• Gujarati News
  • Dvb original
  • 50 Questions Will Be Asked In A Semi conscious State; The Slightest Mistake In Narco Can Result In Coma Or Death

આફતાબના નાર્કો ટેસ્ટની તૈયારી:તે અર્ધબેભાન હશે ત્યારે તેને એ જગ્યાના ફોટા બતાવાશે જ્યાં તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી

11 દિવસ પહેલા

શ્રદ્ધા હત્યા કેસમાં આફતાબનો નાર્કો ટેસ્ટ આજે નહીં થાય. નાર્કો ટેસ્ટ પહેલા તેના પોલીગ્રાફ ટેસ્ટ માટે કોર્ટથી મંજૂરી માગવામાં આવી છે. જો કોર્ટ આજે મંજૂરી આપી દેત, તો 10 દિવસમાં પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટની પ્રોસેસ પૂરી થઈ જાત.

ભાસ્કર એક્સપ્લેનરમાં આપણે નાર્કો ટેસ્ટની સમગ્ર પ્રોસેસ જાણીશું. કેવી રીતે બેહોશીનું ઈન્જેક્શન આપી આરોપી પાસેથી સાચું બોલાવવામાં આવે છે અને જરાક પણ ચૂક આફતાબને કોમામાં પહોંચાડી શકે છે અથવા તો તેની મોત પણ થઈ શકે છે...

સવાલ 1- આફતાબના નાર્કો ટેસ્ટ પહેલા થઈ રહેલો પોલીગ્રાફ ટેસ્ટ શું છે?
જવાબ-
ફોરેન્સિક સાઈકોલોજી ડિવિઝનના હેડ ડો.પુનીત પુરીએ જણાવ્યું કે, નાર્કો ટેસ્ટ પહેલાં આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ થશે. આની માટે કોર્ટની મંજૂરી જોઈએ. આફતાબના પોલીગ્રાફ ટેસ્ટ માટે મંજૂરીની આશા છે.

પોલીગ્રાફ ટેક્સ નાર્કો ટેસ્ટથી અલગ હોય છે. તેમાં આરોપીને બેહોશીનું ઈન્જેક્શન નથી આપવામાં આવતું. પરંતુ કાર્ડિયો કફ જેવું મશીન લગાવવામાં આવે છે. બ્લડ પ્રેશર, નાડી, શ્વાસ, પરસેવો, રક્ત પ્રવાહ આના દ્વારા માપવામાં આવે છે. આ પછી, આરોપીઓને પ્રશ્નો પૂછવામાં આવે છે. તે ગભરાઈ જાય છે જ્યારે તે જૂઠું બોલે છે, જે મશીન દ્વારા પકડાય છે.

આ પ્રકારનું પરીક્ષણ સૌપ્રથમ 19મી સદીમાં ઈટાલિયન ક્રાઈમિનોલોજિસ્ટ સીઝર લોમ્બ્રોસો દ્વારા કરવામાં આવ્યું હતું. પછી 1914માં અમેરિકન સાયકોલોજિસ્ટ વિલિયમ માર્સ્ટ્રોન અને 1921માં કેલિફોર્નિયાના પોલીસ ઓફિસર જોન લાર્સને પણ આવા ઉપકરણો બનાવ્યા.

સવાલ 2- નાર્કો ટેસ્ટ શું હોય છે અને આનાથી સત્ય કેવી રીતે બહાર આવે છે?
જવાબ-
દુષ્ટ ગુનેગારો ઘણીવાર છટકી જવા માટે ખોટી વાર્તાઓ બનાવે છે. પોલીસને ગેરમાર્ગે દોરે છે. તેમની પાસેથી સત્ય જાણવા માટે નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે.

નાર્કો ટેસ્ટમાં સાઈકોએસ્ટિવ દવા આપવામાં આવે છે. જેને ટ્રુથ ડ્રગ પણ કહેવામાં આવે છે. જેમ કે સોડિયમ પેન્ટોથલ, સ્કોપોલામિન અને સોડિયમ એમીટલ. સોડિયમ પેન્ટોથલ ટૂંકા ગાળાની ઝડપી પરિણામ આપતી એનેસ્થેટિક દવા છે. શસ્ત્રક્રિયા દરમિયાન એનેસ્થેસિયામાં તેનો સૌથી વધુ ઉપયોગ થાય છે.

આ રસાયણ નસોમાં પ્રવેશતાની સાથે જ વ્યક્તિ બેભાન થઈ જાય છે. બેહોશીમાંથી જાગી ગયા પછી પણ આરોપી અર્ધબેભાનમાં જ રહે છે. આ સ્થિતિમાં, તે જાણી જોઈને વાર્તા બનાવી શકતો નથી, તેથી તે સાચું બોલે છે.

સવાલ 3- નાર્કો ટેસ્ટમાં જીવ જઈ શકે છે?
જવાબ-
નાર્કો ટેસ્ટમાં આપવામાં આવતી દવા પણ ઘણી ખતરનાક હોય છે. થોડી ભૂલ મૃત્યુ તરફ દોરી શકે છે અથવા આરોપી કોમામાં જઈ શકે છે.

આ જ કારણ છે કે નાર્કો ટેસ્ટ પહેલા આરોપીની મેડિકલ તપાસ કરવામાં આવે છે, જેથી મોટી બીમારીઓ જાણી શકાય. જો આરોપીને માનસિક, અંગ સંબંધિત કે કેન્સર જેવી કોઈ મોટી બીમારી હોય તો તેનો નાર્કો ટેસ્ટ કરવામાં આવતો નથી.

હોસ્પિટલમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે કારણ કે જો કંઇક ખોટું થાય તો ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર કરી શકાય છે. નાર્કો ટેસ્ટ માટેની દવાઓ વ્યક્તિના સ્વાસ્થ્ય, ઉંમર અને લિંગ અનુસાર આપવામાં આવે છે.

આફતાબનો નાર્કો ટેસ્ટ દિલ્હીની આંબેડકર હોસ્પિટલમાં કરવામાં આવશે. ફોરેન્સિક નિષ્ણાતો, મનોવૈજ્ઞાનિકો, ઑડિયો-વીડિયોગ્રાફર્સ અને સહાયક નર્સિંગ સ્ટાફ ઉપરાંત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પૂછપરછ સમયે આરોપીઓના જવાબોનું વિશ્લેષણ કરવા માટે ત્યાં હાજર રહેશે.

પ્રશ્ન-4: નાર્કો ટેસ્ટમાં આફતાબ પાસે શું બોલાવવામાં આવશે?

જવાબ: નાર્કો ટેસ્ટ દરમિયાન આરોપીને પહેલા અડધી બેભાન અવસ્થામાં આસપાસની સામાન્ય વસ્તુઓ બતાવવામાં આવે છે. જેમ કે- તેનું ઘર, પરિવારના સભ્યો, ફળો અને ફૂલો વગેરે. આ પછી તેને કેસ સાથે સંબંધિત ચિત્ર બતાવવામાં આવે છે અને પછી શરીરની પ્રતિક્રિયા તપાસવામાં આવે છે. જો મન અને શરીરની પ્રતિક્રિયામાં તફાવત હોય તો તે વ્યક્તિ ઘટનાનું સત્ય કહેશે તે જાણી શકાય છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આફતાબ માટે 50થી વધુ પ્રશ્નોની પેટર્ન તૈયાર કરવામાં આવી છે. જેમાં સમગ્ર ઘટનાની સાંકળને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે. આફતાબના જવાબના આધારે પોલીસ પુરાવા એકત્ર કરી શકે છે.

પ્રશ્ન-5: કોર્ટમાં નાર્કો ટેસ્ટ પુરાવા તરીકે કેમ માન્ય નથી?

જવાબ: નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ, દવાનો ઉપયોગ કર્યા પછી, એવી કોઈ ગેરેંટી નથી કે આરોપી માત્ર સત્ય જ કહેશે.

એનેસ્થેસિયાની સ્થિતિમાં, વ્યક્તિ પોતાની સ્વતંત્ર ઇચ્છાનું નિવેદન આપતું નથી અને આ સમયે તે પોતાના હોશમાં પણ નથી હોતો. તેથી જ કોર્ટમાં નાર્કો ટેસ્ટના રિપોર્ટને કાયદાકીય રીતે પુરાવા તરીકે સ્વીકારવામાં આવતા નથી.

જો કે, સુપ્રીમ કોર્ટે તેના એક ચુકાદામાં કહ્યું છે કે નાર્કો ટેસ્ટ રિપોર્ટની મદદથી પછીથી જે પણ માહિતી મળી આવશે તેને પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવાની મંજૂરી આપવામાં આવશે.

પ્રશ્ન-6: અગાઉ કયા કેસોમાં નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાંથી શું બહાર આવ્યું?

જવાબ: અમે કેટલાક ચર્ચિત કેસોની ઓળખ કરી છે જેમાં નાર્કો ટેસ્ટની જરૂર પડી હતી. વાંચો...

કેસ-1: અરુણ કુમાર ટીક્કુ મર્ડર કેસ

સિમરન સૂદ તેના પતિ વિજય પલાંડે સાથે. વિજયે જ અરુણની હત્યા કરી હતી.
સિમરન સૂદ તેના પતિ વિજય પલાંડે સાથે. વિજયે જ અરુણની હત્યા કરી હતી.

શું હતો મામલોઃ વર્ષ 2005માં મોડલ સિમરન સૂદ અનુજને મળી હતી. ધીમે ધીમે બંનેની મિત્રતા ગાઢ બની. દરમિયાન, સિમરનના પતિ વિજય પલાંડેએ તેના બે મિત્રોને અનુજના ફ્લેટમાં રહેવાની ફરજ પાડી હતી. જ્યારે અનુજના પિતા અરુણ કુમાર ટિક્કુને આ અંગેની જાણ થઈ ત્યારે તેઓ સમજી ગયા કે સિમરન અને તેનો પતિ ફ્લેટ પર કબજો કરવા માગે છે. ઘર પચાવી પાડવાના કાવતરાનો પર્દાફાશ થયા પછી સિમરન અને તેના પતિએ એક યોજના ઘડી. તેણે તેના સાથીઓની મદદથી અરુણ કુમાર ટીક્કુની હત્યા કરી હતી.

નાર્કો ટેસ્ટમાં થયો ખુલાસોઃ આ કેસમાં આરોપી વિજય પોલીસના સવાલોના સાચા જવાબો આપતો ન હતો. આવી સ્થિતિમાં, નાર્કો ટેસ્ટની મદદથી પાછળથી શોધાયેલા પુરાવાઓ દ્વારા બે બાબતો બહાર આવી - પ્રથમ, હત્યા ક્યારે અને કેવી રીતે કરવામાં આવી. બીજું, હત્યા કર્યા બાદ લાશ ક્યાં અને કેવી રીતે ફેંકવામાં આવી.

વર્તમાન સ્થિતિઃ 2017માં આ કેસમાં વિજય પલાંડેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

કેસ- 2: કુર્લા સીરિયલ રેપ અને મર્ડર

કુર્લા સીરિયલ રેપ અને મર્ડરનો દોષી અજમેરી શેખ
કુર્લા સીરિયલ રેપ અને મર્ડરનો દોષી અજમેરી શેખ

શું હતો મામલોઃ 19 જૂન, 2010ના રોજ કુર્લામાં એક સુનસાન ઈમારતમાંથી 9 વર્ષની બાળકીની લાશ મળી આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે હત્યા પહેલા આ સગીર બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ પહેલા 9 ફેબ્રુઆરી અને 7 માર્ચના રોજ કુર્લામાં વધુ બે સગીરાઓની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી. પોલીસને કાંઇ જણાતું ન હતું. આ કેસમાં 70થી વધુ લોકોના ડીએનએ સેમ્પલ ફોરેન્સિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ ડીએનએ ટેસ્ટના આધારે અજમેરી શેખને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ 90 દિવસ સુધી પુરાવા એકત્રિત કરવામાં નિષ્ફળ રહી હતી, તેથી તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

નાર્કો ટેસ્ટમાં ખુલાસોઃ પોલીસ કુર્લા સીરિયલ રેપ અને મર્ડર કેસમાં નાર્કો ટેસ્ટ દ્વારા પુરાવા એકત્રિત કરી શકી હતી. આ પછી ફરી એકવાર અજમેરી શેખની ધરપકડ કરવામાં આવી હતી.

કેસની વર્તમાન સ્થિતિઃ 2015માં કોર્ટે પુરાવાના આધારે તેને દોષિત ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...