તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મંગળવારે સુપ્રીમ કોર્ટમાં કૃષિ કાયદાને પડકારતી અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. આ ત્રણેય કાયદાને રદ કરવાની માગ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી કાયદાના અમલ પર પ્રતિબંધ લગાવી દીધી છે. આ સમગ્ર મામલાને સમજવા માટે 4 સભ્યની એક કમિટી પણ બનાવવામાં આવી રહી છે. આ કમિટીના રિપોર્ટ બાદ જ સુપ્રીમ કોર્ટ કોઈ નિર્ણય લેશે. સુપ્રીમ કોર્ટમાં આજે જે કંઈ બન્યું એનાથી સ્પષ્ટ છે કે ન તો એમાં ખેડૂતોની જીત થઈ છે અને ન તો સરકારની હાર થઈ, પરંતુ કેવી રીતે, આવો સમજીએ...
સૌપ્રથમ વાત સુપ્રીમ કોર્ટનો આદશે શું છે?
સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ એસએસ બોપન્ના અને જસ્ટિસ વી. રામાસુબ્રહ્મણ્યનની બેંચે ખેડૂત આંદોલન અને કૃષિ કાયદા સંબંધિત અરજી પર સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે આ ત્રણેય કૃષિ કાયદાના અમલ પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. એ સાથે જ 4 સભ્યની એક કમિટી પણ બનાવવામાં આવી રહી છે, જે આ સંપૂર્ણ વિવાદ અથવા મુદ્દાને હલ કરશે. આ કમિટી જ્યુડિશિયલ પ્રોસિડિંગનો ભાગ હશે, જે પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને આપશે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટ એના પર કોઈ નિર્ણય લેશે.
સુપ્રીમ કોર્ટે આજે શું કહ્યું?
ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું, ‘અમે આ સમસ્યાનું સમાધાન શોધી રહ્યા છીએ. જો તમે સમાધાન નથી ઈચ્છતા અને માત્ર પ્રદર્શન કરવા માગો છો તો કરી શકો છો. દરેક વ્યક્તિ જે આ સમસ્યાનું સમાધાન ઈચ્છે છે તે કમિટી સામે પોતાની વાત રાખી શકે છે. કમિટી કોઈપણ આદેશ જાહેર નથી કરી શકતી. તે અમને રિપોર્ટ સોંપશે. અમે એમાં તમામ સંગઠનોનાં મંતવ્યો લઈશું. અમે આ કમિટી એટલા માટે બનાવી રહ્યા છે જેથી પિક્ચર ક્લિયર થઈ જાય.’
જે કમિટી બની છે એનું શું થશે?
સંવિધાન નિષ્ણાત સુભાષ કશ્યપ જણાવે છે, કમિટી સરકારની વાત પણ સાંભળશે અને ખેડૂતોની વાત પણ સાંભળશે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ સોંપશે. કમિટી મધ્યસ્થતા કરાવવાનો પ્રયાસ કરશે. જો મધ્યસ્થતાના માધ્યમથી કોઈ નિવારણ આવશે તો ઠીક નહિ તો રિપોર્ટ સુપ્રીમ કોર્ટ પાસે જશે અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે.
શું કમિટી કાયદામાં સંશોધન અથવા નિરસ્ત કરવાની સલાહ આપી શકે છે? આ વિશે સુભાષ કશ્યપ જણાવે છે કે કમિટી પાસે એની કોઈ તાકાત નથી. તે માત્ર ભલામણ કરી શકે છે કોઈ નિર્ણય કે આદેશ આપી શકતી નથી.
કમિટીમાં કોણ કોણ લોકો છે અને તેઓ શું કરશે?
કમિટીમાં 4 લોકો સામેલ છે. 2 લોકો ખેડૂત સંગઠનથી જોડાયા છે, જ્યારે 2 લોકો ખેતીના એક્સપર્ટ છે.
1. ભૂપેન્દ્ર સિંહ માન: ભારતીય ખેડૂત યુનિયનથી જોડાયેલા છે. લાંબા સમયથી ખેડૂતોનાં હિત માટે કામ કરે છે. ખેડૂતોનાં હિત માટે તેમને 1990થી 1996 સુધી રાજ્યસભા માટે પસંદ કરવામાં આવ્યા છે. માનનું સંગઠન નવા કાયદાનો સૌથી વધુ વિરોધ કરી રહ્યું છે.
2. અશોક ગુલાટી: એગ્રિકલ્ચર ઈકોનોમિસ્ટ છે. MSP નક્કી કરનારા આયોગ કમિશન ફોર એગ્રિકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઈસિસના અધ્યક્ષ છે. તેમને ખેતીના નવા નિયમોના સમર્થક માનવામાં આવે છે. ગત મહિને એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે કાયદાઓ 6 મહિના સુધી સસ્પેન્ડ કરી ખેડૂતોની શંકાઓનું સમાધાન કરવું જોઈએ, પરંતુ કાયદાઓ રદ ન કરવા જોઈએ.
3. અનિલ ઘનવટ: તેઓ મહારાષ્ટ્રમાં ખેડૂત સંગઠનના પ્રમુખ છે. આ સંગઠન નવા કાયદાઓનું સમર્થક છે. ઘનવટ પહેલેથી જ કહી ચૂક્યા છે કે ઓપન માર્કેટ સિસ્ટમમાં ખેડૂતો પાસે તેમનો માલ વેચવાના વધુ વિકલ્પો હશે, જે તેમને સારા ભાવ આપશે.
4. પ્રમોદ જોશી: તેઓ આંતરરાષ્ટ્રીય ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ ડાયરેક્ટર છે. દેશમાં ખેડૂતો અને ખેતીની સ્થિતિ પર ઘણાં પુસ્તકો લખી ચૂક્યા છે. કોન્ટ્રેક્ટ ફાર્મિંગના પક્ષમાં પણ તેઓ અખબારોમાં લખતા રહ્યા છે. જે કાયદાઓનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે એમાં કોન્ટ્રેક્ટ ફાર્મિંગ પણ સામેલ છે.
શા માટે આ ખેડૂતોની જીત નહીં અને સરકારની હાર નહીં?
ખેડૂતોની જીત કેમ નહીં: ખેડૂત સંગઠનો ત્રણેય કૃષિ કાયદાને રદ કરવા પર મક્કમ છે. સરકારે કાયદો પાછો ખેંચવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. સુપ્રીમ કોર્ટે પણ કાયદો રદ કરવા અંગે કંઇ કહ્યું નથી. કોર્ટે કાયદાના અમલીકરણ પર હમણાં જ પ્રતિબંધ લગાવો છે. તેણે ન તો આ કાયદો રદ કર્યો છે અને ન તો સરકારને કોઈ આદેશ આપ્યો છે.
સરકાર શા માટે ના હારી: ખેડૂતો સાથેની મીટિંગમાં સરકાર સમિતિનો વારંવાર ઉલ્લેખ કરે છે. સરકારનું કહેવું છે કે વિવાદને સમિતિ દ્વારા ઉકેલી શકાય. સુપ્રીમ કોર્ટે સમિતિ દ્વારા જ આ વિવાદનું સમાધાન લાવવાનું કહ્યું છે અને 4 સભ્યની સમિતિની રચના કરી છે.
સૌથી મોટો પ્રશ્ન શું આંદોલન સમાપ્ત થશે?
ના, ભારતીય કિસાન યુનિયન (ટિકૈત)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દીવાકરસિંહ ચૌધરી કહે છે, અમને સુપ્રીમ કોર્ટ પર પૂરો વિશ્વાસ છે, પરંતુ આજના આદેશથી ખેડૂતોને વધારે ફાયદો થશે નહીં. સુપ્રીમ કોર્ટે આંદોલન સમાપ્ત કરવાનો આદેશ પણ આપ્યો નથી અને અમારી માગ ત્રણ કાયદાને રદ કરવાની છે. કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન સમાપ્ત નહીં થાય.
દીવાકર સિંહ કહે છે, અમે જે નક્કી કર્યું હતું એ જ કરીશું. 13 જાન્યુઆરીએ અમે લૌહરીને "કિસાન સંકલ્પ દિવસ" તરીકે ઊજવીશું અને ત્રણેય કાયદાની નકલો સળગાવીશું, અમારું સંપૂર્ણ ધ્યાન 26 જાન્યુઆરી પર છે. અમે રાજપથ પર ટ્રેક્ટર પરેડ કાઢીશું.
પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.