તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dvb original
  • 20% More Deaths In March Than In February; Deaths Are Even Higher In States Where Cases Have Increased

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનનું એક વર્ષ:ફેબ્રુઆરીના મુકાબલે માર્ચમાં 20% વધુ મોત; જે રાજ્યોમાં કેસ વધ્યા ત્યાં મોત પણ વધુ

2 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની
  • કૉપી લિંક

કોરોનાવાયરસને કાબૂમાં લેવા માટે લગાવાયેલા લોકડાઉનના એક વર્ષ પછી પણ સ્થિતિ સારી નથી. એક્ટિવ કેસ સતત વધી રહ્યા છે અને મોતનો આંકડો પણ ફરી એકવાર ગતિ પકડી રહ્યો છે. 24 માર્ચની સવાર સુધી 24 કલાકમાં 47 હજાર 262 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 275 મોત નોંધાયાં. ફેબ્રુઆરીના મુકાબલે માર્ચમાં 20% વધુ મોત થયાં છે. મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં કેસ ઝડપથી વધ્યા છે અને આ જ રાજ્યોમાં મોતનો આંકડો પણ ઝડપથી વધી રહ્યો છે.

24 માર્ચ સુધી 24 કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 28699 કેસ નોંધાયા. એના પછી પંજાબ (2254) અને કર્ણાટક (2010)માં નવા કેસ સામે આવ્યા. સૌથી વધુ 132 મોત પણ મહારાષ્ટ્રમાં નોંધાયાં. એના પછી પંજાબ (53) અને છત્તીસગઢ(20)માં મોત થયાં છે. જે રાજ્યોમાં કોવિડ-19 કેસોની સંખ્યા નથી વધી રહી કે ઓછી છે, ત્યાં મોત નહિવત છે.

24 માર્ચની સવાર સુધી 12 રાજ્ય એવાં હતાં, જ્યાં એકપણ કોવિડ-19થી મોત થયું નહોતું, જેમાં ઓડિશા, લક્ષદ્વીપ, લદાખ, મણિપુર, દાદરા અને નગર હવેલી, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન-નિકોબાર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ સામેલ છે.

15 ફેબ્રુઆરી પછીથી સ્થિતિ બગડી
આંકડા દર્શાવે છે કે ભારતમાં 15 ફેબ્રુઆરી પછી જ કોરોનાની બીજી લહેર આવી. દર સપ્તાહે કેસ વધતા ગયા. જ્યાં 1થી 7 ફેબ્રુઆરી વચ્ચે 80180 કેસ સામે આવ્યા હતા, જ્યારે 15-21 ફેબ્રુઆરી વચ્ચે 86711 નવા કેસ સામે આવ્યા. તેના આગામી સપ્તાહમાં નવા કેસના આંકડાએ એક લાખનો આંકડો પાર કરી લીધો અને 15-21 માર્ચ વચ્ચે બે લાખનો આંકડો પણ પાર કરી લીધો છે. કોરોનાને કારણે થનારાં મોતનો આંકડો પણ આ દરમિયાન વધતો ગયો. 15-21 માર્ચ દરમિયાન મોતની સંખ્યા 1000ને પાર થઈ ગયો અને ગત સપ્તાહના મુકાબલે 34.9%નો વધારો નોંધાયો. સરકારી અધિકારીઓ અને વિશેષજ્ઞ કહે છે કે વેક્સિનેશન શરૂ થયા પછી લોકોએ માની લીધું કે કોરોના સમાપ્ત થઈ ગયો છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોરોનાથી બચવાના બીજા ઉપાયોને છોડી દેવાયા, જેનું નુકસાન બીજી લહેર તરીકે સામે આવી રહ્યું છે.

મોતના મામલે હજુ પણ મહારાષ્ટ્ર સૌથી આગળ
ગત વર્ષે 17 માર્ચે મહારાષ્ટ્રમાં કોરોનાથી પ્રથમ મોત થયું હતું. એના પછીથી અહીં મોતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. અત્યારસુધીમાં 53589 મોત થઈ ચૂક્યાં છે. કોરોનાની બીજી લહેરની અસર પણ અહીં જ સૌથી વધુ છે. છેલ્લા કેટલાક સમયમાં 50%થી 60% સુધી નવા કેસ મહારાષ્ટ્રમાં જ સામે આવ્યા છે. જ્યારે રોજ થનારાં મોતમાં તેની હિસ્સેદારી 40%થી વધુ રહી છે. છેલ્લા કેટલાક સમયમાં પંજાબમાં અચાનક મોતનો સિલસિલો વધ્યો છે. આ જોતાં અહીં નાઈટ કર્ફ્યૂ સહિત તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ઓક્ટોબર પછી પ્રથમવાર મોતની સંખ્યામાં થયો વધારો
ગત વર્ષે 18 સપ્ટેમ્બરે દેશમાં કન્ફર્મ કેસની પીક આવી હતી અને આ દરમિયાન સૌથી વધુ (33 હજાર) મોત થયાં હતાં. એના પછી સતત મોતનો આંકડો ઓછો થઈ રહ્યો હતો. ફેબ્રુઆરીમાં માત્ર 2 હજાર 767 લોકોનાં મોત કોરોનાને કારણે થયાં, પરંતુ માર્ચમાં વધતા કેસની સાથે મોતની સંખ્યા પણ વધવા લાગી. પાંચ મહિના પછી ફરી એકવાર માર્ચ મહિનામાં મોતનો આંકડો વધતો જોવા મળી રહ્યો છે. 24 માર્ચ સુધી 3246 મોત થઈ ચૂક્યાં છે.

મોતના મામલે દુનિયામાં ચોથા સ્થાને
દુનિયામાં કોરોનાને કારણે સૌથી વધુ મોત અમેરિકામાં 5.46 લાખ થયાં છે. એના પછી બ્રાઝિલ (2.99 લાખ), મેક્સિકો(1.99 લાખ) અને પછી ભારત (1.60 લાખ)નો નંબર આવે છે. એના પછી પણ પ્રતિ એક લાખની વસતિએ જ્યારે આપણે કોરોનાથી મોતની સંખ્યાની તુલના કરીએ છીએ તો ભારતની સ્થિતિ ઘણી સારી છે. આપણે ત્યાં પ્રતિ એક લાખની વસતિ પર માત્ર 11.61 મોત થયાં છે, જ્યારે પ્રતિ એક લાખની વસતિ પર યુકેમાં 185, અમેરિકામાં 162, ઈટાલીમાં 174, સ્પેનમાં 157 અને મેક્સિકોમાં 153 લોકોનાં મોત થયાં છે.

લોકડાઉન ન લાગ્યું હોત તો ઓગસ્ટ સુધીમાં થયાં હોત 26 લાખ મોત
લોકડાઉનની અસરનું વિશ્લેષણ કરવા માટે અનેક અભ્યાસ થયા. એક તો સરકારે કરાવ્યો, જેનું નેતૃત્વ આઈઆઈટી-હૈદરાબાદના પ્રોફેસર એમ. વિદ્યાસાગરે કર્યું. આ કમિટીએ કહ્યું હતું કે જો લોકડાઉન ન લાગ્યું હોત તો જૂન સુધી ઈન્ફેક્શન વધીને 1.40 કરોડ થયું હોત, જ્યારે એક્ટિવ કેસનો પીકલોડ 50 લાખના આંકડાને સ્પર્શી જાત. વાસ્તવમાં જૂનમાં ઈન્ફેક્શન છ લાખથી ઓછા રહ્યા, જ્યારે સપ્ટેમ્બરમાં પીક વખતે પણ એક્ટિવ કેસ 10 લાખ આસપાસ જ હતા.

આ કમિટીએ કહ્યું હતું, જો લોકડાઉન ન લાગ્યું હોત તો ઓગસ્ટ સુધી 26 લાખ મોત થયાં ગયાં હોત. જો લોકડાઉન લગાવવામાં એક મહિનાનો પણ વિલંબ થયો હોત અને મેમાં પ્રતિબંધ લાગ્યા હોત તો ત્યારે મોત પણ 10 લાખથી વધુ થયાં હોત, જે આ સમયે 1.60 લાખ સુધી સીમિત છે. એમાં પણ ડેથ રેટ દુનિયામાં સૌથી ઓછો છે.

આપણે ત્યાં લોકડાઉન ચાર ફેઝમાં હતું. 24 માર્ચથી 30 એપ્રિલ સુધી શરૂઆતના બે ફેઝમાં સૌથી આકરી જોગવાઈઓ હતી. રોડ, રેલ અને એર ટ્રાવેલ પણ બંધ હતાં. હેલ્થકેર અને ઈમર્જન્સી વર્કર્સ માટે પણ પરિવહનની અનુમતિ હતી. હાલમાં જ નાગપુર સહિત અનેક શહેરોમાં લોકલ લોકડાઉન લગાવાયું છે. નાઈટ કર્ફ્યૂ પણ લગાવાયા પણ એ કોરોનાના વધતા ઈન્ફેક્શનને રોકવામાં નિષ્ફળ સાબિત થતા નજરે પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો