તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Dvb original
 • Explainer
 • Who Will Be In The IPL Auction Is Not Determined By Performance Alone; From Recommendations To Backdoor Entries, Find Out How Cricketers Are Shortlisted.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:IPL ઓક્શનમાં કોણ આવશે, આ માત્ર પર્ફોર્મન્સથી નક્કી થતું નથી; ભલામણથી લઈને બેકડોર એન્ટ્રી સુધી, જાણો કઈ રીતે શોર્ટલિસ્ટ થાય છે ક્રિકેટર?

18 દિવસ પહેલા
 • કૉપી લિંક

18 ફેબ્રુઆરીએ યોજાનારા IPL ઓક્શનમાં કેટલાક પૂર્વ ક્રિકેટર્સના પુત્રોને પણ સામેલ કરાયા છે, જેમનાં નામો પર વિવાદ થઈ રહ્યો છે. કહેવાય છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેમને સામેલ કરવા માટે કેટલાક સારા ખેલાડીઓ પાસેથી ઓક્શનમાં સામેલ થવાનો મોકો ઝૂંટવી લીધો. સવાલ એ છે કે શું વાસ્તવમાં BCCI નક્કી કરે છે કે ઓક્શનમાં કયો ખેલાડી સામેલ થશે અને કયો નહીં? આખરે IPL ઓક્શન માટે ખેલાડી શોર્ટલિસ્ટ કઈ રીતે થાય છે? આવો, આ જાણીએ, પરંતુ પ્રથમ ચાર વાતો જાણી લો. બે ખેલાડીની, જેમને લિસ્ટમાં સામેલ કરવા પર અને બે વાતો તેમની, જેમને સામેલ ન કરવામાં આવતાં વિવાદ સર્જાયો.

બે ખેલાડી, જેમના સામેલ થવા પર સવાલો સર્જાયા...

 • દિલીપ દોશીના પુત્ર, જેઓ ઈંગ્લેન્ડના ખેલાડી તરીકે ઓક્શનમાં સામેલ થશેઃ 42 વર્ષીય નયન દોશી પૂર્વ ભારતીય સ્પિનર દિલીપ દોશીના પુત્ર છે. નયને 2013માં સૌરાષ્ટ્ર માટે પોતાની અંતિમ રણજી મેચ રમી હતી. જ્યારે અંતિમ ટી-20 વર્ષ 2011માં રમી હતી. આ વખતના ઓક્શનમાં તેમને ઈંગ્લેન્ડના ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. લેફ્ટ આર્મ સ્પિનર નયને કરિયરની 52 ટી-20 મેચોમાં કુલ 68 વિકેટ લીધી છે.
 • સૈયદ કિરમાણીના પુત્ર, જે બે વર્ષથી કોઈ ક્લબ માટે પણ ટી-20 રમ્યા નથીઃ 31 વર્ષના સાદિક કિરમાણી પૂર્વ વિકેટકીપર સૈયદ કિરમાણીના પુત્ર છે. સાદિકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ભાગ લીધો નથી કે ન તો સ્ટેટ લેવલ પર કોઈ ટી-20 મેચ રમી નથી. તેણે કર્ણાટક માટે માત્ર બે લિસ્ટ-એ મેચ રમી છે, બંને ડિસેમ્બર 2015માં. પિતાની જેમ જ વિકેટકીપર સાદિકે ક્લબ લેવલ પર 2018માં અંતિમ ટી-20 મેચ રમી હતી. સાદિક આ વખતે આઈપીએલ ઓક્શનનો હિસ્સો છે.

આ બંને ઉપરાંત સચિનના પુત્ર અર્જુન તેંડુલકરનું નામ પણ ઓક્શનની યાદીમાં સામેલ છે. 21 વર્ષીય અર્જુનના નામ પર પણ વિવાદ થઈ રહ્યો છે. જોકે અર્જુન અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે. આ વર્ષે જ તેણે મુંબઈ માટે ટી-20માં ડેબ્યુ કર્યું છે.

બે ખેલાડી, જેમના સામેલ ન થવા પર સવાલો થયા...

 • સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનારા આશુતોષ અમનઃ બિહારના અમને આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની છ મેચમાં 16 વિકેટ લીધી. અમન પછી વડોદરાના લુકમાન મેરીવાલાએ 15 વિકેટ લીધી, પરંતુ તેમણે આ માટે 8 મેચ રમી. 34 વર્ષના અમને 2019માં જ બિહારની ટીમમાં પરત આવ્યા પછી ટી-20 ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે.
 • 5 મેચમાં 18 છગ્ગા લગાવનાર પુનિત બિષ્ટઃ મેઘાલયના કપ્તાન પુનિત બિષ્ટે 146 રનની અણનમ ઈનિંગ રમી. આ મુશ્તાક અલી ટ્રોફીનો સૌથી મોટો સ્કોર છે. તેનો સ્ટ્રાઈક રેટ 200થી વધુનો રહ્યો. ટૂર્નામેન્ટમાં પુનિતથી વધુ 22 છગ્ગા માત્ર પ્રભસિમર સિંહે લગાવ્યા હતા, પણ પ્રભસિમરે પુનિતથી વધુ 7 મેચ રમી હતી. 34 વર્ષનો બિષ્ટ અગાઉ દિલ્હી ડેરડેવિલ ટીમનો હિસ્સો રહી ચૂક્યો છે.

IPL ઓક્શન માટે ખેલાડી શોર્ટલિસ્ટ કઈ રીતે થાય છે?
એક ખેલાડી કયા મુકામ પર થઈને ઓક્શનમાં સામેલ થાય છે. આ અંગે 2009થી 2015 સુધી IPL રમી ચૂકેલા વિકેટકીપર-બેટ્સમેન મનવિંદર બિસલાએ ભાસ્કરને જણાવ્યું. પ્રથમ વાત ખેલાડીઓના રજિસ્ટ્રેશનની કરીએ તો એના માટે મોટા ભાગે ચાર પ્રકારની પ્રક્રિયા અપનાવવામાં આવે છે.

 • ઓક્શનમાં સામેલ થવા ઈચ્છતા ભારતીય ખેલાડી પોતાના સ્ટેટ બોર્ડ દ્વારા IPLમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
 • IPLની તમામ ફ્રેન્ચાઈઝી ટેલન્ટ સર્ચ પ્રોગ્રામ ચલાવે છે. એમાંથી પણ પસંદ કરાયેલા ખેલાડી ઓક્શન માટે પોતાના રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ભલે તે સ્ટેટ લેવલ પર કોઈ ક્રિકેટ ન રમ્યો હોય. જોકે આ ખેલાડીઓને પણ સ્ટેટ બોર્ડ દ્વારા જ રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે.
 • વિદેશી ખેલાડીઓને IPL ઓક્શનમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે પોતાના દેશના બોર્ડની તરફથી જારી NOC પણ આપવાનું હોય છે.
 • -ક્યારેક ક્યારેક ઈન્ટરનેશનલ ક્રિકેટ ન રમેલા ખેલાડીઓને ફ્રેન્ચાઈઝી ત્યાંની ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાંથી પસંદ કરે છે. તેમને પણ ઓક્શનમાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. આ વખતની ઓક્શનની વાત કરીએ તો કુલ 1097 ખેલાડીએ ઓક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

રજિસ્ટ્રેશન પછી શોર્ટલિસ્ટ ખેલાડી જ ઓક્શનનો હિસ્સો બને છે
બિસલા કહે છે, રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી થયા પછી BCCI ખેલાડીઓની યાદી તમામ ફ્રેન્ચાઈઝીસને મોકલે છે. ફ્રેન્ચાઈઝી પોતાની આવશ્યકતા અનુસાર ખેલાડીઓનાં નામોની ચોઈસ મોકલે છે. જો કોઈ ખેલાડી કોઈપણ ફ્રેન્ચાઈઝીની ચોઈસમાં સામેલ ન થાય તો તેને ફાઈનલ ઓક્શન લિસ્ટમાંથી હટાવી દેવામાં આવે છે.

રજિસ્ટર્ડ ખેલાડીઓની યાદી ઉપરાંત પણ કેટલાક ખેલાડીઓનાં નામ ફ્રેન્ચાઈઝી પોતાના તરફથી જોડવા માટે ભલામણ કરી શકે છે. જો ખેલાડી અને તેમનું બોર્ડ તૈયાર થાય તો તે ખેલાડીને પણ ઓક્શનમાં સામેલ કરી લેવામાં આવે છે.

આ વખતે ઓક્શનમાં સામેલ કુલ 292 ખેલાડીમાંથી ન્યૂઝીલેન્ડના કોરી એન્ડરસન, ઓસ્ટ્રેલિયાના શોન માર્શ, સાઉથ આફ્રિકાના મોર્ને મોર્કલ જેવા 17 ખેલાડીને ફ્રેન્ચાઈઝીસની ભલામણ પછી ઓક્શનની લિસ્ટમાં સામેલ કરાયા છે.

ભલામણની રમત પણ ચાલે છે.
રાજસ્થાન રોયલ્સ અને પુણે વોરિયર ટીમનો હિસ્સો રહેલા એક ખેલાડીએ નામ ન છાપવાની શરતે કહ્યું હતું કે જો તમારો સંબંધ IPLની કોઈ ટીમના કોચ, કેપ્ટન કે મેનેજમેન્ટ સાથે છે અથવા તો પછી સ્ટેટ અને BCCIના અધિકારીઓ સાથે છે, તો માત્ર આપનું નામ જ ઓક્શન લિસ્ટમાં સામેલ નહીં થાય, પણ ટીમો ખરીદે પણ છે. જોકે આ પ્રકારના ખેલાડીઓને મેચ રમવાની તક ઓછી જ મળે છે. તેઓ મોટા ભાગે માત્ર બેન્ચ પર જ બેઠેલા જોવા મળે છે.

આ પ્રકારની વાતો ઘણીવાર કેટલાક ખેલાડીઓ માટે કહેવામાં આવે છે. આ વખતે સાદિક કિરમાણી, નયન દોશી અને સચિનના પુત્ર અર્જુન તેંડુલકરનું નામ લેવામાં આવી રહ્યું છે. આ અગાઉ પણ અનેક ખેલાડીઓની પસંદગી અંગે સવાલો થતા રહ્યા છે.

પૂર્વ રેલવેમંત્રી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવનો પુત્ર તેજસ્વી યાદવ 2008થી 2012 સુધી દિલ્હી ડેરડેવિલ્સ ટીમનો હિસ્સો બની હતો, પણ તેને કોઈ મેચ રમવાની તક ન મળી. 2019માં બિઝનેસમેન કુમાર મંગલમ બિરલાનો પુત્ર આર્યમન બિરલા રાજસ્થાન રોયલ્સનો હિસ્સો રહ્યો, તેને પણ કોઈ મેચ રમવા ન મળી.

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભજન લાલના પૌત્ર અને કોંગ્રેસનેતા કુલદીપ બિશ્નોઈનો પુત્ર ચૈતન્ય બિશ્નોઈ પણ 2018 અને 2019માં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો હિસ્સો રહ્યો, પણ તેને એકપણ મેચ રમવાનો મોકો મળ્યો નહિ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો