તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતમાં સોનાની ખાણો ન હોવા બરાબર છે. 2019માં 96 ટકા સોનાને વિદેશમાંથી ખરીદવામાં આવ્યું. તેની આયાત પર સરકારોએ 12.5 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી પણ ચુકવવાની થાય છે. તેમ છતાં પણ ગત વર્ષે 2,295 અબજ સોનું વિદેશોમાંથી ખરીદવામાં આવ્યું હતું. આપણે ત્યાં સોનાની ખરીદી કરવી તે ધનિક હોવાની નિશાની છે. તેમ છતાં 2020માં તેની માંગમાં 300 અબજ રૂપિયાનો ઘટાડો આવ્યો અને માત્ર 1992 અબજ રૂપિયાનું જ સોનું આયાત થયું.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ, જ્વેલરીની ખરીદીમાં 2020ના પ્રથમ ત્રિમાસિકમાં જ 41 ટકા, બીજામાં 48 ટકા અને ત્રીજામાં 48 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2009 પછી 10 વર્ષમાં આવું પ્રથમ વખત બન્યું છે, જ્યારે આટલું ઓછું સોનું ખરીદવામાં આવ્યું. તે પછી ઓગસ્ટ 2020માં 1 તોલો એટલે કે 10 ગ્રામ સોનાનો પ્રથમ વખત ભાવ 56 હજારને વટાવી ગયો. જ્યારે માંગ ઘટી રહી હતી, લોકો સોનું ખરીદી રહ્યાં ન હતા, તો ભાવ શાં માટે વધ્યા ?
ચોથા ત્રિમાસિકનો રિપોર્ટ હાલ આવ્યો નથી. જોકે લોકડાઉન ખુલ્યા પછી ધનતેરસ અને દિવાળી પર લગભગ 30 ટન સોનાનું વેચાણ થયું હતું. જે 2019ના 40 ટનથી 25 ટકા ઓછું છે. એટલે કે સોનાની ખરીદીમાં ફરીથી તેજી આવી રહી છે. બીજી તરફ સોનું 56 હજારથી ઘટીને 50 હજારની આસપાસ આવી ગયું છે.
જ્યારે-જ્યારે વિશ્વમાં સંકટ આવશે, લોકો સોનુ ખરીદશે
ભોપાલના સરાફા એસોસિએશનના સેક્રેટરી નવનીત અગ્રવાલ કહે છે કે હવે સોનામાં પણ સટ્ટાબાજી જેવું માર્કેટ બની રહ્યું છે. વાયદા બજાર એટલે કે MCXએ મોટા-મોટા મૂડીપતિઓ માટે સોનામાં રોકાણનો રસ્તો ખોલી દીધો છે. તેઓ સોનું પોતાની પાસે રાખવા માટે ખરીદતા નથી. સોનામાં પૈસાનું રોકાણ કરે છે અને પછી ભાવ વધવા પર તેનું વેચાણ કરીને રિટર્ન કમાય છે. આ પદ્ધતિ શેરબજાર જેવી જ છે.
સોનાનું ચાર રીતે વેચાણ થાય છે...
1. જવેલરી
2. ગોલ્ડ બાર એટલે કે સિક્કા, બિસ્કિટ
3. ગોલ્ડ બોન્ડ
4. મલ્ટી કમોડિટી એક્સચેન્જ એટલે કે MCX
સામાન્ય દિવસોમાં જ્વેલરીની વધુ ખરીદી કરવામાં આવે છે, જોકે 2020માં MCX અને ગોલ્ડ બારમાં 50 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. લોકોએ સોનાના સિક્કા, બિસ્કિટ અથવા તો MCXમાં પૈસાનું રોકાણ કર્યું છે. MCXમાંથી ખરીદવામાં આવેલું ઈલેક્ટ્રોનિક એક્સચેન્જ સોનુ, શેર માર્કેટની જેમ બેન્કના ખાતામાં દેખાય છે. તેની હોમ ડિલિવરી પણ કરાવી શકાય છે. જોકે લોકો સામાન્ય રીતે આવું કરતા નથી કારણ કે તેઓ ઝડપથી ખરીદે છે અને વેચે છે. ગોલ્ડ બોન્ડ લેવા પર સરકાર એક વર્ષમાં 2 ટકા રિટર્નની ગેરન્ટી આપે છે.
નવનીત અગ્રવાલ કહે છે કે લોકોએ સોનુ પૈસા બનાવવા માટે ખરીદ્યું. વિશ્વમાં જ્યારે કોઈ મોટું સંકટ આવે છે. બે દેશો વચ્ચે તકરાર થાય છે. કોઈ પણ કારણસર અર્થવ્યવસ્થા નબળી પડે છે તો લોકો પૈસા શેરબજાર, રિયલએસ્ટેટ અને બીજી ઈન્ડસ્ટ્રીમાંથી કાઢીને સોનામાં રોકે છે. કારણ કે સોનું ક્યારેય નુકસાનનો સોદો નથી.
વર્ષ 2000માં એક તોલા સોનાનો ભાવ 4400 રૂપિયા હતો, 2010માં તે 18,500 અને 2020માં 50,000ને વટાવી ગયો. કોરોનામાં જ્યારે વિશ્વની અર્થવ્યવસ્થા બંધ હતી, ત્યારે પણ લોકો પોતાના પૈસાને સુરક્ષિત કરવા માટે સોનુ ખરીદવા માંગતા હતા. ભોપાલના ડીબી મોલ સ્થિતિ આનંદ જવેલ્સના મેનેજર અભિષેક પોરવાલ કહે છે કે લોકડાઉનમાં પણ સોનું ખરીદવા માટેના સતત ફોન આવતા હતા.
ટ્રમ્પ અને બાઈડન પણ જવાબદાર
વિશ્વમાં સૌથી વધુ સોનુ અમેરિકાની પાસે છે. બીજી નંબરે જર્મની છે. તેની પાસે અમેરિકાના સોનાના ભંડાર કરતા અડધુ પણ સોનુ નથી.
વિશ્વનું સૌથી મોટું સોનાનું બજાર શિકાગો મર્કેન્ટાઈલ એક્સચેન્જ એટલે કે COMEX પણ અમેરિકામાં છે. આ કારણે અમેરિકા વિશ્વના સોનાના ભાવને પ્રભાવિત કરે છે. જ્યારે અમેરિકાના રાજકારણમાં ઉથલ-પાથલ થાય છે, તો વિશ્વમાં સોનાની કિંમત વધવાની શરૂ થાય છે. 2020માં અમેરિકાની ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડનની વચ્ચે જોરદાર ટક્કરના કારણે બજાર અસ્થિર બન્યું હતું. તેના કારણે સોનાના ભાવ વધતા ગયા.
વેક્સિનની જાહેરાત થવાની સાથે જ સોનાનો ભાવ ઘટ્યો
કોરોનાનું સંકટ ભલે હજુ ટળ્યું ન હોય પરંતુ વેક્સિનના સમાચારો આવી રહ્યાં છે. ઓગસ્ટ 2020 સુધી સોનાનો ભાવ વધી રહ્યો હતો. જોકે ઓગસ્ટમાં જ રશિયાએ પ્રથમ કોરોનાની વેક્સિનની જાહેરાત કરી. સપ્ટેમ્બરમાં સોનુ તૂટવા લાગ્યું. હવે વર્લ્ડ બેન્કની ભવિષ્યવાણી માનીએ તો 2030 સુધીમાં સોનાના ભાવમાં 10 ટકાથી 20 ટકા સુધીનો ઘટાડો આવશે.
સ્ટેટિસ્ટાના રિપોર્ટ મુજબ, આગામી 5 વર્ષમાં વિશ્વભરમાં સોનાના ભાવમાં લગભગ 10 ટકા સુધીનો ઘટાડો આવશે.
અમેરિકાની ચૂંટણીના પરિણામો પણ હવે સ્પષ્ટ છે. જો બાઈડન સત્તામાં આવવાની વાત પણ નક્કી છે. રિચ ડેડ પુઅર ડેડના લેખક રોબર્ટ કિયોસાક કહે છે કે આગામી 5 વર્ષ સુધી સોનામાં રોકાણ કરવું તે કોઈ સમજદારી ભર્યું પગલું નહિ હોય.
આગામી 2 વર્ષમાં ભારતમાં 68 હજાર રૂપિયા સુધી જઈ શકે છે સોનુ
ગ્લોબલ માર્કેટ કરતા વિપરીત ભારતના ટ્રેડ એનાલિસ્ટ અને સોનાના વેપારીઓને ભરોસો છે કે આગામી 2 વર્ષમાં જ એક તોલા સોનું 68 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. ભોપાલના આનંદ જ્વેલર્સના મેનેજર અભિષેક કહે છે કે સોનાની ખરીદી કરનારાઓનો માઈન્ડસેટ બદલાઈ ગયો છે. શોખથી કરાતી ખરીદી ઘટી ગઈ છે. જેની પાસે રોકાણ માટે પૈસા છે તે પ્રોપર્ટી, શેર માર્કેટને છોડીને સોનાના સિક્કા, બિસ્કિટ ખરીદે છે. આ વર્ષે ભાવ 60 હજારને પાર કરી શકે છે.
નવનીત અગ્રવાલ કહે છે કે ભારતમાં ત્રણ પ્રકારના લોકો સોનાની ખરીદી કરે છે. પ્રથમ મિડલ ક્લાસ, જે સોનુ ખરીદીને ઘરે લઈ જાય છે. બીજા અપર ક્લાસના લોકો, જે થોડું ઘરે લઈ જાય છે, બાકીના ઈલેક્ટ્રોનિક એક્સચેન્જમાં પૈસા નાંખે છે. જોકે હાલ ત્રીજા પ્રકારના ખરીદનારાઓનો માર્કેટમાં દબદબો છે. આ છે કોર્પોરેટ હાઉસ, તે આગામી દિવસોમાં વધુ પૈસાનું રોકાણ કરશે. કોરોનાનો બીજો સ્ટ્રેન આવી ગયો છે. માર્કેટ હજી વધશે.
ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના ચેરમેન એક અંગ્રેજી પોર્ટલને કહે છે કે છેલ્લા ત્રણ મહિનામાં સોનાની ખરીદી વધી છે. હાલ તે રોકાવવાની નથી. દિલ્હીના ધન્વી ડાયમંડના માલિક કહે છે કે 2-3 હજાર રૂપિયાનો સોનામાં ઘટ પડ્યો છે. જોકે ફરીથી તેજી આવી રહી છે. આ વખતે પ્રથમ વખત ભાવ ચઢવાના છે. ટોપ 10 સ્ટોક બ્રોકરે પણ 2023 સુધી ભારતમાં 55,000 રૂપિયા સુધી સોનાનો ભાવ રહેવાની શકયતા વ્યક્ત કરી છે.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.