તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સપ્લેનર:કોવેક્સિનની 78% અસરકારકતાનો અર્થ શું છે? કેટલી હદે ઈન્ફેક્શન રોકવામાં મદદગાર છે સ્વદેશી વેક્સિન

2 મહિનો પહેલાલેખક: આબિદ ખાન
 • કૉપી લિંક

ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના પ્રયાસથી બનેલી પહેલી સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિન દુનિયાની સૌથી સફળ વેક્સિનમાંથી એક છે. કંપનીના ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલ્સના બીજા વચગાળાના પરિણામોના આધારે દાવો કરવામાં આવ્યો છે કે વેક્સિનની ક્લિનિકલ એફિકેસી 78% છે. એટલે કે તે કોરોના ઈન્ફેક્શનને રોકવામાં 78% ઈફેક્ટિવ છે. સૌથી સારી બાબત એ છે કે, જેમને ટ્રાયલ્સમાં આ વેક્સિન લીધી હતી, તેમાંથી કોઈનામાં પણ ગંભીર લક્ષણ નથી દેખાયા. એટલે કે ગંભીર લક્ષણો રોકવાના કિસ્સામાં તેની ઈફેક્ટિવનેસ 100 ટકા છે.

કોવેક્સિન બનાવવામાં સરકારી મદદ કરનાર ICMRનો દાવો છે કે, આ સ્વદેશી વેક્સિન તમામ પ્રકારના વેરિઅન્ટ પર અસરકારક છે. એટલે કે ન માત્ર UK, બ્રાઝિલ, અને દક્ષિણ આફ્રિકિ વેરિઅન્ટ્સ પર પરંતુ ભારતના 10થી વધુ રાજ્યોમાં સામે આવેલા ડબલ મ્યુટેન્ટ વેરિઅન્ટ પર પણ અસરકારક સાબિત થઈ છે. આ એક એવી વાત છે, જેના માટે હવે વિશ્વની ઘણી વેક્સિન કંપનીઓ સંઘર્ષ કરી રહી છે.

શું ખાસ છે વેક્સિનના આ પરિણામોમાં?

 • કોવેક્સિનને નવા વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકારે કોવીશિલ્ડની સાથે ઈમર્જન્સી ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. તે સમયે તેના ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામ સામે નહોતા આવ્યા, ત્યારે તેને ટ્રાયલ્સ મોડ પર જ મંજૂરી આપી હતી. એટલે કે જેમને શરૂઆતમાં ડોઝ આપવામાં આવ્યો, તેમની લેખિત સહમતિ લેવામાં આવી. તેમનું મોનિટરિંગ પણ કરવામાં આવ્યું.
 • તે સમયે આ નિર્ણય માટે સરકારની ઘણી ટીકા પણ થઈ હતી. રાજકારણીઓની સાથે કેટલાક વૈજ્ઞાનિકો અને એક્સપર્ટ પણ સરકારના નિર્ણયની વિરુદ્ધ હતા. પરંતુ જ્યારે ગત મહિને કોવેક્સિનના ફેઝ-3ના પહેલા વચગાળાના પરિણામો આવ્યા તો તેમને અપેક્ષા કરતા વધારે સારા પરિણામ મળ્યા હતા.
 • કોવીશિલ્ડની એફિકેસી લગભગ 70% છે, જ્યારે કોવેક્સિન 81% ઈફેક્ટિવ સાબિત થઈ હતી. બીજા વચગાળાના પરિણામોમાં આ આંકડામાં થોડો સુધારો થતા તે 78% અસરકારક હોવાનું દર્શાવવામાં આવ્યું. કોવેક્સિનના ફેઝ-3 ટ્રાયલ્સમાં 25,800 લોકો પર સ્ટડી કરવામાં આવી. તેમાં 18થી 98 વર્ષના વોલિએન્ટર સામેલ હતા.

આ અસરકારકતાનો અર્થ શું છે?

 • વેક્સિન જ્યારે ઘણા તબક્કાઓમાંથી પસાર થાય છે ત્યારે તેને લોકો માટે મંજૂરી મળે છે. શરૂઆતના તબક્કામાં લેબોરેટરી થાય છે. ત્યારબાદ ક્લિનિકલ ટ્રાયલ થાય છે. પહેલા ફેઝમાં દવા અથવા વેક્સિનની તપાસ કેટલાક લોકોમાં થાય છે. ત્યારબાદ ફેઝ-2 ટ્રાયલ્સ થોડા વધારે લોકોમાં થાય છે. તેમાં એ જણાવવામાં આવે છે કે, વેક્સિન ઉપયોગ માટે સુરક્ષિત છે કે નહીં. તેનાથી ઈમ્યુન રિસ્પોન્સ શરીરમાં આવી રહ્યો છે કે નહીં.
 • પ્રારંભિક બે તબક્કાઓ પછી મોટા પાયે ટ્રાયલ્સ થાય છે. કોવેક્સિનના કેસમાં લગભગ 26 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી. તેને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા. અડધા લોકોને પ્લેસિબો એટલે સલાઈન વોટર આપવામાં આવ્યું અને અડધા લોકોને વાસ્તવિક વેક્સિન, આવું કર્યા બાદ બધાનું ધ્યાન રાખવામાં આવ્યું. એ જોવામાં આવ્યું કે, કયા ગ્રુપમાંથી કેટલા લોકોને વાઈરસ ઈન્ફેક્શન થાય છે. હકીકતમાં, ત્રીજા ફેઝના ટ્રાયલ્સમાં વેક્સિનની ઈફેક્ટિવનેસ જોવા મળે છે, જેને મેડિકલ ભાષામાં એફિકેસી કહેવામાં આવે છે. તેનો અર્થ એ થયો કે, વેક્સિન કેટલા ટકા લોકોને વાઈરસ ઈન્ફેક્શનથી બચાવીને રાખશે.
 • કોવેક્સિનના બીજા વચગાળાના ફેઝ-3 પરિણામ બંને ગ્રુપ્સમાં સામેલ 127 કેસિસ નોંધાયા બાદ કરવામાં આવ્યા. તેના આધારે વેક્સિન અને પ્લેસિબો વચ્ચેનો તફાવત કાઢવામાં આવ્યો અને જણાવવામાં આવ્યું હતું કે, આ વેક્સિન કોરોનાવાઈરસને રોકવામાં 78% અસરકારક રહી. સારી વાત એ હતી કે, સેફ્ટી અને એફિકેસીના આંકડા જૂનમાં મળ્યા. ફાઈનલ રિપોર્ટને અન્ય એજન્સીઓ અને પબ્લિકેશનના રિવ્યુ માટે સોંપવામાં આવશે. આ પરિણામ પછી, જે લોકોને પ્લેસિબો આપવામાં આવી, તેમને પણ વેક્સિન લેવાની મંજૂરી મળી જશે.

શું આ વેક્સિન બાળકો માટે પણ ઉપલબ્ધ છે?

 • અત્યારે નહીં. ફેઝ-3 ટ્રાયલ્સમાં 18થી 98 વર્ષના વોલેન્ટિયર્સને સામેલ કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે, કંપનીના ફેઝ-2 ટ્રાયલ્સ બાદ દાવો કરવામાં આવ્યો હતો કે, આ વેક્સિન 12 વર્ષથી વધુની ઉંમરના લોકો પર અસરકારક છે. પરંતુ ફેઝ-3 એફિકેસી ટ્રાયલ્સમાં બાળકોને વોલેન્ટિયર બનાવવામાં નહોતા આવ્યા.
 • આ કારણથી બાળકોને વેક્સિન લેતા પહેલા તેમના પર ટ્રાયલ્સ કરવું પડશે. ફાઈઝરે અમેરિકામાં આ પ્રકારના ટ્રાયલ્સ શરૂ કરી દીધા છે. વિવિધ વય જૂથના બાળકોમાં અલગ ટ્રાયલ્સ થશે. કોવેક્સિનને લઈને ભારત બાયોટેકે કહ્યું કે, ટૂંક સમયમાં બાળકો પર ટ્રાયલ્સ શરૂ થશે. જ્યારે આ વેક્સિન આ ટ્રાયલ્સમાં પાસ થઈ જશે, ત્યારે તેને બાળકોને લગાવવાની મંજૂરી આપવામાં આવશે.

શું કોવેક્સિન તમામ વેરિઅન્ટ્સ પર પણ અસરકારક સાબિત થઈ છે?

 • હા. કોવેક્સિનની વાત કરીએ તો કે પરંપરાગત ઈનએક્ટિવેટેડ પ્લેટફોર્મ પર બનેલી છે. તેમાં મૃત વાઈરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે વાઈરસને કમજોર કરીને ઈન્જેક્ટ કરવામાં આવે છે, જેથી શરીર તેની વિરુદ્ધ એન્ટિબોડી બનાવવા લાગે છે. જે પણ મ્યુટેશન અત્યાર સુધી થયા છે, તે વાઈરસની અંદર સંરચનામાં થયા છે. તેનાથી વાઈરસનો આકાર બદલાયો નથી. તેના કારણે કોવેક્સિન વિવિધ વેરિઅન્ટ્સ પર અસરકારક સાબિત થઈ છે.
 • અન્ય વેક્સિનની વાત કરીએ તો બધી વેક્સિન વિશ્વભરમાં વિવિધ પ્લેટફોર્મ પર બનેલી છે. અમેરિકામાં ઉપયોગ થઈ રહેલી ફાઈધર અને મોડર્નાની વેક્સિન મેસેન્જર RNA અથવા mRNA પ્લેટફોર્મ પર બનેલી છે. તેમાં વેક્સિન લગાવ્યા પર શરીરને મેસેજ મળે છે કે વાઈરસનો હુમલો થયો છે, એન્ટિબોડીઝ તેને લડવા માટે બનાવવાની છે.
 • કોવિશીલ્ડ અને રશિયાની વેક્સિન સ્પૂતનિક V વાયરલ વેક્ટર પ્લેટફોર્મ પર બનેલી છે. તેમાં કોઈ અન્ય વાઈરસને લઈને તેમાં જરૂરી ફેરફાર કર્યા અને તેને નવા કોરોનાવાઈરસ (SARS-CoV-2)ના સ્પાઈક પ્રોટિન જેવી બનાવવામાં આવી અને શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવી. તેનાથી શરીર તે સ્પાઈક પ્રોટિનની વિરુદ્ધ એન્ટિબોડી બનાવે છે. મ્યુટેશનના કારણે વેરિઅન્ટ્સમાં સ્પાઈસ પ્રોટિનનો આકાર બદલાઈ શકે છે. તેના કારણે આ વેક્સિન કેટલાક વેરિઅન્ટ પર અસરકારક સાબિત નથી થઈ.
 • ICMRના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવના જણાવ્યા પ્રમાણે કોવેક્સિન UK,દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલની સાથે ભારતમાં મળેલા ડબલ મ્યુટેન્ટ વેરિઅન્ટ પર પણ અસરકારક છે. પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરલોજી (NIV)એ વેરિઅન્ટ્સ અલગ કર્યા અને તેના પર વેક્સિનની તપાસ કરવામાં આવી. અમારા વૈજ્ઞાનિકોની સતત મહેનતનાં પરિણામ છે કે અમે એક ઈન્ટરનેશનલ વેક્સિન મળી ગઈ છે.
 • વેરિઅન્ટ્સ પર અસરને લઈને તમામ વેક્સિન નિર્માતાઓના વિવિધ દાવા છે. જ્હોન્સન એન્ડ જ્હોન્સને દાવો કર્યો છે કે, તેની વેક્સિન દક્ષિણ આફ્રિકાના વેરિઅન્ટની વિરુદ્ધ 85% અસરકારક છે. ફાઈઝરે પોતાની વેક્સિનને 100% અસરકારક હોવાનો દાવો કર્યો છે. નોવાવેક્સનો દાવો છે કે, વેરિઅન્ટ્સ પર તેની વેક્સિન 50% જ અસરકારક છે.

કોવેક્સિનના અત્યાર સુધી કેટલા ડોઝ આપવામાં આવ્યા છે?

 • કોવેક્સિનના 1.13 કરોડથી વધુ ડોઝ ભારતમાં આપવામાં આવ્યા છે. તેમાંથી લગભગ 96 લાખ પહેલા ડોઝ અને 17 લાખ બીજા ડોઝ સામેલ છે. પહેલો ડોઝ લીધા બાદ 0.04% લોકોમાં બીજો ડોઝો લીધા બાદ લગભગ એટલા જ લોકોમાં ઈન્ફેક્શન જોવા મળ્યું છે.
 • ભારત બાયોટેકે કહ્યું કે, કંપની પ્રતિ વર્ષ 70 કરોડ વેક્સિન ડોઝનું ઉત્પાદન કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ એપ્રિલમાં 2 કરોડ ડોઝનું પ્રોડક્શન કર્યું હતું. તેનાથી વેક્સિનેશનને વેગ મળશે. ભારત બાયોટેકની વેક્સિનમાં આ સમયે 60થી વધુ દેશોએ રસ દાખવ્યો છે.