ભાસ્કર એક્સપ્લેનરનવી-જૂની પેન્શન યોજનાનું A TO Z:બન્ને યોજનામાં શું ફરક છે? નિવૃત્તિ પછી કેટલી રકમ અને કયા-કયા લાભ મળે? ઉદાહરણ સાથે સમજો

3 દિવસ પહેલા

થોડા દિવસો પહેલાં જ રાજ્યમાં નિવૃત્ત કર્મચારીઓએ જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવાની માગ સાથે વિરોધપ્રદર્શન કર્યું હતું. એટલું જ નહિ, આપ અને કોંગ્રેસ પણ જૂની પેન્શન યોજના લાગુ કરવાના વાયદા કરી રહ્યા છે.

શું છે જૂની પેન્શન યોજના ?
જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ લીધા બાદ પેન્શનની સુવિધા એટલે કે દર મહિને એક નિશ્ચિત રકમ મળતી હતી. પેન્શનની સંપૂર્ણ રકમ સરકાર આપતી હતી.. આ રકમ કર્મચારીના છેલ્લા પગારની 50 ટકા હતી. જો કોઈ કર્મચારી 10 વર્ષની સેવા પછી પણ નિવૃત્ત થઈ જાય તો તેને આ ફોર્મ્યુલા પ્રમાણે જ પેન્શન મળતું.પેન્શન માટે પગાર કાપવામાં નહોતો આવતો. નિવૃત્તિ બાદ 16.5 મહિનાનો પગાર ગ્રેજ્યુઈટી તરીકે આપવામાં આવતી .આ યોજનામાં નોકરી દરમિયાન મૃત્યુના કિસ્સામાં 20 લાખ ગ્રેજ્યુઈટી આપવામાં આવતી. આશ્રિતને નોકરી પણ આપવામાં આવતી. આ ઉપરાંત મેડિકલ એલાઉન્સ , મોંઘવારી પ્રમાણે મોંઘવારી ભથ્થામાં વધારો, પગારપંચનો લાભ, વગેરે વધારાના લાભ પણ મળતા હતા.
જોકે વર્ષ 2005થી નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. એ યોજના જૂની યોજના કરતાં ઘણી અલગ છે. નવી સિસ્ટમમાં સરકારી કર્મચારીઓના પેન્શનની રકમ માટે મૂળ પગાર અને ડીએમાંથી 10 ટકા કાપવામાં આવે છે. સરકાર પણ એટલી જ રકમ આપે છે. સાદી ભાષામાં સમજીએ તો જે સેવા નિવૃત્ત સરકારી કર્મચારી જૂના પેન્શનના ક્રાઈટેરિયામાં છે અને નિવૃત્તિ સમયે 60 હજાર પગાર હોય તો તેને 30 હજારનું પેન્શન અન્ય લાભ સહિત મળે.. પણ આટલો જ પગાર ધરાવતો કર્મી નવા પેન્શનના ક્રાઈટેરિયામાં હોય તોપણ તેને માત્ર 2500થી 3000નું પેન્શન મળે અને કોઈ વધારાના લાભ પણ તેને ન મળે. આ જ કારણોથી સરકારી કર્મચારીઓ નવી પેન્શન યોજનાનો વિરાધ કરી રહ્યા છે .