• Gujarati News
  • Dvb original
  • Explainer
  • With The Capture Of Kabul, The Taliban Became Afghanistan; What's Next What Does The Taliban Want? Why Are The People Of Afghanistan Afraid?

ભાસ્કર એક્સપ્લેનર:કાબુલ પર કબજો કરવાની સાથે તાલિબાનનું થઈ ગયું અફઘાનિસ્તાન; હવે આગળ શું? શું ઈચ્છે છે તાલિબાન? શા માટે ભયભીત છે અફઘાનિસ્તાનના લોકો?

2 વર્ષ પહેલાલેખક: રવીન્દ્ર ભજની
  • કૉપી લિંક

અફઘાનિસ્તાનમાં બે દાયકા સુધી યુદ્ધ ચાલ્યું. અમેરિકન સૈનિકોની વાપસીના બે સપ્તાહ અગાઉ જ તાલિબાને આગળ વધીને રવિવારે રાજધાની કાબુલ પર કબજો જમાવી લીધો છે. 1 મેથી અમેરિકન સૈનિકોની વાપસલી શરૂ થઈ અને તેના પછીથી તાલિબાન પણ સક્રિય થયું. તેણે એક એક કરીને મોટા શહેરોને પોતના કબજામાં કર્યા અને કાબુલ પર કબજાની સાથે સમગ્ર દેશને પોતાના અંકુશમાં લીધો. અમેરિકા અને તેના મિત્ર દેશોએ અફઘાનિસ્તાનમાં સેના બનાવી હતી. કરોડો ડોલરનો ખર્ચ કરીને સૈનિક સરંજામથી તેમને સજ્જ કર્યા હતા. બધુ નકામું બની ગયું.

આવો સમજીએ કે અફઘાનિસ્તાનમાં શું બન્યું છે અને આગળ શું થવાનું છે-

અફઘાનિસ્તાનમાં શું બની રહ્યું છે?
તાલિબાન એક ઉગ્રવાદી સમૂહ છે. તેણે જ 1990ના દાયકાના અંતમાં દેશ પર શાસન કર્યુ હતું. અફઘાનિસ્તાનમાં હવે તે ફરી મોટી તાકાત બનીને ઊભર્યુ છે અને તેણે દેશ પર કાબુ કરી લીધો છે.
2001માં અમેરિકાએ અફઘાનિસ્તામાં હુમલા કર્યા. ઉગ્રવાદીઓને સત્તામાંથી દૂર કર્યા. તેના પછી અમેરિકન સૈનિકો પરત ન આવ્યા. બે દાયકા સુધી ત્યાં જ લડતા રહ્યા. જેવા અમેરિકા અને તેમના સહયોગી નાટો સૈનિકોએ કાબુલ છોડવાની તૈયારી કરી, પશ્ચિમી દેશોનાં સમર્થનથી 20 વર્ષથી ચાલી રહેલી સરકાર પડી ભાંગી. હવે અફઘાન લોકોને પોતાના ભવિષ્ય અંગે જોખમ લાગે છે. તેઓ એરપોર્ટ તરફ દોટ મૂકી રહ્યા છે. તેમને દેશની બહાર નીકળવાનો આ જ અંતિમ માર્ગ દેખાઈ રહ્યો છે.

તસવીર 15 ઓગસ્ટની છે. અમેરિકન એરફોર્સના સી-17 ગ્લોબમાસ્ટર 3 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં અફઘાનિસ્તાનથી કતાર જઈ રહેલા 640 લોકો જોવા મળે છે.
તસવીર 15 ઓગસ્ટની છે. અમેરિકન એરફોર્સના સી-17 ગ્લોબમાસ્ટર 3 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં અફઘાનિસ્તાનથી કતાર જઈ રહેલા 640 લોકો જોવા મળે છે.

લોકો અફઘાનિસ્તાનમાંથી કેમ નાસી રહ્યા છે?

અફઘાન લોકોને ચિંતા એ વાતની છે કે તાલિબાનના હાથમાં સત્તા આવતા જ ફરી અફરાતફરીનો માહોલ બનશે. અમેરિકા અને તેના સમર્થનવાળી અફઘાન સરકારમાં કામ કરનારા લોકો સામે બદલો લેવામાં આવશે.

અનેક લોકોને ડર છે કે તાલિબાન આકરો ઈસ્લામિક કાયદો લાગુ કરશે. આવો જ કાયદો તેણે 1996થી 2001 વચ્ચે પોતાના શાસનમાં લાગુ કર્યો હતો. બાળકીઓને સ્કૂલે જવા કે મહિલાઓને બહાર કામ કરવા પર પ્રતિબંધ લગાવાયો હતો. બુરખો પહેરવો ફરજિયાત કર્યુ હતું. મહિલાઓને ઘરેથી બહાર નીકળતી વખતે પુરૂષ સંબંધીને સાથે રાખવા પડતા હતા. તાલિબાને મ્યુઝિક પર પ્રતિબંધ લગાવ્યો હતો. ચોરના હાથ કાપી નખાતા હતા. બેવફાઈ કરવામાં આવે તો પથ્થરો મારવામાં આવતા હતા. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં તાલિબાને મોડરેટ ચહેરો દર્શાવો છે. એમ પણ કહ્યું છે કે તે બદલો નહીં લે. તેના પછી પણ અફઘાન લોકોને તાલિબાન પર ભરોસો નથી.

અફઘાનિસ્તાનથી આવેલા લોકો ફ્રેન્ડશીપ ગેટથી થઈને પાકિસ્તાનમાં જઈ રહ્યા છે. લગભગ 10 હજાર અફઘાન નાગરિકો આ માર્ગેથી થઈને પાકિસ્તાન પહોંચ્યા છે.
અફઘાનિસ્તાનથી આવેલા લોકો ફ્રેન્ડશીપ ગેટથી થઈને પાકિસ્તાનમાં જઈ રહ્યા છે. લગભગ 10 હજાર અફઘાન નાગરિકો આ માર્ગેથી થઈને પાકિસ્તાન પહોંચ્યા છે.

તાલિબાન આ સમયે અફઘાનિસ્તાનનું ટેકઓર શા માટે કરી રહ્યો છે?
એક મોટું કારણ છે કે અમેરિકન સૈનિક આ મહિને એટલે કે ઓગસ્ટના અંત સુધીમાં અફઘાનિસ્તાન છોડી દેશે. અમેરિકન સૈનિકોની વાપસી મેમાં શરૂ થઈ હતી.

અમેરિકાએ 11 સપ્ટેમ્બર 2001ના રોજ ન્યુયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ઈમારતો પર આતંકી હુમલા વિરુદ્ધ વોર ઓન ટેરર શરૂ કર્યુ હતું. હુમલા માટે જવાબદાર અલકાયદા પર તાલિબાને કાર્યવાહી ન કરી. એ સિવાય તેને બચાવી રાખ્યું. તેનાથી ભડકેલા અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. થોડા જ મહિનાઓણાં તાલિબાનના લડાકુઓને દેશમાંથી હાંકી કાઢ્યા. તેના પછી અમેરિકા માટે સતત યુદ્ધ લડવું અને દેશનું પુનર્નિર્માણ કરવાનું અત્યંત મુશ્કેલ સાબિત થયું.

જ્યારે અમેરિકાનું ફોકસ ઈરાક પર શિફ્ટ થયું તો તાલિબાન ફરી ઊભું રહ્યું. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે અફઘાનિસ્તાનના અનેક વિસ્તારો પર કબજો જમાવ્યો હતો.

ગત વર્ષે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સૈનિકોની અફઘાનિસ્તાનમાંથી વાપસીની ઘોષણા કરી હતી. તાલિબાન સાથે ડિલ પણ કરી હતી. તેમાં તાલિબાન વિરુદ્ધ સીમિત મિલિટરી કાર્યવાહી પર સહમતિ બની હતી. તેના પછી પ્રેસિડન્ટ બનેલા જો બાઈડેને ઓગસ્ટના અંત સુધીમાં અમેરિકન સૈનિકોના પરત આવવાનું એલાન કર્યુ હતું.

આ તારીખ નજીક આવી રહી છે. આ કારણથી તાલિબાને હુમલા તેજ કરી દીધા અને ઝડપથી આગળ વધ્યા. રવિવારે તેણે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો કરીને બાકી રહેલી કસર પૂરી કરી.

અફઘાનિસ્તાનમાં ફસાયેલા બ્રિટિશર્સને કાઢવા માટે બ્રિટિશ સેનાની એક ટુકડી લંડનથી કાબુલ માટે રવાના થઈ
અફઘાનિસ્તાનમાં ફસાયેલા બ્રિટિશર્સને કાઢવા માટે બ્રિટિશ સેનાની એક ટુકડી લંડનથી કાબુલ માટે રવાના થઈ

અફઘાનિસ્તાનની સેનાએ તાલિબાનનો સામનો કેમ ન કર્યો?
તેનો ટૂંકમાં જવાબ છે-ભ્રષ્ટાચાર. ત્યારે જ તો 70-80 હજાર લડાકુઓવાળા તાલિબાન 3 લાખ સૈનિકોની અફઘાનિસ્તાન સેના પર ભારે પડ્યું.

અમેરિકા અને નાટો સહયોગીઓને બે દાયકામાં અબજો ડોલર ખર્ચ કરવામાં આવ્યા જેથી અફઘાન સુરક્ષા દળોને તાલિમ આપી શકાય. તેમને અત્યાધુનિક હથિયાર આપી શકાય. તેના પછી પણ પશ્ચિમી દેશોના સમર્થનથી બનેલી સરકારે મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો. કમાન્ડરોએ વિદેશી પૈસાનો ફાયદો ઉઠાવ્યો અને સૈનિકોની સંખ્યા વધારીને જણાવાઈ. મેદાની સિપાહીઓ હથિયારો, દારૂગોળો અને એટલે સુધી કે ખાવા માટે પણ તરસતા રહ્યા.

જ્યારે અમેરિકાએ સૈનિકોને પરત બોલાવવાના પ્લાન પર અમલ શરૂ કર્યો તો અફઘાની સેનાની હિંમત તૂટી. તાલિબાન આગળ વધતા જ અફઘાન સૈનિકો સમર્પણ કરતા ગયા. કાબુલ જેવા મોટા શહેર તો કોઈ સંઘર્ષ વિના જ તાલિબાને પડાવી લીધા.

વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસની બહાર અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે. લોકોની માગણી છે કે પાકિસ્તાનને આતંકવાદને પ્રોત્સાહન આપતા રોકવામાં આવે.
વોશિંગ્ટનમાં વ્હાઈટ હાઉસની બહાર અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજાના વિરોધમાં દેખાવો થઈ રહ્યા છે. લોકોની માગણી છે કે પાકિસ્તાનને આતંકવાદને પ્રોત્સાહન આપતા રોકવામાં આવે.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિનું શું થયું?
તેઓ તો નાસી ગયા. પ્રેસિડન્ટ અશરફ ગનીએ સૌપ્રથમ અફઘાનિસ્તાન છોડ્યું. રવિવારે તાલિબાન કાબુલ પહોંચ્યું તો ગની ત્યાંથી નાસી ગયા. તેમણે કહ્યું કે તેઓ લોહી વહાવવા માગતા નહોતા. આ કારણથી જઈ રહ્યા છે. એ સ્પષ્ટ નથી કે તેઓ ક્યાં ગયા.

લોકો અફઘાનિસ્તાનની તુલના સૈગોન સાથે કેમ કરી રહ્યા છે?
1975માં ઉત્તર વિયેતનામની સેનાએ સૈગોન જીત્યું હતું. તેના પછી જ વિયેતનામ યુદ્ધ ખતમ થયું હતું. ત્યારથી અમેરિકાની હારનું પ્રતીક સૈગોન જ રહ્યું હતું. એ સમયે અમેરિકનો અને વિયેતનામી સમર્થકોને હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરાયા હતા. જો કે અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેને સૈગોનની અફઘાનિસ્તાનથી તુલનાને ફગાવી દીધી છે. તેમણએ કહ્યું-આ સૈગોન નથી.

કાબુલના માર્ગો પર તાલિબાનના લડાકુઓ દેખાઈ રહ્યા છે
કાબુલના માર્ગો પર તાલિબાનના લડાકુઓ દેખાઈ રહ્યા છે

અફઘાનિસ્તાનમાં હવે શું થશે?
કંઈપણ સ્પષ્ટ નથી. તાલિબાન કહે છે-અમે અન્ય જૂથો સાથે મળીને ‘ઈન્ક્લુસિવ ઈસ્લામિક સરકાર’ બનાવીશું. તેના માટે અમે જૂની સરકારના નેતાઓ સહિત દેશના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ.

તાલિબાને ઈસ્લામિક કાયદાને લાગુ કરવાની વાત કહી છે. એ પણ કહ્યું છે કે અનેક દાયકાઓના યુદ્ધ પછી એ સામાન્ય જનજીવન પરત લાવવા માટે સુરક્ષિત માહોલ પ્રદાન કરશે. જો કે અફઘાન સોકોને તાલિબાન પર ભરોસો નથી. તેમને ડર છે કે તાલિબાનનું શાસન હિંસક અને દમનકારી હશે. તાલિબાન અફઘાનિસ્તાનનું નામ બદલીને ઈસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાન કરવા માગે છે. એ પણ લોકોને ડરાવે છે. આ જ નામથી અગાઉ તાલિબાને શાસન કર્યુ હતું.

મહિલાઓ અને બાળકો કાબુલમાં હામિદ કરઝાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં પ્રવેશ કરવાની કોશિશ કરી રહ્યા છે.
મહિલાઓ અને બાળકો કાબુલમાં હામિદ કરઝાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં પ્રવેશ કરવાની કોશિશ કરી રહ્યા છે.

તાલિબાનનું ટેકઓવર મહિલાઓને કેવી રીતે અસર કરશે?
અનેક મહિલાઓને ડર છે કે તેમના અધિકારો ઝૂંટવાઈ જશે. તાલિબાન સત્તામાંથી બેદખલ થયા પછી અફઘાન મહિલાઓએ અનેક અધિકારો પ્રાપ્ત કર્યા હતા. તેમને ડર છે કે ફરીથી તેમને ઘરમાં કેદ કરી દેવાશે. તાલિબાને કહ્યું છે કે તે સ્કૂલોમાં મહિલાઓના જવાના વિરોધમાં નથી. તાલિબાને એમ પણ કહ્યું છે કે તે સરકારમાં મહિલાઓને સામેલ કરશે. તેના પછી પણ મહિલાઓના અધિકારો પર પોલિસી સ્પષ્ટ નથી. અફઘાનિસ્તાન શરૂઆતમાં એક કન્ઝર્વેટિવ દેશ રહ્યો છે. મોટા શહેરોની બહાર મહિલાઓનું સ્તર અત્યંત ખરાબ રહ્યું છે, ખાસ કરીને તાલિબાન શાસનમાં.

ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે અફઘાનિસ્તાનની સરકાર ચલાવવામાં તાલિબાનની ભૂમિકા મહત્વની રહેશે. તેનાથી તાલિબાનને એ આશા છે કે સમગ્ર દુનિયામાં તેને માન્યતા મળી શકે છે.
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું છે કે અફઘાનિસ્તાનની સરકાર ચલાવવામાં તાલિબાનની ભૂમિકા મહત્વની રહેશે. તેનાથી તાલિબાનને એ આશા છે કે સમગ્ર દુનિયામાં તેને માન્યતા મળી શકે છે.

શું તાલિબાન ફરી એકવાર અલકાયદા જેવા સંગઠનોને વિકસવાનો મોકો આપશે?
દરેક વિશેષજ્ઞ આ જ શંકા વ્યક્ત કરી રહ્યા છે. અમેરિકન સૈન્ય અધિકારીઓને પણ આ વાતની ચિંતા છે. ગત વર્ષએ તાલિબાને અમેરિકાની સાથે પીસ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. તેમાં તાલિબાને આતંકવાદ વિરુદ્ધ લડાઈનો સંકલ્પ લીધો હતો. એમ પણ કહ્યું હતું કે આતંકી હુમલા માટે અફઘાનિસ્તાનને બેઝ નહીં બનવા દેવાય. આ ડીલને લાગુ કરાવવી અમેરિકા માટે આસાન નહીં હોય.

ગત 20 વર્ષમાં ટેકનોલોજીમાં થયેલી પ્રગતિએ અમેરિકાને યમન અને સોમાલિયા જેવા દેશોમાં શંકાસ્પદ આતંકીઓને નિશાન બનાવવામાં મદદ કરી છે. આ જગ્યાઓ પર અમેરિકાની સેનાનું સ્થાયી સ્થાન રહ્યું નથી. તાલિબાને 11 સપ્ટેમ્બરના હુમલા માટે ભારે દંડ ચૂકવ્યો છે. તે પોતાના શાસનને મજબૂતી આપવાની કોશિશ કરશે તો પોતાની ભૂલો બેવડાવવાથી પણ બચશે.

આ વર્ષની શરૂઆતમાં પેન્ટાગોનના ટોપ લીડર્સે કહ્યું હતું કે અલકાયદા જેવા કટ્ટરપંથી ગ્રૂપ ફરીથી ઊભરી શકે છે. અત્યારે લાગે છે કે આવા ગ્રૂપ અપેક્ષા કરતાં વધુ ઝડપથી આગળ વધી શકે છે.

અફઘાનિસ્તાન ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા ગ્રૂપ્સનું પણ ઘર રહ્યું છે. તેણે હાલના વર્ષોમાં શિયા લઘુમતી સમુદાય પર હુમલા વધાર્યા છે. તાલિબાને આ હુમલાની નિંદા કરી છે. બે ગ્રૂપ્સ પરસ્પર વિસ્તારો પર કબજા અંગે લડતા રહ્યા છે. એ જોવાનું છે કે તાલિબાન સરકાર ઈસ્લામિક સ્ટેટને દબાવવાની નીતિ લાગુ કરી શકે છે કે નહીં.