તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂત આંદોલન પર ટ્વિટ:રિહાનાની ટ્વિટ પછી 1.5 કરોડ લોકો સોશિયલ મીડિયા પર આ મુદ્દે જોડાયા

નવી દિલ્હી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
રિહાનાની તસવીર - Divya Bhaskar
રિહાનાની તસવીર
  • જમીનથી જોડાયેલો આ મુદ્દો સોશિયલ મીડિયામાં કેવી રીતે આગળ વધ્યો

કૃષિ બિલ સામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને લાલ કિલ્લાની ઘટના પછી થયેલા ઘટાડાને પોપસિંગર રિહાના અને પર્યાવરણવિદ ગ્રેટા થનબર્ગની ટ્વિટે ફરી લોકો સમક્ષ ચર્ચામાં લાવી દીધું છે. જોકે આ વખતે ચર્ચા ખેડૂત આંદોલનની નહીં પણ આ મુદ્દે જાણીતી હસ્તિઓ દ્વારા બે જૂથમાં વહેંચાયા અંગેની છે. ઘણી સેલિબ્રિટિ આ આંદોલનના સમર્થનમાં તો ઘણી વિદેશી હસ્તિઓની ટ્વિટની સામે ઊભા થઈ ગયા છે.

વિદેશી હસ્તિઓની આ ટ્વિટનું મહત્ત્વ એટલા માટે પણ વધી ગયું કારણકે સરકારે તેને દેશના આંતરિક મામલામાં દખલ ગણાવી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકી પોપસિંગર રિહાનાએ 2 ફેબ્રુઆરીએ હેસટેગ ફાર્મર્સ પ્રોટેસ્ટમાં સીએનએનનો એક સ્ક્રીનશોટ (જે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે જોડાયેલો હતો.)ને શેર કરી લખ્યું કે આપણે આ મુદ્દે કેમ વાત નથી કરતાં તેની ટ્વિટ પછી સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયાનું પૂર આવી ગયું. ટ્વિટરના એનાલિસિસ મુજબ અત્યાર સુધી આ હેસટેગથી લગભગ 1.5 કરોડ લોકો જોડાઈ ચૂક્યા છે. લગભગ 36 લાખ વાર તેના પર ટ્વિટ કરાયું છે.

આ પહેલા 2010માં ટ્યુનિશિયા વિવાદ, 2011માં ઈજિપ્ત વિદ્રોહ, 2011માં અણ્ણા આંદોલન આ તમામમાં સોશિયલ મીડિયાની ભૂમિકા મહત્ત્વની હતી. પોપસિંગર રિહાનાના સોશિયલ મીડિયાના પ્રભાવને જોઈએ તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં વધુ પ્રભાવશાળી દેખાય છે. ટ્વિટર પર તેના 10 કરોડથી વધુ ફોલોઅર છે. જ્યારે વડાપ્રધાન મોદીના 6.45 કરોડ ફોલોઅર છે. બ્રિટિશ અખબાર ધ ગાર્ડિયનમાં આઈરિશ એકેડેમીક અને પત્રકાર જ્હોન નોટન લખે છે કે હવે સોશિયલ મીડિયા ચૂંટણીને અસર કરનાર ઉપયોગી સાધન બની ગયું છે.

મીડિયા રિપોર્ટ - આંદોલન પર ટ્વિટ માટે રિહાનાને 18 કરોડ રૂપિયા આપ્યા

  • મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે કે ખાલિસ્તાની સમર્થકો દ્વારા આ ટ્વિટ માટે રિહાનાને 18 કરોડ રૂપિયા ચૂકવાયા હતા. રિહાનાએ 2 ફેબ્રુઆરીએ ખેડૂત આંદોલન અંગે ટ્વિટ
  • કરી હતી.
  • 35 વર્ષીય રિહાનાએ 17 વર્ષની વયે પ્રથમ આલ્બમ જારી કર્યો હતો. રિહાનાએ અત્યાર સુધી 8 ગ્રેમી એવોર્ડ અને 14 બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ્સ જીત્યા છે. રિહાનાએ જ્યારે આ મુદ્દા પર ટ્વિટ કરી તો તેના 10 કરોડ ફોલોવર હતા પણ ટ્વિટ પછી વધીને 10 કરોડ 14 લાખ થઈ ગયા.
  • 2020માં રિહાનાને ફેન્ટી લોન્જરી ફેશન શૉ દરમિયાન ઈસ્લામિક આયતોનો ઉપયોગ કરવા બદલ માફી માગવી પડી હતી.
  • પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિઓની ટીકા કરવા મામલે પણ તે ચર્ચામાં રહી ચૂકી છે.
  • 2013માં રિહાનાએ અબુધાબીમાં સંગીત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પોતાની આ ટૂર દરમિયાન એક મસ્જિદમાં મંજૂરી લીધા વિના વાંધાજનક તસવીરો ખેંચવા પર મસ્જિદથી નીકળી જવાનો આદેશ અપાયો હતો.

ખેડૂત આંદોલનને શું થયો ફાયદો?

હવે દુનિયાભરમાં આંદોલનની ચર્ચા થઇ રહી છે પણ આંદોલનને ફાયદો મુશ્કેલ
દેશમાં 9ડ કરોડથી વધુ લોકો પાસે ફોન છે. તેમાંથી 50 કરોડથી વધુ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. ભારતમાં લગભગ 29 કરોડ લોકો ફેસબુક અને 40 કરોડ લોકો વોટ્સએપનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે દેશમાં આશરે 1.8 કરોડ લોકો ટ્વિટરનો ઉપયોગ કરે છે. આ આંકડાને જોઈ અંદાજ લગાવી શકાય છે કે સોશિયલ મીડિયામાં કોઈ મુદ્દો આવતા શું અસર થઇ શકે છે. જોકે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના સહ-સંસ્થાપક જગદીપ છોકર માને છે કે રિહાન્ના જેવી ગાયિકાની ટ્વિટથી આંદોલનને વધારે ફાયદો નહીં થાય. કેમ કે ભારતમાં તેને જાણનારા ઓછા જ લોકો છે પણ રિહાન્નાના ટ્વિટથી આ મામલો દુનિયાભરમાં ચર્ચામાં આવી રહ્યો છે.

અગાઉ આંદોલનોને ફાયદો થયો છે
ટ્યુનિશિયાથી આંદોલન ફેલાયું, સોશિયલ મીડિયાને કારણે પાંચ દેશોમાં પહોંચી ગયું હતું
2010માં ટ્યૂનિશિયામાં શાકભાજી વેચનારા એક વ્યક્તિ મોહમ્મદ બાઉજીજીએ સ્થાનિક તંત્ર સાથે વિવાદ થતા પોતાને આગચંપી કરી હતી. સોશિયલ મીડિયાને લીધે ઘટના ઝડપથી લોકો સુધી પહોંચી ગઈ. પ્રજા માર્ગો પર ઊતરી. 23 વર્ષથી સત્તામાં રહેલા રાષ્ટ્રપતિ જિને અલ આબ્દીન બેન અલીએ સાઉદી નાસવું પડ્યું. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે આ દેખાવોને ત્યાંના મીડિયાએ કવરેજ ન આપ્યું. જલ્દી જ પાંચ દેશો બહેરીન, જોર્ડન, કુવૈત, લીબિયા અને યમનમાં જુદા જુદા મુદ્દાઓ મામલે દેખાવો શરૂ થઈ ગયા. લોકોએ #anonymous લોકોએ હેશટેગથી પાડોશી દેશો સુધી ક્રાંતિ ફેલાવી. આ જ રીતે 2011માં ઈજિપ્તમાં બળવો થયો, 2011માં અણ્ણા આંદોલન, 2017માં મીટૂ કેમ્પેન પણ સોશિયલ મીડિયાની દેન હતી.

આ હસ્તીઓએ ખેડૂત આંદોલનનું સમર્થન અને વિરોધ કર્યો
ખેડૂતોના સમર્થનમાં આ લોકોએ ટ્વિટ કરી

અમેરિકી ગાયિકા રિહાન્ના, સ્વિડનના પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગ, બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહ, દક્ષિણ ભારતીય અભિનેતા પ્રકાશ રાજ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસ, પંજાબી ગાયક જેજી બી, પંજાબી ગાયક અભિનેતા હરભજન માન, પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજ.

દેશમાં એકતા માટે પણ ટ્વિટ કરાઈ
ફિલ્મ જગતથી અક્ષય કુમાર, અજય દેવગણ, સુનીલ શેટ્ટી, અનુપમ ખેર, એકતા કપૂર, કંગના રણૌત, તાપસી પન્નુ, ગાયિકા લતા મંગેશકર, ખેલ જગતથી સચિન તેન્ડુલકર, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હાર્દિક પંડ્યા, બબીતા ફોગાટ, સાનિયા નહેવાલે ટ્વિટ કરી. તમામના ટ્વિટમાં આ આંદોલનને દેશનો આંતરિક મામલો ગણાવતા વિદેશીઓને દખલ ન કરવા કહેવાયું હતું.

ટ્વિટર પર કોના કેટલા ફોલોવર

રિહાન્ના10.14 કરોડ
ગ્રેટા થનબર્ગ48 લાખ
મીના હેરિસ6 લાખ
સચિન તેન્ડુલકર3.5 કરોડ
વિરાટ કોહલી4.04 કરોડ
અક્ષય કુમાર4.05 કરોડ
કંગના રણૌત30 લાખ
તાપસી પન્નૂ45 લાખ
યોગેન્દ્ર યાદવ15 લાખ
રાકેશ ટિકૈત1.46 લાખ

​​​​​​

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો