ભાસ્કર એક્સપ્લેનર:ફેસબુક શા માટે બંધ કરી રહી છે ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ? ભારતમાં ક્યાં-ક્યાં થાય છે તેનો ઉપયોગ?

એક મહિનો પહેલાલેખક: જયદેવ સિંહ
  • કૉપી લિંક

મેટા પ્લેટફોર્મ્સ એટલે કે ફેસબુકે પોતાની ફેશિયલ રિકગ્નિશન સિસ્ટમ બંધ કરવાનું એલાન કર્યુ છે. કંપનીએ મંગળવારે એલાન કર્યુ કે આ મહિને આ ફિચર બંધ કરી દેશે. તેના માટે તે એક અબજ લોકોના ફેસ સ્કેનનો ડેટા પણ ડિલીટ કરશે. આ ટેકનોલોજી કંપનીએ 2010માં ફેસબુકમાં ઈન્ટ્રોડ્યુસ કરી હતી. પ્રાઈવસી સાથે સંકળાયેલા જોખમોને જોતા દુનિયાભરમાં આ ટેકનીકનો વિરોધ સતત વધ્યો છે. જ્યારે બીજીતરફ ભારતના દરેક સેક્ટરમાં તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે.

ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ કેવી રીતે કામ કરે છે? તેને બંધ કરવાથી શું અસર પડશે? ફેસબુક તેને શા માટે બંધ કરી રહી છે? શું ફેસબુક આ ટેકનોલોજીને સંપૂર્ણપણે પોતાના તમામ પ્લેટફોર્મ પરથી હટાવી રહી છે? ભારતમાં તેની શી અસર પડશે? આવો જાણીએ...

ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?
ફેશિયલ રેકગ્નિશન સોફ્ટવેર યુઝરના ડિજિટલ ફોટો આલ્બન અને સજેસ્ટેડ યુઝર્સની યાદીમાં આવેલા લોકોના ચહેરા ઓળખે છે. આ ચહેરાઓની ઓળખ કરીને યુઝરને ઓળખાયેલા લોકોને એ ફોટોમાં ટેગ કરવાનું સૂચન કરે છે. એવું કરવાથી એ ફોટોને ફેસબુક એ ફોટોને ટેગ કરવામાં આવેલા યુઝરની પ્રોફાઈલ સાથે જોડી દે છે. 2010માં ફેસબુકે આ ફિચરને લોન્ચ કરીને કહ્યું હતું કે તેનાથી યુઝર્સનો સમય બચશે.

ફેસબુકની પેરેન્ટ કંપની મેટામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના વાઈસ પ્રેસિડન્ટ જેરોમ પેસેન્ટીએ એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે સોશિયલ નેટવર્કિંગ કંપની ફેરફાર કરી રહી છે કેમકે ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીને લઈને સમાજમાં અનેક ચિંતાઓ છે.

ફેશિયલ રેકગ્નિશન બંધ થવાથી શું અસર થશે?
પેસેન્ટીએ લખ્યું કે ફેસબુકના કુલ એક્ટિવ યુઝર્સમાંથી એક તૃતિયાંશ આ ફિચરનો ઉપયોગ કરે છે. તેને હટાવવા માટે લગભગ 100 કરોડ યુઝર્સના ફેશિયલ રેકગ્નિશન ટેમ્પલેટ ડિલીટ કરવા પડશે.

તેના હટ્યા પછી જે યુઝર્સે ફેશિયલ રેકગ્નિશન સેટિંગ્સ ઓન કરી રાખ્યા છે તે પણ ઓટોમેટિકલી ફોટો અને વીડિયો રેકગ્નિશન નહીં કરી શકે. તેના માટે તેમને મેન્યુઅલી લોકોને ટેગ કરવાના રહેશે.

ફેસબુક શા માટે હટાવી રહી છે ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ?
આ સિસ્ટમના કારણે ફેસબુકને સરકારી તપાસ, કેસ અને રેગ્યુલેટરી બોડીઝની કડકાઈનો સામનો કરવો પડે છે. છેલ્લા કેટલાક વર્ષોથી કંપનીના તેની સાથે સંકળાયેલા અનેક કેસોનો એકલા અમેરિકામાં જ સામનો કરવો પડ્યો છે. પોતાની પોસ્ટમાં પેસિન્ટી લખે છે કે આ ફેરફાર અગાઉ અમે ઘણો વિચારવિમર્શ કર્યો. કેમકે અનેક સ્થળે આ સિસ્ટમ ખૂબ મદદગાર ટૂલ તરીકે ઉપયોગમાં લેવાય છે. તેઓ લખે છે કે અનેક એવા મામલા સામે આવ્યા છે જ્યારે આ ટેકનિક ઘણી મદદરૂપ થઈ છે. જો કે, આ ટેકનોલોજી સાથે સંકળાયેલી ચિંતાઓ સામે આવી છે.

પેસિન્ટીએ કહ્યું કે રેગ્યુલેટર્સ અત્યારે પણ તેના ઉપયોગ સાથે જોડાયેલા સ્પષ્ટ નિયમ બનાવવાની કોશિશ કરી રહ્યા છે. આ અનિશ્ચિતતાને જોઈને ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ બંધ કરવી યોગ્ય રહેશે.

ક્યાં સુધી સંપૂર્ણપણે બંધ થઈ જશે ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ?
ફેસબુક ભારત સહિત સમગ્ર દુનિયામાં આ સિસ્ટમને બંધ કરી દેશે. તેને પરત લેવાની પ્રક્રિયા ડિસેમ્બર સુધી પૂરી કરી લેવાશે. યુઝર્સની પ્રાઈવસી અને ડિજિટલ રાઈટ્સની વાત કરનારા એક્ટિવિસ્ટે ફેસબુકના આ નિર્ણયનું સ્વાગત કર્યુ છે.

ન્યુયોર્ક ટાઈમ્સના પ્રમાણે કંપની ડિપકેસને સંપૂર્ણપણે હટાવી રહી નથી. ડિપફેસ અલ્ગોરિધમ દ્વારા જ ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ કામ કરે છે. મેટાના પ્રવક્તાએ પણ ભવિષ્યમાં આ ટેકનોલોજીના ઉપયોગથી ઈનકાર કર્યો નથી.

ઈલેક્ટ્રોનિક પ્રાઈવસી ઈન્ફોર્મેશન સેન્ટર (EPIC)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એલન બટલરે કહ્યું કે લાંબા સમયથી ઈન્ટરનેટ યુઝર્સ પર્સનલ ડેટા એબ્યુઝનો સામનો કરી રહ્યા છે. આ બધું ફેસબુક સહિત અન્ય પ્લેટફોર્મ્સના કારણે થઈ રહ્યું હતું. EPICએ 2011માં સૌપ્રથમ આ સિસ્ટમને બંધ કરવાની માગણી કરી હતી. ફેસબુકના આ કદમ પછી પણ બટલરે કહ્યું કે અમેરિકાને હજુ પણ એક વ્યાપક ડેટા સિક્યુરિટી નિયમોની આવશ્યકતા છે.

ભારતમાં આ ટેકનોલોજીનો ક્યાં ઉપયોગ થાય છે?
દેશમાં કેટલાક સૌથી વ્યસ્ત એરપોર્ટ્સ અને રેલવે સ્ટેશનો પર ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમનો ઉપયોગ થાય છે. આ ટેકનોલોજીનો અનેક રાજ્યોની એજન્સીઓ પણ ઉપયોગ કરી રહી છે. તેને ક્લોઝ સર્કિટ કેમેરાથી પણ જોડવામાં આવે છે. જેનાથી રિયલ ટાઈમ બેઝિસ પર ફોટો દ્વારા લોકોની ઓળખ કરી શકાય.

કેટલીક સરકારી અને પ્રાઈવેટ કંપનીઓમાં કર્મચારીઓની એટેન્ડન્સ માટે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજી પ્રોઈવાઈડ્સ ભારતને વીડિયો સર્વેલન્સ અને ફેશિયલ રેકગ્નિશન ટેકનોલોજીના મોટા માર્કેટ તરીકે જૂએ છે.

એક્સપર્ટ્સ શા માટે કરતા રહ્યા છે આ ટેકનોલોજીનો વિરોધ?
હોસ્પિટલો, રિટેલર્સ અને બિઝનેસ સેક્ટરમાં ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ ખૂબ પોપ્યુલર છે. પરંતુ, ક્રિટિક આ સિસ્ટને પ્રાઈવસી માટે જોખમ ગણાવે છે. આના કારણે IBMએ ફેશિયલ રેકગ્નિશન પ્રોડક્ટનું વેચાણ હંમેશા માટે બંધ કરી દીધું. આ રીતે માઈક્રોસોફ્ટ કોર્પોરેશન અને એમેઝોને પોલીસને આ પ્રોડક્ટ્સનું વેચાણ અનિશ્ચિત કાળ માટે સસ્પેન્ડ કરી દીધું છે.

શું ફેસબુક પર તેના કારણથી ક્યારેય કોઈ કાયદાકીય કાર્યવાહી પણ થઈ છે?
2019માં યુએસ ફેડરલ ટ્રેડ કમિશને પ્રાઈવસી સાથે સંકળાયેલી ફરિયાદો પછી ફેસબુક પર 5 બિલિયન ડોલર (37.2 હજાર કરોડ રૂપિયા)નો દંડ ફટકાર્યો હતો.

આ જ વર્ષે યુએસના ઈલિનોઈસમાં એક જજે 650 મિલિયન ડોલર (લગભગ 4.8 હજાર કરોડ રૂપિયા)નો દંડ લગાવ્યો હતો. આ દંડ સહમતિ વિના યુઝરનો બાયોમેટ્રિક ડેટા સ્ટોર કરવાના કેસમાં લાગ્યો હતો.