ભાસ્કર એક્સપ્લેનર:કરન્સી મેનિપુલેશન મોનિટરિંગ શું છે? અમેરિકાએ ભારતને આ લિસ્ટમાં કેમ મુક્યું? જાણો બધું જ

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમેરિકાએ ભારત, તાઈવાન અને થાઈલેન્ડને કરન્સી મેનિપુલેટર દેશની મોનિટરિંગ લિસ્ટમાં મૂક્યું છે. આ લિસ્ટમાં ચીન, જર્મની, ઈટાલી સહિત વધુ 6 દેશ સામેલ છે. ભારતને દોઢ વર્ષ બાદ ફરી એક વખત આ લિસ્ટમાં કેમ મુકવામાં આવ્યું?

અંતે કરન્સી મેનિપુલટરનો અર્થ શું છે? અમેરિકા કયા દેશોને આ લિસ્ટમાં મુકે છે? આ લિસ્ટમાં નાખવાથી શું ફર્ક પડે છે? ભારતને બીજી વખત કેમ આ લિસ્ટમાં મુકવામાં આવ્યું? આવો જાણીએ... આવો જાણીએ...

કરન્સી મેનિપુલેટરનો અર્થ શું છે?
આ અમેરિકી સરકારની ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવતું એક લેબલ છે. જ્યારે અમેરિકાને એવું લાગે કે કોઈ દેશ અનુચિત કરન્સી પ્રેક્ટિસમાં સામેલ છે અને તેનાથી અમેરિકી ડોલરની વેલ્યૂ ઓછી થાય છે, તો તે દેશ માટે આ લેબલનો ઉપયોગ કરવામાં આવે છે. કહેવાનો અર્થ છે કે જ્યારે કોઈ દેશ જાણીજોઈને પોતાની કરન્સીની વેલ્યૂ કોઈને કોઈ રીતે ઓછી કરે છે, તો તેનાથી અન્ય દેશોની કરન્સીની તુલનાએ તેને ફાયદો થાય છે. વિદેશી કરન્સીને ડી-વેલ્યૂ કરવાથી તે દેશની એક્સપોર્ટ કોસ્ટ ઘટી જાય છે.

તે માટે અમેરિકાએ ત્રણ પેરામીટર નક્કી કર્યા છે. આ ત્રણમાંથી જે દેશો પર બે પેરામીટર લાગુ થાય છે, તેને અમેરિકા પોતાની મોનિટરિંગ લિસ્ટમાં નાખી દે છે. અને જે દેસો પર ત્રણેય પેરામીટર લાગુ પડે છે, તેમને કરન્સી મેનિપુલેટર જાહેર કરી દે છે. આ વખતે અમેરિકાની કરન્સી મેનિપુલેટર મોનિટરિંગ લીસ્ટમાં 8 દેશ છે, જ્યારે બે દેશોને અમેરિકાએ કરન્સી મેનિપુલેટર જાહેર કર્યાં છે.

કરન્સી મેનિપુલેટર માટે કયા પેરામીટર છે?

  • અમેરિકાથી તે દેશના બાયલેટરલ ટ્રેડ સરપ્લસ 12 મહિના દરમિયાન 20 અબજ ડોલરથી વધુ હોય.
  • કરન્ટ એકાઉન્ટ સરપલ્સના એક વર્ષની અંદર દેશની GDPથી ઓછામાં ઓછી 2% હોય.
  • 12 મહિનાની અંદર ઓછામાં ઓછું 6 વખત ફોરેને એક્સચેન્જ નેટ પરચેઝનું GDP 2% હોવું.

આ લીસ્ટથી શું ફર્ક પડે છે?
જે દેશને આ લિસ્ટમાં મૂકવામાં આવે છે, તે સમયે તેની પર કોઈ ખાસ ફર્ક નથી જોવા મળતો. પરંતુ, ગ્લોબલ ફાયનાન્સિયલ માર્કેટમાં તે દેશને લઈને સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ શકે છે.

ભારતને આ લિસ્ટમાં બીજી વખત કેમ મૂકવામાં આવ્યું?

  • અમેરિકાએ મે 2019માં ભારતને આ લીસ્ટની બહાર કરી દીધું હતું. તે સમયે અમેરિકા દ્વારા નક્કી કરવામાં આવતા ત્રણ પેરામીટર્સમાં બે પેરામીટર ભારત પર લાગુ થતા ન હતા. તે સમયે માત્ર ભારતનો બાઈલેટરલ ટ્રેડ સરપ્લસ 20 અબજથી વધારે હતું.
  • અમેરિકી ટ્રેડ ડિપાર્ટમેન્ટના રિવ્યૂમાં આ વખતે પણ ભારતનો બાઈલેટરલ ટ્રેડ 20 અબજ ડોલરથી વધુ છે. જૂન 2020 સુધીના પહેલાં ચાર ક્વાર્ટરમાં આ 22 અબજ ડોલર રહ્યું. તો, ભારતનું ફોરેન એક્સચેન્જનો નેટ પરચેઝ 64 અબજ ડોલર રહ્યો, જે GDPના 2.4% છે. છેલ્લાં 12માંથી 10 મહિના એવા રહ્યાં જ્યારે ભારતનું ફોરેન એક્સચેન્જ નેટ પરચેઝ GDPના 2%થી વધુ રહ્યો.
  • આ બે પેરામીટર્સના કારણે ભારત ફરી એકવખત અમેરિકાની કરન્સી મેનિપુલેટર મોનિટરિંગ લિસ્ટમાં આવી ગયું છે.

ભારત ઉપરાંત કયા દેશ આ લિસ્ટમાં છે?

  • યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરી ઓફિસ ઓફ ઈન્ટરનેશનલ અફેયર્સના તાજા રિપોર્ટમાં ભારતની સાથે તાઈવાન અને થાઈલેન્ડને આ લિસ્ટમાં મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ચીન, જાપાન, સાઉથ કોરિયા, જર્મની, ઈટાલી, સિંગાપુર અને મલેશિયા પણ આ લિસ્ટમાં છે. આ દેશ પહેલેથી જ આ લિસ્ટમાં હતા.
  • અમેરિકાએ ભારતને ઓક્ટોબર 2018માં આ લિસ્ટમાં મુક્યું હતું. મે 2019માં ભારતને આ લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યું હતું. દોઢ વર્ષ બાદ ફરી એકવખત ભારતને આ લિસ્ટમાં નાખવામાં આવ્યું છે.
  • વિયેતનામ અને સ્વિટ્ઝરલેન્ડને અમેરિકાની કરન્સી મેનિપુલેટર જાહેર કરી દીધા છે. આ બંને દેશો પર અમેરિકા દ્વારા નક્કી ત્રણેય પેરામીટર લાગુ થાય છે.

કોઈ દેશ આ લિસ્ટમાંથી કઈ રીતે બહાર આવી શકે છે?
જે દેશ એક વખત મોનિટરિંગ લિસ્ટમાં આવી જાય છે, તો તેને ઓછામાં ઓછા બે વખત આમાંથી બહાર રહેવું પડે છે. ત્યારે અમેરિકા તે દેશને આ લિસ્ટમાંથી બહાર કરે છે. અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ મુજબ એવું એટલા માટે કરવામાં આવે છે કે જેનાથી તે નક્કી થઈ શકે કે તેની ઈકોનોમીમાં જે સુધારો થઈ રહ્યો છે, તે ટેમ્પરરી નથી.