તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:ઇન્ફોસિસે બનાવેલા ઇન્કમ ટેક્સ પોર્ટલ પર કેવા પ્રકારની મુશ્કેલીઓ આવી રહી છે? શું એની અસર રિટર્ન ફાઇલિંગ પર પડશે?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં લોકોને સરળતા આપવા માટે નવું પોર્ટલ લોન્ચ કર્યું હતું, પરંતુ આ પોર્ટલે લોકોની પરેશાનીઓ વધારી દીધી છે. લોન્ચ થવાના અઢી મહિના પછી પણ પોર્ટલ યોગ્ય રીતે કામ કરતું નથી. લોકોને અલગ-અલગ પરેશાનીઓ આવી રહી છે. આ પોર્ટલ ઈન્ફોસિસે બનાવ્યું છે.

આ વર્ષે 7 જૂને આ પોર્ટલે લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારથી જ આ નવા પોર્ટલ પર ટેક્સપેયર્સને અનેક પ્રકારની પરેશાનીઓ આવી રહી છે. સરકારે પણ પોતાના સ્તરે ઈન્ફોસિસને આ મુશ્કેલીઓ દૂર કરવામાં કહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમને તો 23 ઓગસ્ટે ઈન્ફોસિસના CEO અને MD સલીલ પારેખને પણ તેડું મોકલ્યું હતું. સ્પષ્ટ શબ્દોમાં ઈન્ફોસિસને કહેવામાં આવ્યું છે કે નવા ઈન્કમ ટેક્સ પોર્ટલમાં આવી રહેલી મુશ્કેલીઓને કોઈપણ હાલતમાં 15 સપ્ટેમ્બર સુધીમાં દૂર કરો.

વાસ્તવમાં સરકારે ટેક્સપેયર્સ માટે ITR દાખલ કરવા માટે 30 સપ્ટેમ્બરની ડેડલાઈન રાખી છે. જો પોર્ટલ પર પરેશાનીઓ યથાવત્ રહી તો આ ડેડલાઈનને આગળ વધારવી પડી શકે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ઓનલાઈન ITR ફાઈલ થઈ રહ્યાં છે.

જ્યારે બધું યોગ્ય રીતે ચાલી રહ્યું હતું તો સરકારને શું જરૂર હતી કે નવું પોર્ટલ બનાવવામાં આવે? આ પોર્ટલ પર કેવા પ્રકારની પરેશાનીઓ આવી રહી છે. એને દૂર કરવા માટે સરકાર અને ઈન્ફોસિસ શું કરી રહ્યાં છે? એની ટેક્સપેયર્સ પર શું અસર પડશે? આ તમામ અને તેની સાથે સંકળાયેલા અન્ય મુદ્દાઓને અમે આસાનીથી ગ્રાફિક્સમાં તમને સમજાવી રહ્યા છીએ...

અન્ય સમાચારો પણ છે...