ભાસ્કર એક્સપ્લેનરકેમ તરે છે રામસેતુના પથ્થરો?:શું છે આ તરતા પથ્થરોનું રહસ્ય, વૈજ્ઞાનિકોએ પથ્થરો તરવા પાછળ શું આપ્યું કારણ? સમજો વીડિયોમાં

2 મહિનો પહેલા

રામસેતુ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ ફરીથી એકવાર રામસેતુ અને એના એ પથ્થર ચર્ચામાં આવ્યા છે, જે પાણીમાં તરે છે.

તામિલનાડુમાં એક વિસ્તાર છે પંબન દ્વીપ.આ પંબન દ્વીપની બીજી તરફ શ્રીલંકા છે.આ બન્નેની વચ્ચે દરિયો અને મન્નારની ખાડી છે.પંબન દ્વીપ અને શ્રીલંકાના મન્નાર દ્વીપને જોડતો પુલ એટલે રામસેતુ. આ રામસેતુની આસપાસના પથ્થર પાણીમાં તરે છે .મોટા મોટા પથ્થરો આ રીતે પાણીમાં તરતા જોઈને લોકો આશ્ચર્યમાં છે.

લગભગ 50 કિલોમીટર લાંબા પુલની આ રચના અજાયબીઓથી ભરેલી છે..
કહેવાય છે કે વર્ષ 1480 સુધી આ પુલ પાણીની ઉપર હતો . પણ હવે આ પુલ પાણીમાં કેટલાય ફુટ નીચે ધરબાઈ ગયો છે.. રામાયણમાં કહેવાયું છે કે રામસેતુના નિર્માણમાં જે પથ્થરો ઉપયોગમાં લેવાયા હતા તે પાણીમાં એટલે તરતા કેમ કે તેના પર ભગવાન શ્રીરામનું નામ લખવામાં આવ્યું હતું..કરોડો હિન્દુઓની આસ્થા આ રામસેતુ સાથે જોડાયેલી છે, જો કે વૈજ્ઞાનિકો આ પથ્થરના તરવા માટે અલગ કારણ આપે છે. રામસેતુના પથ્થરોના અભ્યાસ કરવાથી એ જાણવા મળ્યુ કે રામસેતુના પથ્થર અંદરથી ખોખલા હોય છે.. આ પથ્થરોની અંદર નાના નાના કાણા હોય છે જેની અંદર 90 ટકા હવા ભરાયેલી હોવાને કારણે તેનું વજન ઘણું ઓછું થઈ જાય છે જેથી આ પથ્થરો પર લાગતું ઉત્પ્લાવક બળ તેને ડુબવા નથી દેતું .. દરિયામાં તરતા મોટા મોટા જહાજો પણ સેમ આ જ ઉત્પ્લાવક બળના સંતુલનને આધારે જ કામ કરે છે, જેથી એ પાણીમાં ડૂબી નથી જતા.