ભાસ્કર એક્સપ્લેનરશું હોય છે એ ચોલા ડોરા ડ્રેસ?:જેને પહેરીને PM મોદી પહોંચ્યા કેદારનાથ, મહિલાને શું વચન આપ્યું હતું, જાણો આ વીડિયોમાં

2 મહિનો પહેલા

PM નરેન્દ્ર મોદીની ડ્રેસિંગ સેન્સ હંમેશા ચર્ચામાં રહે છે.. તેઓ ઉત્તરાખંડની મુલાકાતે પહોચ્યા ત્યારે તેમેણે જે હિમાચલી ડ્રેસ પહેર્યો તે હેડલાઈન્સ બની ગયો છે..જે હિમાચલી ડ્રેસ પહેરીને પ્રધાનમંત્રી બાબા કેદારનાથના દર્શને પહોચ્યા હતા ,તેને ચોલા ડોરા ડ્રેસ કહેવામાં આવે છે.. આ ડ્રેસને લઈને લોકોમાં કુતહલ જાગ્યું છે . .

દેશના દરેક ભાગની જેમ હિમાચલનો પણ એક ખાસ પહેરવેશ છે. આ પહેરવેશને ચોલા ડોરા અથવા તો ચોલુ પણ કહેવામાં આવે છે. આ ડ્રેસ એટલો યુનિક છે કે તે વિદેશમાં પણ ફેમસ છે.

આ આખો ડ્રેસ ઉનમાંથી બનાવવામાં આવે છે.. ચોલા એટલે ઘુંટણ સુધી આવતો એક લાંબો ઉની કોટ આ કોટને કમર પર દોરીથી બાંધવામાં આવે છે..અને એટલે જ આ ડ્રેસને ચોલા ડોરા કહેવામાં આવે છે. સામાન્ય રીતે ચોલા ક્રીમ કે લાઈટ બ્લ્યુ રંગમાં જ હોય છે..અને જે ડોરા એટલે કે દોરી હોય છે તે સુંદર ડાર્ક રંગોને મિક્સ કરીને બનાવવામાં આવે છે... સહુથી મહત્વની વાત તો એ છે કે આ ડ્રેસ હાથવણાટ કરીને જ બનાવવામાં આવે છે ...

પ્રધાનમંત્રી જ્યારે હિમાચલ પ્રદેશના ચંબામાં ગયા હતા ત્યારે હાથવણાટ ઉદ્યોગથી જોડાયેલી મહિલાએ તેમને આ ગિફ્ટ આપી હતી અને ત્યારે પીએમએ તેમને વચન આપ્યું હતું કે તેઓ આ ડ્રેસ કોઈ ઠંડી જગ્યાએ જશે ત્યારે ચોક્કસ પહેરશે. પ્રધાનમંત્રી મોદીએ તેમનું આ વચન પાળ્યું અને એટલે જ આ ડ્રેસ વધુ ખાસ બની ગયો છે.