ભાસ્કર એક્સપ્લેનર:ભારતમાં વેક્સિનના ઈમર્જન્સી અપ્રૂવલ પહેલાં જાણો, WHOની ગાડઈલાઈન પ્રમાણે તમને વેક્સિન ક્યારે મળશે

ડૉ. પૂનમ ચંદાનીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં 3 કંપનીઓએ પોતાની કોરોના વેક્સિન માટે ઈમર્જન્સી અપ્રૂવલ માગ્યું છે. આગામી કેટલાક અઠવાડિયાંમાં કોઈ એક કંપનીને તેની મંજૂરી પણ મળી શકે છે. તેવામાં સરકારે પણ કોરોના વેક્સિનેશન માટે તૈયારીઓ કરી લીધી છે. કઈ વેક્સિન મળશે તેનો જવાબ ટૂંક સમયમાં મળી જશે. તેનાથી મોટો સવાલ એ છે કે તમને ક્યારે મળશે વેક્સિન? કેન્દ્ર સરકારે પ્રાયોરિટી લિસ્ટ જાહેર કર્યું છે, જેથી એ સમજી શકાય કે તમને વેક્સિન ક્યારે મળશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણના જણાવ્યાનુસાર, કેન્દ્ર સરકારે ઓગસ્ટમાં કોવિડ-19 માટે વેક્સિન એડમિનિસ્ટ્રેશન પર નેશનલ એક્સપર્ટ ગ્રુપ (NEGVAC) બનાવ્યું. તેણે નક્કી કર્યું કે કોવિડ-19નું વેક્સિનેશન કેવી રીતે આગળ વધશે, વેક્સિનની ખરીદીની પ્રક્રિયા કેવી રીતે થશે, વેક્સિનની પસંદગી કેવી રીતે થશે, વેક્સિનની ડિલિવરી કેવી રીતે થશે અને ટ્રેકિંગ મિકેનિઝ્મ શું હશે? NEGVACની ભલામણો આધારે શરૂઆતના સ્ટેજમાં આ 3 ગ્રૂપને પ્રાયોરિટી આપી છે...

  • 1. એક કરોડ હેલ્થકેર વર્કર્સ: તેમાં સ્વાસ્થ્યથી જોડાયેલા કામ કરનારા તમામ કર્મચારી સામેલ છે.
  • 2. 2 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ: તેમાં કેન્દ્ર અને રાજ્યોની પોલીસ, આર્મ્ડ ફોર્સિસ, હોમગાર્ડ્સ, સિવિલ ડિફેન્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વોલન્ટિયર્સ, મ્યુનિસિપલ વર્કર્સ સામેલ રહેશે.
  • 3. 27 કરોડ 50 વર્ષથી વધુ ઉંમરના લોકો: એવા લોકો જેમની ઉંમર 50 વર્ષ અથવા તેનાથી વધારે છે તેને પહેલાં વેક્સિન મળશે. સાથે જ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો જે હાઈ રિસ્ક કેટેગરીમાં આવે છે, અર્થાત ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અથવા અન્ય બીમારીઓ હોય તો તેને પહેલાં વેક્સિન મળશે.

પ્રાયોરિટી ગ્રુપ્સમાં સૌપ્રથમ કોને વેક્સિન મળશે?
જો તમને રસી ક્યારે મળશે તે પ્રશ્નનો જવાબ જાણવા માગતા હો તો તમારે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે સરકારની સ્ટ્રેટેજી સંપૂર્ણપણે WHOની ગાઇડલાઇન્સ પર આધારિત છે. તેના આધારે તમે સમજી શકશો કે તમને ક્યારે વેક્સિન મળશે. WHOએ પ્રાયોરિટી ગ્રુપ્સમાં પણ ત્રણ સ્ટેજ નક્કી કર્યા છે. જે નીચે મુજબ છે.

  • સ્ટેજ-1માં હેલ્થકેર કર્મચારીઓને દેશની 0-10% વસ્તીની ઉપલબ્ધતાના આધારે વેક્સિન આપવામાં આવશે. તેઓ હાઈથી વેરી હાઈ રિસ્ક ગ્રુપ્સમાં આવે છે. તેઓ સૌથી વધુ સંપર્કમાં આવી રહ્યા છે. ટ્રાન્સમિશન પણ વધારી રહ્યા છે. અસિમ્પ્ટોમેટિક હોવા છતાં પણ તેઓ ટ્રાન્સમિશન ફેલાવી રહ્યાં છે. આ કારણોસર ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સને સૌથી આગળ રાખવામાં આવશે. આ સ્ટેજમાં વધુ ઉંમર ધરાવતા વૃદ્ધો, જેમને સૌથી વધુ જોખમ છે તેમમે પણ વેકિસન લગાવવામાં આવશે.
  • સ્ટેજ-2માં ઉપલબ્ધતાના આધારે દેશની 11-20% જનતાને વેક્સિન આપવામાં આવશે. સૌપ્રથમ વૃદ્ધો સામેલ હશે, જે સ્ટેજ-1માં કવર ન થઈ શક્યા હોય તેમને પ્રાધાન્ય આપવામાં આવશે. ત્યારબાદ ઇમ્યુનાઇઝેશનમાં એક્ટિવ હેલ્થ વર્કર્સ, કો-મોર્બિડિટીઝ ગ્રુપ્સ, લો-ઇન્કમ ગ્રુપ્સ, સ્લમ્સમાં રહેતા લોકો અને પછી શાળાના ટીચર્સનો અને સ્ટાફનો સમાવેશ થાય છે.
  • સ્ટેજ-3 એટલે કે દેશની વસતીની સરખામણીની સરખામણીએ 21-50% વેક્સિન મળશે ત્યારે બાકી રહેલા ટીચર્સ અને સ્કૂલ સ્ટાફ, હેલ્થ અને એજ્યુકેશન સેક્ટરની બહારના વર્કર્સ, ગર્ભવતી મહિલાઓ, ઓછાથી મધ્યમ ઉંમર વર્ગના હેલ્થવર્કર અને એવા ગ્રુપ જેમના માટે સોશિયલ ડિસ્ટન્સ રાખવું મુશ્કેલ છે તેમને વેક્સિન આપવામાં આવશે.

વેક્સિનેશનનો આધાર જેન્ડર નહિ બને

  • WHOએ ગ્રુપ્સ અને ગ્રુપ્સની સાઈઝને આધારે પ્રાયોરીટી નક્કી કરવાનું કહ્યું છે, પણ અંતિમ નિર્ણય દેશની સરકાર જ લેશે. આપણે ત્યાં NEGVAC જ વેક્સિન એડમિનિસ્ટ્રેશન એટલે કે પ્રોડક્શન, ખરીદી, લોજિસ્ટિકલ, સપ્લાય અને આપવાની પ્રક્રિયા નક્કી કરી રહ્યું છે. તે જ નક્કી કરશે, પણ તેમાં WHOની ગાઈડલાઈન એક ગાઈડિંગ ફોર્સની જેમ કામ કરશે.
  • ગાઈડલાઈન પ્રમાણે, મહિલાઓની સરખામણીમાં પુરુષ ઈફેક્ટ વધારે થયા અને તેમના મૃત્યુ પણ વધારે થયા. પરંતુ વેક્સિનેશનમાં આ બધી વાતોનું કોઈ મહત્ત્વ નથી. સામાન્ય રીતે વૃદ્ધ લોકોની દેખભાળની જવાબદારી મહિલાઓના માથે હોય છે. પ્રાઈમરી કેરની જવાબદારી પણ મહિલાઓ પર જ હોય છે. સોશિયલ સ્ટેટસ, નાણાકીય સ્થિતિના હિસાબે તેઓ હોસ્પિટલથી દૂર રહે છે. આવી સ્થિતિમાં જેન્ડરને આધાર બનાવીને વેક્સિનેશન પ્રોગ્રામ ના બનાવવા જોઈએ.
અન્ય સમાચારો પણ છે...