• Gujarati News
  • Dvb original
  • 20 Thousand Crore Company Created By Bharat Pay; A Luxury Car Enthusiast, But Also Buys Second hand Cars

લક્ઝરી લાઇફટ્વીટથી ચર્ચામાં અશનીર ગ્રોવર:20 હજાર કરોડની કંપની ભારત-પે બનાવી; લક્ઝરી કારના શોખીન, પણ સેકન્ડ હેન્ડ કારો ખરીદે છે

23 દિવસ પહેલાલેખક: સંચિત શ્રીવાસ્તવ
  • કૉપી લિંક

2022...આ તે વર્ષ હતું જ્યારે શાર્ક ટેન્ક પહેલી વખત ઈન્ડિયામાં લોન્ચ થયું હતું. આ શો આવતા જ એક નામ નાનાં બાળકોથી લઈને સૌ મોટાઓ સુધી ચર્ચામાં રહેતું હતું. તે નામ અશનીર ગ્રોવર હતું. લોકોને અશનીરનો હાજર જવાબ અને તેમનું નો-નોનસેંસ એટિટ્યુડ પસંદ આવ્યો હતો.

પછી આવ્યું વર્ષ 2023, શોર્ક ટેન્કે સિઝન-2ની જાહેરાત કરી, ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થયા. પરંતુ આ વખતે એક ટ્વિસ્ટ હતું, અશનીર હવે આ શોના ભાગ લઇ રહ્યા નહોતા. પરંતુ અશનીર હવે શાર્ક ટેન્કથી પણ મોટી બ્રાન્ડ બની ચૂક્યા હતા.

અશનીર કોઈ કંપનીનો ભાગ પણ નહોતા, પણ તેઓ ખૂબ ફેમસ થઈ રહ્યા હતા. ઈંસ્ટાગ્રામ રીલ્સથી લઈને યુટ્યૂબ શોર્ટ્સ સુધી, દરેક જગ્યાએ અશનીર અને તેમના વન લાઈનર્સ છવાઈ ગયાં હતાં. આ દરમિયાન અશનીરે પોતાની આત્મકથા ‘દોગલાપન’ રિલીઝ કરી હતી. 2022ના શોર્ક અશનીર હવે સેલિબ્રિટી બની ગયા છે.

જો કે અશનીર ગ્રેાવર દિલ્હી એરપોર્ટના કારણે ચર્ચામાં છે. એક યાત્રા દરમિયાન જ્યારે તેમને એરપોર્ટમાં એન્ટ્રી માટે જ 30 મિનિટનો સમય લાગી ગયો તો તેમણે ટ્વીટ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. યુએસ, કેનેડા અને બ્રિટન જઈ રહેલા પંજાબીઓની સંખ્યાને જોતા તેમણે ત્યાં સુધી કહી દીધું કે દિલ્હી એરપોર્ટને પંજાબ જાહેર કરી દેવું જોઈએ.

આજે લક્ઝરી લાઈફમાં જાણો મીમ વર્લ્ડના પોસ્ટર બોય અશનીર ગ્રોવરના વૈભવી જીવન વિશે...

આઈઆઈટી-આઈઆઈએમ બંને જગ્યાએથી અશનીરે અભ્યાસ કર્યો છે, એક વર્ષ ફ્રાન્સમાં એન્જિનિયરિંગ કર્યું

અશનીર ગ્રોવર બાળપણથી એક શાર્પ સ્ટુડન્ટ રહ્યા છે. પાંચમા ધોરણમાં પહેલી વખત ક્લાસમાં ફર્સ્ટ આવ્યા. ત્યારબાદ તેમણે નક્કી કરી લીધું હતું કે હવે જીવનમાં માત્ર ફર્સ્ટ રેન્ક જ લાવવો છે. 12મા ધોરણમાં અશનીરે 91 ટકા મેળવ્યા હતા. તે સમયે તેઓ આઈઆઈટીની તૈયારી કરી રહ્યા હતા.

રસપ્રદ વાત તે છે કે આઈઆઈટીની સાથે અશનીરને દિલ્હીની મશહૂર સેન્ટ સ્ટીફન્સ કોલેજમાં પણ એડમિશન મળી ગયું હતું. પરંતુ તેમણે આઈઆઈટી દિલ્હીને પસંદ કર્યું અને ત્યાં તેમણે સિવિલ એન્જીનિયરિંગ કર્યું. ઓછા લોકોને ખબર હશે કે અશનીરે એક વર્ષ એન્જિનિયરિંગ ફ્રેન્ચમાં પણ કર્યું છે.

ખરેખર આઈઆઈટી દિલ્હીમાં એન્જિનિયરિંગ કરતા સમયે અશનીરને એક વર્ષ માટે સ્ટુડન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ફ્રાન્સમાં આન્જિનિયરિંગ કરવાની તક મળી હતી. ગ્રેજ્યુએશન બાદ અશનીરે આઈઆઈએમ અમદાવાદથી એમબીએ કર્યું હતું.

લક્ઝરી કારોના શોખીન- ઝોમેટોના ફાઉન્ડર દીપિંદર ગોયલને જોઈને સ્પોર્ટ્સ કારોનો શોખ જાગ્યો હતો

ગ્રીન પોર્શેની સાથે અશનીર
ગ્રીન પોર્શેની સાથે અશનીર

શાર્ક ટેન્કના પ્રોમોમાં જ અશનીર પોતાની ગ્રીન પોર્શ ચલાવતા દેખાયા હતા. પ્રોમોમાં અશનીરે જણાવ્યું હતું કે મને રાતમાં દિલ્હીના રસ્તાઓ પર મારી સ્પોર્ટ્સ કાર ચલાવવાનો શોખ છે. જો કે અશનીરને લક્ઝરી કારનો શોખ ઝોમેટોના ફાઉન્ડર દીપિંદર ગોયલ દ્વારા થયો હતો.

એક ઈન્ટરવ્યૂમાં અશનીરે જણાવ્યું કે ઝોમેટોમાં દરેક નવા ફંડિંગ બાદ ફાઉન્ડર દીપિંદર એક સ્પોર્ટસ કરી ખરીદી લેતા હતા. ઓ જોઈને અશનીરે પણ મનમાં નક્કી કરી લીધું હતું કે જ્યારે તેઓ ફાઉન્ડર બનશે તો તેમની પાસે પણ લક્ઝરી કાર હશે. આજે અશનીરની પાસે મર્સિડિઝથી લઈને પોર્શે સુધીની તમામ વૈભવી કારો છે.

તેમની સૌથી પ્રખ્યાત કાર Mercedes Maybach S650 છે. આ કારની કિંમત 2.5 કરોડ છે. જ્યારે અશનીરની ગ્રીન Porsche Caymanની કિંમત 1 કરોડ 30 લાખ રૂપિયા છે. આ બે સ્પોર્ટ્સ કાર ઉપરાંત અશનીર પાસે Audi A6 પણ છે.

અશનીરના કાર કલેક્શન સબંધિત મજેદાર વાત છે કે તેમની મોટાભાગની કાર સેકન્ડ હેન્ડ કાર ખરીદવાથી સ્કેચ થવાનો તણાવ દુર થઈ જાય છે અને માલિક કોઈપણ ખચકાટ વિના પોતાની કાર દોડાવી શકે છે.

સાઉથ દિલ્હીમાં ભવ્ય એપાર્ટમેન્ટ, જેની કિંમત લગભગ 30 કરોડ રૂપિયા છે

પોતાના એપોર્ટમેન્ટમાં અશનીર.
પોતાના એપોર્ટમેન્ટમાં અશનીર.

ભારત-પે માંથી બહાર થયા બાદ માત્ર અશનીર જ નહીં પરંતુ તેમના ઘરનું ડાઈનિંગ ટેબલ પણ સમાચારમાં હતું. સમાચાર વાઈરલ થયા કે અશનીર પાસે 10 કરોડ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ છે. જો કે, બાદમાં અશનીરે તેનો ઈન્કાર કર્યો હતો. અશનીર પાસે ચોક્કસપણે 30 કરોડ રૂપિયાનો એપાર્ટમેન્ટ છે.

અશનીરની પાસે સાઉથ દિલ્હીના પંચશીલ પાર્કમાં એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટ 18000 સ્કવેર ફુટમાં ફેલાયેલો છે. અશનીર જણાવે છે કે તે નોન-ડ્રિન્કર છે, પણ તેમના ઘરમાં એક શાનદાર બાર છે. તે જણાવે છે કે ભલે હું દારૂનું એક ટીપુંયે પીતો નથી, પણ તેમના ઘરમાં 150 લિટર સુધીની દરેક પ્રકારની દારુની બોટલો રાખેલી છે.

અશનીર ક્રિક-પે નામનું નવું સ્ટાર્ટઅપ બનાવી રહ્યા છે

અશનીર તેના સ્ટાર્ટઅપ્સના નામ પર ખાસ ધ્યાન આપે છે. તેમનું માનવું છે કે સ્ટાર્ટઅપનું નામ અને સફળતા એકબીજા સાથે જોડાયેલાં છે. જ્યારે તેણે પોતાનું સ્ટાર્ટઅપનું ભારત-પે નામ આપવામાં આવ્યું ત્યારે લોકોને લાગ્યું કે આ એક સરકારી કંપની છે, જેના કારણે લોકો તેમના સ્ટાર્ટઅપ પર વિશ્વાસ કરવા લાગ્યા હતા.

અશનીરે જણાવ્યું હતું કે તેણે આવું નામ જાણીજોઈને રાખ્યું હતું. ભારત-પે લોન્ચ થયાના માત્ર 3 વર્ષમાં કંપનીનું મૂલ્યાંકન 20 હજાર કરોડ રૂપિયા થઈ ગયું હતું. તેવી જ રીતે, હવે તેઓ તેમનું નવું સ્ટાર્ટઅપ ક્રિક-પે લાવી રહ્યા છે. ક્રિક-પે એક કાલ્પનિક ક્રિકેટ સ્ટાર્ટઅપ હશે. અશનીર પાસે તેના નવા સ્ટાર્ટઅપ વિશે રસપ્રદ જાહેરાત પણ કરી છે.

અશનીર તેમના આગામી સ્ટાર્ટઅપમાં 5 વર્ષ પૂર્ણ કરનારા કર્મચારીઓને મર્સિડિઝ ગિફ્ટ કરશે.

રસપ્રદ: કિયારા અડવાણીના કારણે અશનીરના છૂટાછેડા થતા થતા રહી ગયા હતા

અશનીર ગ્રોવરે પોતાના પુસ્તક 'દોગલાપન'માં ખુલાસો કર્યો છે કે કિયારા અડવાણીના કારણે તે લગભગ છૂટાછેડા લેવા જઈ રહ્યા હતા. ખરેખર એક સમયે અશનીર પોતાના એક મિત્ર સાથે લગ્ન કરવા વિશે પૂછી રહ્યો હતો, ત્યારે તેના મિત્રએ તેને મેચમેકર વિશે જણાવ્યું હતું.

જ્યારે અશનીરે મેચમેકરને તેની પરફે્કટ મેચ વિશે પૂછ્યું, ત્યારે તેણે કિયારા અડવાણીને અશનીર માટે પરફે્કટ મેચ તરીકે જણાવી હતી. આ પછી, અશનીરે મજાકમાં તેની માતાને કહ્યું કે 'જો હું આજે લગ્ન કરીશ, તો હું કિયારા અડવાણી સાથે લગ્ન કરીશ'.

અશનીરની પત્ની માધુરી જૈન ગ્રોવરને આ વાત બિલકુલ પસંદ આવી નહોતી. તેણે અશનીર સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું અને બીજા દિવસે અડધો કલાક સુધી માધુરીએ અશનીરને ખૂબ સંભળાવ્યું. એવું કહેવાય છે કે આ લડાઈમાં માધુરીએ અશનીરને શોર્ક ટેન્કનો ભાગ બનવા માટે કહ્યું હતું અને અશનીર પાસે હા કહેવા સિવાય કોઈ બીજો વિકલ્પ નહોતો.

અન્ય સમાચારો પણ છે...