INS વિક્રાંતને 4 માર્ચ 1961ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું. જેણે સ્વતંત્ર ભારતનું દરેક યુદ્ધ જોયું. પાકિસ્તાનને ભયભીત કરવા પર મજબૂર કર્યું. હવે નવા સ્વરૂપમાં આવતાં ભારતને તેનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર મળ્યું.
ભારત માટે ખૂબ મહત્વપૂર્ણ INS વિક્રાંત
INS વિક્રાંતને બનાવાની શરૂઆત HMS-હરક્યૂલિસ નામથી થઈ હતી. ભારત માટે નહીં પણ બીજા વિશ્વયુદ્ધના સમયે બ્રિટિશ રોયલ નેવી માટે બનાવવામાં આવ્યું હતું. આ બનીને તૈયાર થાય તેની પહેલાં જ યુદ્ધનો અંત આવ્યો અને કામને રોકી દેવામાં આવ્યું. આજથી 62 વર્ષ અગાઉ નોર્થ આઇલેન્ડના બેલફાસ્ટમાં ભારતીય હાઈ કમિશનર વિજયાલક્ષ્મી પંડિત બ્રિટનથી ખરીદેલા HMS હરક્યુલિસ પાસે પહોંચ્યાં. અહીયા તેમણે ઈન્ડિયન નેવીનો ઝંડો ફરકાવ્યો. નેવીમાં સામેલ થતાં જ આ એરક્રાફ્ટ કેરિયરનું નામ INS વિક્રાંત રાખવામાં આવ્યું
PNS ગાઝી પર ભારે પડ્યું ભારતનું વિક્રાંત
ભારતની આ પહેલથી પાકિસ્તાન એટલું ડરી ગયું હતું કે તેણે 1971ના યુદ્ધ પહેલા જ તેને નષ્ટ કરવાનું કાવતરું ઘડ્યું. જેના માટે પાકિસ્તાનને તેના સૌથી ખતરનાક સબમરિન PNS ગાઝીને લોન્ચ કરી. બધું જ પ્લાનિંગ મુજબ ચાલતું હતું. પરંતુ તેને વિક્રાંત વિશે કોઈ જાણકારી જ મળી નહીં. વિક્રાંતે મુંબઈ, મદ્રાસ વિશાખાપટ્ટનમમાં વગેરે જેવા સ્થળો પર રહીને ગાઝી અને તેના પર તૈનાત પાકિસ્તાની સૈનિકોને ખૂબ જ દોડાવ્યા. 4 ડિસેમ્બરે કેટલાક માછીમારો PNS ગાઝીના નષ્ટ પામેલા અવશેષો મળી આવ્યા. ગાઝી કેવી રીતે ડૂબ્યું તેની ઘણી કહાનીઓ છે. પરંતુ પાકિસ્તાનનું INS વિક્રાંતને તબાહ કરવાનું ષડયંત્ર સપનું જ બની રહ્યું. જેના પરિણામરૂપે યુદ્ધમાં INS વિક્રાંતે તેના સી-હોક ફાઇટર એરક્રાફ્ટ સાથે બાંગ્લાદેશમાં પાકિસ્તાની સૈનિકોને જડબાતોડ જવાબ આપ્યો.
INS વિક્રાંત 31 જાન્યુઆરી 1997માં નિવૃત્ત થયું. 1999માં આપણે કારગીલ યુદ્ધ પછી નક્કી કરવામાં આવ્યું કે આપણે સ્વદેશી વિશાળ એરક્રાફ્ટ બનાવવું જોઈએ. આ સપનું 2 સપ્ટેમ્બર 2022એ સાકાર થયું જ્યારે INS વિક્રાંત ભારતીય નેવીમાં સામેલ કરવામાં આવ્યું.
INS વિક્રાંતની ખાસ વિશેષતા
INS વિક્રાંત 262 મીટર લાંબુ, 62 મીટર પહોળું અને 59 મીટર ઉંચુ છે. વિક્રાંત 32 મીટર સરફેસ ટુ એર મિસાઇલ, AK 630 રોટરી કેનન, ઇન્ડિયન એન્ટી મિસાઇલ નેવલ ડેકોય સિસ્ટમથી સજ્જ છે. આ ઉપરાંત અન્ય એરક્રાફ્ટની જેમ MIG-29K જેવા ફાઇટર જેટ્સ અને MH-60R જેવા એડવાન્સ હેલિકોપ્ટર પણ હશે. સાથે જ તેમાં 14 ડેક, 2200 કમ્પાર્ટમેન્ટ્સ, મલ્ટિસ્પેશયાલિટી હોસ્પિટલ, પુલ, કેન્ટિનની સાથે મોર્ડન કિચન પણ હશે જ્યાં એક કલાકમાં 1600 લોકોનું ભોજન બની શકે છે. એક વખત ઈંધણ ભર્યા પછી તે 45 દિવસ સુધી સમુદ્ધમાં રહી શકે છે. INS-વિક્રાંતને 500 થી વધુ ભારતીય કંપનીઓએ તૈયાર કર્યું છે. તેમાંથી 76 ટકા ભાગ સંપૂર્ણપણે ભારતીય છે. હવે ભારતને એવા દેશોમાં સામેલ કરવામાં આવ્યું છે જે એરક્રાફટ બનાવવામાં અને ડિઝાઈન કરવામાં સક્ષમ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.