દિવાળી સ્પેશિયલ:પહેલીવાર જુઓ અમદાવાદ રિવરફ્રન્ટનો 360 ડિગ્રી ડ્રોન નજારો, બે મિનિટ આંખો મટકું મારવાનું ભૂલી જશે

એક મહિનો પહેલાલેખક: કિશન પ્રજાપતિ

નહેરુબ્રિજ, એલિસબ્રિજ, સરદારબ્રિજ. આ બધા જ બ્રિજ અમદાવાદની ઓળખ છે. પણ આ જ ઓળખને ચાર ચાંદ લગાવે છે આપણો પોતિકો, અમદાવાદનો ‘રત્નજડિત’ રિવરફ્રન્ટ. દિવાળી મહાપર્વ નિમિત્તે દિવ્ય ભાસ્કર ડિજિટલ આપને રિવરફ્રન્ટનો એવો વ્યૂ બતાવે છે, જે તમે પહેલાં ક્યારેય જોયો નથી. રાતના અંધકારમાં રોશનીથી ઝગમગતો રિવરફ્રન્ટ એવો લાગે કે, જાણે મહામૂલા રત્નોથી ના સજાવ્યો હોય!
65 માળની બિલ્ડિંગ પરથી દેખાય એવો વ્યૂ

ડ્રોન કેમેરાનો 360 ડિગ્રી વ્યૂ લઈને દિવ્ય ભાસ્કર પહેલી વાર તમને રિવરફ્રન્ટનો આ નજારો બતાવી રહ્યું છે. આ માટે અમારી ટીમે લગભગ 45 મિનિટ સુધી 200 મીટરની ઊંચાઈએ ડ્રોન ઉડાડ્યું હતું. બહુ સરળ રીતે સમજીએ તો જો તમે 65 માળની બિલ્ડિંગના ટેરેસ પર હોવ તો આવો વ્યૂ જોવા મળે.

બે મિનિટ જાણે આંખો મટકું મારવાનું ભૂલી જાય

સાબરમતીના બે કાંઠા પર વસેલું આ શહેર રાતના અંધકારમાં જાણે તારામંડળની જેમ ઝબૂકી રહ્યું છે. રાત્રે 11 વાગ્યે પણ એ જ ગતિ અને એ જ ધબકાર. ઝળહળતી હાઈરાઈઝ બિલ્ડિંગ્સ અને ધમધમતાં બ્રિજ. કોરોના મહામારી પછી પણ એ જ રફ્તાર. આ જ તો શહેરની સુંદરતા છે, અને આ જ તો છે એની જાહોજલાલી. આ દૃશ્યો જોઈ કોઈને પણ અમદાવાદ પ્રત્યે પ્રેમ થઈ જાય, અને બે મિનિટ આંખો જાણે મટકું મારવાનું પણ ભૂલી જાય.

અન્ય સમાચારો પણ છે...