નવા વર્ષમાં શરૂ થશે 5G ઇન્ટરનેટ:ગુજરાતનાં અમદાવાદ, જામનગર, ગાંધીનગર સહિત દેશના13 શહેરમાં શરૂ થશે 5G સેવા; 20 સેકન્ડમાં ડાઉનલોડ થશે HD મૂવી

5 મહિનો પહેલા
 • કૉપી લિંક

વ્હોટ્સએપ કોલ પર મિત્ર સાથે વાત કરતી વખતે અટકી-અટકીને અવાજ આવે છે? જ્યારે મૂવી ડાઉનલોડ કરવામાં લાંબો સમય લાગે છે ત્યારે શું તમે હેરાન થાઓ છો? શું તમે યુટ્યૂબ પર વીડિયો જોતી વખતે બફરિંગથી હેરાન છો?

જવાબ હા છે, તો હવે 5Gના આગમન સાથે તમારી આ બધી સમસ્યાઓ એકસાથે સમાપ્ત થવા જઈ રહી છે. હાઈ સ્પીડ ઈન્ટરનેટને કારણે હવે તમે કોઈપણ સમસ્યા વિના વ્હોટ્સએપ કૉલ કરી શકશો અને 20 સેકન્ડમાં મૂવી ડાઉનલોડ કરી શકશો. આ ઉપરાંત તમે બફરિંગ વિના યુટ્યૂબ પર વિડિયો પણ જોઈ શકશો.

1 જાન્યુઆરીના ચાર દિવસ પહેલાં મંગળવારે દેશનાં 13 શહેરમાં ટૂંક સમયમાં 5G ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 5G સેવા લાગુ થવાથી આ 13 શહેરમાં ઈન્ટરનેટ સ્પીડ 4G કરતાં 10 ગણી વધારે હશે.

દેશનાં 13 શહેરમાં, જ્યાં 5G ઇન્ટરનેટ સેવા સૌપ્રથમ શરૂ કરવામાં આવશે, એમાં સૌથી વધુ 3 શહેર ગુજરાત રાજ્યનાં છે. આ સિવાય મહારાષ્ટ્રનાં બે શહેરનો પણ સમાવેશ થાય છે.

દેશમાં ઇન્ટરનેટ ક્રાંતિ લાવવા માટે કેન્દ્ર સરકાર ખૂબ જ ઝડપથી કામ કરી રહી છે. આવી સ્થિતિમાં ચલો 5G ઇન્ટરનેટ સેવા સંબંધિત 5 પ્રશ્નના જવાબ આપીને આખો મામલો સમજીએ.

1. દેશનાં કયાં 13 શહેરમાં સૌથી પહેલા 5G ઇન્ટરનેટ સેવા શરૂ થશે?

2. 5G ઇન્ટરનેટ સેવા માટે આ 13 શહેર શા માટે પસંદ કરવામાં આવ્યાં છે?

3. આખરે 5G ઇન્ટરનેટ સેવા શું છે?

4. 5G ઇન્ટરનેટના આગમનથી લોકોને શું ફાયદો થશે?

5. 5G ઇન્ટરનેટ સેવા માટે ભારતની શી તૈયારી છે?

દેશનાં આ જ 13 શહેરમાં સૌથી પહેલા 5G ઈન્ટરનેટ કેમ?
ત્રણ મોટી ખાનગી ટેલિકોમ કંપનીઓ- ભારતી એરટેલ, રિલાયન્સ જિયો અને વોડાફોન-આઈડિયા ભારતમાં 5G ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે કામ કરી રહી છે. આ ત્રણેય કંપનીએ એરિક્સન અને નોકિયા સાથે મળીને મોબાઈલ એસેસરીઝ બનાવવાનું શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં આ 13 શહેરમાં 5G ઇન્ટરનેટ શરૂ કરવા માટે સૌથી પહેલા ત્રણ મુખ્ય કારણો છે…

 • નોકિયા અને એરિક્સન કંપની પ્રારંભિક તબક્કામાં આ શહેરોમાં ટ્રાયલ અને ટેસ્ટિંગ કરી રહી છે.
 • આ 13 શહેરમાં ઈન્ટરનેટ યુઝર્સ વધુ છે. અહીં ઈન્ટરનેટનો ઉપયોગ પણ વધુ છે, તેથી આ શહેરો પસંદ કરવામાં આવ્યાં છે.
 • 5G ઇન્ટરનેટ સેવાની કિંમત 4G કરતાં વધારે છે. તદનુસાર નાનાં શહેરોની તુલનામાં આ 13 મોટાં શહેરમાં 5Gનો ઉપયોગ કરતા લોકો વધુ છે.

5G ઇન્ટરનેટ સેવા શું છે?
ઈન્ટરનેટ નેટવર્કની પાંચમી જનરેશનને 5G કહેવામાં આવે છે. એ વાયરલેસ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સેવા છે, જે તરંગો દ્વારા હાઈ-સ્પીડ ઈન્ટરનેટ સેવા પૂરી પાડે છે, એમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના ફ્રિક્વન્સી બેન્ડ છે.

1. લો ફ્રિક્વન્સી બેન્ડ- એરિયા કવરેજમાં શ્રેષ્ઠ, ઈન્ટરનેટ સ્પીડ 100 Mbps, ઈન્ટરનેટ સ્પીડ ઓછી

2. મિડ ફ્રિક્વન્સી બેન્ડ - ઈન્ટરનેટ સ્પીડ 1.5 Gbps લો બેન્ડ કરતાં વધુ, એરિયા કવરેજ લો ફ્રિક્વન્સી બેન્ડ કરતાં ઓછું, સિગ્નલની દૃષ્ટિએ સારું

3. હાઈ ફ્રિક્વન્સી બેન્ડ- ઈન્ટરનેટ સ્પીડ સૌથી વધુ 20 Gbps, સૌથી ઓછો વિસ્તાર કવર, સિગ્નલના મામલે સારો સંકેત

5G શરૂ થવા પર સામાન્ય માણસને શું ફાયદો થવાનો છે?
5G ઈન્ટરનેટ સેવા શરૂ થવાથી ભારતમાં ઘણાબધા ફેરફાર થવાના છે. આનાથી લોકોનું કામ સરળ બનશે. એટલું જ નહીં, પરંતુ મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. એરિક્સન, 5G માટે કામ કરતી કંપનીનું માનવું છે કે ભારતમાં 5 વર્ષમાં 50 કરોડથી વધુ 5G ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હશે. જાણો 5G આવવાથી લોકોને શું ફાયદો થશે.

 • પહેલો ફાયદો એ થશે કે યુઝર્સ હાઇ સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.
 • વીડિયો ગેમિંગના ક્ષેત્રમાં 5Gનું આગમન એક મોટું પરિવર્તન લાવશે.
 • યુટ્યૂબ પર વિડિયો બફરિંગ વિના ચાલશે.
 • વ્હોટ્સએપ કોલમાં અવાજ અટક્યા વગર અને સ્પષ્ટ રીતે આવશે.
 • ફિલ્મ 20થી 25 સેકન્ડમાં ડાઉનલોડ થઈ જશે.
 • કૃષિક્ષેત્રમાં ખેતરોની દેખરેખ હેઠળ ડ્રોનનો ઉપયોગ શક્ય બનશે.
 • મેટ્રો અને ડ્રાઇવર વિનાનાં વાહનોને ઓપરેટ કરવું સરળ બનશે.
 • વર્ચ્યુઅલ રિયાલિટી અને ફેક્ટરીઓમાં રોબોટ્સનો ઉપયોગ સરળ બનશે.
 • એટલું જ નહીં, 5Gના આગમન સાથે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ દ્વારા વધુ ને વધુ કોમ્પ્યુટર સિસ્ટમને જોડવાનું સરળ બનશે.

5G ઇન્ટરનેટ ટ્રાયલ અને લોન્ચ અંગે ભારતની તૈયારી
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે માર્ચ-એપ્રિલ 2022 સુધીમાં 5G ઇન્ટરનેટ સ્પેક્ટ્રમ માટે બીડિંગ કરવામાં આવશે. 5G શરૂ કરનાર ટેલિકોમ કંપનીઓએ પરીક્ષણો અને ટ્રાયલ પૂર્ણ કર્યાં છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ 5G ઈન્ટરનેટ શરૂ કરવા અંગે અંતિમ નિર્ણય લેવાનો છે. ભારતી એરટેલે એરિક્સન સાથે મળીને હૈદરાબાદમાં કોમર્શિયલ 5G ઇન્ટરનેટ સેવાનું પૂર્વ-પરીક્ષણ પણ સફળતાપૂર્વક કર્યું છે. 2019માં જ, Jio એ પણ 5G નેટવર્ક સેવા વિસ્તરણ માટે સમગ્ર દેશમાં ઇન્ટરનેટ નેટવર્ક વિસ્તરણ માટે કામ કરવાનું શરૂ કર્યું.

અન્ય સમાચારો પણ છે...