દિવાળી પર ભારતને મોટા ખુશખબર મળ્યા છે. લાંબી રાહ જોયા પછી ભારત બાયોટેકની કોવેક્સિનને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની મંજૂરી મળી ગઈ છે. બુધવારે WHOના ટેકનિકલ એડવાઈઝરી ગ્રૂપે કોવેક્સિનની મંજૂરી પર મહોર લગાવી દીધી છે.
કોવેક્સિન એવી બીજી ભારતીય વેક્સિન છે, જેને WHOની અપ્રૂવલ મળી છે. આ અગાઉ કોવિશીલ્ડને WHOની અપ્રૂવલ મળી ચૂકી છે. એપ્રિલમાં કોવેક્સિન બનાવનારી કંપની ભારત બાયોટેકે WHOના એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ એટલે કે EOIનો સ્વીકાર કર્યો હતો.
સમજીએ, કોવેક્સિનને WHOની અપ્રૂવલ મળવાથી તમને શું ફાયદો થશે? કોવેક્સિનને અત્યાર સુધીમાં WHOએ એપ્રૂવલ કેમ નહોતી આપી? અત્યાર સુધી કેટલી વેક્સિનને WHOએ એપ્રૂવલ આપી દીધી છે? અને વેક્સિનને કઈ રીતે WHOની એપ્રૂવલ મળે છે?...
સૌપ્રથમ સમજીએ કોવેક્સિનને એપ્રૂવલ મળવાથી તમને શું ફાયદો થશે?
સૌથી મોટો ફાયદો વિદેશ યાત્રા કરનારા લોકોને થશે. અત્યારે WHOની એપ્રૂવલ નહીં મળવાના કારણે કોવેક્સિન લેનારા લોકોને વિદેશ યાત્રા કરવામાં પરેશાનીનો સામનો કરવો પડતો હતો. અનેક દેશોએ કોવેક્સિન લેનારા લોકોને પ્રવાસની છૂટ આપી નહોતી. એપ્રૂવલ મળ્યા પછી કોવેક્સિન માટે લોકોને વિદેશ યાત્રા કરવામાં આસાની થશે.
અત્યાર સુધી કેમ નહોતી મળી કોવેક્સિનને એપ્રૂવલ?
માનવામાં આવી રહ્યું હતું કે વેક્સિનની એપ્રૂવલમાં વિલંબનું કારણ મેન્યુફેક્ચરિંગ અને ક્વોલિટી સાથે જોડાયેલું હતું. વેક્સિનની સેફ્ટીને લઈને ક્યાંક કોઈ પરેશાની નથી.
વેક્સિનને એપ્રૂવલમાં વિલંબને WHOની ભેદભાવભરી નીતિ તરીકે પણ જોવા આવતું હતું. કોવેક્સિનને એપ્રૂવલ મળવાથી તેની એક્સપોર્ટ થઈ શકશે અને વિદેશી વેક્સિન નિર્માતા કંપનીઓ માટે માર્કેટમાં એક અન્ય કોમ્પિટિટર આવી જશે.
થોડા દિવસો અગાઉ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું હતું કે વેક્સિનને એપ્રૂવલ મળવી એક એડમિનિસ્ટ્રેટિવ કે પોલિટિકલથી વધુ એક ટેકનિકલ પ્રોસેસ છે. ટેકનિકલ કમિટી વેક્સિન ભારત બાયોટેકના સબમિટ કરાયેલા ડેટાનું વેલ્યુએશન કરશે.
WHO એપ્રૂવલ શું હોય છે?
વાસ્તવમાં કોઈપણ બીમારી સામે લડવા માટે વેક્સિન જેટલી જરૂરી છે એટલી જ જરૂરી વેક્સિનની સેફ્ટી પણ છે. કોઈપણ વેક્સિનને સામાન્ય લોકોને આપતા પહેલા તેની ઓવરઓલ સેફ્ટી ચેક કરવામાં આવે છે. સેફ્ટી સ્ટાન્ડર્ડ પર પાર ઉતર્યા પછી જ તેને લોકોને આપી શકાય છે. સરળ ભાષામાં સમજીએ તો આ વેક્સિનની ગુણવત્તા, સુરક્ષા અને ઈફેક્ટિવનેસને માપવાની પ્રોસેસ છે.
WHOની ઈમર્જન્સી યુઝ લિસ્ટિંગમાં મહામારી કે કોઈપણ પબ્લિક હેલ્થ ઈમર્જન્સીમાં હેલ્થ પ્રોડક્ટની સેફ્ટી અને ઈફેક્ટિવનેસને તપાસવામાં આવે છે. WHOએ ફાઈઝરની વેક્સિનને 31 ડિસેમ્બર 2020ના રોજ, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનને 15 ફેબ્રુઆરી 2021ને અને જ્હોનસન અને જ્હોનસનની વેક્સિનને 12 માર્ચને ઈમર્જન્સી યુઝ એપ્રૂવલ આપી હતી.
કોઈ વેક્સિનને કઈ રીતે મળે છે WHOની એપ્રૂવલ?
WHO પાસેથી એપ્રૂવલ માટે અનેક સ્ટેપ્સની પ્રોસેસ થાય છે...
કેટલી ઈફેક્ટિવ છે કોવેક્સિન?
કોવેક્સિનને ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મળીને બનાવ્યું છે. ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલ્સ પછી કંપનીએ દાવો કર્યો હતો કે વેક્સિનની ક્લિનિકલ એફિકસી 78% છે. એટલે કે આ કોરોના ઈન્ફેક્શન રોકવામાં 78% ઈફેક્ટિવ છે. સારી વાત એ છે કે જેને ટ્રાયલ્સમાં આ વેક્સિન લગાવાઈ હતી, તેમાંથી કોઈમાં પણ ગંભીર લક્ષણ ન દેખાયા. એટલે કે ગંભીર લક્ષણોને રોકવાના મામલે તેની ઈફેક્ટિવનેસ 100% છે.
કો-વેક્સિનને પારંપરિક ઈનએક્ટિવેટેડ પ્લેટફોર્મ પર બનાવાયું છે. એટલે કે તેમાં ડેડ વાયરસને શરીરમાં નાખી શકાય છે, જેનાથી એન્ટીબોડી રિસ્પોન્સ થાય છે અને શરીર વાયરસને ઓળખવા અને તેની સામે લડવા લાયક એન્ટીબોડી બનાવે છે.
WHOએ કઈ-કઈ વેક્સિનને એપ્રૂવલ આપી છે?
WHOએ હાલમાં 6 વેક્સિનને અપ્રૂવલ આપી રાખી છે. તેમાં ભારતની કોવિશીલ્ડ પણ સામેલ છે. જો કે, ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની જ વેક્સિનને ભારત બાયોટેક કોવિશીલ્ડ નામથી બનાવી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.