તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર એક્સપ્લેનર:શુ 8 ફેબ્રુઆરી બાદ તમારું વ્હોટ્સએપ બંધ થઈ જશે? વિવાદથી જે એપ્સને ફાયદો પહોંચી રહ્યો છે તે કેટલી સુરક્ષિત છે?

10 દિવસ પહેલા
 • કૉપી લિંક

વ્હોટ્સએપની નવી પોલિસી અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે કંપનીએ સ્પષ્ટતા આપી છે. તેણે પોતાની નવી પ્રાઈવેસી પોલિસીને વૈકલ્પિક ગણાવી છે. અત્યાર સુધી તેણે 8 ફેબ્રુઆરી સુધી પાલન કરવી તે એક મજબૂરી હતી, આમ નહીં કરવાના સંજોગોમાં તમારું અકાઉન્ટ ડિલીટ કરવાની વાત કહેવામાં આવી રહી હતી. અલબત હવે એવું નહીં થાય. જોકે આ વિવાદને લીધે મેસેજીંગ એપ સિગ્નલ અને ટેલિગ્રામને ફાયદો થયો છે.

તો ચાલો જાણીએ કે છેવટે આ વિવાદ છે શું? વ્હોટ્સએપે હવે શુ કહ્યું છે? સિગ્નલ એપ શુ છે અને કેવી રીતે કામ કરે છે? વિવાદથી તેને કેટલો ફાયદો થયો છે? શુ ટેલિગ્રામ પણ હવે મેસેજીંગ એપના સ્વરૂપમાં આગળ વધશે?

વ્હોટ્સએપની નવી પોલિસી શુ છે?

નવી નવી પોલિસીમાં વ્હોટ્સએપ તમારી દરેક માહિતીને પોતાની પેરન્ટ કંપની ફેસબુક સાથે શેર કરશે. પોલિસી લાગુ થયા બાદ તમે વ્હોટ્સએપ પર જે કન્ટેન્ટ અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ કરશે, કંપની તેને પોતાના કોઈ પણ પ્લેટફોર્મ અને કોઈ પણ દેશમાં યુઝ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકશે.

યુઝરે તેને 8 ફેબ્રુઆરી સુધી એક્સેપ્ટ કરવાનું હતું. તે નહીં કરવાના સંજોગોમાં વ્હોટ્સએપ તમારું અકાઉન્ટ ડિલીટ કરી દેશે. જોકે, બુધવારે વ્હોટ્સએપે દેશભરના અખબારોમાં જાહેરાત આપી આ અંગે સ્પષ્ટતા આપી છે. કંપનીએ હવે કહ્યું છે કે આ ફેરફાર વૈકલ્પિક હશે. પોલિસીમાં ફેરફાર ફક્ત બિઝનેસ અકાઉન્ટ સાથે જોડાયેલ છે.

વ્હોટ્સએપ કયો ડેટા ફેસબુક સાથે શેર કરવા તૈયારી કરી રહ્યું હતું?

 • સિક્યોરિટી રિસર્ચર અવિનાશ જૈન કહે છે કે ફેસબુક અને વ્હોટ્સએપ વચ્ચે ડેટા શેરીંગ અગાઉથી થઈ રહ્યો છે. હવે તે વધુ મોટા સ્તર પર થશે. યુરોપના દેશોના વ્હોટ્સએપ યુઝરે ફેસબુક સાથે ડેટા શેર કરવા છે કે નહીં તે તેમની ઈચ્છાને આધિન હશે. બાકી દુનિયાભરના યુઝર્સ માટે તે વૈકલ્પિક પણ ન હતો. હવે વ્હોટ્સએપે ભારતના યુઝર્સ માટે પણ ડેટા શેરીંગ વૈકલ્પિક કરી દીધો છે.
 • વ્હોટ્સએપ ફેસબુક અને પોતાની અન્ય કંપનીઓ સાથે યુઝરનો ફોન નંબર, ટ્રાન્ઝેક્શન ડેટા (કારણ કે વ્હોટ્સએપ હવે ભારતમાં પેમેન્ટ સર્વિસ પણ શરૂ કરી રહ્યું છે), સર્વિસ રિલેટેડ ઈન્ફોર્મેશન, મોબાઈલ ડિવાઈસ ઈન્ફોર્મેશન અને IP એડ્રેસ શેર કરવા ઈચ્છતું હતું. ત્યાં સુધી કે ડિવાઈસ હાર્ડવેરના સ્તર પર પણ ડેટા શેરિંગ કરવાનું હતું. જોકે, હવે તેણે આ અંગે સ્પષ્ટતા આપી છે.

વ્હોટ્સએપની નવી સ્પષ્ટતામાં શુ છે?

 • વ્હોટ્સએપની નવી પ્રાઈવેસી પોલિસી અંગે સતત પ્રશ્ન સર્જાઈ રહ્યો હતો. ત્યારબાદ વ્હોટ્સએપે સ્પષ્ટતા કરતા કહ્યું છે કે વ્હોટ્સએપ યુઝર્સના પ્રાઈવેટ અને પર્સનલ ગ્રુપમાં મોકલવામાં આવતા મેસેજ, ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ્સ જોશે નહીં. તેમા એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્શન પોલિસી લાગૂ રહેશે.
 • આ ઉપરાંત તમારું લોકેશન વ્હોટ્સએપ કે ફેસબુક જોશે નહીં. વ્હોટ્સએપ ગ્રુપ પણ સંપૂર્ણપણે પ્રાઈવેટ રહેશે. તેને પણ એડ માટે ફેસબુક સાથે શેર કરી શકાશે નહીં. આ ઉપરાંત તમારા કોન્ટેક્ટ્સને લગતી વિગતો પણ વ્હોટ્સએપ ફેસબુક શેર નહીં કરે.

તો શુ હવે નવી પોલિસી લાગુ નહીં થાય?

નહીં એવુ નથી, વ્હોટ્સએપે પોતાના નવા નિવેદનમાં કહ્યું છે કે નવી પોલિસી વ્હોટ્સએપના બિઝનેસ અકાઉન્ટ સાથે સંકળાયેલ છે. એટલે કે જો તમારી પાસે કોઈ બેન્ક અથવા DTH સર્વિસ જેવા વ્હોટ્સએપ અકાઉન્ટ પર ચેટ કરે છે તો તેની ઉપર વ્હોટ્સએપની નજર રહેશે. આ સાથે વ્હોટ્સએપે હવે તેને ઓપ્શનલ ગણાવ્યા છે. એટલે કે જો તમે નવી પોલિસીને માનવા તૈયાર ન હોય તો પણ તમારા અકાઉન્ટ ડિલીટ નહીં થાય, જે અગાઉ કહેવામાં આવતુ હતું.

શુ યુઝર બીજા મેસેજીંગ એપ તરફ વળી રહ્યા છે?

નવી પોલિસી આવ્યા બાદ કેટલીક મોટી હસ્તીઓ અન્ય મેસેજીંગ એપ્સને એન્ડોર્સ કરી રહ્યા છે. ત્યારબાદથી અનેક જગ્યા પર યુઝર સિગ્નલ જેવી એપ તરફ વળી રહ્યા છે. અત્યાર સુધીમાં પુસ્તક, અખબાર વાંચવા તથા મૂવી જોગા માટે યુઝ થઈ રહેલ ટેલિગ્રામ એપ પણ મેસેજીંગ માટે યુઝ થવાની શરૂ થઈ ગઈ છે. બન્ને એપ ડાઉનલોડ થવાનું પ્રમાણ ઘણુ વધી ગયુ છે.

સિગ્નલ એપ શુ છે અને કેવી રીતે કામ કરે છે?

 • અવિનાશ કહે છે કે સિગ્નલ એક ઈનક્રિપ્ટેડ એપ છે. જેનાથી તમે ઈન્ટરનેટ મારફતે મેસેજ મોકલી શકો છો. ઓડિયો/વીડિયો કોલ કરી શકાય છે. 'Say hello to privacy' આ એપની ટેગ લાઈન છે. આ એપમાં પણ તમે ગ્રુપ ચેટ અને ગ્રુપ કોલ કરી શકો છે. આ ઓપન સોર્સ એપ છે એટલે કે તેની સિક્યોરિટીને ઈન્ડિપેન્ડેટ એક્સપર્ટ નિયમિત રીતે તપાસ કરતા રહે છે.
 • આ એપને સિગ્નલ ફાઉન્ડેશન એન્ડ સિગ્નલ મેસેંજર LLCએ તૈયાર કરી છે. સિગ્નલ ફાઉન્ડેશનને વ્હોટ્સએપના સહસ્થાપક બ્રાયન એક્શન દ્વારા તૈયાર કરવામાં આવી છે. એક્શને 2017માં વ્હોટ્સએપ છોડ્યું હતું અને સિગ્નલ ફાઉન્ડેશનને 50 મિલિયન ડોલર દાન કર્યું હતું.

તો શુ સિગ્નલ એપ વ્હોટ્સએપ કરતા સારી છે?

 • આ પ્લેટફોર્મ પર એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્શન થાય છે. એટલે કે સિગ્નલ તમારા પ્રાઈવેટ મેસેજ અને મીડિયાને એક્સેસ કરતુ નથી તેમ જ પોતાના સર્વર પર સ્ટોર કે સેવ કરતુ નથી. જ્યારે, વ્હોટ્સએપ એન્ડ-ટુ-એન્ડ ઈન્ક્રિપ્શન પોલિસી બાદ પણ તમારી પ્રાઈવેસી ડેટા જેવા કે- IP એડ્રેસ, ગ્રુપ ડીટેલ્સ અને સ્ટેટ્સને એક્સેસ કરે છે.
 • ત્યા સુધી ટેલિગ્રામ જેવા અન્ય સ્પર્ધક પણ યુઝરના કોન્ટેક્ટ નંબર અને યુઝરને પોતાના સર્વર પર સેવ કરે છે.
 • સિગ્નલ એપના એક ગ્રુપમાં 150 લોકો જોડાઈ શકે છે. જોકે કોઈ પણ ગ્રુપ મેમ્બરને ઓટોમેટિકલી એડ કરી શકાતા નથી. જેને પણ ગ્રુપમાં એડ કરવાનું હોય છે. તેની પાસે એક ઈન્વિટેશન લિંક કરવામાં આવે છે. જ્યાં સુધી તમે તેને એક્સેપ્ટ નથી કરતા ત્યાં સુધી તમારે કોઈ પણ તે ગ્રુપમાં જોડી શકશે નહીં. જ્યારે વ્હોટ્સએપમાં એવું હોતુ નથી.
 • સિગ્નલ દરેક ચેટ માટે ડિસઅપિયરિંગના ફિચર પણ આપે છે. આ માટે તમે 5 સેકન્ડથી એક સપ્તાહ સુધી ડ્યુરેશન રાખી શકે છે.
 • વ્હોટ્સએપ ડિવાઈસ આઈડી, યુઝર આઈડી, ફોન નંબર, ઈમેલ એડ્રેસ, કોન્ટેક્ટ ડિટેલ, પેમેન્ટ ઈન્ફોર્મેશન જેવા ડેટા માંગે છે. જ્યારે સિગ્નલ ફક્ત યુઝરનો ફોન નંબર માંગે છે. કહેવાનો અર્થ છે કે પ્રાઈવેસી ફિચરની બાબતમાં વ્હોટ્સએપની તુલનામાં સિગ્નલ વધારે સારી છે.

ટેલિગ્રામના યુઝર પણ તેજીથી વધે છે, તેનું શુ છે?

 • દરેક એપની પોતાની મજબૂતી અને નબળાઈ હોય છે. વ્હોટ્સએપની સૌથી મોટી શક્તિ તે યુઝર ફ્રેન્ડલી છે. જ્યારે ટેલિગ્રામનો ઉપયોગ સૌથી વધારે પુસ્તકો, ન્યુઝપેપર વાંચવા તથા મૂવી જોવા માટે થાય છે.
 • વિવાદ બાદ સિગ્નલ અને ટેલિગ્રામનું ડાઉનલોડ સૌથી વધારે વધ્યુ છે. બુધવારે ટેલિગ્રામના યુઝર્સનો આંકડો 50 કરોડને પાર થઈ ગયો. આ પૈકી 2.5 કરોડ યુઝર્સ છેલ્લા ત્રણ દિવસમાં વધ્યા છે. વિવાદ શરૂ થયા બાદ સિગ્નલ અને ટેલિગ્રામના ચાર યુઝર એકલા ભારતમાંથી વધ્યા છે.
 • સેન્સર ટાવરના અહેવાલ પ્રમાણે 6થી 10 જાન્યુઆરી વચ્ચે ભારતમાં સિગ્નલને 23 લાખ લોકોએ ડાઉનલોડ કરી હતી. જ્યારે ટેલિગ્રામને આ સમય ગાળા દરમિયાન 15 લાખ લોકોએ ડાઉનલોડ કરી છે. તે અગાઉ વર્ષના પહેલા પાંચ દિવસમાં સિગ્નલને લઈ 24 હજાર અને ટેલિગ્રામના 13 લાખ લોકોએ ડાઉનલોડ કરી હતી.
 • બીજી બાજુ વ્હોટ્સએપનું ડાઉનલોડ ઘટી રહ્યું છે. વર્ષના પહેલા પાંચ દિવસમાં 20 લાખ લોકોએ વ્હોટ્સએપ ડાઉનલોડ કર્યું હતું. જ્યારે 6થી 10 જાન્યુઆરી દરમિયાન ફક્ત 13 લાખ લોકોએ જ વ્હોટ્સએપ ડાઉનલોડ કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser