• Gujarati News
 • Dvb original
 • Explainer
 • Why Don't Punjab Farmers Trust The Prime Minister On The Issue Of Farmers' Bill? The Akali Dal First Agreed On The Laws, Then Why The Anger?

ભાસ્કર એક્સપ્લેનર:ખેડૂત બિલના મુદ્દે પંજાબના ખેડૂતો વડાપ્રધાન પર પણ કેમ વિશ્વાસ નથી કરી રહ્યા? અકાલી દળ કાયદાઓ પર પહેલા સંમત હતું, પછી ગુસ્સે કેમ થઈ ગયું?

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

હવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે ના તો ભારતીય ખાદ્ય નિગમ ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાનું બંધ કરશે અને ના તો ન્યૂનતમ સપોર્ટ ભાવ (MSP) બંધ થવાનું છે તો પણ ખેડૂતોના કાયદા સાથે જોડાયેલા મુદ્દે અકાલી દળ હજી નારાજ છે. જે અકાલી દળ ચાર દિવસ ભાજપ સાથે હતું, તેને હવે શું થઈ ગયું? પંજાબમાં તો તેણે જૂનમાં રિલીઝ કરેલા ઓર્ડિનન્સનો બચાવ સુદ્ધાં કર્યો હતો.

થોડાં જ દિવસમાં એવો ઘટનાક્રમ બન્યો કે અકાલી દળે માત્ર બિલનો વિરોધ નથી કર્યો પરંતુ હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું પણ આપી દીધું. હવે સવાલ એ છે કે જો ખેડૂતોના ભલાઈની વાત હતી તો અકાલી દળે પહેલા આ બિલનો વિરોધ કેમ ના કર્યો? કેટલાંક મુદ્દા પર તો પહેલા પણ મતભેદ છે, આવામાં સરકારમાંથી નીકળવાની કે NDA છોડવાની કેમ જરૂર ઊભી થઈ?

સૌથી પહેલા સમજીએ કે આ કાયદો શું છે અને તેનાથી શું ફેરફાર થશે? કૃષિ સુધારાને ટાર્ગેટ કરનારા ત્રણ બીલ છે- ધ ફાર્મર્સ પ્રોડ્યૂસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ 2020, ધ ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓફ પ્રાઈઝ એશ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીઝ બિલ 2020 અને ધ એસેન્શિયલ કમોડિટીઝ (અમેન્ડમેન્ટ) બિલ 2020.

સરકાર કહી રહી છે કે આ બિલ આઝાદી બાદ એગ્રીકલ્ચર સેક્ટરમાં સૌથી મોટા સુધારા તરીકે લાગુ કરવામાં આવી રહ્યાં છે. એક કાયદો ખેડૂતોને કૃષિ ઊપજોને દેશમાં ગમે ત્યાં વેચવાની પરવાનગી આપે છે. એટલે કે વચેટિયાઓ પરની નિર્ભરતા પૂરી રીતે નાબૂદ થાય છે. જોકે, કોંગ્રેસ સહિત કેટલીક પાર્ટીઓ આમાં કોર્પોરેટ્સને લાભ પહોંચડવાનું ષડયંત્ર હોવાનું જુએ છે.

આ ત્રણેય બિલને કેન્દ્ર સરકારે લૉકડાઉન દરમિયાન 5 જૂન, 2020ના રોજ ઓર્ડિનન્સ દ્વારા લાગુ કર્યા હતા. આ ત્રણેય લોકસભામાં પસાર થઈ ચૂક્યા છે. હવે ચર્ચા માટે રાજ્યસભામાં જશે. ત્યાં પાસ થયા બાદ તે કાયદો બનશે. સરકારનો પ્રયાસ છે કે તે આ જ સત્રમાં ત્રણેય બિલ સંસદમાં પસાર કરી દે.

અકાલી દળ શા માટે આ બિલનો વિરોધ કરી રહ્યું છે?

 • આ વાત સમજવી જરૂરી છે કે પંજાબમાં અકાલી દળની આ સમયે સ્થિતિ શું છે? તેની વોટબેંક નાના ખેડૂતો તથા ખેત મજૂરો પર આધારિત છે. સુખબીરસિંહે કહ્યું હતું, 'દરેક અકાલી એક ખેડૂત છે અને દરેક ખેડૂત એક અકાલી છે.' પંજાબમાં આ સમયે ખેડૂતોના સંગઠનો રાજકીય મતભેદ ભૂલીને આ ઓર્ડિનન્સ વિરુદ્ધ એક થાય છે.
 • કોંગ્રેસ પછી દેશની બીજી સૌથી જૂની પાર્ટી શિરોમણિ અકાલી દળે 2017માં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં 117માંથી માત્ર 15 બેઠક જીતી હતી. આ પાર્ટીએ 2007થી 2017 એટલે કે 10 વર્ષ રાજ્યમાં શાસન કર્યું હતું. તે અકાલી દળ તથા ભાજપ ગઠબંધનને માત્ર 15 ટકા સીટ મળી હતી. કોંગ્રેસે 1957 બાદ સૌથી મોટી જીત મેળવી હતી.
 • આવામાં આંદોલનમાં ખેડૂતોની સાથે ઊભા રહીને અકાલી દળને નવી તાકત મળશે. કોઈએ પણ વિચાર્યું નહોતું કે આ મુદ્દે અકાલી દળ ભાજપની વિરુદ્ધ જશે. ખેડૂતોને સપોર્ટ કરીને અકાલી શાસનમાં 2015માં થયેલી સૅક્રિલિજની ઘટનાઓનો ગુસ્સો ઓછો કરી શકે છે.

ખેડૂતો પંજાબમાં જ કેમ ભડકેલા છે?

 • જો પંજાબ અને હરિયાણાની ખેડૂત સંગઠનોની વાત માનીએ તો આ ખરડાની શરૂઆત છે. આગળ જઇને મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (MSP) બંધ થઈ જશે. કૃષિ પેદાશ મંડીયો પણ બંધ રહેશે. પંજાબ એગ્રિકલ્ચર નિવર્સિટીના અભ્યાસ મુજબ, રાજ્યમાં 12 લાખ ખેડૂત પરિવાર છે. 28 હજાર રજિસ્ટર્ડ કમિશન એજન્ટ્સ છે. તેઓ સીધા ખેતી સાથે જોડાયેલા છે.
 • પંજાબનું અર્થતંત્ર મુખ્યત્ત્વે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) જેવી કેન્દ્રીય એજન્સીઓના ફંડ પર ચાલે છે. 2019-20 રવિ સિઝનમાં કેન્દ્રીય પૂલમાં ઘઉંના 341.3 લાખ મેટ્રિક ટન ઘઉંમાંથી પંજાબનો હિસ્સો 129.1 લાખ મેટ્રિક ટન હતો. 2018-19માં કેન્દ્ર દ્વારા 443.3 લાખ મેટ્રિક ટન ચોખાની ખરીદી કરવામાં આવી હતી, જેમાંથી 113.3 LMT ચોખા પંજાબમાંથી ખરીદવામાં આવ્યા હતા.
 • ખેડૂતોનું માનવું છે કે, FCI હવે રાજ્યની મંડીઓમાંથી ઘઉં અને ચોખાની ખરીદી કરશે નહીં. આનો અર્થ એ કે દલાલ/કમિશન એજન્ટ/એજન્ટને પણ 2.5 ટકા કમિશન નહીં મળે. રાજ્યને FCI તરફથી 6% કમિશન પણ મળશે નહીં. જો ખુલ્લામાં અનાજ વેચવાની મંજૂરી આપવામાં આવે તો આ કમિશન બંધ થઈ જશે.

શું અકાલી દળ અને ભાજપ વચ્ચેના સંબંધો પહેલીવાર ઉમટી પડ્યા છે?

 • જો કે, પહેલીવાર તો આવું નથી થયું. નાગરિકત્વ કાયદા અને જમ્મુ-કાશ્મીરના મુદ્દે પણ બંને પક્ષોના સંબંધમાં તિરાડ પડી હતી. પરંતુ તે પછી પણ આવી કોઈ સ્થિતિ નહોતી કે હરસિમરતે રાજીનામું આપી દીધું હોય. હવે, આ મામલો ગંભીર લાગી રહ્યો છે.
 • પ્રકાશસિંહ બાદલના અવસાન પછી સુખબીર બાદલ પાર્ટીના સર્વેસર્વા તો બની ગયા. પરંતુ હજી સુધી તેમની ક્ષમતા સાબિત નથી કરી શક્યા. તેમજ, મોદી સરકારે અકાલી દળથી અલગ થયા પછી એક અલગ ગ્રૂપ બનાવનારા રાજ્યસભાના સાંસદ એસ.એસ.ઢિંડસાને પદ્મ ભૂષણ આપ્યું હતું.
 • અકાલી દળે અગાઉ જાન્યુઆરીમાં સંસદમાં નાગરિકત્વ (સુધારા) અધિનિયમને ટેકો આપ્યો હતો. પરંતુ જ્યારે પંજાબ વિધાનસભામાં આ વિષયના વિરોધમાં ઠરાવ આવ્યો ત્યારે તેનો પણ ટેકો મળ્યો. ત્યારબાદ દિલ્હીની ચૂંટણીમાં ભાજપ સામે લડવાનું નક્કી કર્યું.
 • સંસદમાં આ અઠવાડિયે સુખબીર બાદલે જમ્મુ-કાશ્મીરના નવા કેન્દ્ર શાસિત પ્રદેશ માટેના ભાષા બિલમાં પંજાબીને સામેલ કરવા સામે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ખાલસા રાજના સમયથી ત્યાં સ્થાનિક રીતે પંજાબી બોલાતી હોય છે.
 • અગાઉ, વર્ષ 2017ની ચૂંટણી પહેલા પણ એવા સંકેત મળ્યા હતા કે બંને પક્ષો વિધાનસભાની અલગ ચૂંટણી લડી શકે છે. જો કે, બંને અલગ થયા નહીં. પ્રકાશ સિંહ બાદલ એ બંને પક્ષોને જોડવામાં મહત્ત્વની કડી હતી. આવી સ્થિતિમાં સુખબીરની પ્રતિભા અને ક્ષમતા હવે દાવ પર લાગી ગઈ છે.
અન્ય સમાચારો પણ છે...