ભાસ્કર એક્સપ્લેનર:ચીન કેમ અને કેવી રીતે 10 હજાર કરતાં વધારે ભારતીયોની જાસૂસી કરી રહ્યું છે? હાઇબ્રિડ વોરફાયર શું છે?

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધીમાં ભારત સરકારે 224 ચાઇનીઝ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે
 • તેમના સર્વર ચીનમાં હતા અને ભારતીય યુઝર્સના ડેટ ભેગા કરી રહ્યા હતા

લદ્દાખ બોર્ડર પર ભારત અને ચીનની સેના સામ-સામે છે. વિદેશ મંત્રી સ્તરની વાતચીત બાદ પણ તણાવ ઓછો થયો નથી. આ મામલે ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે અત્યાર સુધી 224થી વધારે ચાઈનીઝ એપ્સ બૅન કરી છે. તે સમયે જણાવાયું હતું કે આ તમામ એપ્સના સર્વર ચીનમાં છે અને સર્વરનાં માધ્યમથી ભારત સહિત દુનિયાભરના યુઝર્સનો ડેટા ચોરી થાય છે. તેનાથી આપણા દેશના સાર્વભૌમત્વ પર જોખમ છે.

પરંતુ ઈન્ડિયન એક્સપ્રેસે એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટ મુજબ, શિન્હુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત 1 હજારથી વધારે ભારતીયોની ગતિવિધિ ટ્રેક કરી રહી છે. તે ટ્રેકિંગના ડેટાનું એનાલિસિસ પણ કરી રહી છે. શિન્હુઆ ડેટા ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક પ્રાઈવેટ ચાઈનીઝ કંપની છે, જે ચીન સરકાર સાથે મળી કામ કરે છે.

કેવી રીતે સાઈબર ટ્રેકિંગ થાય છે અને તેનાથી કેટલું જોખમ છે?

 • આ મામલે ઈન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ મહત્ત્વપૂર્ણ છે. રિપોર્ટ પ્રમાણે શિન્હુઆએ પોતાને ‘થ્રેટ ઈન્ટેલિજન્સ સર્વિસિસ’ તરીકે પ્રચલિત કરી છે. સરળ શબ્દોમાં શિન્હુઆ કંપની સાઈબર ટૂલ્સનો પ્રયોગ કરી તેના ક્લાઈન્ટના વિરોધીઓની ઓળખ કરી તેમને ટાર્ગેટ કરે છે.
 • કંપની પબ્લિક ડેટાબેઝ, સોશિયલ મીડિયા, સરકારી દસ્તાવેજો અને અન્ય સ્ત્રોતથી મળેલી માહિતીનું એનાલિસિસ કરી ટાર્ગેટના ડિજિટલ ફૂટપ્રિન્ટને ટ્રેક કરે છે. તેનાથી તેને ઈન્સ્ટિટ્યૂટ અને ગ્રુપ્સ સાથે એ લોકોની સંવેદનશીલ માહિતી મળે છે જે ટાર્ગેટથી જોડાયેલા હોય છે.
 • ઉદાહરણ તરીકે A નામનો વ્યક્તિ પ્રભાવશાળી છે. તેના દેશમાં તેનું પ્રભુત્વ છે. તેવામાં તેની સાથે સંબંધ ધરાવતા B, C અથવા D નામના વ્યક્તિની ગતિવિધિઓ પણ ટ્રેક કરવામાં આવે છે. આ વ્યક્તિઓ ટ્રાગેટ વ્યક્તિના સંબંધીઓ, સહયોગી, મિત્રો અને સહકર્મચારીઓ હોઈ શકે છે.
 • રિલેશન ડેટાબેઝ મહત્ત્વપૂર્ણ હોય છે. તે શિન્હુઆને ભારતની મહત્ત્વપૂર્ણ બાબતો પર માહિતી મેળવવા માટે મદદ કરે છે. જેમ કે 2 લોકોના રાજકીય વિચાર, પ્રમુખ વ્યક્તિઓનો વ્યવહાર, વ્યવહારથી જોડાયેલી માહિતી, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તરે કઈ વ્યક્તિઓ અથવા સંસ્થાઓનો પ્રભાવ છે?
 • તેનાથી ક્યાંક ને ક્યાંક એ શોધવાનો પ્રયત્ન થાય છે કે A શું વિચારે છે? શું પ્લાન કરી રહ્યો છે? કેવી રીતે નિર્ણય લઈ રહ્યો છે અને લઈ શકે છે? આ કારણોસર શિન્હુઆ તેનાથી જોડાયેલા લોકોની દરેક નાનામાં નાની અને મોટામાં મોટી માહિતી એકઠી કરે છે.

શિન્હુઆ ડેટા કંપની કોને ટ્રેક કરી રહી છે?
તપાસમાં ધ ઇન્ડિયન એક્સપ્રેસે જણાવ્યું કે શિન્હુઆના ડેટાબેઝમાં રાજકારણ અને કાયદા સાથે સંકળાયેલા 1,350 લોકોના ઇન્ફોર્મેશન ટ્રી સામેલ છે. તેમની દેખરેખમાં ભાજપ, કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, શિવસેના જેવા પક્ષોના નેતાઓ સામેલ છે. 700 નેતાઓને ડાયરેક્ટ ટ્રેક કરવામાં આવી રહ્યા છે. આ સિવાય એવા 100થી વધુ લોકોની શોધ કરવામાં આવી રહી છે જેઓ આ પક્ષો સાથે સંકળાયેલા નેતાઓના સબંધીઓ છે અથવા સીધા સંબંધો ધરાવે છે.

આ સાઇબર ટ્રેકિંગનો હેતુ શું છે?

 • ચીનની સાઇબર જાસૂસી પ્રવૃત્તિઓનો ઉદ્દેશ ભારતની રાજકીય રચનામાં ઘુસણખોરી છે. જેથી, ભારતની તુલનામાં તેને અપર હેન્ડ મળી શકે. શિન્હુઆની થ્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ એવી જ છે જેનો ઉપયોગ આજકાલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ કોઈ ક્રિમિનલને પકડવા માટે કરે છે.
 • આ સર્વિસિસ કોઈ દેશમાં અસરકારક સાબિત થઈ શકે છે. તે ગુપ્તચર એજન્સીઓ માટે પણ કામની છે. પરંતુ જ્યારે તેનો ઉપયોગ બીજા દેશ દ્વારા કરવામાં આવે ત્યારે તેને સાઇબર જાસૂસી અને સાઇબર વોરફાયર એક્ટિવિટી કહેવામાં આવે છે. આ એક રીતે હાઇબ્રિડ વોરફેર જ છે.

ચીન આ કેવી રીતે અને કેમ કરી રહ્યું છે?

 • રિટાયર્ડ IPS ઓફિસર અને સાઇબર ક્રાઇમ એક્સપર્ટ ડો.શૈલેન્દ્ર શ્રીવાસ્તવે કહ્યું કે, મોટા ડેટા અને સોશિયલ મીડિયા એનાલિટિક્સ દ્વારા કોઈના ડિજિટલ ફૂટપ્રિન્ટ પર નજર રાખવી એ આજકાલ કોઈ મોટું કાર્ય નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગને આ ખૂબ સરળ બનાવ્યું છે.
 • તેમણે એમ પણ કહ્યું હતું કે આ સમયે આપણો દેશ ઘણા પડાવો પર લડી રહ્યો છે. તે ચીનની સરહદનો મુદ્દો હોય કે કોવિડ -19, નેપાળથી સંબંધિત મુદ્દો હો કે ઇકોનોમિક ફ્રંટનો હોય. ઘણા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જે વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે. આવા સમયે દુશ્મનના હાથમાં કોઈપણ પ્રકારની માહિતી જવી જોખમી છે.
 • જો કે, ડો. શ્રીવાસ્તવ કહે છે કે ભારતની સાઇબર સિસ્ટમ ખૂબ મજબૂત છે. ફાયરવોલ્સ મજબૂત છે. PMO અથવા અન્ય કોઈ મંત્રી અથવા અધિકારીની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. કોઈપણ કંપની અથવા દેશ માટે તેના ડિજિટલ ફૂટપ્રિન્ટ શોધવું એટલું સરળ નથી હોય.
અન્ય સમાચારો પણ છે...