ભાસ્કર એક્સપ્લેનર:બધાના ટેસ્ટિંગ વિના વધુ ફેલાશે કોરોના? ICMR ગાઇડલાઇન્સ પર નિષ્ણાતોએ કહ્યું, ‘દરેકનું ટેસ્ટિંગ શક્ય નથી’

15 દિવસ પહેલાલેખક: અભિષેક પાંડે
 • કૉપી લિંક

કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા તમામ લોકોને હવે કોરોના ટેસ્ટિંગ કરાવવાની જરૂર નહીં રહે. ICMRની નવી ગાઈડલાઈન્સમાં કોરોના સંક્રમિતના સંપર્કમાં આવનારા માત્ર વધુ જોખમવાળા લોકો માટે કોરોના ટેસ્ટ જરૂરી ગણાવ્યો છે. ICMRની આ ગાઈડલાઈન્સને લઈને અનેક સવાલો સર્જાયા છે. કેટલાક વિશેષજ્ઞો માને છે કે કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવનારા તમામ લોકોનું ટેસ્ટિંગ નહીં કરાવવાથી કોરોના ફેલાવાનું જોખમ તો વધશે જ, એસિમ્પ્ટોમેટિક લોકોના આરોગ્ય માટે પણ એ ખતરનાક બની શકે છે.

ચાલો, જાણીએ કે શા માટે કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવનારા તમામ લોકોનું ટેસ્ટિંગ નહીં કરાવવાનો નિર્ણય છે ખતરનાક? કેમ છે એનાથી કોરોના ફેલાવાનું જોખમ છે? કેવી રીતે છે કોરોના અસિમ્પ્ટોમેટિક લોકો માટે પણ ખતરનાક?

કોરોના સંક્રમિતના સંપર્કમાં આવનારા તમામનું કોરોના ટેસ્ટિંગ નહીં
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ દેશમાં કોરોના ટેસ્ટિંગને લઈને 10 જાન્યુઆરીએ એક નવી ગાઈડલાઈન્સ જારી કરી છે. આ ગાઈડલાઈન્સમાં કોરોના ટેસ્ટિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાલો, એક નજર નાખીએ એના પર...

 • કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા તમામ લોકો માટે કોરોના ટેસ્ટ કરાવવો ફરજિયાત નહીં હોય, એટલે કે એવા લોકો કે જેઓ અસિમ્પ્ટોમેટિક છે, જેમાં કોઈ લક્ષણો નથી, તેમના માટે ટેસ્ટ કરાવવો હવે જરૂરી નથી.
 • હોમ આઈસોલેશનથી ડિસ્ચાર્જ થઈ ચૂકેલા કે ડિસ્ચાર્જ કરવામાં આવી રહેલા દર્દીઓને પણ ટેસ્ટિંગ કરાવવાની જરૂર નથી.
 • દેશમાં જ એક રાજ્યથી બીજા રાજ્યની સફર કરનારાઓ માટે પણ કોરોના ટેસ્ટિંગ કરાવવાની જરૂર નહીં રહે.
 • હોસ્પિટલમાં દાખલ અસિમ્પ્ટોમેટિક દર્દીઓનું કોરોના ટેસ્ટિંગની જરૂર નથી.

કયા લોકોનું ટેસ્ટિંગ છે જરૂરી?
ICMRએ માત્ર હાઈ રિસ્કવાળા લોકો - એટલે કે 60+થી વધુ વયના લોકો અને અગાઉથી જ કોઈ બીમારીથી પીડિતો માટે ટેસ્ટિંગ જરૂરી ગણાવ્યું છે.

એમાં માત્ર એ લોકોનું ટેસ્ટિંગ જરૂરી ગણાવાયું છે, જેમને ખાંસી, તાવ, ગળામાં બળતરા, સ્વાદ કે ગંધનો અનુભવ ન થવો, શ્વસન સંબંધિત તકલીફો છે.

વિદેશની સફર કરનારી વ્યક્તિ અને ભારતીય એરપોર્ટ/બંદરો પર આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓનું ટેસ્ટિંગ

અસિમ્પ્ટોમેટિક લોકોથી પણ થાય છે કોરોના ફેલાવાનું જોખમ.

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, જે લોકો અસિમ્પ્ટોમેટિક હોય છે, તેમના દ્વારા પણ વાઇરસ ફેલાઈ શકે છે, ભલે તેમનામાં લક્ષણ ન હોય કે તેમને વેક્સિન લાગેલી હોય.

ICMR અગાઉ આરોગ્ય મંત્રાલયે પણ હાલમાં નવી ગાઈડલાઈન્સમાં કહ્યું હતું કે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા અસિમ્પ્ટોમેટિક લોકોનું ટેસ્ટિંગ અને આઈસોલેશન જરૂરી નથી.

આરોગ્ય મંત્રાલયના અનુસાર, દેશમાં ઓમિક્રોન કેસોમાંથી લગભગ 70% કેસો અસિમ્પ્ટોમેટિક છે. એવામાં સવાલ એ છે કે કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવનારા અસિમ્પ્ટોમેટિક લોકોનું ટેસ્ટિંગ કર્યા વિના કેવી રીતે ખ્યાલ આવશે કે કોણ કોરોના સંક્રમિત છે અને કોણ નહીં?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, મૌલાના આઝાદ મેડિકલ કોલેજના ડાયરેક્ટર ડો. નરેશ ગુપ્તાએ કહ્યું, “ઓમિક્રોનના લગભગ 70% દર્દી અસિમ્પ્ટોમેટિક છે અને આ વેરિએન્ટમાં ઝડપથી ફેલાવાની ક્ષમતા છે, એવામાં કમ્યુનિટીમાં ફેલાયા પછી એ આગની જેમ ફેલાશે, કેમ કે તમને ખબર જ નહીં હોય કે અન્ય વ્યક્તિ સંક્રમિત છે કે નહીં.”

આથી અસિમ્પ્ટોમેટિક લોકોનું પણ કોરોના ટેસ્ટિંગ જ નહીં, પણ અન્યોમાં વાઇરસ ફેલાવાથી રોકવા માટે તેમને આઈસોલેટ કરવા અને તેમનો ઈલાજ કરવો પણ જરૂરી છે.

“દેશમાં દરેક અસિમ્પ્ટોમેટિકનું ટેસ્ટિંગ શક્ય નથી”
ભારતમાં મહામારીની શરૂઆત પછી 10 જાન્યુઆરી સુધી 69.31 કરોડ સેમ્પલનું ટેસ્ટિંગ થયું હતું. 10 જાન્યુઆરીએ દેશમાં 15.79 લાખ સેમ્પલની તપાસ થઈ. છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના ફેલાવાની તીવ્ર ગતિથી ટેસ્ટિંગ વધ્યા છે, જે આવનારા દિવસોમાં હજુય વધવાની સંભાવના છે.

કેટલાક વિશેષજ્ઞો માને છે કે અસિમ્પ્ટોમેટિકનું ટેસ્ટિંગ નહીં કરાવવાના નિર્ણયનું એક કારણ ટેસ્ટિંગ પર દબાણ કરવાનું અને સીમિત સંસાધન પણ છે.

શું અસિમ્પ્ટોમેટિકના ટેસ્ટ નહીં કરવાના નિર્ણયનું કારણ દેશમાં ટેસ્ટિંગના સીમિત સંસાધન છે? આ જ સવાલ અમે મહામારી વિશેષજ્ઞ ડોક્ટર ચંદ્રકાંત લહારિયાને પૂછ્યો તો તેમણે કહ્યું, “ભારત પાસે યુએસ, યુકે જેવા અનલિમિટેડ રિસોર્સીસ નથી કે દરેક વ્યક્તિનો ટેસ્ટ કરી શકાય.”

તેમણે કહ્યું, “ઉપલબ્ધ રિસોર્સીસનું બેસ્ટ યુટિલાઈઝેશન કરવું જ એનો ઉદ્દેશ છે. જોકે રિસોર્સીસની અછત નથી, પરંતુ એનો બેસ્ટ ઉપયોગ જરૂરી છે, એટલે કે અસિમ્પ્ટોમેટિકના વધુ ટેસ્ટિંગને કારણે સિમ્પ્ટોમેટિક લોકો ટેસ્ટિંગથી વંચિત ન રહી જાય.”

શું અસિમ્પ્ટોમેટિકનું ટેસ્ટિંગ નહીં કરવાથી કોરોના ફેલાશે?
આ અંગે ડો. લહારિયાએ કહ્યું, “સૈદ્ધાંતિક રીતે તો એનાથી કોરોના ફેલાવાનું જોખમ વધે છે, પરંતુ ટેસ્ટિંગથી દરેકના સંક્રમણની સ્થિતિ જાણવી પણ મુશ્કેલ છે. એવામાં ટેસ્ટિંગ નહીં કરવાથી કંઈ ખાસ ફરક નહીં પડે.”

અસિમ્પ્ટોમેટિક લોકોનું ટેસ્ટિંગ નહીં કરવું કેટલું યોગ્ય છે?
આ અંગે ડો. લહારિયાએ કહ્યું, “પ્રથમ કોરોનાથી સિમ્પ્ટોમેટિક બીમારી અને વાઇરસનું વધુ ટ્રાન્સમિશન થઈ રહ્યું હતું, ત્યારે ટેસ્ટિંગનો ફાયદો હતો. હવે બીમારી વધુ ફેલાઈ ચૂકી છે. એવામાં દરેક અસિમ્પ્ટોમેટિકને ઓળખવા મુશ્કેલ છે અને ટેસ્ટિંગ કરવાથી બીમારીનો સ્પ્રેડ અટકતો નથી.”

કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારા લોકોએ શું કરવું જોઈએ?
આ અંગે ડો. લહારિયાએ કહ્યું, “જો કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા છો અને તમને માઈલ્ડ સિમ્પ્ટમ્સ પણ છે તો તમને કોરોના હોઈ શકે છે, એવામાં 7 દિવસના આઈસોલેશનનું પાલન કરવું જોઈએ. જો કોઈ અસિમ્પ્ટોમેટિક વ્યક્તિ ખુદ ટેસ્ટ કરાવવા માગે છે તો એ એવું કરી શકે છે, ગાઈડલાઈન્સમાં એવી વ્યક્તિઓના ટેસ્ટિંગ પર મનાઈ નથી.”

હોમ આઈસોલેશન સમાપ્ત કરતાં અગાઉ અમેરિકાએ કર્યો છે ટેસ્ટિંગ પર વિચાર

વ્હાઈટ હાઉસના ટોમ મેડિકલ એડવાઈઝર એન્થની ફૌસીએ કહ્યું હતું કે અમેરિકા અસિમ્પ્ટોમેટિક દર્દીઓના 5 દિવસના હોમ આઈસોલેશન પિરિયડને ખતમ કરતાં પહેલાં નેગેટિવ કોરોના ટેસ્ટનો નિયમ પણ જોડવાનો વિચાર કરી રહ્યો છે.

અમેરિકાએ હાલમાં જ હોમ આઈસોલેશનને 10થી ઘટાડીને 5 દિવસનું કરી દીધું હતું અને આઈસોલેશન ખતમ કરવા માટે કોરોના ટેસ્ટિંગની જરૂર નહીં હોવાનું જણાવ્યું હતું.

અમેરિકાના આ નિયમની અનેક વિશેષજ્ઞોએ ટીકા કરી હતી, જેના પછી અમેરિકન સરકાર હવે આઈસોલેશન ખતમ કરતાં પહેલાં કોરોના ટેસ્ટિંગ કરાવવા પર વિચાર કરી રહી છે.

શા માટે સર્જાઈ રહ્યા છે સરકારના નિર્ણય પર સવાલો?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની પરિભાષા અનુસાર અસિમ્પ્ટોમેટિક કેસ એવા હોય છે, જેમાં લેબમાં કોઈ વ્યક્તિના કોવિડ-19થી સંક્રમિત મળી આવવાને સમર્થન મળે છે, પરંતુ વ્યક્તિમાં કોઈ લક્ષણ હોતાં નથી. ખાસ વાત એ છે કે કોરોના સંક્રમિત લોકો લક્ષણો હોવા પર અને લક્ષણ નહીં હોવા પર પણ વાઇરસનું ટ્રાન્સમિશન કરી શકે છે.

કોરોનાથી સંક્રમિત કે ટેસ્ટમાં પોઝિટિવ મળનારી દરેક વ્યક્તિમાં જરૂરી નથી કે લક્ષણ જોવા મળે, એટલે કે કોરોના સંક્રમિત અનેક લોકો લક્ષણો વિનાના કે અસિમ્પ્ટોમેટિક પણ હોઈ શકે છે. એવા લોકોને અસિમ્પ્ટોમેટિક કેરિયર કહેવામાં આવે છે.

આથી કોરોનાથી સંક્રમિત લક્ષણો વિનાના કે અસિમ્પ્ટોમેટિક લોકોને પણ આઈસોલેટ કરવા જોઈએ, ત્યારે વાઇરસ ટ્રાન્સમિશનની ચેન તૂટી શકે છે.

શા માટે અસિમ્પ્ટોમેટિક લોકોને પણ રહે છે કોરોનાથી જીવનું જોખમ?

 • અનેક એવા સ્ટડી છે જે દર્શાવે છે કે કોરોના સંક્રમિત અસિમ્પ્ટોમેટિક લોકોમાં ભલે લક્ષણો જોવા ન મળે, પરંતુ આ વાઇરસથી તેમના શરીર પર ઘણી અસર પડે છે.
 • નેશનલ જ્યોગ્રાફિકના 2021માં આવેલા એક રિપોર્ટમાં અસિમ્પ્ટોમેટિક લોકો પર કોરોનાના દુષ્પ્રભાવના એક રિપોર્ટનો ઉલ્લેખ છે.
 • Annals ઓફ ઈન્ટર્નલ મેડિસિનમાં પ્રકાશિત ‘નેરેટિવ રિવ્યુ ઓફ અસિમ્પ્ટોમેટિક ડિસીઝ’ નામના રિપોર્ટમાં 104 કોરોના સંક્રમિતો પર કરાયેલા સ્ટડીનો ઉલ્લેખ છે. આ 104માંથી 76 લોકો અસિમ્પ્ટોમેટિક હતા, પરંતુ તેમના સીટી સ્કેનથી ખ્યાલ આવે છે કે લગભગ 54 ટકા લોકોનાં ફેફસાંમાં મુશ્કેલી હતી.
 • એટલું જ નહીં આ સ્ટડીમાં સામેલ અસિમ્પ્ટોમેટિક લોકોની છાતીના સીટી સ્કેનથી એ લોકોના હૃદય અને લોહીમાં બ્લડ ક્લોટિંગ અને સોજા જેવી મુશ્કેલી જોવા મળી.
 • થ્રોમ્બોસિસ જર્નલ અને અનેક અન્ય સ્ટડીઝમાં એવા કોવિડ સંક્રમિત અસિમ્પ્ટોમેટિક લોકોની કિડની, ફેફસાં અને દિમાગમાં બ્લડ ક્લોટિંગ થવાના અનેક કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 • બ્લડ ક્લોટ થવા પર લોહી રક્તવાહિનીમાં એક જગ્યાએ ફસાઈ જાય છે, જેનાથી એ અંગોને લોહી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી થાય છે અને એનું ફંક્શન પ્રભાવિત થાય છે - જેનાથી સ્ટ્રોક, હાર્ટ-એટેક અને મોતનું જોખમ રહે છે.