વર્ષમાં 24 રશિયન હસ્તીઓનાં શંકાસ્પદ મોત:6 લોકો ઈમારત પરથી પડ્યા, 4એ ખુદને ગોળી મારી; ભારતથી ફ્રાંસ સુધી આ જ પેટર્ન

એક મહિનો પહેલાલેખક: આદિત્ય દ્વિવેદી/શિવાંકર દ્વિવેદી

22 ડિસેમ્બર, 24 ડિસેમ્બર અને 3 જાન્યુઆરી. ગત બે સપ્તાહ દરમિયાન ભારતમાં 3 રશિયન નાગરિકોનાં મોત થયા છે. બે શખ્સ ઓડિશાની સાંઈ ઈન્ટરનેશનલ હોટેલ અને એક પારાદીપ બંદર પર લાંગરેલા જહાજમાં મૃત અવસ્થામાં મળ્યા. થોડા રિસર્ચથી ખ્યાલ આવ્યો કે ગત એક વર્ષમાં દુનિયાના અલગ-અલગ ભાગોમાં ઓછામાં ઓછી 24 રશિયન હસ્તીઓનાં મોત થયા છે.
તેમાં 6 બિલ્ડિંગની બારીમાં પડી ગયા, 5એ ગળે ફાંસો ખાઈ લીધો, 4એ ખુદને ગોળી મારી દીધી અને 4 હાર્ટ એટેકથી મરી ગયા. બાકી 5નાં મોત પણ શંકાસ્પદ પરિસ્થિતિઓમાં થયા. મરનારાઓમાં મિલિટરી લીડર્સ, ઓઈલ અને ગેસના અબજોપતિ ઓલિગાર્ક, ટોપ બિઝનેસ એક્ઝિક્યુટિવ અને મોટા અધિકારીઓ સામેલ છે.
એક પછી એક જૂઓ મરનારાઓની પ્રોફાઈલ અને મોતની પેટર્ન અને અંતમાં જાણીશું કે આની પાછળ કોણ હોઈ શકે છે...

2 વર્ષ અગાઉ પણ રશિયામાં દેખાયો હતો આવો જ શંકાસ્પદ મોતનો ટ્રેન્ડ

6 મે 2020ના રોજ Voxમાં એક રિપોર્ટ પબ્લિશ થયો. તેનું શીર્ષક હતું-‘રશિયન કોરોના વાયરસ ડોક્ટર રહસ્યમય રીતે બારીઓમાંથી કેમ પડી રહ્યા છે?’ આ રિપોર્ટમાં કોરોના વાયરસ દરમિયાન મોટા ડોક્ટર્સના શંકાસ્પદ મોતની યાદી બનાવાઈ હતી. એ સમયે પણ મોતનો ટ્રેન્ડ આવો જ હતો, જેમાં મોતની પરિસ્થિતિઓ અસામાન્ય હતી અને હત્યાના કોઈ પુરાવા નહોતા. રશિયામાં છેલ્લા બે દાયકાથી એક ટ્રેન્ડ છે. પુટિનના ટીકાકારોના શંકાસ્પદ મોતના કેસમાં સઘન તપાસ કરવામાં આવતી નથી, જેથી કોઈ નક્કર પુરાવા ન મળે.

શું આ તમામ મોત એક-બીજા સાથે જોડાયેલા છે અને આની પાછળ કોઈનો હાથ છે?

છેલ્લા 1 વર્ષમાં થયેલા આ 24 મોતમાં બે વાત કોમન છે. પ્રથમ, આ તમામ રશિયન સોસાયટીમાં એલીટ સ્ટેટસવાળા લોકો છે. બીજું, આ લોકો પુટિનના અત્યંત નજીક રહ્યા અથવા યુક્રેન પર રશિયન હુમલાના વિરોધી રહ્યા.

આવા મોતની સંખ્યા વધુ છે, પરંતુ આનો એવો મતલબ નથી કે આ બધા મોત એકબીજા સાથે સંકળાયેલા હોય અથવા આની પાછળ કોઈ એક શખ્સનો જ હાથ હોય. તેમાં કેટલીક આત્મહત્યા, કેટલીક દુર્ઘટના અને કેટલીક હત્યાઓ પણ હોઈ શકે છે.

આવું માનવા પાછળ મજબૂત આધાર પણ છે. WHOના અનુસાર રશિયા દુનિયાનો ત્રીજો સૌથી વધુ આત્મહત્યાનો દર ધરાવતો દેશ છે. રશિયન એક્સપર્ટ અને પ્રોફેસર પીટર રૂટલેન્ડના અનુસાર યુદ્ધના કારણે રશિયન બિઝનેસ કમ્યુનિટી ખૂબ દબાણમાં છે. તેમના પર પ્રતિબંધો લાગ્યા છે, સંપત્તિઓ ફ્રિઝ થઈ છે અને શેર સીઝ કરી દેવાયા છે. આ એ કમ્યુનિટી માટે ખૂબ તણાવવાળો સમય છે.

જો કે આવા મોતના એક્સપ્લેનેશનમાં એક મજબૂત કોન્સ્પીરેસી થિયરી ઉભરી આવે છે કે આની પાછળ રશિયન રાષ્ટ્રપતિ પુટિનનો હાથ છે...

રશિયન ક્રિટિક બિલ બ્રાઉડરના અનુસાર, ‘જ્યારે એક ઈન્ડસ્ટ્રીના લોકો આ રીતે મરે છે તો મને લાગે છે કે આ મર્ડરની મહામારી છે. સ્પષ્ટ દેખાય છે કે આ રશિયન સત્તાના ઈશારે બની રહ્યું છે.’

સવાલ એ થાય છે કે પુટિન આવું કેમ કરાવે? બ્રાઉડર કહે છે કે યુક્રેન પર હુમલા પછી સરકારને ફંડની જરૂર છે. તેને મેળવવાનો સૌથી સારો ઉપાય આ જ છે કે જે ઈનકાર કરે છે તેને મારી નાખો. જે તેનું સ્થાન લેશે, એ પછી આવી હિંમત નહીં કરી શકે.

ગ્રાફિક્સઃ હર્ષરાજ સાહની, અંકિત દ્વિવેદી

અન્ય સમાચારો પણ છે...