• Gujarati News
  • Dvb original
  • 10 Months Ago I Quit My Job As A Civil Engineer And Started An Online Scrap Buying Startup, Now I Earn 50 Thousand Per Month

આજના પોઝિટિવ સમાચાર:10 મહિના અગાઉ સિવિલ એન્જિનિયરની નોકરી છોડીને ઓનલાઈન ભંગાર ખરીદવાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યુ, હવે દર મહિને 50 હજાર કમાણી

લખનઉ6 મહિનો પહેલાલેખક: રવિ શ્રીવાસ્તવ
  • કૉપી લિંક
લખનઉના રહેવાસી ઓમપ્રકાશે ગત વર્ષે લોકડાઉન દરમિયાન પોતાનું એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આજે તેઓ એનાથી સારી કમાણી કરી રહ્યા છે, પાંચ લોકોને તેઓ રોજગારી પણ આપે છે. - Divya Bhaskar
લખનઉના રહેવાસી ઓમપ્રકાશે ગત વર્ષે લોકડાઉન દરમિયાન પોતાનું એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આજે તેઓ એનાથી સારી કમાણી કરી રહ્યા છે, પાંચ લોકોને તેઓ રોજગારી પણ આપે છે.

લખનઉના મડિયાંવ વિસ્તારના ફૈઝુલ્લાગંજમાં એક ઓનલાઈન ભંગારની દુકાન છે, જેમાં સ્ક્રેપ ભર્યો છે. આ દુકાન સિવિલ એન્જિનિયર ઓમપ્રકાશની છે. ગત વર્ષે લોકડાઉન દરમિયાન જ ઓમપ્રકાશે નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આજે તેમના નિર્ણયને વેગ મળ્યો છે. લખનઉથી શરૂ થયેલું તેમનું કામ હવે ધીમે-ધીમે સમગ્ર યુપીમાં ફેલાઈ રહ્યું છે. એનાથી દર મહિને તેમને 50 હજાર રૂપિયાની કમાણી પણ થઈ રહી છે.

29 વર્ષના ઓમપ્રકાશ જણાવે છે કે 2014માં મેં હરદોઈ પોલિટેક્નિકથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું. એના પછી એક કંપનીમાં મને જોબ મળી. થોડા દિવસ લખનઉમાં કામ કર્યું. પછી વારાણસીમાં મને સાઈટ ઈન્ચાર્જ બનાવીને મોકલી દેવાયો. આ દરમિયાન સેલરી વધુ નહોતી. જ્યારે મેં જોબ છોડી તો 30 હજાર રૂપિયા દર મહિને મળતા હતા. જોબ દરમિયાન જ મારા મનમાં ખુદનું કંઈક કરવાનો વિચાર ઘણીવાર આવતો હતો. જોકે ત્યારે કંઈ નક્કી કરી શકતો નહોતો કે શું કરવું.

તેઓ કહે છે, સાઈટ પર કામ કરતી વખતે મારે સ્ક્રેપ મેનેજમેન્ટનું કામ કરવું પડતું હતું. એવામાં જો સ્ક્રેપ ખરીદવા આવતા હતા, એ લોકો જેમ તેમ કિંમતમાં સ્ક્રેપ લઈ જતા હતા. આ વાત મારા દિમાગમાં બેસી ગઈ. મને લાગ્યુ કે આ સેક્ટરમાં પોતાનો બિઝનેસ કરી શકાય છે. તેના પછી 2019માં મેં ટ્રાયલ તરીકે lucknowkabadiwala.com નામથી એક વેબસાઈટ બનાવી લીધી. જોકે તેના પર કામ શરૂ ન કર્યું.

પોતાના મિત્ર સાથે લીલા રંગના ટીશર્ટમાં સજ્જ ઓમપ્રકાશ. ઓમપ્રકાશ વ્યવસાયે સિવિલ એન્જિનિયર રહ્યા છે.
પોતાના મિત્ર સાથે લીલા રંગના ટીશર્ટમાં સજ્જ ઓમપ્રકાશ. ઓમપ્રકાશ વ્યવસાયે સિવિલ એન્જિનિયર રહ્યા છે.

લોકડાઉનમાં ઘરે આવ્યો તો પરત જઈને નોકરીએ ન ગયો
ઓમપ્રકાશ કહે છે કે 2020માં જ્યારે કોરોનાના કેસ વધવા લાગ્યા, ત્યારે હું રજા લઈને ઘરે આવી ગયો. તેના થોડા દિવસ પછી જ લોકડાઉન લાગ્યું. એ ફાજલ સમય મારા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. એનાથી મને વિચારવા-સમજવાનો મોકો મળી ગયો. પોતાના આઈડિયાને લઈને પરિવારના લોકો સાથે વાત કરી. સૌનો એક જ મત હતો કે શરૂઆત કરો. પછી મેં જૂન 2020થી કામ કરવાનું શરૂ કરી દીધું. ત્યારે મારી સાથે બે લોકો કામ કરતા હતા. ત્યાર પછી જ્યારે કામ આગળ ચાલ્યું તો મેં તેની સંખ્યા વધારી. આજે મારી સાથે પાંચ લોકોની ટીમ કામ કરે છે.

થોડી પોતાની બચત લગાવી, થોડી ઉધારી કરી
ઓમપ્રકાશ કહે છે કે કામ શરૂ કરતાં પહેલા મેં માર્કેટ રિસર્ચ કર્યું. જોકે કોઈ યોગ્ય જાણકારી ન મળી શકી. આ કામમાં સૌથી મોટી મુશ્કેલી હતી કે કોઈ ફિક્સ રેટ નહોતો. જેવો ગ્રાહક મળ્યો, એવું નક્કી થતું. આ વાત જોઈને મને ઓનલાઈન ભંગાર ખરીદવાનો આઈડિયા આવ્યો. ક્યારેય વિચાર્યું નહોતું કે ભોજન પણ ઓનલાઈન મળશે. એ જ રીતે મેં lucknowkabadiwala.com શરૂ કર્યું. કામની શરૂઆતમાં 5થી 6 લાખના ફંડની જરૂર હતી. થોડી મારી એફડી અને બચત હતી. થોડા પૈસા ઉધાર લીધા અને કેટલાંક પરિવારજનો પાસેથી લીધા અને કામ શરૂ થઈ ગયું.

કેવી રીતે કરે છે કામ?

પોતાની દુકાનની બહાર પોતાના ટીમ મેમ્બર સાથે ઊભેલા ઓમપ્રકાશ. અત્યારે તેમની ટીમમાં પાંચ લોકો કામ કરે છે.
પોતાની દુકાનની બહાર પોતાના ટીમ મેમ્બર સાથે ઊભેલા ઓમપ્રકાશ. અત્યારે તેમની ટીમમાં પાંચ લોકો કામ કરે છે.

ઓમપ્રકાશે ભંગારના દરેક સામાનનું પ્રાઈસ લિસ્ટ પોતાની વેબસાઈટ પર રાખ્યું છે. જો કોઈને પોતાનો જૂનો કે ખરાબ સામાન ભંગારવાળાને આપવો છે તો એના માટે ઓમપ્રકાશની વેબસાઈટ ઉત્તમ વિકલ્પ છે. એ તેમની વેબસાઈટ પર જઈને કે ફોનના માધ્યમથી પોતાના સામાન વિશે જાણકારી આપી શકે છે. એ વ્યક્તિ સાથે વાતચીત પછી ઓમપ્રકાશની ટીમ તેમના ઘરે પહોંચે છે અને ઈલેક્ટ્રોનિક વજનકાંટાથી જોખીને ભંગાર ખરીદે છે.

આ સાથે જ ઓમપ્રકાશ એવા લોકો પાસેથી પણ સામાનની ખરીદી કરે છે જે ભંગારની લારી ચલાવતા હોય છે. આ કામમાં સોશિયલ મીડિયાથી તેમને ઘણી મદદ મળી છે. તેઓ કહે છે કે અમે હવે ખુદનું એક ગોદામ બનાવી લીધું છે, જેમાં વધુમાં વધુ ભંગાર ખરીદીને ભરવાનું શરૂ કર્યું છે.

ઓમપ્રકાશ ભંગારનો સામાન ખરીદ્યા પછી મોટા વેપારીઓ કે મોટી કંપનીઓને સપ્લાઈ કરી દે છે. એનાથી તેમને જે પૈસા મળે છે એને પોતાના સાથીઓને સેલરી આપવા અને પોતાના બિઝનેસને આગળ વધારવામાં ખર્ચ કરે છે. એના પછી પણ તેઓ દર મહિને 50 હજાર રૂપિયાનો નફો કમાઈ લે છે. શરૂઆતમાં ખોટ ગઈ તોપણ પરિવારજનોએ સાથ આપ્યો

ઓમપ્રકાશ કહે છે કે શરૂઆતમાં ઘણી ખોટ થઈ. એટલી ખોટ કે હું જેટલો પગાર મેળવતો હતો એટલું પણ કમાઈ શકતો નહોતો. બધા પૈસા સાથીઓની સેલરી, દુકાન, ગોદામ અને ગાડીનું ભાડું આપવામાં નીકળી જતા હતા. શરૂઆતના બે-ત્રણ મહિનામાં જ હું નિરાશ થવા લાગ્યો તો પરિવારજનોએ સંભાળ્યો. તેમણે વિશ્વાસ અપાવ્યો કે બધું સારું થઈ જશે. દિવાળી સુધી મેં મારી ઉધારી ચૂકવી દીધી અને હવે 50 હજારથી વધુ પોતાની કમાણી કરી લઉં છું.

આગામી વર્ષ સુધીમાં સમગ્ર યુપીમાં ફેલાવવો છે બિઝનેસ
ઓમપ્રકાશ કહે છે કે મારું લક્ષ્ય છે કે હવે આ કન્સેપ્ટ સમગ્ર યુપીમાં લઈ જવો. મને લખનઉમાં ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. ગ્રાહક અમારી પારદર્શિતાથી ખુશ રહે છે. પારદર્શિતા જ બધી જગ્યાએ મુશ્કેલી છે. એવામાં અમે હવે યુપીમાં ફ્રેન્ચાઈઝી આપીશું.