કરિયર ફન્ડા:10 બુક્સ, જે તમારે વાંચવી જ જોઈએ, સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ્સે પોતાની લાઇબ્રેરી બનાવવી જોઈએ

3 મહિનો પહેલા
  • શિક્ષણવિદ સંદીપ માનુધને

પુસ્તક એક એવી ભેટ છે જેને તમે વારંવાર ખોલી શકો છો.
- ગેરીસન કિલોર (અમેરિકન ઓથર)

કરિયર ફન્ડામાં સ્વાગત છે!

શરૂઆત કરીએ બે અલગ-અલગ પરિવારની વાતથી, એક જ્યાં પોતાના માતા-પિતા પોતાની કમાણી પોતાના બાળકોના ભૌતિક સુખસાધન આપવામાં વધુ, અને જ્ઞાન-પુસ્તકો, બૌદ્ધિક વિકાસ પર ઓછી ખર્ચતા હતા. બીજો પાડોસી પરિવાર તેનાથી ઉંધુ, જ્યાં પૂરેપુરું જોર બાળકોના બૌદ્ધિક વિકાસને મહત્વ આપતા હતા. તેઓ પુસ્તક, પેપર્સ, કાર્ટુન બુક્સ ઘણી ખરીદતા હતા, અને ઘરમાં એક મિની લાઇબ્રેરી બનાવી હતી. જ્ઞાનને જ્ઞાન માટે પ્રાપ્ત કરવો એક ટેવ બની ગઈ હતી.

સમય પસાર થતો ગયો અને દુનિયા બદલાતી ગઈ. જે બાળકો ભૌતિક સુખ-સાધનને વધુ મહત્વપૂર્ણ ગણાવતા હતા, તેઓ નવી દુનિયા અને કામ કરવાની નવી રીતમાં તાળમેળ બેસાડવામાં સફળ થઈ શકતા ન હતા. પરંતુ બીજા પરિવારના બાળકો પોતાના વધુ બૌદ્ધિક ઓરિએન્ટેશનના કારણે પોતાને નોલેજ ઈકોનોમીમાં ઢાળતા રહેતા હતા. નવી વસ્તુ શીખવા તેમને એન્જોયેબલ લાગતું હતું, બોઝ નહીં.

જોતજોતાંમાં તેમનામાં અંતર એકદમ સ્પષ્ટ થઈ ગયું હતું. જાણો છો શું થયું હતું? પહેલા પરિવારે આજે પકડેલી માછલી ખાવા પર ફોકસ કર્યું, અને બીજાએ પોતાના બાળકોને માછલી પકડવાનું શીખડાવ્યું. તેમને સ્વતંત્ર બનાવ્યા અને તે ટૂલ આપ્યા જેનાથી તેઓ કોન્ફિડન્ટ બન્યા.

સૌથી મોટો સંદેશ
જો તમે પેરેન્ટ્સ છો, તો પોતાનાં બાળકો માટે બુક્સ ખરીદો. જો તમે પ્રોફેશનલ છો તો બુક્સ ખરીદો. અને જો તમે સ્ટુડન્ટ્સ છો તો બુક્સ ખરીદવા માટે પેરેન્ટ્સને જણાવો.

સતત રીડિંગથી, અને વાંચન કરતા રહેવાથી, ધ્યાન, સ્મૃતિ (મેમરી), સહાનુભૂતિ અને કોમ્યુનિકેશન સ્કિલ્સમાં સુધારો આવે છે. રીડિંગ હેબિટ તમારા મેન્ટલ હોરાઈઝનને ઘણી જ વિકસિત કરે છે, અને તમે એક વ્યક્તિ તરીકે સારા ડેવલપ થાવ છો.

હું તમને આઠ બુક્સ વાંચવાના કારણ હેતુસર જણાવવા માગું છું- તૈયાર છો?

આજે જ ખરીદો આ બુક્સ અને શરૂ કરો પોતાની પર્સનલ લાઇબ્રેરી.

1) ધ અલ્કેમિસ્ટ આ બ્રાઝીલના લેખક પાઉલો કોએલ્હોની નોવેલ છે જે પહેલી વખત 1988માં પ્રકાશિત થઈ હતી. આ 'સોલ (આત્મા) ઓફ ધ વર્લ્ડ'માં પોઝિટિવ યોગદાન આપવાના રૂપમાં વ્યક્તિ અને વ્યક્તિગત સપનાંની શોધ પર કેન્દ્રિત છે. જે દર્શાવે છે કે કોઈના પણ વ્યક્તિગત જીવનમાં અડચણ માત્ર અડચણો જ છે- નાકાબંધી નથી. આ "સપનાં જીવવા"ના અર્થની તપાસ કરે છે. આ ઉપરાંત તેને સરળ ભાષામાં લખવામાં આવ્યું છે, અને ઈંગ્લિશ વાંચવાની શરૂઆત કરનારા લોકો માટે આ પુસ્તક આઈડિયલ છે.

2) હૂ મૂવ્ડ માઈ ચીઝ સરળ અંગ્રેજીમાં ડૉ. સ્પેન્સર જોનસન દ્વારા લિખિત આ પુસ્તક રીડરને આસાની અને સ્થિતસ્થાપકતાની સાથે આપણા પરિવેશમાં થઈ રહેલા પરિવર્તનોને અનુકુળ થવા માટે પ્રોત્સાહિત કરે છે. ઉંદરના જોડાંનું ઉદાહરણ આપીને લેખક પરિભાષિત કરે છે કે આપણે જીવનમાં થનારા પરિવર્તનોનો સ્વીકાર કે અસ્વીકાર કરીને પોતાના જીવનને કેટલું આસાન અને કઠિન બનાવી શકીએ છીએ. આ તમને ફ્લેક્સિબલ બનાવવાનું શીખવાડશે.

3) ધ કાઈટ રનર આ અફઘાન-અમેરિકી લેખક ખાલિદ હોસૈનીની પહેલું નોવેલ છે, જે મિત્રતા, વિશ્વાસઘાત, અપરાધબોધ અને છુટકારાને સંબોધિત કરે છે. જે દર્શાવે છે કે આ સંબંધો તમારા અને તમારી આજુબાજુના લોકોના જીવનને કઈ રીતે પ્રભાવિત કરી શકે છે. તે નિશ્ચિત રૂપે તમને મોટી તસવીર અંગે જાગરુક કરે છે. આ જીવનની જિજીવિષાનું સુંદર અને માર્મિક ચિત્રણ છે.

4) ટૂ કિલ અ મૉકિંગબર્ડ અમેરિકી લેખક હાર્પર લીનું આ ઉપન્યાસ 1960માં પ્રકાશિત થયું હતું અને તરત જ સફળ પણ થઈ ગયું હતું. આ નસ્લીય પૂર્વાગ્રહ અને અન્યાયની સાથે-સાથે, તે ચીવટતાથી દેખાડે છે કે કઈ રીતે એક સમુદાયમાં સારા અને ખરાબનું સહ-અસ્તિત્વ હોય છે. આ પુસ્તક તમારામાં માનવતા જગાડશે.

5) ઈકિગાઈ- ધ જાપાની સીક્રેટ ટૂ અ લોન્ગ એન્ડ હેપ્પી લાઈફ તમને અંદરથી વધુ પોઝિટિવ બનવામાં મદદ કરે છે. આ તમને પોતાના અને પોતાના જીવનની સાથે શાંતિ અનુભવવા માટે પ્રેરિત કરતા તમારા પોતાના મનની શાંતિ અને જીવવાની ઈચ્છા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સક્ષમ બનાવે છે. પોઝિટિવિટી તમારી અંદરથી આવે છે જ્યારે તમે તમારા લક્ષ્ય, સ્વસ્થ જીવન શૈલી અને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પોતાનો ઉદ્દેશ્ય રાખો છો.

6) ચાણક્ય ચાંટ (Chanakya's Chant) આ ઉપન્યાસ એક ભારતીય લેખક અશ્વિન સાંઘી દ્વારા લખવામાં આવી છે. લેખત દ્વારા પોતાના વાંચકોને એક ગુરુ અને એક રણનીતિકાર ચાણક્યના જીવનની વાર્તાને કાલ્પનિક રીતથી જાણવામાં મદદ કરવાનો એક પ્રયાસ છે. જો કે આ એક કાલ્પનિક ઉપન્યાસ છે, પરંતુ જ્યાં સુધી ચાણક્યના ચરિત્રનો સવાલ છે, તો પાઠકોને આ વાસત્વિક લાગે છે. જેનું અંગ્રેજી સરળ છે.

7) રિચ ડેડ પુઅર ડેડ (Rich Dad Poor Dad) આ 1997ની રોબર્ટ ટી. કિયોસાકી અને શેરોન લેચર દ્વારા લિખિત પુસ્તક છે. જો તમે સારું જીવન માત્ર સઘન મહેનત કરીને કે સંઘર્ષથી નથી મેળવવા માગતા, પરંતુ ચાલાકીથી ધન કમાઈને તેને વધારવા માગો છો, કે જેથી આવનારી પેઢી આર્થિક સંકટમાં ફસાયેલી ન રહે. આ બુકમાં તમારી લાઈફને ટોટલી ચેન્જ કરવાની તાકાત છે.

8) હાઉ ટૂ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઈન્ફલુઅન્સ પીપલ આ ડેલ કાર્નેગી દ્વારા લેખિત 1936ની બેસ્ટસેલર સેલ્ફ હેલ્પ બુક છે. પુસ્તકની ઈંગ્લિશ સરળ છે અને તમામને આસાનીથી સમજાય જાય છે. આ તમને લોકો સાથે મધુર સંબંધ બનાવવાનું શીખવાડે છે, જેનાથી તમે ફ્રિક્શનની જગ્યાએ સ્મૂથ રિલેશન્સ પર ફોકસ કરવાનું શીખો છો.

આજનું કરિયર ફન્ડા છે કે દરેક મોડર્ન થિંકિંગ સ્ટુડન્ટ, પ્રોફેશનલ અને પેરેન્ટને બુક્સમાં ઈન્વેસ્ટ કરવું જ જોઈએ, અને તેની શરૂઆત આજથી જ કરો.

કરીને દેખાડીશું!