મંડે મેગા સ્ટોરી10 દેશો પીવડાવે છે 70% વિશ્વને દૂધ:150 દેશ ભારતના ચોખા ખાય છે; 300 કરોડ લોકો સી-ફૂડ પર નિર્ભર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

24 ફેબ્રુઆરીના રોજ જંગ તો રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયો હતો, પરંતુ એને કારણે લગભગ 60 જેટલા દેશોના લોકોએ પોતાની થાળીમાંથી ખાવાનું ગુમાવ્યું છે. ત્યાર પછી 22 જુલાઈના રોજ બંને દેશોએ એક સમાધાન કર્યું કે જંગની અસર સામાનના સપ્લાય પર નહીં થવા દઈએ.

પુતિને 29 ઓક્ટોબરના રોજ આ સોદાનો તેમનો હિસ્સો સ્થગિત કર્યો હતો, જેના કારણે આફ્રિકન દેશોમાં ભૂખમરાની પરિસ્થિતિ ઊભી થઈ છે. 2 નવેમ્બરે રશિયાએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને સોદો પુનઃસ્થાપિત કર્યો.

આ સમયરેખા બતાવે છે કે માત્ર એક દેશ જ વિશ્વના કરોડો લોકોનો ખોરાકનો ટુકડો છીનવી શકે છે. આજની સોમવારની મેગા સ્ટોરીમાં આપણે જાણીશું કે આખરે વિશ્વના 800 કરોડ લોકોનું પેટ કેવી રીતે ભરાય છે?

હવે સવાલ એ ઊભો થાય છે કે ખાવા-પીવાની વસ્તુઓ ક્યાંથી આવે છે? આ પહેલાં આપણે પૃથ્વીના ભૂગોળને સમજવું પડશે.

દરેક દેશ પર્યાપ્ત ફૂડ પ્રોડક્ટનું ઉત્પાદન કરી શકતા નથી, તો તેમના સુધી અનાજ પહોંચે છે કેવી રીતે? ખરેખર આના માટે અન્ય દેશો સાથે ટ્રેડ ડીલ કરવામાં આવે છે, જેમની પાસે જરૂર કરતાં વધારે પ્રોડક્ટ હોય છે.

અન્ય સમાચારો પણ છે...