દૂર થઈ. આ દરમિયાન 100થી વધુ અતિક્રમણ દૂર કરવામાં આવ્યાં હતાં. આમાં ઘણી મસ્જિદો અને કબરો પણ હતી. આ કબજે કરેલી જમીનની કિંમત 6.5 કરોડ રૂપિયા છે.

સરકારે બે અઠવાડિયાંથી ઝુંબેશ ચલાવીને બેટ દ્વારકામાં અતિક્રમણ તોડ્યું હતું. એનો કાટમાળ હજુ પણ એ જ જગ્યાએ પડ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે દસ્તાવેજ હોવા છતાં તેમનાં મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં.
સરકારે બે અઠવાડિયાંથી ઝુંબેશ ચલાવીને બેટ દ્વારકામાં અતિક્રમણ તોડ્યું હતું. એનો કાટમાળ હજુ પણ એ જ જગ્યાએ પડ્યો છે. કેટલાક લોકોનું કહેવું છે કે દસ્તાવેજ હોવા છતાં તેમનાં મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં.

દરિયાકિનારે મસ્જિદ-કબર બની ગઈ, ખબર નથી કોણે બનાવી
બેટ દ્વારકામાં જંગલ કાપીને દરિયાકિનારે ઘણી મસ્જિદ-કબર બનાવી લેવામાં આવી. ઘણાં વર્ષોથી રહેતા લોકોને પણ એની જાણ નથી કે આ બનાવ્યું કોણે. અહીં 80% લોકો માછલીના ધંધા સાથે જોડાયેલા છે. લોકો બોટ લઈને ઈન્ટરનેશનલ બોર્ડર પર જાય છે. પાછા આવે ત્યારે કેટલા અને કોણ આવે છે એનો કોઈ હિસાબ નથી હોતો.

અહીંથી કરાચી 105 કિમી દૂર છે. દરિયાઈ માર્ગે બે-ત્રણ કલાકમાં ત્યાં પહોંચી શકાય છે. બેટ દ્વારકામાં રહેનારી ઘણી છોકરીઓના લગ્ન પાકિસ્તાનમાં થયા અને પાકિસ્તાનમાં રહેનારી છોકરીઓના બેટ દ્વારકામાં.

દ્વારકામાં ચૂંટણીના કવરેજ વચ્ચે મને ઘણા લોકો બેટ દ્વારકામાં તોડી પાડવામાં આવેલાં અતિક્રમણ વિશે વાત કરતા જોવા મળ્યા. મેં મારા મિત્રને કહ્યું હતું કે ચાલો... બેટ દ્વારકા જઈએ અને આવીએ, તેણે જવાની ના પાડી. કહ્યું- હું કોઈને ગોઠવીશ, તમે તેમની સાથે જાઓ.

પોલીસની પરવાનગી વિના અતિક્રમણવાળી જગ્યાએ કોઈ નથી જઈ શકતું
મેં દ્વારકાથી એક બાઈક ભાડે લીધી અને બેટ દ્વારકા જવા નીકળ્યો. મારી સાથે બાઈક ભાડે આપનાર તૌસીફના ભાઈ હતા. રસ્તામાં તેમની સાથે વાતચીત થઈ તો જાણવા મળ્યું કે અહીં લોકોનાં ઘર તોડી પડાયાં અને મસ્જિદ-કબર પણ તોડી પડાઈ. મેં પૂછ્યું, આવું કેમ થયું, તો કહ્યું, મને ખબર નથી.

રસ્તામાં મીઠાપુર ગામથી જિતુભાઈ પણ અમારી સાથે જોડાયા. જિતુભાઈ સ્થાનિક પત્રકાર છે અને ખાસ કરીને દરિયાઈ વિસ્તાર આગળ વસેલાં ગામડાંને કવર કરે છે. લગભગ 50 મિનિટમાં અમે ઓખા જેટી પહોંચ્યા. ઓખા પછી અરબ સાગર શરૂ થઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શને જતા ભક્તોની બોટમાં અમે ત્રણ જણ સવાર થઈ ગયા. 20 મિનિટમાં અમે દ્વારકા પહોંચ્યા.

બેટ દ્વારકા માત્ર બોટ દ્વારા જ પહોંચી શકાય છે. એક બોટમાં 100થી 150 લોકો જઈ શકે છે. બોટમાં જતા દરેક મુસાફરને 20 રૂપિયા ભાડું ચૂકવવું પડે છે.
બેટ દ્વારકા માત્ર બોટ દ્વારા જ પહોંચી શકાય છે. એક બોટમાં 100થી 150 લોકો જઈ શકે છે. બોટમાં જતા દરેક મુસાફરને 20 રૂપિયા ભાડું ચૂકવવું પડે છે.

સાથી જિતુભાઈએ કહ્યું, પોલીસ પરવાનગી વગર આપણે એ જગ્યા પર નહીં જઈ શકીએ, જ્યાંથી અતિક્રમણ હટાવવામાં આવ્યું છે. એ જગ્યાએ કોઈપણ ગયું નથી, કારણકે કોઈને લોકેશન વિશે જાણ જ નથી. અતિક્રમણ હટાવવાની કાર્યવાહી દરમિયાન પણ પોલીસ મીડિયાને માત્ર એક-બે જગ્યાએ લઈ જતી અને થોડુંક બતાવ્યા બાદ પાછા મોકલી દેતા હતા.

SIએ કહ્યું, DSP સાથે વાત કરો, DSP બોલ્યા- SP સાથે વાત કરીને જણાવું
ત્યાર પછી અમે પરવાનગી માગવા બેટ દ્વારકા મરીન પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં એક SI અને એક જવાન હાજર હતો. તેમણે કહ્યું, તમે ડેપ્યુટી SP સાથે વાત કરી લો, ત્યાર પછી જ આગળ જઈ શકશો. અમે DSP સમીર સારડાને ફોન કર્યો તો તેમણે કહ્યું, હું SP સાહેબ સાથે વાત કરી તમને જણાવું છું.

SP નીતીશ પાંડેને ફોન કર્યો તો તેમણે વ્હોટ્સઅપ પર મારું ID કાર્ડ મગાવ્યું. એક કલાક રાહ જોયા પછી એ શરતે DSPએ આગળ જવા પરવાનગી આપી કે અમારી સાથે એક જવાન હશે અને કોઈનો ઈન્ટરવ્યૂ નથી લેવાનો.

બેટ દ્વારકા મરીન પોલીસ સ્ટેશન દ્વારકાધીશ મંદિરની બાજુમાં જ આવેલું છે. અહીંથી જ અતિક્રમણવાળી જગ્યાએ જવાની પરવાનગી મળે છે.
બેટ દ્વારકા મરીન પોલીસ સ્ટેશન દ્વારકાધીશ મંદિરની બાજુમાં જ આવેલું છે. અહીંથી જ અતિક્રમણવાળી જગ્યાએ જવાની પરવાનગી મળે છે.

સર્વે બાદ અતિક્રમણ તોડાયું, કાટમાળ હજુ પણ સ્થળ પર છે
ત્યાર પછી અમે એક જવાન, એક નગર પોલીસ સેવક સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. લગભગ એક કિમી ચાલ્યા અને એ જગ્યા આવી ગઈ જ્યાં અતિક્રમણ હટાવવામાં આવ્યાં હતાં. એનો કાટમાળ હજુ પણ ત્યાં જ પડેલો છે.

ઘણાં વર્ષોથી બેટ દ્વારકામાં રહેતા અને હાલ પોલીસની નગર સેવા સમિતિના સભ્ય ધર્મેશ જોષી પણ અમારી સાથે હતા. મેં પૂછ્યું કે આ કાર્યવાહી કેમ થઈ? તો કહ્યું- અમે આટલાં વર્ષોથી અહીં રહીએ છીએ, પરંતુ અમને ખબર પણ ન હતી કે દરિયાકિનારે આટલી બધી મસ્જિદો અને ધર્મસ્થાનો ક્યારે બની ગયાં.

જ્યારે વહીવટીતંત્રે સર્વે કરાવ્યો ત્યારે ખબર પડી કે મોટે પાયે અતિક્રમણ થયું છે. મોટા ભાગની કબરો દરિયાની ખૂબ નજીક બનાવવામાં આવી હતી. કોણે અને ક્યારે બનાવી એની કોઈને ખબર પડી નથી.

સ્થળના કેટલાક ફોટા અને વીડિયો લીધા પછી અમે વસતિ તરફ આગળ વધ્યા. ત્યાં અમને રિક્ષાડ્રાઈવર સુલતાન મળ્યો. સુલતાનનું ઘર પણ ગેરકાયદે હોવાના કારણે તોડી પાડવામાં આવ્યું હતું. તેણે કહ્યું કે અત્યારે હું ઝૂંપડીમાં રહું છું. પ્રશાસને સિટી સર્વે નંબર ન ધરાવતા તમામ લોકોનાં મકાનો તોડી નાખ્યાં હતાં. મારી પાસે 550 વર્ષ જૂના કાગળો હતા, મેં એ બતાવ્યા, પરંતુ અધિકારીઓએ કહ્યું, એ માન્ય નથી.

ગુજરાતના પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીએ અતિક્રમણ હટાવવાને લઈને ટ્વીટ કર્યું હતું, જે પછીથી તેમણે ડિલિટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે 2005માં લેવામાં આવેલા સેટેલાઈટ ફોટો અનુસાર અહીં 6 મસ્જિદ હતી. હવે આ આંકડો 78 થઈ ગયો છે. એમાં મસ્જિદ, કબર અને દરગાહનો સમાવેશ થાય છે. મોટા ભાગની ગેરકાયદે છે અને સરકારી જમીન પર બનેલી છે.

1945માં અહીં શાસન કરી રહેલા ગાયકવાડ વંશે મુસ્લિમોને 20 બાય 20ની જગ્યા આપી હતી. 1960ની વસતિ ગણતરી અનુસાર, અહીં મુસ્લિમ મતદારો 600 અને હિંદુ 2,786 હતા. સમયના હિસાબે હિંદુઓની વસતિ 6000 અને મુસ્લિમોની 1200 હોવી જોઈએ, પરંતુ હિંદુ વસતિ ઘટીને 960 થઈ અને મુસ્લિમોની વધીને 6040 પહોંચી છે.

પૂર્ણેશ મોદી અનુસાર, બેટ દ્વારકામાં રહેનારી ઘણી છોકરીઓનાં લગ્ન પાકિસ્તાનમાં થયાં છે. પાકિસ્તાનની છોકરીઓનાં લગ્ન દ્વારકામાં થયાં છે. અહીં દાણચોરીની કડીઓના પુરાવા પણ મળ્યા છે.

બેટ દ્વારકામાં એવાં ઘર, જેમાં બોટ સીધી જાય છે
રાત્રે મારી મુલાકાત RSS નેતા સાથે થઈ. ભૌગોલિક સ્થિતિ સમજાવવા તેઓ મને દરિયાકિનારે લઈ ગયા. કહ્યું- ટાપુ પર રહેનારા મોટા ભાગના લોકો માછલીના ધંધા સાથે જોડાયેલા છે. બોટ લઈને ઈન્ટરનેશનલ બોર્ડર પર જાય છે. પાછા કેટલા આવે છે અને સામેની તરફથી કોણ આવે છે એનો કોઈ હિસાબ નથી.

ટાપુ પર કેટલાંક ઘર એવાં છે, જેમાં બોટ અંદર સુધી જાય છે. હવે એમાં શું અને કેવી રીતે આવે છે એ અધિકારીઓ પણ જાણે છે, પરંતુ કમિશન લઈને ચૂપ રહે છે. આ વખતે સીધા કેન્દ્રથી આદેશ હોવાને કારણે કાર્યવાહી થઈ છે. હજુ તો 40% અતિક્રમણ પર જ બુલડોઝર ચાલ્યું છે. ચૂંટણી પછી ફરી બુલડોઝર ચાલી શકે છે, કારણ કે ટાપુ દેશ માટે ખતરો સાબિત થઈ શકે છે.

સુન્ની વક્ફ બોર્ડ બે ટાપુ પર દાવો કરી ચૂક્યું છે
ડિસેમ્બર 2021માં સુન્ની વક્ફ બોર્ડે બેટ દ્વારકાના બે ટાપુ પર પોતાનો દાવો કર્યો છે. આની પર ગુજરાત હાઈકોર્ટે કહ્યું, કૃષ્ણ ભૂમિ પર તમે કેવી રીતે દાવો બતાવી શકો છો અને અરજી ફગાવી દીધી હતી. અમે બેટ દ્વારકામાં અતિક્રમણ તોડવા અંગે ગુજરાત વક્ફ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એમએચ ખુમર સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે આ અંગે અમારે કંઈ કહેવું નથી. તેમણે ટાપુ પર બોર્ડે દાવો કરવાના મુદ્દાને નકારી કાઢ્યો અને એને અફવા ગણાવી.

પાકિસ્તાનથી ડ્રગ્સની દાણચોરી, NIA કરી રહી છે તપાસ
બેટ દ્વારકામાં જેમના ઘર અને દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી એમાં માછલીના વેપારી રમઝાન ગની પલાનીનો પણ સમાવેશ થાય છે. રમઝાનની 2019માં કચ્છના જખૌ કાંઠેથી 500 કરોડની કિંમતના 236 કિલો ડ્રગ્સ જપ્ત કરવાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. રમઝાન સિવાય NIAએ તેની ચાર્જશીટમાં પાકિસ્તાનના 6 લોકોનાં નામ પણ સામેલ કર્યા હતા.

તમામ પાકિસ્તાની એક જહાજ અલ મદીના મારફત ભારતની સીમામાં ઘૂસ્યા હતા. જહાજના કેપ્ટને સેટેલાઈટ ફોન સાથે કેટલોક સામાન દરિયામાં ફેંક્યાની વાત કબૂલી હતી. જહાજમાંથી હેરોઈનનાં 211 પેકેટ જપ્ત કરવામાં આવ્યાં હતાં. રમઝાનને સોંપવાનો હતો. રમઝાનનો પુત્ર જાવેદ પણ દાણચોરીના આરોપમાં પાકિસ્તાનની જેલમાં બંધ છે.

રમઝાને 5 હજાર સ્કવેર ફૂટ જમીન પર કબજો જમાવ્યો હતો. તેણે અહીં દુકાનો બનાવી. આ તમામ દુકાનો દરિયાકિનારે હતી. ડીએસપી સમીર સારડાના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં પહેલા મકબરો બનાવીને લોકોમાં વિશ્વાસ જગાડવામાં આવ્યો હતો. તેની આડમાં કબજાની રમત શરૂ થઈ.

અન્ય સમાચારો પણ છે...