મંડે મેગા સ્ટોરીલોકો શા માટે કરે છે સામૂહિક આત્મહત્યા?:દેશમાં સામૂહિક આત્મહત્યાના કેસોમાં 107% વધારો થયો, બિહારમાં 6 લોકોએ એકસાથે જીવ આપ્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

1 જૂન 2018ના રોજ રાત-દિવસ ઝડપથી દોડતી દેશની રાજધાની અચાનક થંભી ગઈ. બુરાડીની સંત નગર કોલોનીમાં લોકોની ભીડ એકઠી થવા લાગી. ત્યાં રહેતા ભાટિયા પરિવારના 11 લોકોના મૃતદેહ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું, જેમાંથી 10 લોકો છત પર લટકેલા મળી આવ્યા હતા, જ્યારે સૌથી વૃદ્ધ મહિલાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. સામૂહિક આત્મહત્યાની આ દર્દનાક ઘટનાએ સૌને હચમચાવી દીધા હતા.

હવે 4 વર્ષ બાદ 9 નવેમ્બરે બિહારના નવાદામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં દેવાંથી કંટાળીને એક જ પરિવારના 6 લોકોએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે.

આજે સોમવાર મેગા સ્ટોરીમાં આપણે જાણીશું સામૂહિક આત્મહત્યાનું મનોવિજ્ઞાન અને ઇતિહાસ. ચાલો કેટલાક લોકપ્રિય કિસ્સાઓથી શરૂઆત કરીએ...

હવે ભારતના સૌથી ચર્ચિત બુરાડી સામૂહિક આત્મહત્યા કેસ અંગે દિલ્હી પોલીસનો ક્લોઝર રિપોર્ટ વાંચો…

હવે આગળના ગ્રાફિક્સમાં સમજો કે આત્મહત્યાના સમયે વ્યક્તિનું મગજ કેવી રીતે કામ કરે છે…

'સામૂહિક આત્મહત્યા'ના 3 પ્રકાર છે

1. પોઈન્ટ ક્લસ્ટર સુસાઈડ: જ્યારે એક જગ્યાએ રહેતા લોકો અમુક સમયના અંતરે આત્મહત્યા કરે છે, ત્યારે તેને પોઈન્ટ માસ સુસાઈડ કહેવામાં આવે છે. આ પ્રકારની આત્મહત્યા ચોક્કસ સમય માટે વેગ આપી શકે છે.

2. માસ ક્લસ્ટર સુસાઈડ: એક જ સમયે મોટી સંખ્યામાં લોકો ચોક્કસ સ્થળે આત્મહત્યા કરે છે. મોટી વ્યક્તિના મૃત્યુ પછી ઘણા લોકો આત્મહત્યા કરે છે, આ પણ આ પ્રકારની આત્મહત્યાની ઓળખ છે.

3. ઇકો ક્લસ્ટર સુસાઈડ: જ્યારે આત્મહત્યાની ઘટના પછી એક ચોક્કસ સમયે એક જ સ્થળે અનેક આત્મહત્યા થાય છે ત્યારે એને ઇકો ક્લસ્ટર માસ સુસાઇડ કહેવામાં આવે છે.

દેશ અને દુનિયામાં 'સામૂહિક આત્મહત્યા'નો ઇતિહાસ

2227 વર્ષ પહેલાં એટલે કે 206 બીસીમાં, રોમન સેનાપતિ પબ્લિયસ કોર્નેલિયસ સિપિયોએ ઇલિતુર્ગિસ શહેર પર હુમલો કરીને તેનો નાશ કર્યો હતો. આ સમયે રોમન જનરલના હાથે મરવાને બદલે, અહીંના લોકોએ સામૂહિક આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો.

1322 વર્ષ પહેલાં એટલે કે 700 એડીમાં, બાયઝેન્ટાઇન સામ્રાજ્યના રાજા લીઓ ત્રીજાએ રાજ્યના તમામ લોકોને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનો આદેશ આપ્યો. આ પછી, અન્ય ધર્મના સેંકડો લોકો પૂજા સ્થળ પર એકઠા થયા અને પોતાને આગ ચાંપી દીધી.

ભારતમાં જૌહર દરમિયાન સામૂહિક આત્મહત્યા થતી હતી. ચિત્તોડના કિલ્લામાં બનેલાં ત્રણ જૌહર આનાં ઉદાહરણો છે...

  • 1303માં પ્રથમ વખત રાણા રતન સિંહની પત્ની પદ્મિમીએ અહીં 16,000 મહિલા સાથે જૌહર કર્યું હતું.
  • 1535માં બીજી વખત રાણી કર્ણાવતીએ અહીંની 13,000 મહિલા સાથે જૌહર કર્યું હતું.
  • 1568માં ત્રીજી વખત રાણી ફૂલકંવરે અહીં હજારો મહિલાઓ સાથે જૌહર કર્યું હતું.

હવે અંતે વાંચો દેશ અને દુનિયામાં દર વર્ષે કેટલા લોકો આત્મહત્યા કે સામૂહિક આત્મહત્યા કરે છે….

અન્ય સમાચારો પણ છે...