ભાસ્કર એક્સપ્લેનર:કોવિડ-19 વેક્સિન ડોઝ લાગ્યા પછી પણ તમે પી શકો છો દારૂ, જાણો શું કહે છે સરકારી ગાઈડલાઈન

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વેક્સીનનો ડોઝ લીધા પછી દારૂ પી શકીએ કે નહીં? આ એક એવો સવાલ છે જેણે અનેક લોકોને વેક્સિન ડોઝથી દૂર રાખ્યા છે. પરતું હવે સરકારની ગાઈડલાઈન કહે છે કે વિશેષજ્ઞોના અનુસાર એ વાતના કોઈ પુરાવા મળ્યા નથી કે દારૂ પીવાથી વેક્સિનની ઈફેક્ટિવનેસ ઓછી થાય છે. આ સ્પષ્ટીકરણ એવા સમયે આવ્યું છે, જ્યારે ભારતમાં 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને વેક્સિન લગાવવાની શરૂઆત થઈ ચૂકી છે.

વાસ્તવમાં, આ સવાલ ગત વર્ષે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે રશિયાના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર તાતિયાના ગોલીકોવાએ કહ્યું હતું કે રશિયન વેક્સિનની શરીર પર અસર થવામાં 42 દિવસ લાગે છે. ત્યાં સુધી દારૂથી દૂર રહેવાની જરૂર છે. રશિયન વેક્સિન સ્પુટનિક V ને લઈને રશિયાની સરકારે ગાઈડલાઈન પણ જારી કરી હતી. આ વાત અંગે સમગ્ર દુનિયામાં ચર્ચા છેડાઈ હતી. આપણે ત્યાં પણ વિશેષજ્ઞોએ કહ્યું હતું કે સારૂં રહેશે જો દારૂનું સેવન ન કરો કેમકે તે તમારી ઈમ્યુનિટીને નબળી પાડી શકે છે.

શું છે ભારત સરકારની ગાઈડલાઈન?
ભારતમાં આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પર જારી FAQsમાં દારૂ પીવા કે ન પીવાની સીધેસીધી કોઈ સલાહ આપવામાં આવી નથી. ગાઈડલાઈન કહે છે કે અત્યાર સુધી વેક્સિનની અસરકારકતા પ્રભાવિત થવાના કોઈ પુરાવા સામે આવ્યા નથી. તેના પછી પણ કેટલાક વિશેષજ્ઞો કહી રહ્યા છે કે એ સારૂં રહેશે જો દારૂ ન પીઓ.

અન્ય દેશોની ગાઈડલાઈનમાં આ મામલે શું કહેવામાં આવ્યું છે?
વાસ્તવમાં, દુનિયાભરમાં વેક્સિનને લઈને લોકોમાં ખચકાટ છે અને તેનું એક મોટું કારણ દારૂથી અંતર રાખવું એ પણ છે. આ કારણથી જ્યારે ગત વર્ષે રશિયાએ ગાઈડલાઈન જારી કરી તો સમગ્ર દુનિયામાં આ મામલે ચર્ચા છેડાઈ હતી. અમેરિકાના સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અને યુકેમાં પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ કે સરકારે દારૂ વિરુદ્ધ કોઈ એડવાઈઝરી જારી કરી નથી. એટલે એવું કહ્યું નથી કે બે ડોઝ વચ્ચે તમારે દારૂથી દૂર રહેવાનું છે કે નહીં.

જો કે યુકેમાં મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (એમએચઆરએ)એ પણ કહ્યું છે કે આલ્કોહોલથી કોવિડ-19 વેક્સિનની ઈફેક્ટિવનેસ પ્રભાવિત થાય છે, એ વાતના કોઈ પુરાવા નથી. અમે સલાહ આપીએ છીએ કે વેક્સિન લગાવનારા શખ્શે એ વાત પોતાના હેલ્થકેર પ્રોફેશનલ સાથે કરવી જોઈએ.

શું કહે છે રશિયાની એડવાઈઝરી?
કન્ઝ્યુમર રાઈટ્સ પ્રોટેક્શન અને હ્યુમન વેલ બીઈંગ પર સર્વેલન્સ માટે રશિયન ફેડરલ સર્વિસના પ્રમુખ એના પોપોવાએ ગત વર્ષે રેડિયોને એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે વેક્સિનના પ્રથમ ડોઝથી બે સપ્તાહ અગાઉ અને બીજા ડોઝના ત્રણ સપ્તાહ પછી સુધી દારૂ પીવાનો નથી. એટલે કે કુ 8 સપ્તાહ એટલે કે બે મહિના દારૂ વિના રહેવું પડશે.

શા માટે અને કેટલો ખરાબ છે દારૂ?
કોઈપણ વેક્સિન માટે દારૂ કેટલો ખરાબ હોઈ શકે છે, એ જાણવા માટે 2012માં સ્વીડનમાં રિસર્ચ થયું હતું. દારૂ પીનારાઓને બેક્ટેરિયલ ન્યુમોનિયાની વેક્સિન આપવામાં આવી તો ઈમ્યુન રિસ્પોન્સ ન દેખાયો. સંશોધકોએ સરેરાશ 30 મિલીલિટર દારૂને તેનું કારણ ગણાવ્યું.

અત્યાર સુધી દારૂના સેવન અને ઈમ્યુન સિસ્ટમ સંબંધિત પર જેટલા સ્ટડી થયા છે, તે જણાવે છે કે ખૂબ વધારે દારૂ પીનારા લોકોમાં ઈન્ફેક્શનનું જોખમ વી જાય છે. યુકેમાં યુનિવર્સિટી ઓફ એડિનબરાના ઈમ્યુનોલોજિસ્ટ એલિએનોર રાઈલીએ કહ્યું કે ખૂબ વધારે દારૂ પીનારાઓને અનેક સમસ્યાઓ થાય છે અને નબળા ઈમ્યુન ફંકશન તેમાંથી એક છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પોલ ક્લેનરમેન કહે છે કે લાંબા સમયથી તમે ખૂબ વધારે દારૂ પી રહ્યા છો તો નિશ્ચિત રીતે ઈમ્યુનિટી પર અસર પડશે. એ સ્પષ્ટ નથી કે શું ઓછી માત્રામાં દારૂ લેવાથી પણ ઈમ્યુનિટી પર અસર થશે? આથી સાવધાની જરૂરી છે.