ભાસ્કર એક્સપ્લેનર:ફેસબુકના ડાઉન થવાથી ઝકરબર્ગની સંપત્તિ 52 હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ, જાણો ફેસબુકના ડાઉન થવાનું કારણ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોમવાર રાતે ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ લગભગ 6 કલાક સુધી ડાઉન રહ્યું. આ દરમિયાન ત્રણે પ્લેટફોર્મ્સના અબજો યુઝર્સે હેરાનગતિનો સામનો કરવો પડ્યો. ટ્વિટર પર મીમ્સ અને ફરિયાદોનો ઢગલો થવા લાગ્યો. આ સમસ્યા સોમવારે રાતે લગભગ 9.15 વાગ્યે પ્રકાશમાં આવી હતી. તેની અસર અમેરિકાના બજારમાં ફેસબુકના શેર અને માર્ક ઝકરબર્ગની કમાણી પર પડી છે.

ચાલો સમજીએ ફેસબુક શાં માટે બંધ થયું હતું? કઈ ટેક્નિકલ સમસ્યાના કારણે મુશ્કેલી આવી હતી? શું ખરેખર આ ટેક્નિકલ સમસ્યા હતી કે તેની પાછળ કોઈ અન્ય કારણ હતું અને ફેસબુકને આટલુ નુકસાન થયુ છે...

શાં માટે ડાઉન થયું હતું ફેસબુક?
ફેસબુકના ડાઉન થયા પછી તે માટે ક્યું કારણ જવાબદાર હતું, તે અંગેના વિવિધ ક્યાસ લગાવવામાં આવી રહ્યાં હતા. સાયબર એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, બોર્ડર ગેટવે પ્રોટોકોલ(BGP)ના કારણે મુશ્કેલી આવી હતી.

બોર્ડર ગેટવે પ્રોટોકોલ(BGP)શું હોય છે?
સરળ ભાષામાં સમજીએ તો બોર્ડર ગેટવે પ્રોટોકોલથી જ ઈન્ટરનેટ કામ કરે છે. બોર્ડર ગેટવે પ્રોટોકોલ ઈન્ટરનેટ પર ઉપસ્થિત તમામ નેટવર્કસને એક-બીજા સાથે બાઈન્ડ કરે છે. ઈન્ટરનેટ નેટવર્કનું એક જાળ હોય છે. જ્યારે તમે કોઈ વેબસાઈટને ઓપન કરો છો, તો BGP જ નેટવર્કની આ જાળમાં વેબસાઈટને ઝડપથી ઓપન કરવાનો રસ્તો શોધે છે. BGPમાં મુશ્કેલી આવવાના કારણે ફેસબુકને નેટવર્ક પાથ મળી શક્યો નહોતો અને આ જ ફેસબુક ડાઉન થવાનું કારણ બન્યું.

આ મુશ્કેલી શાં માટે આવી?
તાજેતરમાં જ ફેસબુકે ઘણા બધા રાઉંટિંગ ચેન્જીસ ફેરફાર કર્યા હતા. આ કારણે ફેસબુકનું ડોમેન નેમ સિસ્ટમ(DNS) સર્વર બંધ થઈ ગયું હતું. DNS સર્વરને તમે ઈન્ટરનેટની ડાયરેક્ટરી સમજો. DNSમાં દરેક વેબસાઈટનો એડ્રોસ સ્ટોર હોય છે. તમે કોઈ પણ વેબસાઈટને જ્યારે ઈન્ટરનેટ પર સર્ચ કરો છો, તો તમે ડોમેન નેમ નાંખો છો, જેમકે www.bhaskar.com. DNS આ ડોમેન નેમને વેબસાઈટના IP એડ્રેસમાં ચેન્જ કરી નાંખે છે. ફેસબુકના ચેન્જીસના કારણે DNS સર્વર બંધ થઈ ગયું હતું. આ કારણે આ મુશ્કેલી આવી.

શું માત્ર ટેક્નિકલ ખામી હતી?
આ મામલાને ડિજિટલ પ્રાઈવસી અને સાયબર સિક્યોરિટીથી પણ જોડીને જોવામાં આવી રહ્યો છે. ફેસબુકના ડાઉન થવાથી થોડા કલાકો પહેલા જ અમેરિકાની ચેનલ CBSએ ફ્રાન્સેસ હોગનના એક ઈન્ટરવ્યુને ટેલિકાસ્ટ કર્યો હતો. ફ્રાન્સેસ ફેસબુકના પૂર્વ કર્મચારી રહ્યાં છે અને હાલ એક વ્હિસલ બ્લોઅર તરીકે ફેસબુકના ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટિગેશનના રિપોર્ટ્સને લીક કરી રહ્યાં છે. ફ્રાન્સેસનો આરોપ છે કે ફેસબુક લોકોને નુકસાન પહોંચાડી રહ્યું છે અને સખ્ત પગલા ઉઠાવવાની જગ્યાએ વધુને વધુ નફો કમાવવા પર ભાર મુકી રહ્યું છે. તેમના રિપોર્ટ્સ છેલ્લા થોડા દિવસોથી વોલ સ્ટ્રીટ જર્નલમાં ધ ફેસબુક ફાઈલ્સના નામથી પબ્લિશ થઈ રહ્યાં છે.

ફેસબુક ડાઉન થવાને આ ઈન્ટરવ્યુ સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યું છે.

આ મામલા પર ફેસબુકનું શું કહેવું છે?

  • ફેસબુકે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે એક ફોલ્ટી કન્ફિગ્રેશન ચેન્જના કારણે આ સમસ્યા આવી છે. આ કોઈ પણ પ્રકારનો સાયબર એટેક કે હેકિંગનો મામલો નથી.
  • ફેસબુકના કર્મચારીએ રોયટર્સને નામ ન આપવાની શરતે માહિતી આપી છે કે ઈન્ટરનલ ટ્રાફિક રાઉટિંગમાં સમસ્યા થવાના કારણે આ મુશ્કેલી આવી છે.

જ્યારે ફેસબુક ડાઉન હતું, તે સમયે કંપનીના પ્રવક્તા એન્ડી સ્ટોને ટ્વિટર પર કહ્યું હતું કે અમે લોકોને થઈ રહેલી મુશ્કેલીના કારણે માંફી માંગીએ છીએ. અમારી એપ અને પ્રોડક્ટસને એક્સસ કરવામાં લોકોને મુશ્કેલી થઈ રહી છે. અમે ચીજોને ઝડપથી સામાન્ય કરવા માટે કામ કરી રહ્યાં છે.

ફેસબુકને આ કારણે કેટલુ નુકસાન થયું?

  • ફેસબુક ડાઉન થવાના કારણે કંપનીના શેરમાં 4.9 ટકાનો ઘટાડો આવ્યો છે. નવેમ્બર 2020 પછી એક દિવસમાં શેરમાં સૌથી મોટો ઘટાડો છે.
  • ફેસબુકને આ કારણે રેવન્યુમાં પણ ઘણુ નુકસાન ઉઠાવવું પડ્યું છે. ડિજિટલ એન્ડ મેનેજમેન્ટ ફર્મ સ્ટાન્ડર્ડ મીડિયા ઈન્ડેક્સના જણાવ્યા મુજબ, ડાઉન થવાના કારણે ફેસબુકને દર કલાકે 4.06 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. જોકે આ નુકસાન માત્ર જાહેરાતના કારણે થયું છે. અલગ-અલગ એક્સપર્ટ્સનું અનુમાન છે કે કંપનીને દર કલાકે લગભગ સાડા 7 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
  • તેની અસર ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ પર પણ પડી છે. ઝકરબર્ગની સંપતિ લગભગ 52 હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ છે. સંપત્તિમાં આ નુકસાનને કારણે બ્લૂમબર્ગ બિલેનિયર ઈન્ડેક્સમાં ઝકરબર્ગ ચોથા ક્રમમાંથી પાંચમાં ક્રમે આવી ગયા છે.
  • ફેસબુક ડાઉન રહેવાનો ફાયદો ટ્વિટર અને ટિકટોક જેવી બીજી કંપનીઓને થયો છે. ફેસબુક બંધ રહેવા દરમિયાન ટ્વિટર અને ટિકટોક પર આમ દિવસોની સરખામણીએ વધુ ટ્રાફિક જોવા મળ્યો.

આ પહેલા ક્યારે બંધ રહ્યું હતુ ફેસબુક
6 મહીન પહેલા પણ વોટ્સઅપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક આખી દુનિયામાં 42 મિનિટ સુધી ઠપ રહ્યાં હતું. ત્યારે રાતે 11.05 મિનિટે શરૂ થયેલી આ સમસ્યા લગભગ 11.47 વાગ્યા સુધી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...