તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:કોણ છે મો ધાલીવાલ, જેની બનાવેલી ટૂલકિટ ગ્રેટા થનબર્ગે શેર કરી હતી? શું છે તેનું ખાલિસ્તાન સાથે કનેક્શન? જાણો બધું

એક મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્વીડનની ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની તરફેણમાં સોશિયલ મીડિયા પર લખ્યું. સાથે જ તેણે ટૂલકિટ નામનું એક ડોક્યુમેન્ટ પણ શેર કર્યુ. તેમાં આંદોલન કરવાના ઉપાયો વિશે જણાવાયું હતું. પરંતુ, આ ટૂલકિટ બનાવવાની શંકા પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન (PJF) પર છે. તેના કો-ફાઉન્ડર મો ધાલિવાલ છે. કહેવાય છે કે ધાલીવાલ ખાલિસ્તાન સમર્થક છે અને કેનેડાથી ભારતવિરોધી એજન્ડા ચલાવી રહ્યો છે.

ધાલીવાલ આખરે છે કોણ? તેને ખાલિસ્તાન સાથે શું કનેક્શન છે? ધાલીવાલની ફર્મ PJF શું કરે છે? PJFએ આ આરોપો પર શું સ્પષ્ટતા કરી છે? જે ટૂલકિટને લઈને વિવાદ થઈ રહ્યો છે, એ શું છે? આ ટૂલકિટનો ઉપયોગ શું અગાઉ ક્યાંય થયો છે? આવો જાણીએ...

કોણ છે મો ધાલીવાલ?
મો ધાલીવાલ કેનેડાના વાનકુંવર બેઝ્ડ ડિજિટલ બ્રાન્ડિંગ ક્રિએટિવ એજન્સી સ્કાયરોકેટના કો-ફાઉન્ડર અને ચીફ સ્ટ્રેટેજિસ્ટ છે. 2011માં આ કંપનીની શરૂઆત થઈ હતી. તેના સોશિયલ મીડિયા પ્રોફાઈલ અનુસાર તેણે બ્રિટિશ કોલંબિયાની યુનિવર્સિટી ઓફ ફ્રેશર વેલીથી અભ્યાસ કર્યો છે. અહીંથી તેણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં બે વર્ષનો ડિપ્લોમા કર્યો છે.

ધાલીવાલને જે PJF સાથે સંકળાયેલ ગણાવાય છે, તેના વિશે ધાલીવાલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તેની ફાઉન્ડર તેની મિત્ર અનીતા લાલ છે. કેનેડાના શિખ અને પંજાબી સર્કલમાં તે પોતાની એન્ટરપ્રેનોર સ્કિલ્સ માટે ઓળખાય છે.

તેને ખાલિસ્તાન સાથે શું કનેક્શન છે?
સપ્ટેમ્બર 2020માં ધાલીવાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ‘હું ખાલિસ્તાની છું. આપ કદાચ મારા વિશે આ જાણતા નથીં. કેમ? કેમકે ખાલિસ્તાન એક વિચાર છે. ખાલિસ્તાન એક જીવતી જાગતી, શ્વાસ લેતી મૂવમેન્ટ છે. સપ્ટેમ્બરમાં જ તેણે પોતાના લોકોને એક પિટિશન પર સાઈન કરવાની અપીલ કરી હતી. આ પિટિશન ઓટાવા સ્થિત પબ્લિક થિન્કટેન્ક મેક્ડોનાલ્ડ-લોરિયર ઈન્સ્ટિટ્યુટની વિરુદ્ધ હતી, જેણે ‘ખાલિસ્તાનઃ અ પ્રોજેક્ટ ઓફ પાકિસ્તાન’ નામથી રિપોર્ટ પબ્લિશ કર્યો હતો.

હાલમાં જ સોશિયલ મીડિયા પર આવેલા એક વીડિયોમાં મો ધાલીવાલ ખાલિસ્તાન મૂવમેન્ટના સમર્થનમાં બોલી રહ્યો છે. આ વીડિયોમાં તે જણાવે છે કે તેણે ખાલિસ્તાન મૂવમેન્ટમાં પોતાના કાકાને ગુમાવ્યા છે. અને કહે છે કે તેના કાકા ખાલિસ્તાની આતંકી હતા. જેને 1984માં પંજાબ પોલીસે એન્કાઉન્ટરમાં માર્યો હતો. વીડિયોમાં તે દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને લઈને કહે છે કે કૃષિ કાયદા પરત લેવામાં આવે તો તે જીત નથી. એ દાવો કરે છે કે તેના પછી ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે સંકળાયેલી લડાઈ શરૂ થશે. જો કે, આ વીડિયોમાં કેટલી સચ્ચાઈ છે એ તપાસનો વિષય છે.

ધાલીવાલની ફર્મ PJF શું કરે છે?
કેનેડાની આ ફર્મ ખુદને ઉત્પીડન અને ભેદભાવ વિરુદ્ધ અવાજ ઉઠાવતી સંસ્થા ગણાવે છે. તેની વેબસાઈટના હોમપેજ પર AskIndiaWhy.com નામની વેબસાઈટનો ઉલ્લેખ છે. જેના પર જવાથી ભારત વિરુદ્ધ ઘણી પ્રોપેગેન્ડા કન્ટેન્ટ છે. વેબસાઈટ પર લખવામાં આવ્યું છે કે ભારત એક ‘ફાસીવાદી, હિંસક દમનકારી શાસન’ તરફ આગળ વધી રહ્યું છે. આ સાથે જ પ્રો-ખાલિસ્તાન અને પ્રો-પાકિસ્તાન કેનેડિયન સાંસદ જગમીતસિંહના અનેક નિવેદનો વેબસાઈટ પર છે.

આ ફર્મ દાવો કરે છે કે તે ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન સાથે સક્રિય રીતે જોડાયેલ છે. ફર્મનું ટ્વીટર પેજ ફેબ્રુઆરી 2020માં તો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પેજ જૂન 2020માં બનાવાયું હતું. આના પર પણ ખેડૂત આંદોલન અને ભારત સરકારના કથિત અત્યાચાર સાથે સંકળાયેલ કન્ટેન્ટ મૂકવામાં આવી છે.

PJFએ શનિવારે એક નિવેદન જારી કરીને સમગ્ર વિવાદ અંગે પોતાની સ્પષ્ટતા આપી છે. ફાઉન્ડેશન કહે છે કે દિલ્હીમાં દેખાવો માટે તેમણે ન તો કોઈ કોર્ડિનેશન કર્યુ છે કે ન તો રિહાના, ગ્રેટા જેવી હસ્તીઓને ટ્વીટ કરવા માટે કોન્ટેક્ટ કર્યો છે. ફાઉન્ડેશનનું કહેવું છે કે તે 26 જાન્યુઆરીએ દિલ્હી અને લાલ કિલ્લામાં થયેલી હિંસામાં સામેલ નહોતું. જો કે, ફાઉન્ડેશન કહે છે કે તે ખેડૂતોનાં મુદ્દાઓની તરફેણ દુનિયાભરમાં કરતું રહેશે.

હવે આ ટૂલકિટ શું છે?
ટૂલકિટ એક એવું ડોક્યુમેન્ટ છે જેમાં આંદોલન દરમિયાન સોશિયલ મીડિયા પર સમર્થન કેવી રીતે મેળવી શકાય, કઈ રીતે હેશટેગનો ઉપયોગ કરવામાં આવે, દેખાવો દરમિયાન કોઈ મુશ્કેલી આવે તો ક્યાં કોન્ટેક્ટ કરવો? એ દરમિયાન શું કરવું અને શું કરવાથી બચવું? આ બધુ ટૂલકિટમાં જણાવાયું છે. ગ્રેટા થનબર્ગે આ જ ટૂલકિટ શેર કરી હતી. તેમાં એક ‘પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન’ પણ હતા, જેમાં ‘પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન’નો લોગો લાગેલો હતો.

શું પ્રથમવાર આ રીતની ટૂલકિટ ચર્ચામાં આવી છે?
નહીં એવું નથી. વાસ્તવમાં, ગત વર્ષે અમેરિકામાં એક અશ્વેત જ્યોર્જ ફ્લોઈડની સડક પર હત્યા કરી દેવાઈ હતી. તેના પછી બ્લેક લાઈફ મેટર કેમ્પેન શરૂ કરાયું હતું. ભારત સહિત દુનિયાભરમાં લોકોએ અશ્વેત લોકોના પક્ષમાં અવાજ ઉઠાવ્યો હતો. આ આંદોલનને ચલાવનારાઓએ એક ટૂલકિટ તૈયાર કરી હતી.

તેમાં આંદોલનને લઈને અનેક વાતો જણાવાઈ હતી, જેમકે-આંદોલનમાં કઈ રીતે જવું, કઈ જગ્યાએ જવું, ક્યાં ન જવું, પોલીસ એક્શન લે તો શું કરવું? દેખાવો દરમિયાન કેવા પ્રકારના કપડા પહેરવા, જેનાથી મૂવમેન્ટમાં આસાની રહે. પોલીસ પકડે તો શું કરવું. આ અંગે તમારા અધિકારો શું છે? આ ઉપરાંત હોંગકોંગમાં પણ ચીન વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં ટૂલકિટ શેર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો