તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:ક્યારે મળશે વેક્સિન? ફાઇઝરની 90%થી વધુ ઇફેક્ટિવ કોરોના વેક્સિન અંગે જાણો બધું જ

5 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક
 • અમેરિકાની કંપની ફાઇઝરે જર્મન કંપની બાયોએનટેકની સાથે મળીને વેક્સિન બનાવી છે
 • હાલ 11 કંપનીની વેક્સિન લાર્જ-સ્કેલ એટલે કે એની ટ્રાયલ્સ અંતિમ તબક્કામાં છે
 • ભારત બાયોટેકની સ્વદેશી કોવેક્સિન પણ હાલના સમયે લાર્જ-સ્કેલ ટ્રાયલ્સમાંથી પસાર થઈ રહી છે

ભારતમાં ભલે જ કોરોના વાઇરસના નવા કેસ એક મહિનાથી ઘટી રહ્યા છે, યુરોપના મોટા ભાગના દેશ અને અમેરિકામાં નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. યુરોપના અનેક દેશોએ લોકડાઉનની કડક અમલવારી શરૂ કરી છે, જેથી લોકોને વાઇરસથી બચાવી શકાય. આ વચ્ચે ફાઈઝર (Pfizer) અને તેમની પાર્ટનર કંપની બાયોએનટેક (BioNTech)એ જાહેરાત કરી છે કે તેમના દ્વારા બનાવવામાં આવેલી વેક્સિનના ફેઝ-3 હ્યુમન ટ્રાયલ્સનાં પ્રાથમિક પરિણામો પોઝિટિવ રહ્યાં છે. આ વેક્સિનની ઈફેક્ટિવનેસ 90%થી વધુ રહી છે.

આ એક મહત્ત્વપૂર્ણ સમાચાર છે, કેમ કે હાલના સમયે દુનિયાભરમાં 11 વેક્સિન ફેઝ-3 એટલે કે લાર્જ-સ્કેલ ટ્રાયલ્સમાંથી પસાર થઈ રહી છે. ફાઈઝર ફેઝ-3નાં પ્રાથમિક પરિણામો જાહેર કરનારી પહેલી મોટી કંપની બની ગઈ છે. આ પરિણામો પ્રાથમિક તબક્કાના છે. હજુ પણ આ વેક્સિનના 100% સેફ અને ઈફેક્ટિવ હોવાની ગેરંટી નથી મળી અને આ આગામી કેટલાક મહિનાઓમાં બધા સુધી નથી પહોંચવાની. બચાવના મોટા અને કડક ઉપાયો નહીં કરવામાં આવે તો વધુ લોકોના જીવ જઈ શકે છે.

વૈજ્ઞાનિકોએ હજુ સુધી માહિતી મેળવી છે?

 • ફાઈઝર અને બાયોએનટેકએ પોતાની કોવિડ-19 વેક્સિન માટે જુલાઈમાં લેટ-સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ કરી હતી, જેમાં 44 હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા. અડધા લોકોને વેક્સિન લગાડવામાં આવી અને અડધા લોકો મીઠાવાળા પાણીના પ્લેસેબો અપાયા. જે બાદ કંપનીઓએ રાહ જોઈ કે આ વેક્સિન કોવિડ-19થી બચાવે છે કે નહીં. અત્યારસુધીમાં 44 હજારમાંથી 94 લોકો જ કોવિડ-19 પોઝિટિવ આવ્યા છે. એ વાત પણ માત્ર ઈન્ડિપેન્ડેન્ટ બોર્ડને જ ખ્યાલ છે કે કયા લોકોને વેક્સિન આપવામાં આવી અને કેટલાને પ્લેસેબો.
 • પ્રાથમિક આંકલન જણાવે છે કે વેક્સિન 90% સુધી ઈફેક્ટિવ રહી છે. ક્લિનિકલ ટ્રાયલ્સના સ્ટાન્ડર્ડ મુજબ ડેટા 'બ્લાઈન્ડેડ' રહ્યા, જેનો અર્થ એવો છે કે ઈન્ડિપેન્ડન્ટ બોર્ડને છોડીને કોઈને નથી ખ્યાલ કે જે લોકો કોરોનાનો શિકાર બન્યા તેમને પ્લેસેબો અપાયું હતું કે વેક્સિન. હજુ સુધીના ડેટાને જોતાં કહેવામાં આવે છે કે આ વેક્સિન 90% ઈફેક્ટિવ છે. એ બાદ પણ આપણે એ માની શકીએ છીએ કે જે લોકોને વેક્સિન લગાડવામાં આવી હતી, તેમાં ઘણા ઓછા લોકો કોવિડ-19 પોઝિટિવ છે.

શું આ પ્રાથમિક પરિણામોને સારાં કહી શકાય છે?

 • નિઃસંદેહ. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA)એ તો કહ્યું છે કે જો ઈમર્જન્સી અપ્રુવલ્સ જોઈએ તો વેક્સિન બનાવનારે વેક્સિનની ઓછામાં ઓછી 50% ઈફેક્ટિવનેસ હોવી જરૂરી છે. જો ફાઈઝર અને બાયોએનટેકનાં પ્રાથમિક પરિણામો જ અંતિમ રૂપ લે છે તો આ FDA દ્વારા સેટ કરવામાં આવેલી મિનિમમ લિમિટથી ઉમદા રહેશે.
 • આ પરિણામ કેટલાં સારાં છે એ સમજવા માટે અન્ય વેક્સિનની ઈફેક્ટિવનેસ જોવી પડશે. સામાન્ય ઈન્ફ્લુએન્ઝા વેક્સિનની ઈફેક્ટિવનેસ 40%થી 60% હોય છે. તેનું એક કારણ એવું છે કે દર વર્ષે ઈન્ફ્લુએન્ઝા વાઇરસ નવા સ્વરૂપમાં સામે આવે છે. તો મિઝલ્સની બે વેક્સિન 97% સુધી ઈફેક્ટિવ છે.

શું ફાઈઝરની વેક્સિન સેફ છે?

 • ફાઈઝર અને બાયોએનટેકે હજુ સુધી પોતાની વેક્સિનની સેફ્ટીને લઈને કોઈ ચિંતા વ્યક્ત કરી નથી. લાર્જ-સ્કેલ સ્ટડીથી પહેલાં કંપનીઓએ મેમાં નાના સ્તરે ક્લિનિકલ ટ્રાયલ કરી હતી, જેમાં તેમણે વેક્સિનનાં ચાર વર્ઝનનો ઉપયોગ કર્યો અને તાવ કે થાક જેવી સાઈડ ઈફેક્ટ સૌથી ઓછા કે મધ્યમ સ્તરની હતી, એની પસંદગી કરી હતી. જો આ વેક્સિનને FDAથી ઈમર્જન્સી અપ્રુવલ મળે તો લાખો લોકો એનો ફાયદો ઉઠાવી શકશે. આગળનું ધ્યાન સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ (CDC) અને FDA મળીને કરશે. ટ્રાયલમાં સામેલ લોકો બે વર્ષ સુધી તપાસ હેઠળ રહેશે.

ફાઈઝરની વેક્સિન માર્કેટમાં ક્યાં સુધીમાં આવશે?

 • ફાઈઝરે કહ્યું હતું કે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં ઈમર્જન્સી એપ્રુવલ માટે FDA પાસે જશે. ત્યાં સુધી તેની પાસે બે મહિનાનો સેફ્ટી ડેટા ઉપલબ્ધ હશે, જે બાદ એજન્સી વિશેષજ્ઞોની એક્સટર્નલ એડવાયઝરી કમિટી પાસેથી અભિપ્રાય લશે. વેક્સિનની સેફ્ટી, ઈફેક્ટિવનેસના વિસ્તૃત ડેટાની સ્ટડીમાં કેટલાંક સપ્તાહ પણ લાગી શકે છે. એ પણ જોવામાં આવશે કે કંપનીઓ સુરક્ષિત રીતે લાખો ડોઝ બનાવી શકે છે કે નહીં.
 • આ વેક્સિનને હાઈ-રિસ્ક વસતિ માટે આ વર્ષના અંત સુધી એપ્રુવલ આપવામાં આવી શકે છે. એવું ત્યારે જ થશે જ્યારે બધું જ પ્લાનિંગ મુજબથી ચાલે અને કોઈ જ અનપેક્ષિત ઘટના ન ઘટે. ફાઈઝર અને બાયોએનટેકનું કહેવું છે કે તેઓ 1.3 અબજ ડોઝ દર વર્ષે બનાવી શકે છે, પરંતુ આ વિશ્વભરની જરૂરિયાતથી ઓછું છે.

કયાં સુધી ટ્રાયલ ચાલતી રહેશે?

 • ટ્રાયલમાં સામેલ 94 ટકા કોવિડ-19 પોઝિટિવ નીકળ્યા છે. જ્યાં સુધી 164 કેસ સામે નથી આવતાં ત્યાં સુધી સ્ટડી યથાવત્ રહેશે. એ બાદ પરિણામોનું એનાલિસિસ થશે. શરૂઆતનાં પરિણામો જણાવે છે કે આ વેક્સિન ઈફેક્ટિવ છે, પરંતુ એ નથી જાણતા કે કેટલી ઈફેક્ટિવ. જ્યારે લાખો લોકોને કોઈ વેક્સિન લગાડવામાં આવે ત્યારે જ ખ્યાલ આવે છે કે એની ઈફેક્ટિવનેસ શું છે.

શું આ બાળકો અને વૃદ્ધો માટે અસરકારક છે?

 • નવાં પરિણામો એ અંગે કંઈ નથી જણાવતાં. ફાઈઝર અને બાયોએનટેકની ટ્રાયલમાં 65 વર્ષથી વધુની ઉંમરના વૃદ્ધોની સાથે જ 12 વર્ષનાં બાળકોને પણ સામેલ કરવામાં આવ્યાં છે. પ્રાથમિક સ્ટડી જણાવે છે કે વૃદ્ધોમાં કોરોના વાઇરસ વેક્સિનથી નબળો ઈમ્યુન રિસ્પોન્સ મળ્યો છે. જોકે ઓવરઓલ પરિણામોથી લાગે છે કે વેક્સિનથી મજબૂત સપોર્ટ મળે છે.

ફાઈઝરની શરૂઆતી સફળતાને અન્ય કંપનીઓની વેક્સિન માટે શું અર્થ છે?

 • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કોવિડ-19 વેક્સિન લેન્ડસ્કેપ મુજબ હાલના સમયે વિશ્વભરમાં 212 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. તેમાં પણ 48 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે અને તેમાં 11 વેક્સિન અંતિમ સ્ટેજમાં એટલે કે લાર્જ-સ્કેલ ટ્રાયલ્સમાંથી પસાર થઈ રહી છે.
 • એક અન્ય અમેરિકી કંપની મોડર્નાની વેક્સિન પણ લાર્જ-સ્કેલ ટ્રાયલ્સમાંથી પસાર થઈ રહી છે. આ ઉપરાંત રશિયાની એક અને ચીનની ચાર વેક્સિન પોતપોતાના દેશમાં ઈમર્જન્સી ઉપયોગ માટે એપ્રુવ કરવામાં આવી છે. એના હજુ લાર્જ-સ્કેલ ટ્રાયલ્સ પૂરી નથી થઈ.

ભારતમાં વેક્સિનની ટ્રાયલ્સની શી સ્થિતિ છે?

 • ભારતમાં હાલ ભારત બાયોટેકની કોવેક્સિન અને ઓક્સફોર્ડ/એસ્ટાજેનેકાની કોવિશીલ્ડ વેક્સિનની ફેઝ-3 ટ્રાયલ્સ ચાલી રહી છે. તેનાં પ્રાથમિક પરિણામો ડિસેમ્બર-જાન્યુઆરીમાં આવવાના સંકેત મળી રહ્યા છે. જો બધું જ પ્લાન મુજબ થયું તો આગામી વર્ષની શરૂઆત સુધીમાં આ વેક્સિન એપ્રુવ થઈ જશે. ઝાયડસ કેડિલા દ્વારા બનાવવામાં આવેલી વેક્સિનને લઈને પણ અત્યારસુધીમાં સારાં પરિણામો સામે આવી રહ્યાં છે. આ વેક્સિનની પણ ફેઝ-3 ટ્રાયલ્સ શરૂ થવાની છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો